જાણો આ 5 સરળ ઉપાય વિશે કાયમી માટે દૂર થઇ શકે છે પૈસાની સમસ્યા, ભરાઈ જશે તિજોરીઓ…

0
349

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે અમુક લોકોનું જીવન ગરીબીમાં જ પસાર થઈ જાય છે, અને તેના માટે તેઓ પોતાના નસીબને દોષ આપતા રહે છે. જોકે અમુક સરળ ઉપાય કરીને ખરાબ નસીબને પણ સારું બનાવી શકાય છે. આજે અમે તમને અમુક એવા સરળ જ્યોતિષ ઉપાય જણાવી રહ્યા છીએ, જે કરવાથી બંધ નસીબના દરવાજા ખુલી શકે છે અને પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે ઉપાય નીચે મુજબ છે.

Advertisement

ઉપાય પહેલા, શુક્રવારે એક તાળું ખરીદો અને બીજા દિવસે એટલે કે શનિવારે સ્નાન વગેરે કર્યા પછી તેને કોઈ મંદિરના પૂજારીને દાન કરી દો. સાથે જ થોડા પૈસા પણ દાન કરો. જયારે પણ તે તાળું ખુલશે ત્યારે તમારું નસીબ પણ ખુલી જશે.ઉપાય બે,રાત્રે સુતા સમયે પોતાના માથા તરફ એક વાસણમાં જવ મુકો. સવારે ઉઠીને તે અનાજ ગરીબોમાં વહેંચી દો અથવા પ્રાણીને ખવડાવી દો. તેનાતી તમારા બંધ નસીબના દરવાજા ખુલી શકે છે.

ઉપાય ત્રણ,રોજ પોતે જમતા પહેલા ગાયને રોટલી ખવડાવો. ત્યારબાદ કુતરાને પણ રોટલી આપી દો. અંતમાં પક્ષીઓ માટે છત પર રોટલી મૂકી દો. તેનાથી તમારી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.ઉપાય ચાર,સવા પાંચ કિલો લોટ અને સવા કિલો ગોળ લો. બંનેને મિક્સ કરીને તેની રોટલી બનાવી દો. ગુરુવારે સાંજના સમયે તેને ગાયને ખવડાવી દો. 3 ગુરુવાર સુધી સતત આ ઉપાય કરવાથી પૈસાની સમસ્યા દૂર થઈ શકે છે.ઉપાય પાંચ,ઘરમાં જ્યાં સોનાના ઘરેણાં મુકો છો ત્યાં થોડું કેસર પણ મુકો. તેનાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને પરિવારમાં પ્રગતિ થતી રહે છે.

દીવાલ પર લટકવાવી આ ધાતુની વસ્તુ,બેડરૂમનાં મુખ્ય દરવાજાની સામેની દીવાલની ડાબી બાજુનાં ખૂણા ઉપર ધાતુની કોઈપણ વસ્તુ લટકાવીને રાખવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ સ્થાન ભાગ્ય અને સંપત્તિનું ક્ષેત્ર માનવામાં આવ્યું છે. આ દિશામાં દિવાલમાં તિરાડ હોય તો તેને સુધરાવી.ઘરમાં ન રાખવો ભંગાર, ઘરમાં તૂટેલા વાસણ અને ભંગાર રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તૂટેલો બેડ અને પલંગ પણ ઘરમાં ન રાખવા જોઈએ તેનાથી આર્થિક નુકશાન થઈ શકે છે અને ખર્ચાઓ પણ વધે છે. ઘણા લોકો ઘરની છત ઉપર અથવા સીડીનાં નીચે નકામી વસ્તુ જમા કરતા હોય છે જેના લીધે આવકમાં નુકસાન થાય છે.

આ દિશામાં રાખવી પાણીની ગટર, ઘણા લોકોને આ વાતનું ધ્યાન નથી રહેતું કે તેમના ઘરે પાણી કઈ દિશામાં જઈ રહ્યું છે. વાસ્તુ વિજ્ઞાનના અનુસાર, પાણીની ગટર પણ કેટલીક વસ્તુઓને અસર કરે છે. જેમના ઘરમાં પાણીની ગટર દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોય છે તેમને આર્થિક સમસ્યાઓની સાથે સાથે કેટલીક અન્ય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઉત્તરની દિશા અને પૂર્વની દિશામાં પાણીની ગટર હોય તો તેને આર્થિક દ્રષ્ટીએ શુભ માનવામાં આવે છે.

ઘર અથવા વેપારના સ્થળે રાખેલી તિજોરીને લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન વાસ્તુના નિયમાનુસાર રાખવું જોઈએ, જેથી માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ સદા બની રહે છે. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ટોટકા પણ તિજોરીને ધનથી ખચોખચ રાખવામાં મદદ કરી શકે છે. આ ટોટકા કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાયોમાંથી કોઈપણ એક જ અમલમાં મુકવો. કારણ કે એકથી વધારે ઉપાય કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થતું નથી.

તિજોરીમાં 10ની નોટનું એક બંડલ રાખો, તેની સાથે થોડા પીત્તળ અને ત્રાંબાના સિક્કા પણ રાખો. આ ઉપરાંત આવા થોડા સિક્કા પર્સમાં પણ સાથે રાખવા.તિજોરીમાં કોર્ટ-કચેરીના દસ્તાવેજ, ધન અને દાગીના એક સાથે ન રાખવા. એક સ્થાન પર રાખવાથી ધન હાનિ થાય છે. દાગીનાને લાલ વસ્ત્રમાં બાંધી અને અલગ બોક્સ અથવા પેટીમાં રાખવા.એક પીપળાનું પાન લેવું તેના પર દેશી ઘી અને લાલ સિંદૂરથી ऊं લખવો. આ પાનને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવો. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું. કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે શ્રી લખવું. આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે.

વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીકક્ષ ઉત્તર કે પૂર્વ દિશામા હોવો જોઈએ. ઉત્તર દિશા એ દેવોના ખજાનચી અને ધન-સંપતિના સ્વામી એવા કુબેરની દિશા છે. જો ઉત્તર દિશામાં તિજોરીકક્ષ બનાવવો શક્ય ન હોય તો પૂર્વ દિશામાં બનાવી શકાય. પરંતુ જો તિજોરી ભારે વજનની હોય કે ભારે અલમારી હોય તો દક્ષિણ – પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ. તિજોરી એ રીતે ગોઠવો કે જ્યારે તમે તિજોરી ઉત્તર કે પૂર્વ દિશામાં ખુલે. આનાથી ધનમાં વધારો થાય છે. તિજોરીનો રંગ આછો ક્રિમ હોવો જોઈએ. તિજોરી પર કોઈપણ બ્રિફકેસ ન હોવી જોઈએ.

પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય હોય છે તેથી આ દિશામાં તિજોરી મુકવી શુભ કહેવાય છે. જો તિજોરી દક્ષિણ પૂર્વ મતલબ અગ્નિકોણમાં મુકવામાં આવે તો ધનનો ખર્ચ વધુ થાય છે. ઘણીવાર કર્જ લેવાનો વારો આવે છે.તિજોરીકક્ષનો આકાર ચોરસ કે લંબચોરસ હોવો જોઈએ. અનિયમિત આકારનો તિજોરીકક્ષ લાભકારી નથી. તિજોરીકક્ષની છતની ઉંચાઈ ઘરના અન્ય કક્ષની ઉંચાઈથી ઓછી ન હોવી જોઈએ.

તિજોરીકક્ષને એક જ દરવાજો હોવો જોઈએ અને તે મજબૂત હોવો જોઈએ. ઉત્તર કે પૂર્વ દિશામાં દરવાજો અને બારીઓ હોવા શુભ છે. તિજોરીકક્ષ અલગ હોય તો તેને ઉંબરો હોવો જોઈએ. તિજોરીકક્ષની દિવાલો અને ફર્શનો રંગ પીળો હોવો શુભ છે. પીળો રંગ ધન-સંપતિમાં વધારો કરનારો મનાય છે. તિજોરીકક્ષમાં તિજોરીને દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. એ ધ્યાન રાખવુ કે નૈઋત્યકોણ (દક્ષિણ-પશ્ચિમ) કે વાયવ્યકોણથી (ઉત્તર-પશ્ચિમ) એક ફૂટ જેટલા અંતર પર તિજોરી રહે. કક્ષના કોઈ પણ ખૂણામાં તિજોરી ન રાખવી જોઈએ.

તિજોરીનો પાછળનો ભાગ દક્ષિણ દિશા તરફ રહે અને આગળનો ભાગ ઉત્તર દિશા તરફ રહે તે રીતે રાખવી. તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખૂલવો જોઈએ. એ રીતે શક્ય ન હોય તો પૂર્વ દિશા તરફ દરવાજો ખૂલે તે રીતે પણ રાખી શકાય. તિજોરી દિવાલને સ્પર્શે નહી તે રીતે દિવાલથી એક ઈંચ દૂર રાખવી. તિજોરીને સપાટ જમીન પર રાખવી અને તે ઢળેલી ન હોવી જોઈએ. તિજોરીને ચાર પાયા હોવા જરૂરી છે. પાયા વાંકાચૂકા કે ભાંગેલા-તૂટેલા ન હોવા જોઈએ. સ્થિર તિજોરી ધનને પણ સ્થિર રાખે છે.

ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી અને તેને પણ સિક્કા પર સ્થાપિત કરી તિજોરીમાં પધરાવી શકાય. તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી.ધન-સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તિજોરીની નીચે અથવા અંદર કાળી ચણોઠીના અગિયાર દાણા રાખવા. તિજોરીમાં રાખતાં પહેલાં તેને ગંગાજળથી પવિત્ર કરી લેવા. તિજોરીમાં લાલ વસ્ત્ર હંમેશા પાથરી રાખવું.

ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે લાલ માટીના કોઈ પાત્રમાં સોના-ચાંદીના થોડા સિક્કા મુકી તેમાં ચોખા અથવા ઘઉં ભરી દેવું અને તેના પર લાલ કપડું બાંધી ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી દેવું. ઘરમાં ધન-ધાન્યની ખામી રહેતી નથી.જ્યારે અઢળક મહેનત કર્યા પછી પણ પરીણામ ન મળતું હોય, આવક કરતાં ખર્ચ વધી જતો હોય તો ધન રાખવાના સ્થાન પર લાલ કપડું પાથરી અને ચણોઠી રાખવી. બચત થવા લાગશે.કાળી હળદરને એક દિવસ સૂર્ય પ્રકાશમાં રાખી અને બીજા દિવસે તેના પર સિંદૂર અને એક સિક્કો રાખી લાલ કપડાંમાં આ સામગ્રીઓ બાંધી તેને તિજોરીમાં રાખી દેવું. ધનમાં વૃદ્ધિ થવા લાગશે.

ઘરમાં જો કોઈ લાંબા સમયથી બીમાર રહેતું હોય તો શુક્રવારે રાત્રે એક મુઠ્ઠી કાળા ચણા પાણીમાં પલાળી દેવા. શનિવારે આ પલાળેલા ચણાને કાળા કપડાંમાં રાખી તેમાં એક ખીલ્લી, કોલસો રાખી તેની પોટલી બાંધી બીમાર વ્યક્તિ પરથી સાતવાર ઉતારી અને કુંવામાં ફેંકી દેવી.પાંચ ખીલેલા લાલ ગુલાબ લેવા તેને દોઢ મીટરના સફેદ કપડાંમાં રાખી અને 21 વખત ગાયત્રી મંત્ર બોલવો અને આ કપડાં અને ગુલાબને વહેતા પાણીમાં વહાવી દો. કરજમાંથી મુક્તિ મળશે.મનોકામના પૂર્તિ માટે 11 મંગળવાર સુધી 11 ગુલાબ હનુમાનજીને ચડાવવા.

લાલમાટીના કોઇ પાત્રમાં સાના-ચાંદીના થોડા સિક્કા મુકીને તેમાં ચોખા અથવા ઘઉં ભરી દેવું અને તેના પર લાલ કપડું બાંધી ઘરની ઉત્તર-પશ્ચીમ દિશામાં રાખવાથી ફાયદો થશે.ધન રાખવાના સ્થળે લાલ કપડું રાખીને તેના પર ચણોઠી રાખવાથી ધનવ્યય થતો અટકશે.કાળી હળદરને એક દિવસ સૂર્ય પ્રકાશમાં રાખી અને બીજા દિવસે તેના પર સિંદૂર અને એક સિક્કો રાખી લાલ કપડાંમાં આ સામગ્રીઓ બાંધી તેને તિજોરીમાં રાખી દેવું. ધનમાં વૃદ્ધિ થવા લાગશે.

Advertisement