જાણો અચાનક તમને કરંટ લાગે ત્યારે શુ કરવું,ખૂબ કામ ની માહિતી વાંચીને શેર જરૂર કરજો…

0
219

વીજળી નો કરંટ તો ગમે ત્યારે લાગી શકે છે. આમતો કરંટ લગતા જ ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ, પરંતુ ડોક્ટર્સ પાસે પહોંચવામાં પણ ઘણો સમય લાગી જતો હોય છે. તો આ સમય દરમિયાન આપણે શું કરવું જોઈએ જેથી પીડિત ને રાહત મળે.વરસાદમાં જ નહીં પણ દિવાલો પર ભેજ રહેવાના કારણે કે ડેમેજ વાયરિંગના કારણે પણ કરંટ લાગવાની સંભાવના વધે છે.

ભોપાલના આસ્થા મલ્ટી સ્પેશ્યલિટી સેન્ટરમાં સીનિયર ફિઝિશ્યિન ડૉ.રતન વૈશ્ય કહે છે કે જો કરંટ લાગવાના કારણે હાર્ટબીટ રોકાઇ જાય તો પીડિતને કાર્ડિયોપલમોનરી રિસસિટેશન (CPR)ની મદદથી 10 મિનિટમાં ભાનમાં લાવી શકાય છે. તેમાં પીડિતના હાર્ટને દર મિનિટે 100 વાર દબાવવામાં આવે છે અને મોઢાથી શ્વાસ આપવામાં આવે છે. તેમાંથી બચવાની કેટલીક ટિપ્સ.

ઘણી વાર વીજળી નો જટકો લાગવા થી શરીર નું હૃદય બંધ પડી જવાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. અને જો ઓચિંતી આવી ઘટના બની જાય ત્યારે આપણી વિચારવાની ક્રિયા પણ બંધ થઇ જાય છે. અને જલ્દી માં ડોક્ટર પાસે લઇ જવા પહેલા શું કરવું એ મહત્વ ની બાબત છે.

કરંટ લાગે તો શું કરવું. જેને કરંટ લાગ્યો છે તેને ખુલ્લા હાથથી પકડવાની ભૂલ ન કરો.તમે કોઈ વ્યક્તિ ને મદદ કરવા આગળ જાઓ તે પહેલા સુનિશ્ચિત કરો ત્યાં કોઈ એવી વસ્તુ નથી જેમાં કરંટ લાગી શકે.અને ત્યાં પાણી ના હોય તેનું ખાસ ખયાલ રાખસો.અને બંને એટલું જલ્દી ઈમેર્જેન્સી હેલ્પલાઇન નો સંપર્ક કરવો.તરત જ પાવર સપ્લાય બંધ કરીને વિક્ટિમને હટાવવા માટે લાકડું/પ્લાસ્ટિકની કોઇ વસ્તુઓનો ઉપયોગ કરો.વિક્ટિમના શ્વાસ ચેક કરો. કોઇપણ ગરબડ થાય તો એમ્યુલન્સ બોલાવી લેવી.

જો તમારી આજુ બાજુ કોઈ વ્યક્તિ ને કરંટ લાગે તો એમ્બુલન્સ આવે તે પહેલા તે બેહોશ વ્યક્તિ ને મોઢા થી શ્વાસ આપવાનો પ્રયાસ કરો. અને હૃદય પર પ્રેસર આપો. આવું કરવાથી હૃદય ચાલુ પણ થઇ શકે છે.એમ્યુલન્સ આવે ત્યાં સુધી બેહોશ વ્યક્તિને મોઢાથી શ્વાસ આપો. જેથી તેના હાર્ડબીટ્સ ચાલુ રહે.ધ્યાન રાખો કે તે વ્યક્તિ સીધો સૂતો હોય અને તેના પગને થોડા ઉપર ઉઠાવેલા હોય.

વ્યક્તિ ને છુટા પડ્યા બાદ તેને રીકવરી પોઝીસન માં સુવડાવી દો, આ પોઝીસન માં વ્યક્તિ એક બાજુ એ હોય છે અને તેનો એક હાથ તેના માથા નીચે અને બીજો આગળ હોય છે તેનો એક પગ સીધો અને બીજો વારી ને રાખેલ હોય છેહવે તે શ્વાસ લઇ રહ્યો છે કે નહિ તે તપાસી લો.વિક્ટિમને ભાન આવે છે તો તેને ખાવા પીવા માટે કઇ પણ ન આપો. તેને પડખે સૂવાડો અને દાઝેલાના ઘા પર મલમ લગાવો.

કરંટ લાગવાથી અનેક વાર શરીરનો તે ભાગ સુન્ન થઇ જાય છે,આ માટે વ્યક્તિ ભાનમાં આવે ત્યારે મેડિકલ હેલ્પ લો.કરંટ લાગવાથી ઘણા કિસ્સામાં લકવો અથવા કોઈ ભાગ સુન્ન થઇ જાય છે. જો તમને એવું લાગે કે વ્યક્તિ શ્વાસ નથી લઇ રહ્યું તો તને સીપીઆર આપવું આ પ્રક્રિયામાંહૃદય ઓછામાં ઓછુ ૧૦૦ વાર દબાવામાં આવે છે ૧ મિનીટ ની અંદર.આવું કરવાથી કોઈ પણ બેહોશ વ્યક્તિ ને ભાનમાં લાવી શકાય છે. જો કોઈ વ્યક્તિ શ્વાસ લઇ રહ્યો છે તો સીપીઆર ના આપવું.જો વ્યક્તિ હોશમાં હોય તો તેને કોઈપણ પ્રકાર ની ખાણીપીણી ની વાનગી આપવી નહિ તેને જ્યાં કરંટ લાગ્યો હોય ત્યાં મલમ લાગવું અને દવાખાને લઇ જવું.

ધ્યાન રાખો આ વાતો.બે પિનના સોકેટને બદલે થ્રી પિન સોકેટ યૂઝ કરો. તેમાં અર્થિગ મળે છે, તો કરંટ લાગવાનો ડર રહેતો નથી.થ્રી પિન પ્લગ પણ ચેક કરો. ધ્યાન રાખો કે ત્રણેય તાર જોડાયેલા હોય અને કોઇ પણ પિન ખરાબ ન હોય.વીજળીનું કોઇ પણ કામ કરતી વખતે રબરના ચંપલ પહેરો.

જે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સના તાર ઘસાઇ ગયા હોય કે ખરાબ હોય તેને ઉપયોગ કર્યા પહેલા રિપેર કરી દો.કોઇપણ ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ થાય તો પ્રોફેશનલ્સની મદદ લો. ઓછી જાણકારીમાં તમારી મુસીબત વધી શકે છે.ઘરના દરેક સોકેટ્સ કવર હોવા જોઇએ.ઇલેક્ટ્રિક અપ્લાયન્સમાં લખેલા દિશા નિર્દેશોનું પાલન કરો.

ઇલેક્ટ્રિક અપ્લાયન્સ નળની પાસે ન રાખો.જ્યાં કરંટ આવી રહ્યો છે ત્યાં ગ્લવ્સ પહેરીને તેને અનપ્લગ કરો, ખુલ્લા વાયરોથી દૂર રહો.પ્લગના દરેક જોઇન્ટ પોઇન્ટ પર ઇલેક્ટ્રિક ટેપ લગાવો, સેલોટેપ નહીં.ગીઝરના પાણીને યૂઝ કરતાં પહેલાં ગીઝર બંધ કરો.ઇલેક્ટ્રિક અપ્લાયન્સ રબરની મેટ કે રબરના વ્હીલ વાળા સ્ટેંડ પર રાખો.

અર્થિગની તપાસ દર છ મહિને કરાવતા રહો.બાથરૂમમાં કોઇ પણ ઇલેસ્ટ્રોનિક અપ્લાયન્સનો ઉપયોગ ન કરો.ખરાબ સીઝન/વીજળી ચમકે ત્યારે ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સિસ ઓન ન કરો.દિવાલોમાં ભેજ છે તો ત્યાં ના સ્વિચ બોર્ડમાં કરંટ આવી શકે છે, માટે અલર્ટ રહો.