જાણો 28/12/2019નું સચોટ રાશિફળ: રાશિ પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ ક્લિક કરીને જાણી લો

0
185

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આમ તો ગ્રહોને લઈને આપણા જીવનમાં ખુબજ બદલાવ આવતા રહે છે. રાશિફળ એ જીવનમાં બનતી આ નૈતિક ક્રિયાને રોકે છે તો આવો જાણીએ આજનું રાશિફળ તમે તમારી રાશિઓની મદદથી તમારા ભવિષ્ય વિસે માહિતી મેળવી શકો છો. આ રાશિફળ માં તમને નોકરી, વ્યાપાર, સ્વાસ્થ્ય શિક્ષા અને વ્યવહારિક અને પ્રેમ લગ્ન જીવનથી સબંધિત દરેક જાણકારી મળશે. જો તમે પણ જાણવા માંગો છો તો વાંચો આજનું રાશિફળ.

મેષ રાશિ.

આજે ગણેશજી આપને ક્રોધ પર સંયમ જાળવવાની સલાહ આપે છે. ક્રોધ પર સંયમ ન રાખવાથી કાર્ય અને સંબંધો પણ બગડવાની શંકા છે. માનસિક વ્યગ્રતા તથા વ્યાકુળતાના કારણે કોઈ પણ કામમાં મન લગાવવામાં મુશ્કેલી આવશે. આરોગ્ય પણ નરમ ગરમ રહી શકે. કોઇક ધાર્મિક સ્થળ તથા માંગલિક પ્રસંગનું આમંત્રણ જરૂર મળશે, તેમાં સામેલ થાઓ. જો તમે કોઈપણ કાર્ય વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમારે કોઈ પણ કાર્ય આત્મવિશ્વાસથી જ કરવું જોઈએ તો જ તમને સારા લાભ મળી શકે છે. પૈસા અને સ્થાવર સંપત્તિમાં વધારો થશે. આજે તમે કોઈ નવા સંબંધ સ્થાપિત કરી શકો છો.

વૃષભ રાશિ.

આજે તમારી શારીરિક અસ્વસ્થતા તથા કાર્ય સફળતામાં વિલંબથી આપ નિરાશ થઈ શકો. શક્ય હોય તો આજે કોઈ નવા કામનો આરંભ ન કરો. ખાન પાનમાં ઉચિત અનુચિતનો વિવેક રાખો, નહિંતર આરોગ્ય બગડી શકે છે. આજે વર્કલોડ વધુ રહેશે. મનમાં શિથિલતા જળવાઈ રહેશે. તેને દૂર કરવા કસરત કરો. પ્રવાસમાં પણ વિઘ્ન પેદા થઈ શકે. શ્રેષ્ઠ રહેશે કે આજે કોઈ કાર્ય પાછળ માનસિક સુખ શાંતિ ગુમાવ્યા વગર યોગ, ધ્યાન તથા અધ્યાત્મનો આશ્રય લો. અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. આ સમયે નશીબ પણ તમારો સાથ આપશે. તમારે વિવેક બુદ્ધિ સાથે કોઈ પણ કાર્ય કરવું જોઈએ જેથી તમને તેનાથી સારા ફાયદાઓ મળશે. આજે તમારા સવાસ્થ્ય માં બદલાવ આવી શકે છે.

મિથુન રાશિ.

આજનો દિવસ આમોદ પ્રમોદમાં પસાર થશે. શારીરિક અને માનસિક રીતે આપ ખુશીનો અનુભવ કરશો. મિત્રો તથા પરિજનો સાથે પ્રવાસ કે પર્યટન સ્થળે હરવા-ફરવાનો આનંદ માણી શકશો. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માળી શકશો તથા નવા વસ્ત્રોની ખરીદી પણ થઈ શકે. વાહન સુખ મળશે. આપના માન સન્માન તથા લોકપ્રિયતામાં વધારો થવાના સંકેતો છે. આ સમયમાં જો તમે પ્રિયજનો સાથે તમારા વિચારો શેર કરશો, તો તમને સારો ફાયદો થશે, આ રાશિના જાતકો ને ભાગ્યનો પૂરો સાથ મળશે, આજે તમે પોતાના પર વિશ્વાશ રાખી કાર્ય કરશો તો એમાં તમને સફળતા મળશે.

કર્ક રાશિ.

આજનો દિવસ લાભકારક રહેવાનો યોગ છે. ઑફિસમાં સાથી કર્મચારીઓનો સહકાર મળશે. પરિજનો સાથે આજે આનંદપૂર્વક સમય પસાર કરશો. માનસિક રીતે પણ આપ સ્વસ્થતા અનુભવશો. હરીફો પર વિજય મળશે. કાર્યમાં યશ પ્રાપ્ત થશે. ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. આર્થિક લાભની સંભાવના છે, તેથી, શક્ય તેટલો પ્રયાસ કરીને સારા ફાયદા લઈ શકો છો. તમે જે કોઈપણ ક્ષેત્રમાં છો તેમાં તમારો મુખ્ય ઉદ્દેશ ધન પ્રાપ્તિનો હોવો જોઈએ. તો વધુ સારી સ્થિતિ બની શકે છે, આજે તમે તમારે કોઈ યાત્રા પર જવાનું થઈ શકે છે.

સિંહ રાશિ.

આજે તમને ગણેશજી કહે છે કે રચનાત્મક તથા કળા સંબંધી કાર્યો માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. વિદ્યાર્થીઓ પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશે. પરિજનો તથા મિત્રો સાથે મુલાકાત થઈ શકે. આપનું આરોગ્ય પણ સારું રહેશે. ક્રોધ પર કાબૂ રાખો કે જેથી માનસિક એકાગ્રતા જળવાઈ રહેશે. જો તમે પરીક્ષા માટે કોઈપણ પ્રકારની તૈયારી અથવા કોઈ કોર્સ કરી રહ્યા છો તો તમને લાભ મળી શકે. સંતાનો અને બાળકો માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે, આજ ના દિવસે નોકરી વર્ગ ના લોકો ને બળતી થઇ શકે છે.

કન્યા રાશિ.

આજનો દિવસ પ્રતિકૂળતાઓ ભર્યો રહી શકે. આપ શારીરિક સ્ફૂર્તિનો અભાવ અનુભવી શકો અને માનસિક રીતે પણ ચિંતા સતાવી શકે. પત્ની સાથે કંકાશનો પ્રસંગ બની શકે કે અણબનાવ થઈ શકે. માતાના આરોગ્યની ચિંતા રહેશે. જંગમ સંપત્તિના કાર્યમાં તકેદારી રાખો. બહારની મુસાફરી અને અન્ય કાર્યોમાં પણ જીવનસાથીનો સહયોગ મળશે તેથી તમારા જીવનસાથી સાથે સારા સંબંધ જાળવવા તમારા માટે ફાયદાકારક રહેશે, આજે તમારા જીવન માં નવા વ્યકિત નું આગમન થઇ શકે છે.

તુલા રાશિ.

આજનો દિવસ આનંદમાં વીતશે. હરીફો સામે વિજય મેળવી શકશો. દરેક કાર્યમાં સફળતા મળશે. સ્વજનો સાથે મુલાકાત પણ થશે. માનસિક પ્રસન્નતા રહેશે. ધાર્મિક પ્રવાસથી મન આનંદનો અનુભવ કરશે. ભાવુકતા આપના મનને દ્રવિત કરશે. જોકે કામને વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયત્નમાં કેટલાક નુકસાન અથવા પરેશાનીઓ ભોગવવી પડી શકે છે, કેટલાક શુભ કાર્ય પણ પૂર્ણ થવાની શક્યતા છે. ઘર પરિવારમાં પ્રગતિ જોવા મળે, કોઈપણ કાર્ય હિંમત અને ઉત્સાહથી કરવાનો પ્રયાસ કરો, આજ ના દિવસે તમે રોકાણ કરવા નું ટાળો.

વૃશ્ચિક રાશિ.

આજે તમારા પરિવારમાં ક્લેશ મુક્ત વાતાવરણ જાળવવા માટે વાણી પર સંયમ રાખવાની જરૂર છે. આપના વર્તનથી કોઈનું મન ન દુભાય, તેનું ધ્યાન રાખો. નકારાત્મકતાને હાવી ન થવા દો, આરોગ્ય બગડી શકે. મન કોઇક કારણસર ગ્લાનિથી ભરી શકે. વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિમાં વિઘ્ન આવી શકે. તમે સામાજિક સ્તરે માન સન્માન મેળવવાની સાથે સમાજ સેવાના કાર્યમાં અગ્રેસર રહેશો. તમારી સ્થિરતા જાળવીને આગળ વધવાનો પ્રયાસ કરો. આ ગુણના કારણે આ સમયે તમને સામાજિત સ્તરે લાભની પ્રાપ્તિ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે, આજે તમારે કોઈ નાની યાત્રા પર જવાનું થઇ શકે છે.

ધનુ રાશિ.

આજે ધાર્મિક પ્રવાસ થશે, એવો ગણેશજી સંકેત આપે છે. નિર્ધારિત કાર્યો આપ સંપન્ન કરી શકશો. શારીરિક અને માનસિક આરોગ્ય જળવાઈ રહેશે કે જેથી સ્ફૂર્તિ અને પ્રસન્નતા રહેશે. પરિવારમાં માંગલિક પ્રસંગો બનશે. સ્વજનો સાથે મુલાકાત મનને પ્રસન્ન કરશે. સામાજિક રીતે આપના માન પ્રતિષ્ઠામાં વધારો થશે. તેથી, આ સમસ્યાઓનો સામનો કરવા માટે સજાગ રહેવું એ તમારા માટે સારો ઉપાય છે. બહારની મુસાફરી પણ થઈ શકે છે. આજ ના દિવસે તમે રોકાણ કરી શકો છો.

મકર રાશિ.

આજે ધાર્મિક તથા આધ્યાત્મિક વિષયોમાં રસ રહેવાથી તે કાર્યોમાં વ્યસ્તતતા રહેશે તથા તેની પાછળ ખર્ચ પણ થશે. કોર્ટ કચેરી સંબંધી કાર્યો પૂરા થશે. વ્યાવસાયિક કાર્યોમાં વિઘ્ન આવી શકે. સ્નેહીજનોની પ્રતિષ્ઠામાં હાનિ શક્ય છે. શારીરિક સ્ફૂર્તિ તથા માનસિક પ્રસન્નતામાં ઉણપનો અનુભવ થઈ શકે. અકસ્માતે આવનાર મુશ્કેલીથી સાચવીને ચાલો. પરિશ્રમ મુજબ ફળ ન મળતા નિરાશા અનુભવી શકો. જો તમે ધંધો કરો છો તો તમે વ્યવસાયિક દ્રષ્ટિએ વૃદ્ધિ કરશો. પોતાના પર વિશ્વાસ રાખીને કોઈપણ કાર્યને સફળ બનાવવાનો પ્રયત્ન કરો, આજ ના દિવસે તમારું ભાગ્ય પણ તમને સાથ આપશે.

કુંભ રાશિ.

આજનો દિવસ લાભકારક છે, એવો ગણેશજીનો સંકેત છે. વ્યાવસાયિક ક્ષેત્રે પણ લાભ પ્રાપ્તિના યોગ છે. મિત્રોથી મુલાકાત થશે. આનાથી મનમાં આનંદ છવાયેલો રહેશે. તેમની સાથે પ્રવાસનું આયોજન પણ થઈ શકે. નવા કાર્યનો આરંભ આપના માટે લાભકારક રહેશે. વિવાહેચ્છુક વ્યક્તિઓને વિવાહથી સંબંધિત પ્રસ્તાવ પ્રાપ્ત થઈ શકે. તમે તમારા કાર્યક્ષેત્રમાંથી સારા પૈસા કમાવામાં સફળ થઈ શકો છો. જો તમે ક્યાંક કામ કરો છો, તો પછી તમે અમુક પ્રકારના રોકાણનો અભિગમ પણ અપનાવી શકો છો, તેનાથી તમને સારા ફાયદા મળી શકે છે, આજે તમે રોકાણ કરી શકો છો જે તમારા આવનારા સમય માટે ફાયદાકારક રહેશે, આ સમય દરમિયાન તમારે કોઈ નાની યાત્રા પર જવાનું થઇ શકે છે.

મીન રાશિ.

આજે તમને વ્યાવસાયિક દૃષ્ટિએ આજે આજનો દિવસ લાભકારક છે. આપની કાર્ય સફળતાથી આપના ઊપરી અધિકારી પ્રસન્ન રહેશે. વ્યવસાયમાં પદોન્નતિના પણ યોગ છે. વ્યાપારીઓને વ્યાપારમાં લાભ થશે તથા તેમના કાર્ય ક્ષેત્રમાં વૃદ્ધિ પણ થશે. પિતાથી લાભ થશે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. માન પ્રતકિષ્ઠામાં વધારો થશે. તમને મોટા લોકો ને નજરઅંદાજ ન કરો, તમારા માટે ભાર જવું સારું નથી પણ તમે કોઈ વ્યક્તિ સાથે સારો સંબંધ બાંધી શકો સકશો.