જાણો ભગવાન ગણેશના આ ચમત્કારી મંદિર વિશે,જ્યા ભક્તો પત્ર લખી જણાવે છે પોતાની સમસ્યાઓ વિશે…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે ફરી એકવાર આપણી મુલાકાત થઈ જવા રહી છે આજે આપણે આ લેખમા વાત કરીશુ ગણપતિના એક એવા મંદિર વિશે જેના વિશે કહેવાય છે કે આ મંદિરમા ભગવાન ગણેશના ભક્તો તેમની પરેશાની એક પત્ર લખી તેમને જણાવે છે મિત્રો ભગવાન ગણેશને દેવોમા સૌ પ્રથમ પૂજવામાં આવે છે અને ભગવાન ગણેશની પૂજા કરવાથી આપણા બધાજ સંકટો દુર થાય છે અને કદાચ એટલા માટે જ તેમને વિઘ્નહર્તા કહેવામા આવે છે.

Advertisement

જો જોવા જઈએ તો ભારતમા ભગવાન ગણપતિના અનેક મંદિરો આવેલા છે પરંતુ આજે આપણે વાત કરીશુ ભગવાન ગણેશના આ ચમત્કારી મંદીર વિશે મિત્રો પુરાણોમાં ભગવાન ગણપતિના ચમત્કારો ની ઘણી વાતો છે પરંતુ તેમના ચમત્કારો આજે પણ જોઇ શકાય છે રાજસ્થાનના રણથંભૌર કિલ્લામા આવેલા ગણપતિ મંદિરમાં દરરોજ એક ચમત્કાર જોવા મળે છે.મિત્રો રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ગણેશનું એક ચમત્કારિક મંદિર છે જ્યાં ખુદ ભગવાન ગણેશની મૂર્તિ પ્રગટ થઈ હતી અને રણથંભોરના કિલ્લાની અંદર ત્રિનેત્ર ગણેશ મંદિર અનેક બાબતોમાં અજોડ અને આશ્ચર્યજનક છે અને એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ અહીં પ્રથમ ત્રિનેત્ર ગણેશ પ્રતિમા તરીકે બિરાજમાન છે.

ભગવાન ગણેશનું આ મંદિર ઘણા કારણોસર પોતામાં અજોડ અને આશ્ચર્યજનક છે અને કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન ગણેશને કોઈ શુભ પ્રસંગે આમત્રણ પત્રિકા આપવામા આવે છે રાજસ્થાનના સવાઇ માંધૌપુરથી આશરે દશ કિલોમીટર બનેલા રણથભૌર કિલ્લામા બનેલા આ મંદિરમાં ભગવાન ગણેશ બિરાજમાન છે અને માન્યતા મુજબ ભગવાન ગણપતિ અહીં આવતા ભક્તોના વેદનાને તુરંત જ દૂર કરે છે.

આપણાં પુરાણોમાં ગણેશજીની અનેક ચમત્કારી કથાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને જો કે આ વાત પૌરાણિક જ છે એવું નથી પરંતુ આપણાં દેશમાં ભગવાન ગણેશના એવા ચમત્કારી મંદિર આવેલા છે જ્યાં આજે પણ ભક્તો ગણપતિજીનો સાક્ષાત્કાર અનુભવે છે અને આવું જ એક મંદિર આવેલું છે રાજસ્થાનના સવાઈ માધૌપુરથી આશરે 10 કિલોમીટર દૂર રણથંભૌર કિલ્લામાં જ્યા આ મંદિર અન્ય કરતાં અનોખું એટલા માટે છે કે અહીં ભક્તો આજે પણ ભગવાન ગણેશને શુભ અવસર પર નિમત્રણ પત્ર લખી આમંત્રણ પાઠવે છે.

મિત્રો અહી એવી માન્યતા છે કે જે પણ ભક્ત અહીં ભગવાનને પત્ર મોકલાવે છે તેના દુ:ખ અને સમસ્યાઓનો અંત થઈ જાય છે અને તેના કામો માં વિધ્ન આવતાં નથી અને આ મંદિરની સ્થાપના 10મી સદીમાં રાજા હમીરે કરી હતી યુદ્ધ દરમિયાન રાજાને સ્વપ્નમાં પોતેજ ગણેશજીએ દર્શન આપી અને તેમને વિજયી થવાના આશીર્વાદ આપ્યા હતા અને આ યુદ્ધમાં રાજા વિજયી થયા અને ત્યારબાદ તેમણે ભગવાનનું મંદિર કિલ્લામાં બનાવડાવ્યું હતુ.

મિય્રો આ મંદિરનો ઉલ્લેખ રામાયણમાં પણ છે. આ મંદિર રામાયણ કાળ અને દ્વાપર યુગમાં પણ હતું અને એવું કહેવામાં આવે છે કે ભગવાન રામ લંકા ગયા હતા અને પ્રવાસ દરમિયાન ભગવાન રામે ત્રિનેત્ર ગણેશની પવિત્રતા કરી હતી અને આજે આ મંદિર વિશે પણ આવી જ સાચી વાર્તાઓ સાંભળવા મળે છે અને એવું કહેવામાં આવે છે કે મંદિરનું ભવ્ય બાંધકામ મહારાજા હમીર દેવ ચૌહાણે કર્યું હતું જ્યારે રણથંભોર ખાતે હમીરદેવ અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે 1299 1302 વચ્ચે યુદ્ધ થયું હતું.

અને તે સમયે દિલ્હીના શાસક અલાઉદ્દીન ખિલજીના સૈનિકોએ કિલ્લાને ઘેરી લીધો હતો અને આવી પરિસ્થિતિ સ્વસ્થ થવાનું નામ નથી લઈ રહી અને તે દરમિયાન ભગવાન ગણેશે સ્વપ્નમાં મહારાજાને કહ્યું કે મારી પૂજા કરો તેનાથી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને બીજા દિવસે કિલ્લાની દિવાલ પર ત્રિનેત્ર ગણેશની પ્રતિમા લખેલી હતી અને તે પછી હમીર દેવે ભગવાન ગણેશ દ્વારા ઉલ્લેખિત સ્થળે મંદિર બનાવ્યું હતું અને આ પછી યુદ્ધ ઘણા વર્ષોથી સમાપ્ત થયું.

મિત્રો આ મંદિરમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિને ત્રણ આંખ છે અને ગણેશજી સાથે અહીં તેમની પત્ની રિદ્ધિ સિદ્ધિ અને પુત્ર શુભ લાભ પણ બિરાજમાન છે અને આ મંદિરમાં ગણેશ ચતુર્થીની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે અને અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશ મંદિરના ચમત્કારનો અનુભવ થતાં દેશ-વિદેશથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ભગવાનની વિધિ-વિધાનથી પૂજા કરી પ્રભુના આશીર્વાદ મળવે છે. આ મંદિરના સરનામા પર રોજ મોટી સંખ્યા પત્રો અને આમંત્રણ પણ આવે છે. આમંત્રણ માટે ભગવાનનુ સરનામું આ મુજબ લખવામાં આવે છે.

ભગવાન ગણેશજી,રણથંભૌર કિલા,જિલ્લો સવાઈ માધૌપુર,રાજસ્થાન મિત્રો આ મંદિરમાં જે પણ પત્ર આવે છે તેને મંદિરના પૂજારી ભગવાનના ચરણોમાં રાખી દે છે અને ચમત્કાર થવા અને તેમાં શ્રદ્ધા હોવી એ ભક્તની આસ્થા દર્શાવે છે અને આજે પણ દુનિયામાં એવા લોકો છે જે ભગવાનને પત્ર લખી સમસ્યાઓનો અંત લાવવાની અરજી કરે છે અને શ્રદ્ધા પણ રાખે છે કે ભગવાન તેમનું ભલું કરે છે.

Advertisement