જાણો ગણપતિજીના આ 32 સ્વરૂપો વિશે, તેમના આ સ્વરૂપોની પૂજા કરવાથી થાય છે અનેક લાભો જાણો….

મિત્રો ગણેશજીને સૌ લોકો માન આપે છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીને પૂજા કરવામાં આવે છે.ભગવાન ગણેશને ખુશ કરવા  સરળ છે. જેમ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ સામગ્રીની જરૂર નથી પડતી તેમ માતા પાર્વતી અને શિવજીના  પુત્રને પણ  ખુશ કરવા સરળ છે. ગણેશજી પોતાના ભક્તોની શ્રદ્ધા અને ભક્તિ જુએ છે.જે ભક્તો તેમના પ્રત્યે જેટલી શ્રદ્ધા રાખે છે ગણેશજી તેના પર તેટલા જ કૃપાળુ બન્યા રહે છે.જુદા જુદા યુગમાં શ્રી ગણેશના જુદા જુદા અવતારોથી વિશ્વના સંકટનો નાશ થયો. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન ગણેશના 32 મંગલકારી સ્વરૂપો.

Advertisement

શ્રી બાલ ગણપતિ.ભગવાન ગણેશનું આ સ્વરૂપ બાલ ગણપતિના રૂપમાં છે. ભગવાનના આ સ્વરૂપમાં, તેના છ હાથમાં વિવિધ ફળ છે અને તેનું શરીર લાલ રંગનું છે.ગણેશ ચતુર્થી પર બાલ ગણપતિના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.શ્રી તરુણ ગણપતિ.ભગવાન ગણેશનું આ સ્વરૂપ તેમની કિશોરાવસ્થા બતાવે છે.તેના આ સ્વરૂપમાં આઠ હાથ વાળુ લોહીના રંગ જેવું શરીર છે. તેમનું આ સ્વરૂપ યુવાનીમાં શક્તિ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે.શ્રી ભક્ત ગણપતિ.ગણપતિના આ સ્વરૂપમાં ગણેશના ચાર હાથ છે.તેના આ સ્વરૂપમાં તેનું શરીર સફેદ રંગનું છે.

શ્રી વીર ગણપતિ.ભગવાન ગણેશના આ સ્વરૂપમાં તે એક યોદ્ધાની જેમ છે. આ સ્વરૂપમાં તેના ઘણા હાથ છે જેમાં તે વિવિધ પ્રકારના શસ્ત્રોથી સજ્જ છે. ભગવાન ગણેશના આ સ્વરૂપમાં, તેને હિંમત અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે.શ્રી શક્તિ ગણપતિ.ગણેશજી આ સ્વરૂપમાં ચાર હાથ સાથે તેમનું સિંદૂર રંગનું શરીર છે. તેમનું આ સ્વરૂપ અભય મુદ્રામાં છે.શ્રી દ્વીજ ગણપતિ.તેના આ સ્વરૂપમાં ચાર હાથ છે.આ બે ગુણોના પ્રતીક છે, પ્રથમ જ્ઞાન અને બીજું સંપત્તિ. સુખ અને સંપત્તિની ઇચ્છા માટે આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

શ્રી સિદ્ધિ ગણપતિ.તેમની મુદ્રા બુદ્ધિ અને સફળતાનું પ્રતીક છે. આમાં તેઓ આરામની મુદ્રામાં છે. ગણેશજીના આ સ્વરૂપમાં તેનો રંગ પીળો છે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરમાં તેમનું સ્વરૂપ સિદ્ધિ ગણપતિના સ્વરૂપમાં બિરાજમાન છે.શ્રી વિઘ્ન ગણપતિ.ભગવાન ગણેશના આ સ્વરૂપમાં, તે દસ હાથ ધરાવનાર સુવર્ણ શરીરના રૂપમાં છે. તેમનું વિઘ્ન સ્વરૂપ તમામ પ્રકારના વિઘ્નને દૂર કરે છે. તેના હાથમાં શંખ અને ચક્ર છે.શ્રી ઉચ્ચિષ્ઠ ગણપતિ.ભગવાન ગણેશનું આ સ્વરૂપનું  મંદિરનું તામિલનાડુમાં છે.તેના આ સ્વરૂપમાં તેમનો રંગ વાદળી રંગનો છે. તે મુક્તિ અને ધન આપનારું સ્વરૂપ છે.

શ્રી હેરંબ ગણપતી.ગણેશજી ના આ રૂપમાં તેના પાંચ મસ્તક  છે.તે નબળા અને અસહાયોના રક્ષકના પ્રતીક છે. આમાં તેઓ સિંહની સવારી કરે છે.શ્રી ઉદ્ધ ગણપતિ.તેમાં ભગવાન ગણેશનું સ્વરૂપ સુવર્ણ રંગનું છે.શ્રી ક્ષિપ્ર ગણપતિ.ભગવાન ગણેશના આ સ્વરૂપમાં, ભક્તોની ઇચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે. તેના ચાર હાથમાંથી એકમાં કલ્પવૃક્ષની ડાળ છે અને સૂંઢમાં કળશ છે.શ્રી લક્ષ્મી ગણપતિ.આઠ હાથ વાળા અને ગૌર રંગના શરીર સાથે આમાં ગણેશજી બુદ્ધિ અને સિદ્ધિથી બિરાજમાન છે. તેના એક હાથમાં એક પોપટ છે. શ્રી વિજય ગણપતિ.ભગવાન ગણેશનું આ સ્વરૂપ પૂણેના અષ્ટવિનાયક મંદિરમાં બિરાજમાન છે. ભગવાન ગણેશ અહીં મુશકની સવારી સાથે એક વિશાળરૂપમાં સ્થાપિત થયેલ છે.

શ્રી મહાગણાપતિ.ગણપતિના આ સ્વરૂપનું મંદિર દ્વારકામાં બનાવવામાં આવ્યું છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે ગણેશની પૂજા-અર્ચના કરી હતી. તેનું આ સ્વરૂપ લાલ રંગનું છે જેમાં તેના પિતા ભોલેનાથની જેમ તેની ત્રણ આંખો છે.શ્રી નૃત્ત ગણપતિ.ગણેશજીના આ સ્વરૂપમાં, તેઓ કલ્પવૃક્ષ હેઠળ નૃત્ય કરતા હોવાની મુદ્રામાં છે.શ્રી એકાક્ષર ગણપતિ.ભગવાન ગણેશનું એકાક્ષર સ્વરૂપનું મંદિર કર્ણાટકના હમ્પીમાં છે.તેમાં ભગવાન ગણેશના કપાળ પર ચંદ્ર અને ત્રણ આંખો છે.શ્રી હરિદ્રા ગણપતિ.છ હાથ વાળું પીળા રંગનું શરીર

શ્રી ત્રયૈક્ષ ગણપતિ.સોનેરી શરીરવાળા ભગવાન ગણેશ અને ત્રણ આંખો વાળા ચાર હાથ વાળા ગણપતિ.શ્રી વર ગણપતિ.વરદાન આપવાની મુદ્રામાં ભગવાન ગણેશનું સ્વરૂપ સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરનારુ છે.શ્રી ત્ર્યક્ષર ગણપતિ.ભગવાન ગણેશના આ સ્વરૂપમાં ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો સમાવેશ થાય છે.શ્રી ક્ષિપ્ર પ્રસાદ ગણપતિ.આ સ્વરૂપમાં ભગવાન ગણેશ બધી જ ઇચ્છાઓ અને મનોકામનાઓ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરે છે.શ્રી ઋણ મોચન ગણપતિ.ચાર હાથ વાળા લાલ વસ્ત્ર ધારણ કરનાર ભગવાન ગણેશશ્રી એકદંત ગણપતિ.ગણપતિના એકદંત સ્વરૂપમાં, તે બધા વિઘ્નને દૂર કરનાર છે.આમાં અન્ય ગણેશના સ્વરૂપ કરતાં પેટ ઘણું મોટું છે.

શ્રી સૃષ્ટિ ગણપતિ.આ સ્વરૂપમાં ગણેશજી એક મોટા મૂશક પર સવાર છે. તેઓ પ્રકૃતિની શક્તિઓને દર્શાવે છે.શ્રી દ્વિમુખ ગણપતિ.પીળા રંગના ચાર હાથ વાળા અને  બે ચહેરા વાળા ભગવાન ગણેશનું સ્વરૂપ.શ્રી ઉદંડ ગણપતિ.આ સ્વરૂપમાં ભગવાન ગણેશના 12 હાથ છે અને આ સ્વરૂપ ન્યાયનું પ્રતિક છે.શ્રી દુર્ગા ગણપતિ.આમાં તેઓએ લાલ વસ્ત્ર ધારણ કર્યા છે. આ સ્વરૂપમાં ભગવાન ગણેશ અજેયની મુદ્રામાં બિરાજમાન  છે.શ્રી ત્રિમુખ ગણપતિ.ભગવાન ગણેશના આ સ્વરૂપમાં ત્રણ ચહેરા અને છ હાથ છે.શ્રી યોગ ગણપતિ.ભગવાન ગણેશ આમાં યોગને મુદ્રામાં બિરાજમાન છે અને વાદળી વસ્ત્રો પહેર્યા છે.શ્રીસિંહ ગણપતિ.આમાં ભગવાન ગણેશ સિંહનો ચહેરો છે અને હાથીની સૂંઢ વાળા છે.શ્રી સંકષ્ટ હરણ ગણપતિ.આ સ્વરૂપ સમસ્યાઓ દૂર કરનાર છે.

Advertisement