જાણો ઘર માં મંદિર રાખવા પાછળ નું કારણ અને એનું મહત્વ,આ રીતે રાખો ઘર માં મૂર્તિ,મળશે તમને બધું જ સુખ,અને ધન લાભ….

0
190

મોટા ભાગના ઘરમાં ભગવાન માટે જગ્યા અનુસાર એક અલગ સ્થાન બનાવવામાં આવે જ  છે. જો આ સ્શાન વાસ્તુના નિયમ મુજબ બનાવેલું હશે તો અનેક સમસ્યાઓથી બચી શકાય છે.  જો કે ઘરની અંદર બનેલું મંદિર વ્યક્તિને માનસિક શાંતિનો અનુભવ પણ કરાવે છે. મંદિરમાં થતી પૂજા-પાઠથી ઘરના વાતાવરણ સકારાત્મકતા રહે છે.  મંદિરની ઊર્જા માનસિક શાંતિનો અનુભવ પણ કરાવે છે.

તેથી જ ઘરમાં મંદિર બનાવતી વખતે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.ઘરમાં શુભ ઉર્જા અને શુભ પરિણામ માટે ઘર મંદિરમાં કરો આ પરિવર્તન, મળશે નાણાકીય સમૃદ્ધિ. ઘરના લોકોમાં આંતરિક મનમેળ જળવાઈ રહે છે. મંદિર કે પૂજાના સ્થાનનો સંપૂર્ણ લાભ ત્યારે મળી શીકે છે, જયારે તેની સ્થાપનામાં નિયમોનું પાલન કરવામાં આવે, યોગ્ય વિધિ પૂર્વક મંદિરની સ્થાપના કરો.

ઘરમાં શુભ અને અશુભ બે પ્રકારની ઉર્જા રહેલી છે. ઘરમાં શુભ ઉર્જાના સંચાર માટે મંદિર હોવું જરૂરી છે. મંદિર કે પૂજાનું સ્થાન યોગ્ય હોવાથી તમામ પ્રકારની સમસ્યા પોતાની જાતે જ દુર થઇ જાય છે. ખાસ કરીને આરોગ્ય અને મનની સમસ્યાઓનું નિવારણ તરત થાય છે. તેનાથી ઘરમાં આર્થીક સમૃદ્ધી પણ જળવાઈ રહે છે.ઘરના લોકોમાં આંતરિક મનમેળ જળવાઈ રહે છે. મંદિર કે પુજાના સ્થાનનો સંપૂર્ણ લાભ ત્યારે થઇ શકે છે, જયારે તેની સ્થાપનામાં વિધિ પૂર્વક પાલન કરવામાં આવે. યોગ્ય રીતે મંદિરની સ્થાપના કરો. દેવી-દેવતાઓની સ્થાપનામાં ધ્યાન રાખો અને મંદિર કે પૂજાના સ્થળને જાગૃત રાખો.

સામાન્ય રીતે પૂજા ઘર કે મંદિર ઘરના ઇશાન ખૂણામાં હોવું જોઈએ. જો ઇશાન ખૂણામાં નથી કરી શકતા તો પૂર્વ દિશામાં રાખી લો. જો ફ્લેટ માં છે તો સૂર્યના પ્રકાશનું ધ્યાન રાખો. પૂજાનું સ્થાન ચોક્કસ હોવું જોઈએ અને તેને વારંવાર ન બદલો. પૂજા સ્થાનનો રંગ આછો પીળો કે સફેદ રાખો, ઘાટા રંગનું ન રાખો. ત્રિકોણ કે ઘુમ્મટ વાળું મંદિર પૂજા સ્થાન ઉપર રાખવાને બદલે માત્ર પૂજાની થોડી એવી જગ્યા બનાવી દો.

દેવ-દેવીઓની સ્થાપના કેવી રીતે કરવી? : મંદીરની આકૃતિ રાખવાને બદલે પૂજાનું સ્થાન બનાવો. આ સ્થાન ઉપર દેવ-દેવીઓની ભીડ ન લગાવો. જે દેવ કે દેવીની ખાસ કરીને તમે પૂજા કરો છો, તેનું ચિત્ર કે મૂર્તિની સ્થાપના એક આસન કે ચોકી ઉપર કરો. બીજાને બાજુમાં સ્થાપિત કરી શકો છો. જો મૂર્તિની સ્થાપના કરવી છે, તો તે 12 આંગળીઓથી વધુ મોટી ન હોવી જોઈએ. ચિત્ર કેટલું પણ મોટું હોય શકે છે. પૂજા સ્થાન ઉપર શંખ, ગોમતી ચક્ર અને એક વાસણમાં જળ ભરીને જરૂર રાખો.

સવાર સાંજ માંથી એક જ સમયે પૂજા અર્ચનાનો નિયમ બનાવો, સાંજની પૂજામાં દીવો જરૂર પ્રગટાવો. દીવો પૂજા સ્થાનની વચ્ચે રાખો. પૂજા પહેલા થોડું કીર્તન કે ભજન ગાવા સહીત મંત્ર જાપ આખા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. મંદિર હંમેશા સ્વચ્છ રાખો અને ત્યાં એક લોટમાં પાણી ભરીને જરૂર રાખો. તમે કોઈ પણ પૂજા કરો છો, જો ગુરુ મંત્ર નથી મળ્યો તો ગાયત્રી મંત્રના જાપ જરૂર કરો. પૂજા કર્યા પછી અર્પણ કરેલુ જળ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો.

મંદિરમાં કઈ સાવચેતીઓનું ધ્યાન રાખવું? : પૂજા સ્થળ ઉપર ગંદકી ન રાખો. રોજ ત્યાં સાફ સફાઈ જરૂર કરો. પૂજા સ્થાન ઉપર પૂર્વજોના ચિત્ર ન રાખો. શની દેવનું ચિત્ર કે મૂર્તિ પણ ન રાખો. બની શકે ત્યાં સુધી પૂજા સ્થાન ઉપર અગરબત્તી ન પ્રગટાવો. પૂજા સ્થાનના દરવાજા બંધ ન રાખો. પૂજા સ્થાન સાથે સ્ટોર રૂમ કે રસોઈ ન બનાવો. સામાન્ય રીતે શયનખંડમાં મંદિરનું સ્થાન બનાવી શકો છો, પરંતુ પૂજા કર્યા પછી તેમના સ્થાન ઉપર પડદો નાખી દો તો સારું રહેશે.ઘરના મંદિરની નિત્ય સફાઈ કરવી. મંદિરને સાફ કરતા સમયે ગંગાજળ કે ગૌમૂત્રનો છંટકાવ કરવો.ત્રણ ટાઈમ દેવી-દેવતાઓને ભોજન અર્પણ કરવું.

ઘરમાં સવારે અને સંધ્યાકાળે દીપક જ્યાં ત્યાં ન પ્રગટાવવો. ઠીક ભગવાનની પ્રતિમા સામે જ પ્રગટાવવો.ઘરમાં શંખ રાખવો સારું માનવામાં આવે છે પણ શંખની સંખ્યા ભૂલીને પણ બે ન રાખવી. આમ કરવાથી ઘરમાં કલેશ અને લડાઈ-ઝઘડા થાય છે.દેવાલય જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ઈશાન ખુણામાં (ઉત્તર દિશામાં) જ બનાવો. જો ઈશાન ખુણામાં શક્ય ન બને તો પૂર્વ કે પશ્ચિમમાં સ્થાપિત કરો.ઘરમાં મંદિર એવી જગ્યાએ રાખવું જોઈએ કે જ્યાં સૂર્યનો તડકો અને હવા ઉજાસ આવી શકે. કારણકે તાજી હવા ઉજાસને કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા દુર થઇ હકારાત્મક ઊર્જાનું સંચાર થાય છે.

પૂજામાં વાસી ફળ, ફૂલ કે પાન અર્પણ ન કરવા. જોકે, એ પણ ઘ્યાનમાં રાખો કે તુલસીના પાન અને ગંગાજળને ક્યારેય વાસી નથી માનવામાં આવતું.ઘરના મંદિરની નીચે અગ્નિ સબંધિત ઇન્વર્ટર એક વિદ્યુત મોટર વગેરે ન રાખવું. શુભ મુહુર્ત કે તહેવારોમાં મંદિરને શણગારવું.પૂજામાં શંખ-ઘંટડીનો પ્રયોગ અવશ્ય કરો. પૂજાના પવિત્ર પાણીને ઘરના દરેક ખુણામાં છાંટો.મંદિરમાં કુળ દેવતા, દેવી, અન્નપુર્ણા, ગણપતિ, શ્રીયંત્ર વગેરેની સ્થાપના કરો.સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ માનવામાં આવે છે. આમની પૂજા બધા કાર્યોમાં કરવામાં આવે છે. પ્રતિદિન પૂજા કરતા સમયે આ પંચદેવનું ધ્યાન રાખવું. આનાથી લક્ષ્મી કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.