જાણો કેમ કર્યું હતું ભગવાન શિવે,કૃષ્ણ ના મિત્ર સુદામા નું વધ?નહીં જાણતા હોય તમે એના પાછળ નું આ કારણ….

0
178

શ્રી કૃષ્ણ અને તેમના પ્રિય મિત્ર સુદામા જેમની મિત્રતા એકદમ પવિત્ર નિઃસ્વાર્થ હતી. સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા પરંતુ શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા આજે પણ આખા બ્રહ્માંડમાં ગુંજે છે.કહેવાય છે ને ભાઈબંધી માં સુદામાને મિત્ર મળ્યા એને ભાઈબંધ કહેવાય જો આ પંક્તિને સાર્થક કરવા કે સાબિતીની જરૂર નથી સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણ જેમને એકબીજા વચ્ચે ઘણો પ્રેમ હતો.

કૃષ્ણ ને પોતાના મિત્ર સુદામા થી એટલો બધો પ્રેમ અને લગાવ હતો. કે તેમની આ બાળપણ ની મિત્રતા સદીઓ સુધી સફળ રહી હતી. આપણે સૌએ તેમની આ ગાઢ મિત્રતા વિષે પણ ખુબ સાંભળ્યું છે પછી ભલે તે કોઈ વાર્તા હોય કે પછી ભજન. કૃષ્ણ સુદામાની જોડી અતૂટ હતી. પણ શું તમે જાણો ચો કે આખરે કેમ ભગવાન શિવે સુદામા નું વધ કર્યું?

ચાલો આજે જાણીએ આ ઇતિહાસ:તે પહેલા અમે તમને જણાવી દઈએ કે સુદામા મૃત્યુ બાદ સીધા સ્વર્ગમાં રહેવા લાગ્યા હતા અને તેમની સાથે બિરાજા પણ હતી. તમને જણાવી દઈએ કે બિરાજા શ્રી કૃષની આરાધના કરતી હતી અને તેમની ભક્તિમાં લિન થઇ જતી. જેના કારણે રાધાએ સુદામા અને બિરાજા બન્ને ને પૃથિવી લોકમાં રહેવાનો શ્રાપ દઈ દીધો હતો.

આ શ્રાપના કારણે સુદામા અને બિરાજા બન્ને ને પૃથ્વી પર આવવું પડ્યું અને ધરતી પર સુદામા નો જન્મ એક રાક્ષસ ના રૂપમાં થયો અને તેમનું નામ હતી શંખ ચૂર્ણ. બિરાજએ તુલસી માતાના રૂપમાં જન્મ લીધો હતો. મોટા થયા બાદ આ બન્ને ના લગ્ન થઇ ગયા હતા. તમને જણાવી દઈએ કે શંખ ચૂર્ણ ની પાસે બ્રહ્મા દ્વારા એક વરદાન આપવામાં આવ્યું હતું, આ વરદાન હતું કે શંક ચૂર્ણને કોઈ પણ આ પૃથ્વી પર સરળતાથી હરાવી ન શકે. આજ કારણે તેઓ ત્રણેય લોકના સ્વામી બની ગયા.

શંખ ચૂર્ણ નો અત્યાચાર હવા ની જેમ પૃથ્વી લોક પર ફેલાઈ ગયો હતો. આટલો બધો અત્યાચાર જોઈ ભગવાન શિવે શંખ ચૂર્ણ ને ઘણો સમજવાનો પ્રયત્ન કર્યો પણ તેને પોતાના એ વરદાન પર ખુબજ અભિમાન હતું. ત્યારબાદ ભગવાન શિવે આ અત્યાચારને રોકવા અને ખતમ કરવા માટે સુદામા નો વધ કર્યો હતો જેથી શંક ચૂર્ણ ના અત્યારથી હંમેશા હંમેશા માટે મુક્તિ મળી શકે.ભાગવત કથામાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ખુબ જ વખાણ કરેલા છે. કૃષ્ણ અને સુદામા બંને ખાસ મિત્રો હતાં. સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતાં. સુદામા અને શ્રીકૃષ્ણ બંન્ને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતાં હતાં ત્યારથી જ ખુબ સારા મિત્રો બની ગયાં હતાં.

એક વખત તેઓ બંન્ને જણા જંગલમાં લાકડા કાપવા માટે ગયાં ત્યારે ત્યાં જબરજસ્ત તોફાન આવ્યુ. તે દરમિયાન તે બંન્ને છુટા પડી ગયાં. તે વખતે તેઓને સાંદિપની ઋષિની પત્નીએ ખાવા માટે ભાત આપ્યાં હતાં જે સુદામા પાસે હતાં અને તેઓને ખુબ જ ભુખ લાગી તો તેઓ બધા ભાત ખાઈ ગયાં. જ્યારે તોફાન શાંત થઈ ગયું ત્યારે તેઓ બંન્ને આશ્રમમાં પાછા ફર્યાં. ત્યાર બાદ કૃષ્ણને ખુબ જ ભુખ લાગી હતી તો તેમણે ગુરુમાતા પાસે જમવાનું માગ્યું, ગુરૂમાતાએ કહ્યું કે મેં તો તમારા બંને માટે ભાત આપ્યા હતા. જ્યારે તેમણે ખબર પડી કે સુદામા બધા ભાત ખાઈ ગયા તો તેમણે સુદામાને શ્રાપ આપ્યો કે કૃષ્ણના ભાગનું જમવાનું તુ ખાઈ ગયો છે તો તું હંમેશા દરિદ્ર જ રહીશ. સુદામાએ ગુરૂમાતા પાસે માફી માગી અને ખૂબ વિનતી કરી ત્યારે તેમણે કહ્યું કે જેને કારણે તને શ્રાપ મળ્યો છે તે જ તને તેમાંથી મુક્તિ અપાવશે.

જ્યારે તેઓનું ભણવાનું પુરૂ થઈ ગયું ત્યાર બાદ તેઓ પોતપોતાના રસ્તે જતાં રહ્યાં. કૃષ્ણ ભગવાને રુકમણી સાથે લગ્ન કર્યા અને તેઓ દ્વારકાના રાજા બનીને ખુબ જ ખુશીથી પોતાની જીંદગી પસાર કરતાં હતાં. બીજી બાજુ સુદામા પણ ગરીબ બ્રાહ્મણ છોકરી સાથે લગન કરીને તે પણ ખુબ જ ખુશીથી પોતાની જીંદગી પસાર કરતાં હતાં.કૃષ્ણ અને સુદામાની કથા ભાગવતના દસમા સ્કંધના ૮0 તથા ૮૧મા અધ્યાયોમાં કહેવામાં આવી છે. એ કથા સુપ્રસિધ્ધ અને લોકપ્રિય છે.

એની સાથે સંકળાયેલો ઇતિહાસ તો આનંદદાયક છે જ પરંતુ એની પાછળનું તત્વજ્ઞાન પણ એટલું જ આનંદકારક અને આવકારદાયક છે. એનો વિચાર કરવાથી અવનવી પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ અને સુદામા બંને ઉજ્જયિની નગરીમાં આવેલા સાંદીપનિ મુનિના ક્ષિપ્રાતટવર્તી ગુરુકુળમાં સહાધ્યાયી હતા. એમની વચ્ચે અતૂટ મિત્રતા હતી. કાળક્રમે, કર્મ સંસ્કારાનુસાર બંને ગુરુકુળમાંથી પાછા ફરીને બીજી પ્રવૃત્તિમાં પડ્યા. કૃષ્ણ સમૃદ્ધિ, સંપત્તિ તથા યશના સર્વોત્તમ શિખર પર પહોંચ્યા ને સુદામા દીન, દુઃખી, દરિદ્ર બન્યા. બંનેએ લગ્નજીવનમાં પ્રવેશ કર્યો, પરંતુ બંનેના જીવનપંથ જુદા પડયા.

સુદામા પોતાની પત્નીની સલાહથી છેવટે કૃષ્ણને મળવા નીકળ્યા ત્યારે સાથે પત્નીએ પડોશમાંથી લાવી આપેલા પૌંઆને એક ફાટેલા મેલા કપડામાં બાંધીને સાથે લઇ ગયા. દિવસો પછી એ દ્વારકા પહોંચ્યા ત્યારે કૃષ્ણે એમનું એવા જ પ્રખર પવિત્ર પ્રેમથી સ્વાગત કર્યું. સુદામા કૃષ્ણનો વૈભવ વિલોકીને ચકિત બની ગયા. કૃષ્ણે એમના પૌંઆ ખૂબ જ પ્રેમથી ખાધા, દિવસો સુધી એમને અતિથિ તરીકે રાખ્યા, અને સ્થૂળ કે પ્રત્યક્ષ રીતે કશું પણ આપ્યા વિના વિદાય કર્યા. સુદામાએ સાંત્વન મેળવ્યું કે કૃષ્ણે મને એટલા માટે અલ્પ પણ ધન નહિ આપ્યું હોય કે ધન મેળવીને મદોન્મત્ત બનીને હું એમને ભૂલી ના જઉં.

ઘેર આવ્યા પછી જ સુદામાને કૃષ્ણના અલૌકિક અનંત અનુગ્રહની માહિતી મળી. કૃષ્ણકૃપાથી એમનું સમસ્ત ઘર, વાતાવરણ તથા જીવન બદલાઇ ગયેલું. દેવાંગના સરખી સુંદર બનેલી પત્નીએ એમનું સખીઓ ને સેવિકાઓ સાથે સ્વાગત કર્યું. એ ઐશ્વર્ય જોઇને એમને કૃષ્ણકૃપાનો થોડો ઘણો ખ્યાલ આવ્યો.ભગવાન કૃષ્ણે સુદામા પોતાને માટે કાંઇ લાવ્યા હોય તો તેની માગણી કરતા જે શબ્દો કહ્યા તે શબ્દો ગીતામાં કહેવાયેલા શબ્દોને અક્ષરશઃ મળતા આવે છે. બંને ઠેકાણે, ગીતા તથા ભાગવતમાં એક જ શ્લોકનો પ્રયોગ થયો છે. એ પ્રયોગ સૌથી પહેલા કયા ગ્રંથમાં થયો તેનો નિર્ણય કરવાનું કામ વિદ્વાનોનું છે.

એ શબ્દોમાં સુદામાના પરમ પવિત્ર ચરિત્રના શ્રવણમનનની ફળશ્રુતિ કહી બતાવવામાં આવી છે. માનવે પણ જીવનમાં એવી રીતે પરમાત્માની પરમકૃપાનો વિચાર અને અનુભવ કરીને વાસનારહિત, વિમળ અને પરમાત્મપરાયણ થવાનું છે.