જાણો કેવીરીતે ગલીઓમા સાઇકલ પર વેફર વેચતા વ્યક્તિએ ઉભુ કર્યુ 2000 કરોડનુ સામ્રાજય…….

0
415

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા મિત્રો એવુ કહેવાય છે કે ગરીબીમાં જન્મ થવો એ ગુનો નથી પરંતુ ગરીબાઇ માં મૃયું થવું એ પાંપ છે નિષ્ફળતા ને ગળે લગાવી સફળતા ની સિડી ચડવી એ સમજદારી છે રાજકોટ ના ખેડુત પુત્ર ચંદુભાઈ એ આ વાત સાબિત કરી બતાવી છે

Advertisement

વેફરનું નામ પડે એટલે પહેલું નામ યાદ આવે બાલાજીનું. નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. બાલાજી વેફર્સ એ પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓ ને હંફાવી રાખી છે અને બાલાજીના મહેનતું માલિક ચંદુભાઈ વિરાણીએ આજે તેના થકી 10 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. અબજોપતિ હોવા છતાં ચંદુભાઈ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. આજે પણ તેઓ જૂના મિત્રો સાથે સમય ગાળે છે, લગ્ન પ્રસંગોમાં હાજરી આપીને તેમની સાથે ગરબે પણ ઘુમે છે અને પરિવારના બાળકોને પોતે જાતે વેફર તળીને ખવડાવે છે. અહીં તમને જણાવી રહ્યા છીએ ચંદુભાઈ વિરાણીની બીજી બાજુ, જે જાણીને તમને લાગશે કે ખરેખર આ મળવા જેવા માણસ છે.

આજે અમે વાત કરવાના છે બાલાજી વેફર્સ ના માલિક ચંદુભાઈ ની જે એક ગરીબ ઘર ના ખેડૂત ના પુત્ર છે જે આજે ફેમસ અને મશ્હુર થઈ ગયા અમુક અમુક વ્યક્તિઓના જિંદગીના કિસ્સાઓ જાણવા જેવા રોચક હોય છે એવી રીતે આજના આર્ટિકલમાં આપણે વાત કરવાના છીએ બાલાજી વેફર્સ ના માલિક એવા ચંદુભાઇ વિરાણીની જુવાનીના જોશમાં કંઈક નવું કરવાની ઈચ્છા મનમાં પહેલેથી હતી પણ ખેડૂત પરિવારના દિકરાની શરૂઆત બહુ મુશ્કેલીથી થઇ હતી.

ખેતીકામથી લઈને બિઝનેસમેન બનવા સુધીની સફરમાં તો ઘણા મુશ્કેલીના પહાડો આવ્યા હતા પણ કહેવાય છે ને કોશિશ કરનેવાલો કી હાર નહીં હોતી  માત્ર 10 ધોરણ પાસ એવો એક ગુજરાતી કે જે ગામડામાંથી આવે છે અને આજે ચાર હજાર કરોડ રૂપિયાની કંપનીનો માલિક છે જામનગર જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા વિરાણી કુટુંબના ત્રણ ભાઈઓએ ભીખુભાઈ ચંદુભાઈ અને કનુભાઈએ 1972માં વડીલોની સંપત્તિ એવું ખેતર માત્ર ૨૦ હજારમાં વેચી નાખ્યું એ પૈસા લઈને તે રાજકોટ આવ્યા અહીં આવીને તેને ખેતીના સાધનો બનાવવાનો ધંધો ચાલુ કર્યો.

આ ધંધામાં એકદમ નિષ્ફળતા મળી. આ થયું એટલે પરિવારની મરણમૂડી પણ જતી રહી પછી ત્રણેય ભાઈઓએ એકસાથે મળીને એક બોર્ડિંગનું રસોઇ કામ હાથમાં લીધું. સવાર બપોર સાંજ જમવાનું બનાવીને વિદ્યાર્થીઓને જમાડવાનું કામ શરૂ કર્યું એમ સમય ગયો અને વધુ કમાણી કરવા આ ત્રણેય ભાઇઓની ત્રિપુટીએ રાજકોટના સિનેમાઘરમાં વેફર્સ અને સેન્ડવીચની કેન્ટીન શરૂ કરી. શરૂઆતમાં તો તેઓ બહારથી મટીરીયલ્સ નમકીન લાવીને વેચતા હતા પણ શું ખબર કે અહીંથી સૂરજ ચમકવાનો છે ત્રણેય ભાઈઓની પત્ની ઘરે વેફર્સ બનાવે અને પછી તેના પતિદેવ વેચવા માટે જતા એમ આવી રીતે ઘરનું ગુજરાન ચાલતું હતું

બસ અહીંથી ચંદુભાઈને વેફર્સના ધંધામાં આગળ વધવાની લગની લાગી એટલે વેફર્સનું કામ ધીમે ધીમે મોટું કર્યું ઘરે બનાવેલી વેફર્સના પેકેટ નાની મોટી દુકાને આપવાનું ચાલુ કર્યું  અનુભવ થતો ગયો એમ વિરાણી પરિવાર મજબૂત બનતો ગયો આમ પણ એ સમયમાં ફૂડપેકેટનો જમાનો ન હતો અને પેકેટમાં મળતી વસ્તુઓને વાસી ગણવામાં આવતી હતી. લોકો તાજી વાનગી ખરીદતા પણ ચંદુભાઈની રાત દિવસની મહેનત એકવાર જરૂરથી રંગ લાવી આ ચંદુભાઇએ પંદર સત્તર વર્ષમાં નમકીન જગતની છબી બદલી નાખી

હવે  માર્કેટમાં ચંદુભાઈની વેફર્સ સારી ચાલતી હતી અને તેનું સેલિંગ એવરેજ ફિગર પણ ઉંચો જતો હતો લોકો પેકેટમાં મળતા મટીરીયલ્સ ઉપર વિશ્વાસ કરવા લાગ્યા એ પછી ક્વોલીટીમાં નંબર વન વેફર્સ બધે જ ચાલવા લાગી 1989 સાલમાં ચંદુભાઈએ ઓટોમેટીક વેફર્સ બનાવવાનો પ્લાન રાજકોટમાં સ્થાપિત કર્યો અને અહીંથી તેની ગાડી પૂરજોશમાં ચાલવા લાગી. તો આપણે બધા  બાલાજી વેફર્સ  ને નામથી જ ઓળખી જઈએ છીએ  તો આવી હતી ચંદુભાઇ વિરાણીની અને તેના પરિવારની મહેનત જે મહેનત કરે છે એને જરૂરથી કૈંક મળે છે વેફર્સનું નામ આવે એટલે આપણ મગજ તુરંત જ બાલાજીનું નામ આવે. બાલાજી કંપનીએ વેફર્સની દુનિયામાં કિર્તિમાન સ્થાપિત કરી દીધો છે

અત્યારે પ્રાઇવેટ ઇકવિટી ફંડથી લઈ એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપનીઓએ ગુજરાતમાં રાજકોટમાં આવેલી બાલાજી વેફર્સનો હિ‌સ્સો ખરીદવામાં લાઇન લગાવી છે. અર્નેસ્ટ એન્ડ યંગે કંપનીની વેલ્યૂશન રૂ. ૩,પ૦૦ કરોડનું અંદાજી હતી  આને જોતા જો કંપની ૨પ ટકા હિ‌સ્સો હિ‌સ્સો પીઇ ફંડને વેચે તો સહેજે રૂ. ૮પ૦ કરોડ મેળવી શકે છે  તો ચાલો જાણીએ આ કંપનીએ આટલી સફળતા મળી તેની પાછળનું રહસ્ય શું છે

વાત છે 1989ની જ્યારે સુધી ચંદુભાઇ વિરાણી એટલે કે બાલાજી વેફર્સના માલિક ઘરે તાવડામાં બટાકાની વેફર તળીને તેને રાજકોટનાં સિનેમાઘરોમાં વહેંચતા હતા. જ્યારે આજે તેની કંપની જગતની મલ્ટીનેશનલ કંપનીઓને દાદ નથી આપતી. આજે દરરોજ ૩૫,૦૦,૦૦૦ થી વધુ પેકેટ વેફર્સ  ચટાકા પટાકા  ચેવડો  દાળ વગેરે નાસ્તાનું ઉત્પાદન કરે છે. વેફર્સના માર્કેટમાં બાલાજીનો દબદબો એવો છે કે ગુજરાતનું ૮૦ ટકા માર્કેટ તેમના હાથમાં છે. મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓ બાલાજીને હંફાવી શકી નથી  પોતે હાંફી ગઇ છે

ચંદુભાઇ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતા ગામ છોડીને રાજકોટ આવી ગયા રાજકોટમાં આવીને દસ ધોરણ પાસ ચંદુભાઇએ ધંધો શોધવા માંડયો. સિનેમાઘરની કેન્ટીનમાં વેફરની ખપત બહુ રહેતી એટલે બજારમાંથી વેફર ખરીદીને સિનેમાઘરોમાં આપવાનું શરૂ કર્યું. આ ધંધામાં બહુ માર્જીન નહોતું. ૧૯૭૪થી ૧૯૮૨ સુધી વેફર સપ્લાય કરવાનું કામ કર્યા પછી ચંદુભાઇને વિચાર આવ્યો કે વેફર પણ આપણે જ બનાવીએ તો   ચંદુભાઇએ યુનિવર્સિટી રોડ ખાતેના પોતાના ઘરમાં જ તાવડો માંડયો. બટાટાની વેફર્સ હાથે જ બનાવવાની, તેને તળવાની અને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને સિનેમાઘરોમાં આપવા જવાનું  તે વખતે વેફર બનાવનારાઓ બહુ ઓછા હતા એટલે સ્પર્ધા બહુ ન નડી.

સિનેમાઘરમાં વેફર્સ ખાનારા કેટલાક વેપારીઓએ ચંદુભાઇનો સંપર્ક કરીને પોતાની દુકાને પણ વેફર્સ પહોંચાડવાનું કહ્યું. બહારના આ ઓર્ડર્સ પર પૂરતું ઘ્યાન અપાયું તે વખતે ઘરમાં રોજ ૬૦ કિલો બટાટાની વેફર્સ બનતી હતી. ચંદુભાઇના એક એડવોકેટ મિત્રે ત્યારે તેમને ટીકાત્મક રીતે કહ્યું હતું આ શું ધંધો તમે માંડ્યો છે  પરંતુ લોકોની વાતો પર ઘ્યાન ન આપી તેમણે મહેનત ચાલુ રાખી.1983 માં પ્લાસ્ટિકની જે થેલીઓમાં તેઓ વેફર પેક કરતાં હતા તેની ઉપર બાલાજી લખાવ્યું અને બાલાજી બ્રાન્ડનો જન્મ થયો  સાંગણવા ચોકમાં વેફર વેચવાની એક દુકાન પણ કરી મગદાળ  વટાણા  ચણાદાળ વગેરે પ્રોડક્ટ પણ બનાવવાની ચાલુ કરી.

ધંધો વધતા આજી ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં વિરાણી ભાઇઓએ એક હજાર મીટર જગ્યા લીધી. ભઠ્ઠાઓ નાંખ્યા પણ ભઠ્ઠામાં ધૂમાડા થાય અને પ્રોડક્ટમાં સમાનતા જાળવવી પણ અઘરી પડે તે વખતે બાલાજીની વેફર વખણાતી હતી પણ તેની લેખિત રેસિપી નહોતી ડબ્બાના માપથી મસાલા નાંખવામાં આવતા  તાવડામાં ઉકળતું તેલ જોઇને તેના ટેમ્પરેચરનો અંદાજ લગાવવો પડતો ભઠ્ઠામાં રોજની ૫૦૦ કિલો વેફર બનતી હતી

માંગ વધી રહી હતી અને ભઠ્ઠા તાવડાની મર્યાદાઓ નડી રહી હતી એટલે ઓટોમાઇઝેશન પર જવાનું નક્કી કર્યું બટાટાને કાતરીને વેફર પણ મશીન જ બનાવે અને તેને તળી પણ આપે એવું મશીન લઇ આવ્યા. છ મહિના સુધી મશીન ચાલુ ન થયું. ચંદુભાઇ એ સમય યાદ કરતાં કહે છે  અમે ફસાઇ ગયા મશીન ચાલે નહીં અમને મશીનમાં કશી ગતાગમ પડે નહીં  આવી સ્થિતિમાં કરવું શું  એટલે દેશી મશીન લઇ આવ્યા ઇમ્પોર્ટેડ અને દેશી બંને મશીનને જોડી કાઢીને વર્ણસંકર મશીન બનાવ્યું તે ચાલ્યું માત્ર ચાલ્યું નહીં દોડ્યું સરસ ક્વોલિટીની વેફર બનતી થઇ

ઘરમાંથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારખાના અને ઓટોમાઇઝેશન સુધીની આ સફરની સાથે સાથે બીજી પણ બે બાબતો સતત સાથે હતી જે બાલાજીને આજની સ્થિતિ સુધી પહોંચાડવા માટે બહુ જ મહત્તવપૂર્ણ ભાગ ભજવવાની હતી. તેમાંની એક હતી ક્વોલિટી ચંદુભાઇ સતત ક્વોલિટીનું ઘ્યાન રાખતા રહ્યા  બટાટાની ખરીદીથી માંડીને વેફર તળવા તથા તેના પેકેજીંગ સુધી તમામ બાબતોમાં તેઓ ક્વોલિટી કોન્શિયશ રહેતા હતા  બાલાજીની વેફર ગ્રાહકોમાં પ્રિય હોવાનું એકમાત્ર કારણ તેની ક્વોલિટી હતી

મિત્રો તમને જણાવી દઇએ કે હાલમાં હુરુન ઇન્ડિયા રીચ લીસ્ટ 2020એ ધનિકોની બહાર પાડેલી યાદીમાં બાલાજી વેફર્સના ત્રણેય ભાઈઓનો સમાવેશ કર્યો હતો. જેમાં ચંદુભાઈ વિરાણી 2,800 કરોડ, કાનજીભાઇ વિરાણી 2,800 કરોડ અને ભીખાભાઈ વિરાણી 3,300 કરોડના માલિક છે.ચંદુભાઇને મળો ત્યારે લાગે કે આટલો સાલસ અને નિખાલસ માણસ કઇ રીતે કટ્ટર કોમ્પિટિશનમાં સફળ રહી શક્યો હશે ? કદાચ, એ નિખાલસતા જ તેની સફળતાની ગુરુચાવી છે. ચંદુભાઇ હરીફ કંપનીઓના કર્મચારીઓને પણ હોંશપૂર્વક પોતાની ફેક્ટરી અને મશીનો સાથે રહીને બતાવે છે. અહીં બદ્ધું જ ખૂલ્લું છે. ચંદુભાઇને પોતાની પ્રોડક્ટ પર વિશ્વાસ છે, પોતાની મહેનત પર વિશ્વાસ છે.

Advertisement