જાણો કયા છપાઇ છે 100,500,2000ની નોટો,અને શુ કારણ છે કે તે જગ્યાનુ નામ બહાર નથી પાડવામા આવતુ.

0
84

મિત્રો નમસ્કાર આજે આલેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આપણા આ રોજીંદા જીવનમા આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરિએ છે તેને મેળવવા માટે આપણને પૈસાની જરુર પડે છે કારણ કે દરેકના જીવનમા પૈસાનું ખુબજ મહત્વ હોય છે પરંતુ મિત્રો શુ તમે ક્યારે પણ એવુ વિચાર્યુ છે કે આ પૈસા કયા બનતા હશે અને તેને કોણ બનાવતું હશે તો મિત્રો તમારી જાનકારી માટે આ લેખ તમારા માટે જ છે જેમા આજે આપણે વાત કરીશુ કે આખરે આ પૈસા ભારતમા કયા છપાઇ છે અને શુ કારણ છે કે તેને બહાર નથી પાડતા તો આવો જાણીએ.

પૈસા આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લગભગ કોઈ પણ કાર્ય કરવા માટે પૈસાની ખૂબ જ જરૂર હોય છે અને જો તમે તમારા બાળકને સારું શિક્ષણ આપવા માંગતા હો તો તમારી પસંદની કાર ખરીદવા માંગો છો,અથવા કોઈ વૈભવી મકાન બનાવવા માંગો છો,અથવા વેકેશન પર જાઓ છો તો તમારે પૈસાની જરૂર પડે છે દરેકને પૈસાની જરૂર હોય છે પરંતુ શું તમે ક્યારેય સવાલ કર્યો છે કે લગભગ દરેક સમસ્યા હલ કરનારી આ નોટો ક્યાંથી આવે છે અને તેની છપાઇ કયા કરવામા આવે છે.

મિત્રો આપણે જે વસ્તુ ઓને આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ તે વસ્તુઓ વિશેની જાણકારી આપણને હોવી જરૂરી છે અને તેમા પૈસા એ આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે અને તેના વિશે આપણે દરેક લોકોને પુરતી જાણકારી હોવી જોઈએ મિત્રો ભારત દેશની કરન્સી ને રૂપિયો કહેવામાં આવે છે અને હાલમાં ભારત દેશમાં એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કા તથા 10, 20, 50, 100, 200, 500 અને 2000 ની ચલણી નોટો બજારમાં ઉપલબ્ધ છે.પરંતુ આ નોટો નો ઉપયોગ લોકો વસ્તુઓને લેવડદેવડ કરવા માટે કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે આપણે નિયમિત રૂપે ઉપયોગ કરતા આ પૈસાની આ નોટ કઈ જગ્યાએ છપાય છે અને જો નહીં તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એ જગ્યા કે જ્યાં ભારત દેશની કરન્સી છપાઈ છે.

ક્યાં છપાય છે ભારતમાં નોટ.

મિત્રો એક રિપોર્ટ અનુસાર ભારતમાં માત્ર ચાર જગ્યા એવી છે કે જ્યાં ચલણી નોટો ની છાપણી કરવામાં આવે છે અને તેમાં નાસિક, સ્લબૌની, મૈસુર અને મધ્યપ્રદેશના દેવાસ નો સમાવેશ થાય છે કેમકે આ ચાર જગ્યાએ જ બેંકનું નોટ પ્રેસ ચાર ટંકશાળ અને એક પેપરમીલ છે અને જ્યારે ભારતીય સિક્કા ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા મુંબઈ, નોઈડા, કોલકાતા અને હૈદરાબાદ ની અંદર છાપવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર ભારત દેશની અંદર સૌ પ્રથમ નોટ વર્ષ 1862 ની અંદર બ્રિટીશ સરકાર દ્વારા છાપવામાં આવી હતી અને અંદાજે 1920 સુધી બ્રિટિશ સરકાર ભારતના ચલણી નોટોને બ્રિટનમાં જ આપતી હતી પરંતુ ત્યારબાદ 1926 ની અંદર બ્રિટિશ સરકારે મહારાષ્ટ્રના નાસિક ની અંદર સૌથી પહેલા પ્રિન્ટીંગ પ્રેસ ની શરૂઆત કરી અને ત્યાં નોટનું છાપકામ શરૂ થયું હતુ જેની અંદર સો હજાર અને દસ હજાર નો નોટ છાપવામાં આવતી હતી.

પરંતુ ભારત દેશની આબાદી વધુ હોવાના કારણે હજી ઘણી બધી નોટો બ્રિટનમાં થી મંગાવી પડતી હતી અને ત્યારબાદ વર્ષ ૧૯૪૭ પછી નાસિક ની અંદર રહેલા ભારતીય નોટો ની છાપણી થતી રહી છે અને ત્યારબાદ 1975ની અંદર ભારતમાં બીજા પ્રિન્ટીંગ પ્રેસને મધ્યપ્રદેશના દેવાસ આમા ખોલવામાં આવ્યો હતો પરંતુ આ બે પ્રિન્ટીંગ પ્રેસ દ્વારા પણ ભારત દેશને જરૂરી એટલી નોટોની છાપકામ થતી ન હતી.

અને આથી વર્ષ 1997 ની અંદર પહેલી વખત જ ભારત સરકારને વધતી જતી જનસંખ્યા ના કારણે અમેરિકા કેનેડા અને યુરોપથી નોટ મંગાવવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ વર્ષ 1999માં અને 2000માં પશ્ચિમ બંગાળમાં પોતાના બે નવા પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યા અને હાલમાં આ ચારેય જગ્યાએ ભારત દેશની ચલણી નોટોનું છાપકામ ચાલે છે.મિત્રો તમને જણાવી દઈએ કે ભારતના ચાર પ્રિન્ટિંગ પ્રેસમાં થી દેવાસા ની બેન્ક નોટ પ્રેસ અને નાસિક ની પ્રેસ ભારતીય નાણામંત્રાલયના નેતૃત્વની નીચે બનાવવામાં આવે છે જ્યારે બીજી બે પ્રેસ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને અન્ય પ્રાઈવેટ કંપની ના હાથ નીચે કામ કરે છે.

નોટો માં ઉપયોગમાં લેવાતી શાહી ક્યાં બને છે.

મિત્રો મળતી માહિતી અનુસાર ભારતીય નોટો ની અંદર ઉપયોગ માં લેવાતી શાહી સ્પેશિયલ સ્વીઝરલેન્ડ ની એક ખાનગી કંપની દ્વારા આયાત કરવામાં આવે છે અને આ ઉપરાંત બીજા ઘણા દેશોમાંથી પણ આ શાહી મંગાવવામાં આવે છે અને આ શાહી પણ અલગ અલગ હોય છે જેમા ઇન્ટાગ્લિયો શાહી નોટ પર દેખાતા મહાત્મા ગાંધીની તસવીર છાપવા માટે તેનો ઉપયોગ થાય છે તેમજ ફ્લોરોસન્સ નામની શાહીનો ઉપયોગ નોટની નંબર પેનલ છાપવા માટે થાય છે તેમજ ઓપ્ટિકલ વેરિયેબલ શાહી નો ઉપયોગ નોટ કોપિ કરવામાં ન આવે તો આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે

નોટોના કાગળ.

મિત્રો ભારતની ચલણી નોટો જે કાગળ માંથી બને છે તે મોટે ભાગે આ બધા જ કાગળ ભારત દેશની અંદર જ બનાવવામાં આવે છે અને ભારત દેશની અંદર બનતી બધી જ નોટોના કાગળ માત્ર એક જ પેપર મિલ ની અંદર બને છે જે હોશંગાબાદ ની અંદર આવેલી છે અને તે ભારતીય નોટો અને સ્ટેમ્પ માટે ના પેપર આ જગ્યાએ જ બનાવવામાં આવે છે અને આ ઉપરાંત ઘણા ખરા કાગળ અન્ય દેશોમાંથી પણ આયાત કરવામાં આવે છે.