જાણો માં અન્નપૂર્ણા ને હંમેશા ખુશ રાખવા માટે રસોડામાં કેટલી વસ્તુ રાખવી અને કેટલી વસ્તુ ના રાખવી….

0
114

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા નિયમો બનાવ્યા છે કે જેનું વ્યક્તિ પાલન કરે તો જીવનમાં મુશ્કેલીઓ થી મુક્તિ પામી શકે છે. મોટેભાગે જોઈ શકો છો કે વ્યક્તિ તેના જીવનમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોય છે. આની પાછળનો મુખ્ય દોષ વાસ્તુશાસ્ત્રનો છે.

Advertisement

જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરના પરિવારના સભ્યોની પ્રગતિ અટકી જાય છે એટલું જ નહીં પરંતુ ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી શકે છે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડાને ઘરના બીજા સ્થાનનો કરતાં મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. રસોડાથી ઘરના પરિવારના સભ્યોની તંદુરસ્તી જળવાઈ છે, સારી તંદુરસ્ત વ્યક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. જો તમે શારીરિક રીતે તંદુરસ્ત હોય તો જીવનમાં અપાર સિદ્ધિ પ્રાપ્ત થાય છે.વાસ્તુદોષ પ્રમાણે રસોડા માટે વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં રસોડામાં કઈ વસ્તુઓ રાખવી અને કઈ વસ્તુઓ ન રાખવી.

કેટલીક એવી વસ્તુઓ છે જેને રસોડામાં રાખવાથી જીવનમાં તેનો ખરાબ પ્રભાવ પડે છે. આજે અમે તમને એ બાબતો જણાવીશું.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર રસોડામાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ,રસોડાનો સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરશો નહીં.જો તમે રસોડાનો સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરશો તો મા અન્નપૂર્ણા નારાજ થાય છે. ઘણા બધા લોકોની આદત હોય છે કે જેનો ઉપયોગ કરતા ન હોય છતાં પણ તેને રસોડામાં રાખવામાં આવે છે. જેને કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. ભૂલથી પણ રસોડામાં કબાડ અને ખોટી વ્યર્થ વસ્તુઓ રાખવી નહીં.

કિચનના રેફ્રિજરેટરમાં વાસી ખોરાક રાખવો નહીં, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે રસોડામાં રેફ્રિજરેટર રાખ્યું હોય તો તે ધ્યાન રાખવું પડશે કે તેમાં વાસી ખોરાક ન રાખવો જોઈએ. કારણ કે તેના કારણે રાહુ કેતુ અને શનિના દશાનો સામનો કરવો પડે છે. એટલું જ નહી પણ સ્વાસ્થ્ય માટે પણ વાસી ખોરાક હાનીકારક ગણવામાં આવે છે. હંમેશા તાજો ખોરાક જ ખાવો જોઈએ, જેથી ગ્રહોમાંથી મુક્તિ મળે અને તંદુરસ્તી પણ સારી રહે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડામાં ભૂલથી પણ દવાઓ ન રાખો. તેને કારણે સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસરો થાય છે. જો કોઈ વ્યક્તિ રસોડામાં દવા રાખે છે, તો ઘર-પરિવારના કોઈક ને કોઈક સભ્ય કોઈક ને કોઈક બીમારીથી પીડાતા હોય. અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.જો કોઈ વ્યક્તિ રસોડામાં કરીશું રાખે છે, તો તેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે. રસોડામાં દર્પણ લગાડવાથી ગેસના ચૂલા નું પ્રતિબિંબ અરીસામાં પડે છે. જેને વાસ્તુ પ્રમાણે યોગ્ય ગણવામાં આવતું નથી. જેમાં સ્વાસ્થ્યને લગતી બીમારીઓ તેમજ ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે.

રસોડામાં ભૂલથી પણ મંદિર ન બનાવવુ જોઈએ. જે ઘરના રસોડામાં મંદિર હોય છે ત્યા હંમેશા તનાવ કાયમ રહે છે.રસોડુ અને બાથરૂમ એક લાઈનમાં હોવુ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘર પર નકારાત્મકતા ઉભી થાય છે. જેને કારણે ઘરના સભ્યો વચ્ચે લડાઈ-ઝગડો થતો રહે છે. ઘરના મુખ્ય દરવાજાના ઠીક સામે રસોડુ ન હોવુ જોઈએ. વાસ્તુશાસ્રમાં તેને અશુભ માનવામાં આવે છે.

ક્યારેય પણ રસોડામાં સ્નાન કર્યા વગર પ્રવેશ ન કરવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. ઘરેથી વાસ્તુ દોષને દૂર કરવા માટે હંમેશા ભોજનનો પ્રથમ ભાગ ભગવાન અને ગાયને સમર્પિત કરવો જોઈએ. આવુ કરવાથી વાસ્તુ દોષમા કમી આવે છે. ઘરમાં જેમ ઘરનો પ્રવેશ દ્વાર ઘરનો ડ્રોઇંગ રૂમ, રસોડું વિગેરે ચોક્કસ દિશામાં હોવા જોઈએ તેમ જો તમે ઘરની અમુક વસ્તુઓ વાસ્તુના નિયમ પ્રમાણે ગોઠવશો તો તમને તેના લાભ થશે.

આજે અમે તમને રસોડાની વસ્તુઓ વાસ્તુ પ્રમાણે કેવી રીતે ગોઠવવી તે વિષે જણાવીશું. ઘરમાં જો સૌથી મહત્ત્વનો કોઈ ભાગ હોય તો તે રસોડું છે. રસોડામાં ઘરની ગૃહિણી પોતાનો સૌથી વધારે સમય પસાર કરતી હોય છે પણ જો તે વ્યવસ્થિત ન હોય સ્વચ્છ ન હોય તો ત્યાં રહેવું ગમતું નથી.

ઘણા લોકો કીચનનું સરસ મજાનું ફર્નિચર બનાવી તેને સુંદર તો બનાવી દે છે પણ તેમને કોઈ ફાયદો થતો નથી કારણ કે તેમણે જે પણ કર્યું હોય છે તેમાં વાસ્તુનો ક્યાંય વિચાર કરવામાં નથી આવ્યો હોતો. તો ચાલો જાણીએ કિચન માટેની કેટલીક વાસ્તુ ટિપ્સ જે તમારા ઘમાં સુખ-સમૃદ્ધિ લાવશે.

સૌ પ્રથમ આપણે રસોડાના મુખ્ય સાધન સ્ટવ એટલે કે ચૂલાની વાત કરીશું. રસોડામાં જે તરફથી બહારનું દૃશ્ય દેખાય તે જ તરફ ગેસ સ્ટવ રાખો. તેને ક્યારેય ફ્રીઝ કે સિંક કે પાણીના નળની નજીક રાખવું નહીં.હવે આપણે વાત કરીશું ઘરના પાણીયારાની પછી તે માટલું હોય, આરો હોય વોટર ફિલ્ટર હોય કે ગમે તે હોય તેને હંમેશા રસોડાની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ.

આજના આધૂનિક કીચનમાં ગેસ-સ્ટવ ઉપરાંત અન્ય આધૂનિક ઉપકરણો જેવા કે, ટોસ્ટર, માઇક્રોવેવ ઓવન, મિક્સર વિગેરે પણ અનિવાર્ય થઈ ગયા છે. તેને હંમેશા દક્ષિણ દિશામાં રાખવા જોઈએ.ફ્રીઝ પણ રસોડાનું એક અભિન્ન અંગ છે. તેના માટે પણ એક ચોક્કસ દિશા વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવી છે. તેને હંમેશા ઉત્તર-પૂર્વ બાજુ રાખવું પણ તેને ખૂણાથી ઓછામાં ઓછું એક ફૂટના અંતરે રાખવું જોઈએ.

 

વોશિંગ મશીન આજે દરેક ઘરનું એક અનિવાર્ય સાધન છે. સામાન્ય રીતે તે કીચનમાં નથી રાખવામાં આવતું તેમ છતાં કીચનને અડેલા જ વોશએરિયામાં તે રાખવામા આવે છે. તે પાણી સાથે જોડાયેલું સાધન હોવાથી તેને ઉત્તર દિશામાં ગોઠવવું જોઈ.રસોડાનું બેસીન જે હંમેશા રસોડાના પ્લેટફોર્મ સાથે જ જોડાયેલું હોય છે. તેને હંમેશા રસોડાની ઉત્તર પૂર્વ બાજુમાં રાખવું જોઈએ અને તેને હંમેશા કૂકિંગ સ્ટવથી દૂર જ રાખવું જોઈએ.

Advertisement