જાણો મહાબલીપુરમ નો રોચક ઇતિહાસ અને ત્યાં ના મંદિર ની કથાઓ

0
474

ચેન્નઈ નજીકના દરિયા કિનારે આવેલા ઈતિહાસિક નગર મહાબલિપુરમ માં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીઅને ચીનના રાષ્ટ્રપતિ ચિનફિંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક થવા જઈ રહી છે મહાબલિપુરમ નો ચીનની સાથે ખૂબજ જૂનો સબંધ છે. 18 ના દાયકામાં માં અહી તત્કાલીન પલ્લવ રાજા અને ચીનના શાસક વચ્ચે સુરક્ષા સમજૂતી થઈ હતી.

અને તેની સાથે આ પ્રાચીન શહેર તેના ઇતિહાસ અને મંદિરો વિશે જાણીતું છે. શહેરના સમુદ્ર ના કીનારાયે બનેલા મંદિરોના સમૂહને ચટ્ટાનો કાપીને બનાવ્યું હતું.અને આ મંદિર સાતમી સદીમાં તત્કાલીન પલ્લવ રાજાઓએ અહીં બાંધ્યા, તો આવો જાણીએ કે મહાબલિપુરમ મંદિર અને આ સ્થાનના નામકરણની પાછળની પૌરાણિક કથાઓ છે.

પથ્થરો ને હટાવીને બનાવી ગુફાઓ.

મહાબલિપુરમ શહેર યુનેસ્કો હેરિટેજ ના લિસ્ટમાં સામિલ ઈતિહાસિક ધરોહરો માનું એક છે. અને એક પથ્થરને કાપીને બનાવ્યો રથ અને તે સમય ગુફાઓ અને મંદિરો મુખ્ય પર્યટક સ્થળો છે. અને અહીં પત્થરો કાપીને ઘણી કથાઓ ને માન આપવામાં આવ્યું છે. અને અહીંની વારાહ ગુફા મંદિરમાં ઘણા આશ્ચર્યજનક શિલ્પો છે. આ મૂર્તિઓને કારણે જ તેને વારાહ મંદિર કહેવામાં આવે છે.

આવી રીતે પડ્યું નામ મમલ્લાપુરમ.

એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ એ જે રાજાને મહાબલી રાંક્ષકના અંત માટે વામનવતાર લીધો હતો. તેના નામ પર શહેરનું નામ મહાબલિપુરમ પડ્યું હતું. અને આ શહેરના નામ ઉપર બીજી દંતકથા પ્રચલિ છે. અને એવું કહેવામાં આવે છે કે સાતમી સદીમાં તત્કાલીન રાજા પલ્લવ નરસિંહ દેવ વર્મન બાલશાલી અને મહામલ્લમ હતા.અને તેમના નામ પર આ શહેરનું નામ મમલ્લાપુરમ રાખવામાં આવ્યું છે.પણ તેને મહાબાલીપુરમ પણ કહેવામાં આવે છે. સરકારી દસ્તાવેજ માં પણ મમલ્લાપુરમ ની વાત કરવા આવી છે.

શૈવ પરંપરા પર આધરી છે આ મંદિર.

રાજા પલ્લવ નરસિંહ દેવ વર્મા એ ચેન્નઈથી લગભગ 60 કિમી દૂર મહાબલિપુરમ વસાવ્યું છે. આ નગરની સ્થાપના ધાર્મિક હેતુ માટે કરવામાં આવી અને અહી રાજા દ્વારા મોટી સંખ્યામાં મંદિરો અને સ્મારકો બનાવવામાં આવ્યા હતા, અને ચટ્ટાનો કાપીને બનાવ્યા મંદિરો વધારે શૈવ પરંપરા પર આધારિત છે.

પથ્થરો કાપીને બનાવ્યા છે આ રથ.

મહાબાલિપુરમનો નો સબંધ મહાભારત સાથે પણ સંકળાયેલ છે. એવું કહેવામાં આવે છે, કે પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અમુક સમય દરમિયાન અહીં આવ્યા હતા. અને અહી મહાભારત કાળ સાથે સંકળાયેલી કલાકૃતિઓ નિર્માણ પણ કરવામાં આવ્યું છે. પણ આ જગ્યા રથ મંદિરથી પ્રસિદ્ધ છે. અને અહીં બધા પાંડવો ના પાંચ રથ છે અને એક રથ દ્રૌપદીનો પણ છે. આ મંદિર ખાસ કરીને પત્થરો કાપીને બનાવવામાં આવેલા છે અને રથો માટે જાણીતો છે.

મહાબલીપુરમ માં છે 9 ગુફા મંદિર.

મહાબલિપુરમમાં આઠ રથ છે અને જેમાં પાંચ પાંડવો  અને એક ને દ્રૌપદી નામ આપવામાં આવ્યું છે. અને તેનું નિર્માણ બૌદ્ધ વિશા શૈલી અને ચૈત્ય અનુસાર કરવામાં આવ્યું છે. અને  અર્જુન અને દ્રૌપદીનો રથ શિવ અને દુર્ગાને સમર્પિત છે. આ ઉપરાંત ઇન્દ્ર, શિવ અને દુર્ગાનું વાહન હાથી, સિંહ અને નંદી નો રથ પશ્વિમ દિશામાં છે. અને મહાબાલીપુરમમાં પર્વતને કાપીને 9 ગુફા મંદિરો પણ બનાવવામાં આવી છે.

ભગવાન શિવની છે અર્ધિતી પ્રતિમા.

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણના પુરાતત્ત્વવિદોએ માહિતી આપી છે. અને આ ભગવાન શિવથી પશુપતિ અસ્ત્ર મેળવવા માટે પત્થરો પર કોતરવામાં આવ્યા છે અને જેમાં શિવનો નીચલો હાથ વરદા-મુદ્રામાં બતાવવામાં આવ્યો છે, તે અર્જુનને વરદાન આપે છે.

ગંગાનો પણ છે સબંધ.

પથ્થરની દિવાલો અને મંદિરમાં 64 દેવતાઓ છે, 13 માણસો, 10 હાથી, 16 સિંહો, 9 હરણ, 2 ઘેટાં, 2 કાચબા, 2 સસલા, 1 જંગલી ડુક્કર, 1 બિલાડી, 13 ઉંદર, 7 પક્ષીઓ, 4 વાંદરા અને 8 વૃક્ષો બનાવવામાં આવ્યા છે. અહીં માર્ટસોલોકામાં ગંગાનું આગમન, શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને લીધેલું ચિત્ર ખૂબ આકર્ષક છે. અને જેની કારીગરી ખૂબ પ્રખ્યાત છે.

અહીં મોજુદ છે દેવી દેવતાઓ.

તેની સાથે અહીં અન્ય સ્તભો પર બહારના ચિત્રો છે, દેવી દુર્ગાની પ્રતિમા અને કૃષ્ણની માખણ ચોર, ના ચિત્રો દોરવામાં આવ્યા છે. અને ગણેશ મંદિરમાં પણ પથ્થરનો કોતરવામાં તૈયાર કરવામાં આવ્યો છે. અહી આજે પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. આમ તો ભારત મા ગણી ગુફાં મંદિર છે, પણ મહાબલીપુરમ ની ગુફા અને મંદિર બધાજ દેવી દેવતાઓ ને કોતરવામાં આવ્યા છે.