જાણો રિક્ષા ચાલકની પુત્રી “સ્વપ્ના બર્મન” વિશે, જેને ગોલ્ડ મેડલ જીતી ને રચ્યો ઇતિહાસ…

જેટલો અઘરો સંઘર્ષ હશે,જીત એટલી જ શાનદાર હશે. આ વાતને સાબિત કરી ધીધી છે એશિયાની રમતો માં હેપ્ટાથલનમાં સ્વર્ણ પદ જીતનારી સપના બર્મન એ તેના મજબૂત ઈરાદા, અને પ્રતિભાની આગળ તેમની મુસીબતોએ પણ નમવું પડ્યું.

Advertisement

સપના બર્મન નો જન્મ 29ઓક્ટોબર 1996માં પશ્ચિમ બંગાળના જલ્પાઇગુડી માં કે ગરીબ પરિવારમાં થયો હતો.સપનાના પિતા રીક્ષા ચલાવતા હતા અમે તેની માતા ચા ના બગીચાઓમાંથી ચા તોડવાનું કામ કરતી હતી સપના માટે અહીંયા સુધીનો રસ્તો સરળ નોહતો પરંતુ બધી મુશ્કેલીઓ નો સામનો કરીને તેને પોતાની મંજિલ મેળવી જ લીધી.

સપના એ હિંમતથી બધા સંઘર્ષનો સામનો કર્યો અને એશિયાની રમતોમાં સફળતા પ્રાપ્ત કરી, તેમને જલ્પાઇગુડીમાં. પોતાના ઘર પાસેના સ્કૂલના મેદાનમાં દોડવાનું શરૂ કર્યું અને ખૂબ મેહનત કરી તેમની મહેનતનું જ પરિણામ છે કે તેમને એશિયાની રમતોમાં સોનાના મેડલ જીતી લીધા અને દેશનું નામ ગર્વથી ઉંચુ કર્યું.

બાળપણમાં જ ટ્રેનિંગ કરવા લાગી હતી. જ્યારે સપના બર્મન પોતાની ટ્રેનિંગ કરી રહી હતી ત્યારે તેમની માતા પોતાના કામ પર જતાં તેમને મેદાનમાં મૂકી જતી અને સાંજે કામથી પાછા ફરતા તેમને ઘરે લઈ જતા. એક નાના ઘરથી શરૂઆત કરીને સપનાએ એશિયાની રમતોમાં ગોલ્ડ મેડલ હેપ્ટાથલનના ઇવેન્ટમાં ભારતને પહેલું. ગોલ્ડ મેડલ અપાવ્યું અને પોતાના ગામનું જ નહીં. પરંતુ આખા દેશનું માન વધાર્યું છે.

સપનાના જિંદગીના સંઘર્ષોની લાંબી કહાની છે.તેમને જિંદગીમાં દરેક રસ્તા પર સંઘર્ષ આવ્યા પરંતુ સ્વપના પોતના સપનાઓ ને હકીકતમાં બદલવા માટે સાચી લગન સાથે મેહનત કરતી રહી અને આજે આ મુકામ ને હાસિલ કર્યો. સપનાના પરિવારમાં એ સમયે વધારે સંકટ આવ્યો જ્યારે તેમના પિતાને 2013માં દૌરા પડ્યાં ત્યારબાદ તે બીમાર રહેવા લાગ્યા અને તેમને પલંગ પકડી લીધો. જેનાથી સપના અને તેના ભાઈ બહેનો નું જીવન વધારે મુશ્કેલીમાં આવી ગયું.

તેમના 6 સદસ્યના પરિવાર માટે બે ટાઈમનું ખાવાનું. પણ નસીબમાં આવે તે મુશ્કેલ.હતું.ત્યારબાદ સપના એ તેમના પરિવારની જવાબદારી લેવાનું નક્કી કર્યું, સપના પોતાના પરિવાર ને સાચવવા માટે પોતનઆ પુરસ્કારના પૈસા વાપરતી હતી અને કાચી દીવાલ બનેલાં ઘરમાં ગુજરાન ચલાવતી હતી.

વર્ષ2016માં સપના એ એથ્લેટીક્સ પ્રતિયોગીતામાં જીત મેળવ્યા પછી તેમને 150000 રૂપિયાની સ્કોલરશીપ જીતી હતી.તે અત્યારે કોલકત્તામાં સ્પોર્ટ્સ ઍથોરિટી ઑફ ઇન્ડિયા કૅમ્પસમાં ટ્રેનર પણ છે. સપના બર્મન એ 2018ની એશિયાની રમતોમાં મહિલાઓની હેપ્ટાથલનના ઇવેન્ટમાં ભારતના ખોળામાં સ્વર્ણ પદક મૂક્યું જ્યારે એના એમને જડબાંમાં વાગેલું પણ હતું,તે દર્દથી ખૂબ પરેશાન હતી.

અને તેમના પગની 12આંગળીઓના કારણે તેમની સાઈઝના પગરખાં ના મળવાની પરેશાની સહન કર્યા પછી પણ તેમને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું.અને બર્મન એ એશિયાની રમતોમાં 6026 આંકડાઓ સાથે સ્વર્ણ પદક પર કબ્જો કરી પેહલી ભારતીયના પ્રમાણ પર રેકોર્ડ બનાવ્યો.

સપના બર્મન ને 2017માં એશિયાની એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં હેપ્ટાથલનનામાં રાખવામાં આવી તેની સાથે જ રાહુલ દ્રવિડ એથલીટ મેન્ટરશીપ પ્રોગ્રામના માધ્યમ થી ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા મદદ કરવામાં આવતી હતી.

મશહુર ખિલાડી સપના બર્મન જેને દર્દને સહન કરવા માટે પોતાના સોજા આવી ગયેલા જડબાની ચારે બાજુ કીનેસિયો ટેપ લગાવી હતી અને પોતાના દર્દની ચિંતા કર્યા વગર પોતના સપનાઓને હકીકતમાં બદલવા માટે દેશને સ્વર્ણ પદક અપાવ્યું.

સપના બર્મન એ તેના સિવાય પણ 100 મીટરમાં હિટ 2માં 981 અંકો ઊંચી કુદમાં 1003 સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું. ગોળા ફેંકમાં તે 707 અંકોની સાથે બીજા સ્થાન પર રહી 200મીટર રેસમાં તેમને હિટ 2માં 790 અંક લીધા તેની સાથે જ તે રમતોમાં 6,000 અંક મેળવનારી પાંચમી મહિલા બની ગઈ. જલ્પાઇ ગુડીથી જકર્તાની યાત્રા ધ ક્વીન ઑફ રિક્ષા ચાલકની દિકરી સપના બર્મન એ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો.

Advertisement