જાણો શનિની સાડાસાતી એટલે શું??, અને શનિ ખરેખર કેવા લોકોને નડે છે?……

0
302

શનિદેવ ભારતીય જયોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો માનો એક ગ્રહ ગણવામાં આવે છે. શનિદેવને શનિવારના ના દેવ પણ ગણવામાં આવે છે. શનિદેવ કોઈની પર પ્રસન્ન થાય તો બધું જ આપે છે. પરંતુ જો કોઈની પર ગુસ્સે થાય તો તેનું બધું બરબાદ કરી નાખે છે.શનિ, રાહુ-કેતુ, ગ્રહણયોગ, કાલસર્પ યોગ, વિષયોગ, કેમદ્રુમયોગ આવા કેટલાક નામો એવા છે કે જેનો ભય બતાવીને જયોતિષીઓ આમજનતાને ભયભીત બનાવીને ધનવાન થઇ રહ્યા છે. આ ગ્રહો-યોગો અશુભ ફળ આપે છે. એ બાબતે કોઇ શંકા નથી પણ જેમ સાપ ઝેરી હોય છે પણ બધા સાપ ઝેરી હોતા નથી, તેમ કુંડળીમાં અશુભ ગ્રહો – યોગો વ્યક્તિનો ખેલ ખલાસ કરી નાખે છે, એ વાત ખરી નથી.

અશુભ યોગ હોવા છતાં વ્યક્તિ સફળ થાય છે.ઘણાં ધનવાનો, મહાનુભાવો જીવનમાં સફળ થનાર વ્યક્તિઓની કુંડળીમાં અશુભ યોગો થયા હોવા છતાં પણ જીવનમાં સફળતાના સર્વોચ્ચ સ્થાને પહોંચી જતા જોવામાં આવ્યા છે. આજે જે શનિદશા, નાની-મોટી પનોતીનો ભય બતાવીને ભોળી જનતાને ભયભીત કરવામાં આવે છે, તેના શુભ કે અશુભ પરિણામઅંગેની ચર્ચા કરીશું.

શનિની સાડાસાતી એટલે શું? ચંદ્રથી ચોથા – આઠમા સ્થાનમાં શનિ આવે એટલે નાની પનોતી અને બારમે આવે ત્યારે મોટી પનોતીનો આરંભ થાય છે, નાની પનોતી અઢી વર્ષની અને મોટી પનોતી સાડા સાત વર્ષની હોય છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ રહે છે, જયારે શનિ રાશિ બદલે ત્યારે અખબારોમાં અને ટી.વી.ના પડદા પર ચિત્ર – વિચિત્ર વેશભૂષા ધારણ કરેલા જયોતિષીઓ કાગારોળ મચાવવા માંડે છે કે કઇ રાશિને આ પનોતી કેવા કેવા અશુભ પરિણામોના ભોગ બનાવશે. એક વાત બધાએ ખાસ યાદ રાખવી કે પનોતીમાં માત્ર અશુભ પરિણામો જ ભોગવવા પડે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ નવગ્રહોમાંથી કે બધા ગ્રહોમાં સૌથી વધુ કઠોર અને શક્તિશાળી દેવતા છે. શનિ પક્ષપાત સિવાય પાપીઓને સજા આપે છે અને પુણ્ય કર્મ કરનારાઓને દરેક પ્રકારની સુખ સુવિદ્યા યશ કીર્તિ અને વૈભવ આપે છે. શનિદેવ જ્યારે પણ કોઈ રાશિ પર આવે છે તો આ દશા સાઢા સાત વર્ષ સુધી રહે છે. જેને શનિની સાડા સાતી કહે છે. તે સમય મુજબ દરેક રાશિ પર અઢી અઢી વર્ષના ત્રણ ચરણોમાં આવે છે. પહેલા ચરણમાં જ્યારે સાઢાસાતી મતલબ શનિનો ઢૈયા શરૂ થાય છે તો જાતકને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. કારણ કે આવા સમયે  તે જે કાર્ય કરે છે તેમા તેને ખોટ વધુ થાય છે. કઠિન પરિશ્રમ કરવા છતા પણ તેને લાભ નથી મળી શકતો.

આમ તો બધાને શનિની સાઢાસાતી શરૂ થવા પર ચિંતા અને ભય સતાવે છે. પણ જે લોકો કોઈપણ પ્રકારના ખરાબ કાર્ય નથી કરતા, કોઈને પરેશાન નથી કરતા કે કોઈના વિરુદ્ધ ષડયંત્ર નથી રચતા પણ ઈમાનદારીથી કાર્ય કરે છે તેમણે શનિદેવથી ગભરાવવાની જરૂર નથી. કારણ કે ન્યાય પ્રિય દેવતા શનિ આવા જાતકોની આરાધનાથી પ્રસન્ના થાય છે અને તેમના પર કૃપા કરે છે.

કઈ રાશિના લોકોને શનિ પીડા આપી શકે? એ વાત ખરી નથી, જેમની કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં પડયો હોય તેમને શનિની પનોતીમાં નુકસાન ભોગવવું પડે છે. કુંડળીમાં શનિ ત્રીજા – છઠ્ઠા, દશમા અને અગિયારમાં ઉપચય સ્થાન તરીકે ઓળખાતા સ્થાનમાં શુભ ફળદાયક થાય છે, અન્ય સ્થાનો શનિનાં અશુભ સ્થાનો તરીકે ઓળખવામાં આવે છે. એમાં સવિશેષ કરીને ચોથા, આઠમા અને બારમા સ્થાનમાં શનિ ભારે અશુભ ફળ આપે છે. શનિ ચંદ્ર – સૂર્ય – મંગળ સાથે શત્રુ સંબંધ રાખે છે. આથી શનિ ચંદ્રની રાશિ કર્ક, સૂર્યની રાશિ સિંહ અને મંગળની રાશિ મેષ – વૃશ્વિકમાં શત્રુ રાશિમાં રહેલો ગણાય છે. આ રાશિવાળાઓને શનિ પીડા આપી શકે છે.

કઈ રાશિના લોકોને શનિ નથી નડતો? શનિ, બુધ, શુક્ર સાથે મિત્ર અને ગુરુ સાથે સમસંબંધ રાખે છે. આથી બુધની રાશિ મિથુન, કન્યા, શુક્રની રાશિ વૃષભ, તુલા, ગુરુની રાશિ ધન-મીનના જાતકોને પીડા આપતો નથી. શનિ સૂર્ય, ચંદ્ર, મંગળ સાથે રહેલો હોય તો પણ તેની પનોતી દરમિયાન હાનિ ભોગવવી પડે છે. શનિ બુધ, ગુરુ, શુક્રના સંબંધમાં હોય તો તેની પનોતી કે દશા દરમિયાન બહુ ગંભીર નુકશાન પહોંચાડી શકતો નથી.કુંડળીમાં શનિની સ્થિતિ અશુભ ફળદાયક હોય અને એને કારણે શનિની પનોતી કે દશા અશુભ ફળ આપવાની શક્યતા હોય તેવા સમયે કયા ઉપાયો આદરવા તે જોઇએ.

શું કરવાથી શનિ પ્રસન્ન થાય? શનિ ઘરડા, વિકલાંગ – લંગડા, મજૂર, વિધવા-વિધુર અને માંદા વ્યક્તિઓનો કારક – સૂચક ગણવામાં આવે છે. આવા લોકોને અન્ન, ભોજન, વસ્ત્ર, ચપ્પલ, ઔષધનું દાન આપવાથી એમને માન તથા સહકાર આપવાથી શનિ પ્રસન્ન થાય છે, તેની કૃપા ઉતરે છે. શનિનાં અશુભ પરિણામો હળવાં થાય છે.
આ ગુણ હશે તો શનિ કદી પીડા નહીં આપે

શનિ ગંભીર, ખંતિલો, અતડો, ગણતરીબાજ, દુરંદેશી, કરકસરીયો છે. શનિના આ ગુણો જીવનમાં ઉતારનારને શનિ કદી પણ પીડા પહોંચાડતો નથી. શનિની પીડા દૂર કરવાના ઉપાયોમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો, શનિવારે હનુમાનજી કે શનિ મંદિરના દર્શન કરવાનો નિયમ રાખવો, કાગડાને ગાંઠિયા ખવડાવવા જેવા નિયમોનું પાલન કરવાથી પણ શનિની પીડા હળવી થાય છે.એક વાત હંમેશા યાદ રાખવી શનિ એટલે કે ખેલ ખલાસ એ વાત ખરી નથી, શનિથી ભયભીત થવાની કોઇ જરૂરત નથી.