જાણો સૌથી મોટા સવાલ નો જવાબ, સાબુદાણા શાકાહારી કે માંસાહારી??….

0
324

આપણા હિન્દૂ ધર્મમાં પૂજા,વિધિ,વ્રત નું ઘણું મહત્વ છે.આપણા હિન્દૂ ધર્મમાં ઘણા બધા વ્રત કરવામાં આવે છે અમુક વ્રત નકોરડા ઉપવાસ કરીને કરવામાં આવે છે તો અમુક માં લોકો એક ટાઈમ જમે છે અને એમાં સાબુદાણાથી બનેલી વસ્તુઓ જમે છે .સાબુદાણામાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે.પણ મોટાભાગે તેનો ઉપયોગ ઉપવાસમાં વધારે થાય છે.કોઈ વાર તહેવાર આવે અને ફરાળ કરવાનું મન થાઈ એટ્લે પહેલી વસ્તુ જે મનમાં આવે એ સાબુદાણા છે. જેની ખીર તો દરેક ગુજરાતી ઘરમાં બનતી જ હોય છે. તદ્દોપરાંત તેની બીજી ઘણી વાનગીઓ પણ બને છે. સાબુદાણામાંથી ખીચડી, ખીર, પાપડ, વડાં અને ચકરી જેવી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરીને લોકો ખાતા હોય છે. પણ તમે ક્યારેય એ વાત વિચારી છે કે સાબુદાણા શામાંથી બને છે? અને કેવી પ્રક્રિયા કરવામાં આવે છે તેની બનાવટ પાછળ? આને હાલ ના એક સોશિયલ મીડિયા ના મેસેજ મુજબ સાબુદાણાના શાકાહારી હોવા પર સંદેહ શા માટે કરવામાં આવી રહ્યો છે? શું આ બાબતની જાણકારી તમારા પાસે છે ? નહી, તો ચાલો જાણીએ સાબુદાણા વિશેનો ખુલાસો.

આવી રીતે ઝાડના મૂળમાથી બને છે સાબુદાણાસાબુદાના ને ટેપિયોકા(Tapioca) નામક વૃક્ષના મૂળમાંથી બનાવવામાં આવે છે, જેને મૂળ દક્ષિણ અમેરીકામાંથી ભારત લાવવામાં આવેલ.. ૧૯મી સદીમાં સાબુદાણાનું સૌપ્રથમ ઉત્પાદન તમિલનાડુના સેલમ ખાતે કરવામાં આવેલ હતું. અને આજે સેલમ જ ભારતનું મુખ્ય સાબુદાણા ઉત્પાદક મથક છે. જ્યાં ૭૦૦ જેટલી ફેક્ટરીઓ આ વિસ્તારમાં આવેલ છે. આઝાદી મળ્યાંના ત્રણ-ચાર વર્ષ પહેલાં જ ભારતમાં પ્રથમ વખત સાબુદાણા બનાવવામાં આવેલ. સાબુદાણાનું ઉત્પાદન એ પછી મોટાભાગે ગૃહઉદ્યોગ પર જ થતું.

જો આપણે સાબુદાણાની બનાવટની વાત કરવામાં આવે તો, આ માટે સૌપ્રથમ ટેપિયોકા વૃક્ષના મૂળને કાઢીને એમને સારી રીતે સાફ કરવામાં આવે છે. આ મૂળ ને કસાવા નામથી પણ ઓળખાય છે. ત્યાર બાદ એક મશીન દ્વારા કસાવા મૂળની ઉપરની છાલને કાઢવામાં આવે છે. છાલ કાઢ્યાં પછી અંદર મૂળનો ઘટ્ટ ગર કે માવો બચે છે. જેને ત્યારબાદ જરૂરી પાણીની માત્રા ઉમેરી પીસવામાં આવે છે. હવે આ ગર ને એક વિશાળ પાત્રમાં ઠાલવવામાં વામાં આવે છે, અને બાદમાં સુકવવામાં આવે છે. એમાં રહેલ વધારાના પાણીને કાઢવામાં આવે છે. હવે બાકી રહેલ મૂળના સુકાયેલા માવાની મશીનની મદદથી નાની નાની ગોળીઓ બનાવવામાં આવે છે. એ ગોળીઓ એટલે કે સાબુદાણા.

તો અંતે બધાનો એક જ સવાલ કે શુ સાબુદાણા માંસાહારી છે કે પછી શાકાહારી?આ પ્રશ્નનો થોડો ઘણો જવાબ તો તમને ઉપરના ફકરા માથિ મળી જ ચુક્યો હશે. હાલ ના એક સોશિયલ મીડિયાના મેસેજ માં એવું કહેવામા આવેલ છે કે, સાબુદાણા બનાવવા માટે ટેપિઓકાના કસાવાને જમીનમાં ખાડો ખોદીને નાખવામાં આવે છે. અને તેને સડવા દેવા માટે એમાં જીવડાં પડે છે, ઇયળ પડે છે, અળસિયાં પડે છે. મૂળના ગર સમેત એ બધાંનો છૂંદો કરીને પછી સાબુદાણા બનાવવામાં આવે છે. અને વધારામાં કહેવાય છે કે, એની કંપનીઓની આસપાસ પણ ખરાબ ગંધ આવતી હોય છે. દોસ્તો સોશિયલ મીડિયાના લેખો પર આધારિત આવા વિકૃત અને બોગસ છાપાંઓ પર વિશ્વાસ ન રાખતા. સાબુદાણા પૂર્ણ પણે શાકાહારી છે.

ભારતમાં પ્રથમ સાબુદાણાનું ઉત્પાદન ક્યાં હતુંસાબુદાણાનું ઉત્પાદન તામિલનાડુના સાલેમમાં પ્રથમ થયું હતું1943-44 માં ભારતે કુટિર ઉદ્યોગ સાથે તેના ઉત્પાદનની શરૂઆત કરી.તે 19 મી સદીમાં ભારતમાં પહોંચ્યું.તામિલનાડુમાં સાબુદાણાની ખેતી કેવી રીતે થાય છેસાબુદાણાની ખેતી કરવા માટે, તાપીકાના મૂળને પહેલા પીસીને અને તેમાંથી દૂધ કાઢાવામાં આવે છે. આ દૂધને ગાળ્યા પછી, તે જમી ગયેલા દૂધમાંથી. નાની ગોળીઓ બનાવીને શેકવામાં આવે છે. આ રીતે સાબુદાણાનું ઉત્પાદન કરવામાં આવે છે.

ભારતમાં સૌથી વધુ સાબુદાણાનો એકમો ક્યાં છેતાપીયાકા છોડના ઉત્પાદનો ભારતના અગ્રીમ દેશોમાં હાજર છે. સાલેમમાં કુલ 700 એકમો છે. અહીં સાબુદાણાનું ઉત્પાદન ખૂબ ઉંચી માત્રામાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ મુખ્ય છે. જ્યારે કેલ્શિયમ અને વિટામિનની થોડી માત્રામાં હોય છે.

એરોટ શું છેબજારમાં સાબુદાણાની ઘણી જાતો ઉપલબ્ધ છે. આ જાતોના નિર્માણમાં વિવિધ ગુણવત્તા હોવાને કારણે પણ તેમના નામ બદલાય છે. જ્યારે સાબુદાણા સમાન પ્રકારના છે. આના એક ઉત્પાદનને એરોરૂટ પણ કહેવામાં આવે છે.શાકાહારી આહાર છેહા, અલબત્ત, કારણ કે સાબુદાણા સાગ પામ નામના ઝાડની થડમાંથી બનાવવામાં આવે છે. જે સંપૂર્ણ શાહકારી છે. તેને માંસાહારી કહીને ખોટી ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે. જે સાવ ખોટી છે. કોઈ પુરાવા નથી કે સાબુદાણા એક માંસાહારી છે.

ઉપવાસ દરમિયાન સાબુદાણા શું કામ ખાવામાં આવે છેજો તમે ઉપવાસ દરમિયાન સાબુદાણા ખાવા માંગતા હોવ. તેથી તમે તેને ખાઇ શકો છો, કારણ કે સાબુદાણા એક પ્રકારનાં ફળમાંથી બનાવવામાં આવે છે. શક્કરીયામાંથી સાબુદાણાનું નિર્માણ થાય છે. જેના કારણે તમે ઉપવાસ દરમિયાન સાબુદાણા ખાઈ શકો છો.