જીવનની દરેક સમસ્યાઓ ને દુર કરવા દિવસમા એકવાર જરુર કરો ખોડિયારની બાવની,જીવનમા નહિ રહે કોઈ તકલીફ…….

0
399

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ મા ખોડિયારની બાવની વિશે જેને જો તમે દરરોજ સવારે તેનો પાઠ કરો છો તો તમારા જીવનની દરેક સમસ્યાઓ દુર થઈ જાય છે અને તમે પણ બની જશો ભાગ્યશાળીઓ તો આવો જાણીએ મા ખોડિયારની બાવની વિશે.

Advertisement

જય  જગદંબા ખોડલ માત ,   શક્તિ રૂપે  તું સાક્ષાત.

હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.

તું બેલી  તું તારણહાર,    જગ સારા  ની    પાલનહાર.

ગાજે તારો  જય જયકાર,    વંદન  કરીએ    વારંવાર.

નોંધારાની તું    આધાર,      શરણે   રાખી લે સંભાળ.

મમતાનો તું સાગર માત,   વેદ  પુરાણે જાણી   વાત.

માંમડીયા   ચારણને  ઘેર,    પગલા પાડી  કીધી મહેર .

મ્હેણાં  ઉપર  મારી   મેખ ,     ભક્તિની તે  રાખી    ટેક.

આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.

સતની  તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી  ના આવે ખોટ.

અવની પર લીધો  અવતાર,  પરચા પૂર્યા   અપરંપાર.

દુષ્ટોનો  કરતી    સંહાર ,   તુજને   જોતાં  કંપે  કાળ .

આસન  તારા   ઠામે ઠામ ,  ગૌરવ  ગાજે   ગામે ગામ.

નવખંડ ગાજે  તારું નામ,   જગ જનની   તું   પૂરણકામ .

જુનાગઢના રા’ ની  નાર,    આવી   માડી  તારે   દ્વાર.

દીકરો દઈને ટાળ્યું દુખ ,   અજવાળી  છે એની  કુખ .

માયાનાં  કીધા મંડાણ ,  રા’ નવઘણ ને   ક્યાંથી  જાણ .

વિપતના વાદળ  ઘેરાય,  લીલા તારી   ના  સમજાય .

ડગલે  પગલે ભાળ્યાં,  દુખ,  રાજ્ય તણું  રોળાયું  સુખ .

માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.

મારગમાં  તાણી  તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.

માં  તુજને કીધો   પોકાર ,   જગ  જનની તેં કીધી વ્હાર.

મધદરિયે  જાગ્યું  તોફાન,   જાવા  બેઠા    સૌના   પ્રાણ.

માડી  તેં  થઈને   રખવાળ , ઉગારી લીધો  નિજ  બાળ .

બૂડતાની  તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી  છાંય .

દિવસો  પર દિવસો  જાય , રા’ નવઘણ તો મોટો થાય.

નૌતમ લીલા  તારી થાય,  ગેડી  દડાની  રમત  રમાય.

ભરૂચનો રીઝ્યો  ભૂપાળ , કન્યા કેરાં  દીધાં  છે    દાન.

તારણહારી તેં  રાખી ટેક,  નસીબના  તેં  બદલ્યા લેખ.

જૂનાગઢનું  મળ્યું  રાજ ,  રા’નવઘણ    રાજાધિરાજ .

મામાની  દીકરી જાસલ ,  વિપતના  માથે    વાદળ.

સિંધભૂમિમાં થઇ છે કેદ,   છોડાવવાની  લીધી   ટેક.

અશ્વારૂઢ થઇ આગળ જાય,  મારગ લાંબો  કેમ કપાય.

મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.

સ્મરણ કરતાં ભાગ્યું દુખ,  દેવ  ચકલીનું   લીધું   રૂપ.

ભાલા  ઉપર બેઠી માત,    બાળકને  દેવાને    સાથ.

માયા તારી  અપરંપાર  ,  રા’  ઉતર્યો   સાગરની પાર.

જાસલનો થઈને  રખેવાળ,  સિંધ ધણીને  માર્યો ઠાર.

ચરણકમળનો  થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.

ભાગ્યાની તું ભેરુ માત , એક અટલ  તારો   વિશ્વાસ .

આતાભાઈની પૂરી આશ,  રાજપરામાં  કીધો   વાસ.

નરનારીનાં હરખે મન,   તુજ   ચરણે  થાતાં પાવન .

અંધજનોને દેતી આંખ ,  પાંગળાને  તું  દેતી  પાંખ .

મૂંગો તારાં  મંગળ  ગાય, માડી તારી કરુણા  થાય.

હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .

ખોડલ તારું નામ છે એક,  તોય  તારાં સ્થાન  અનેક.

ખમકારી  તું માં ખોડીયાર , સુખ  શાંતિ સૌને  દેનાર.

સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.

તારી કૃપા જેના પર થાય,  દુખ નિવારણ   તેનું   થાય.

મનનું  માગ્યું  આપે  માત , ના  કરતી  કોઈને  નિરાશ.

અધમ તણો  કરતી ઉદ્ધાર ,  વરસાવે   અમૃતની  ધાર.

“બિંદુ” ખોળે રમતો બાળ ,  માડી  કરજો ભવજળ  પાર.

મિત્રો તમને જણાવી દઇએ કે ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે અને તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

ભાવનગરજિલ્લાના બોટાદતાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં  પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો.

તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં  શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્ય ના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં ‘મિત્રતા હવે પૂરી થાય છે’ તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.

આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન  શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.

આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.

ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.

આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગર ની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં હતા.

Advertisement