જીવતા હતા ત્યારે આ દીકરાઓએ માતા પિતાની ભગવાનની જેમ કરી સેવા અને માર્યા પછી બનાવ્યું મંદિર કરે છે તેમની પુજા

0
185

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ જમાનામાં ઘણાં સંતાનો પોતાના માતા-પિતાને છોડી દીધા હોય અને સેવા નહીં કરતાં હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે માતા-પિતાના મોત સંતાનોએ તેમનું મંદિર બનાવ્યું હતું જેની તસવીરો સામે આવી છે. કર્ણાટકના કલબુર્ગીમાં ત્રણ સંતાનોએ માતા-પિતા જીવીત હતાં ત્યાં સુધી તમે તમામ ઈચ્છો પુરી કરી અને તેમની સેવા કરી હતી. જોકે બાદમાં તેમનું મોત નિપજ્યું હતું ત્યાર બાદ સંતાનોએ તેમનું મંદિર બનાવ્યું છે. આ મંદિરના નિર્માણ પર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખા ગામને જમાડ્યા હતાં.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કર્ણાટકના કલબુર્ગીના એક ગામાં રહેતા ખેડૂત એવા વિશ્વનાથ પાત્રેનું અંદાજે 3 વર્ષ પહેલા નિધન થયું હતું. જ્યારે 6 મહિના પહેલા તેમની પત્ની લક્ષ્મીબાઈનું નિધય થયું હતું. માતા-પિતાના નિધન બાદ ત્રણ સંતાનોએ એક મોટો નિર્ણય કર્યો હતો અને સાથે મળીને એક નાનકડા મંદિરનું નિર્માણ કર્યું હતું અને પોતાના માતા-પિતાનું મૂર્તિનું આ મંદિરમાં સ્થાપિત કરી હતી.બે પુત્રોએ માતા-પિતા માટે મંદિરના બનાવવા માટે અંદાજે 2 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. આજે પણ ગામના લોકોએ તેઓના આ કાર્યની ખૂબ જ પ્રશંસા કરી રહ્યાં છે. આ સંતાનોએ કહ્યું કે, અમારા માતા-પિતા કહેતા હતા કે શિક્ષિત થઈને સારા નાગરિક બનજો. આજે આ ત્રણેય ભાઈઓમાં અઢળક પ્રેમ જોવા મળી રહ્યો છે.

સૌથી મોટા દીકરાએ કહ્યું હતું કે, તે માતા-પિતાની સેવા કરવા માટે સીટીમાંથી માદરે વતન પરત ફર્યો હતો. તેણે કહ્યું કે, હું ધોરણ 10 સુધી ભણ્યો છું અને મારાં બંને નાના ભાઈ સરકારી નોકરી કરે છે. આ ત્રણેય ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમના બાળકો પણ છે.માતા-પિતાના નિધન બાદ તેમણે પોતાના સંસાધનો એકત્રિત કર્યાં હતા અને માતા-પિતાનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે આ મંદિર બનાવ્યા બાદ તેમાં માતા-પિતાની મૂર્તિ સ્થાપિત કરી હતી. તેઓ આ મંદિરમાં માતા-પિતાની મૂર્તિની પૂજા કરશે. હાલ આ તસવીરો સામે આવી છે જે અંગે અમે કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કરતાં નથી.

આવોજ એક બીજી સ્ટોરી.આ દિવસોમાં ‘કલયુગનો શ્રવણ કુમાર’ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહ્યો છે. ખરેખર કર્ણાટકના મૈસૂરમાં રહેતા 40 વર્ષીય કૃષ્ણ કુમારને તેમની 70 વર્ષીય માતાને સ્કૂટર પર તમામ તીર્થસ્થાનોની મુલાકાત કરાવી હતી. આ કાર્યમાં તેમને લગભગ ત્રણ વર્ષ લાગ્યાં. રસપ્રદ વાત એ હતી કે તેને બજાજના 2000 મોડેલ સ્કૂટર પર આ બધી તીર્થયાત્રા પૂર્ણ કરી હતી. આ દરમિયાન તેણે સ્કૂટર પર 56,522 કિમીથી વધુની મુસાફરી કરી હતી.

પિતાએ ગિફ્ટ તરીકે સ્કૂટર આપ્યું.કૃષ્ણા કહે છે કે તેને આ સ્કૂટર 2001 માં ગિફ્ટમાં તેના પિતા (દક્ષિણ મૂર્તિ) પાસેથી મળ્યુ હતું. 2015 માં તેના પિતાનું અવસાન થયું. તેથી તેણે નક્કી કર્યું કે તે ત્રણેય (કૃષ્ણ, તેની માતા અને પિતા) આત્માઓ માટે આ સ્કૂટરથી તમામ તીર્થસ્થાનોની મુલાકાત લેશે. કૃષ્ણની માતા કહે છે કે આ યાત્રા દરમિયાન હું એકદમ સ્વસ્થ છું. દીકરાએ ખૂબ કાળજી લીધી. અમે આખી મુસાફરી દરમ્યાન રહેવા માટે હોટેલ લીધી ન હતી. મંદિર, મઠો અને ધર્મશાળાને હંમેશા તેમના રહેવા માટે આશ્રયસ્થાન બનાવતા. આ યાત્રાના અનુભવને હું શબ્દોમાં વર્ણવી શકતી નથી.

માતાને તેના પિતાના સ્કૂટર પર તીર્થસ્થાન બતાવવા કૃષ્ણાએ તેની બેંગલુરુ સ્થિત એક ખાનગી કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. તેણે આ યાત્રા 16 જાન્યુઆરી 2018 ના રોજ શરૂ કરી હતી. તેમણે તેનું નામ ‘માતા સેવા સંકલ્પ યાત્રા’ રાખ્યું હતું. 56 હજાર કિલોમીટરથી વધુની આ સફર પૂર્ણ કરવામાં તેને 2 વર્ષ 9 મહિનાનો સમય લાગ્યો હતો.કૃષ્ણે પોતાનું આખું જીવન તેની માતાને આપ્યું છે. તેમની યાત્રા બુધવારે પૂર્ણ થઈ હતી. તે તેની માતા સાથે મૈસૂર પરત આવ્યો. કૃષ્ણ કહે છે કે હવે પણ તે ન્યાયીપણાના માર્ગ ઉપર ચાલવા માંગશે. તેઓ સ્વામી વિવેકાનંદ અને રામ કૃષ્ણ પરમહંસને તેમની ગુરુ માને છે. કૃષ્ણે જીવનભર માતાની સેવા કરવાના હેતુથી લગ્ન પણ નથી કર્યા.

લોકો દ્વારા પ્રશંસા.સોશ્યલ મીડિયા પર કૃષ્ણાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક વપરાશકર્તા લખે છે – પુત્ર પ્રત્યેનો પ્રેમ અને માતા પ્રત્યેનું સમર્પણ જુઓ. કૃષ્ણ કુમારની માતાને સ્કૂટર પર લઇને તીર્થયાત્રા માટે નીકળી જાઓ. 3 વર્ષમાં 56 હજાર કરતાં વધુ કિ.મી. મંદિરો, મઠો અને ધર્મશાળામાં રહ્યા, હોટલોમાં નહીં.

આવોજ એક બીજો સ્ટોરી.ત્રેતાયુગના શ્રાવણ કુમાર વિશે તમે વાંચ્યું હશે પરંતુ હવે તમારો પરિચય કરાવીએ છીએ નવા યુગનાં શ્રવણકુમાર સાથે. આયુર્વેદમાં એમડી ડૉક્ટર ઉદય મોદીનું અને મુંબઈના ભાઈન્દરમાં સેવાના કારણે દરેક વ્યક્તિ જાણે છે. તેમને લોકો સન્માનથી આજનો શ્રવણ કુમાર કહે છે. તે પાછલા તેર વર્ષોથી વિના થાકેલા વિના રોકાએ ૨૦૦ થી પણ વધારે અધિક અને બેસહારા વૃદ્ધ લોકોને પોતાની ટિફિન સેવાના માધ્યમથી ખાવાનું પહોંચાડી રહ્યા છે.

આ રીતે શરૂ થયું.ડોક્ટર મોદીને નારાયણ નગરમાં એક દવાખાનું છે. ડોક્ટર મોદી યાદ કરતા જણાવે છે કે 2007માં એક પરેશાન હાલ 75 વર્ષીય વૃદ્ધ તેમના ક્લિનિકમાં દવા લેવા માટે આવ્યા તે વૃદ્ધ ના 3 દીકરા હતા પરંતુ તેઓ અને તેમની લકવાગ્રસ્ત પત્ની જાતે ખાવાનું પકાવીને ખાવા માં પણ અસમર્થ હતા. બસ એ તે સમય હતો જ્યારે શ્રવણ ટીફીન સેવા ના બીજ તેમના દિલ અને મગજમાં થઈ ગયા.

શરૂઆતમાં મોદી દંપતીને પોતાના ઘરેથી ટિફિન પહોંચાડતા હતા પરંતુ ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ. આજ ડોક્ટર મોદી ૨૩૫ લોકો ના શ્રવણકુમાર બનેલા છે અને રોજ સવારે 10 થી 12 ની વચ્ચે તેમની પાસે ટિફિન પહોંચાડે છે. ભાઇન્દર થી શરૂ થયેલી તેમની સેવા આજે મીરા રોડ અને દહીસર સુધી પહોંચી ચૂકી છે. આ કામ માટે તેમની પાસે ૧૧ વેતનિક સહયોગી અને બે ટેમ્પો છે.

હિંમત આપે છે ૧૭ રૂપિયાની પોટલી.ડોક્ટર મોદી કહે છે કે તેમને ખબર ન હતી કે આપણા સમાજ માં વૃદ્ધ લોકોની હાલત આવી છે. તેમને લાગ્યો હતો કે બે થી ચાર લોકો હશે જેને તે પોતાના ઘરેથી ખાવાનો પહોંચાડ્યા કરશે. પરંતુ સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ 13 વરસ થઇ ગયા તેમની સેવા અને તેની વચ્ચે ઘણી વખત તેઓ ખૂબ જ હતાશ જ પણ થઈ ગયા પરંતુ 2011ની એક ઘટનાથી માનો તેમને અંદર હિંમતનો એક સમંદર ભરી ગયો.

તે ઘટનાને યાદ કરતાં ડોક્ટર મોદી કહે છે કે 2011માં જૂની અને ફાટેલી સાડી પહેરેલા એક ડંડા ના સહારે ચાલીને એક 81 વર્ષીય મહિલા તેમની પાસે આવી. ડોક્ટર મોદી ને લાગ્યું કે તે પોતાની ટિફિન શરૂ કરાવવા આવી છે. પરંતુ તેમની આંખે ત્યારે ભરાઈ આવી જ્યારે તેમને ફાટેલા કપડા ની પોટલી દેતા કહ્યું કે કાંઇક દેવા માટે આવી છું લેવા માટે નહીં. તેમાં સત્તર રૂપિયા હતા. સાત દિવસ પછી તે પોતાની મૃત્યુ થઈ ગઈ. તે 17 રૂપિયાની પોટલી આજે પણ ડોક્ટર મોદીના ઘરમાં સુરક્ષીત રાખેલી છે અને તેમને હિંમત આપે છે.

આ જનરેશન ગેપ નથી સાંસ્કૃતિક પતન છે.ડોક્ટર મોદીના અનુસાર બાળકો અને તેમના માબાપ ના વચ્ચે વધી રહેલી દુરી નું કારણ જનરેશન ગેપ નહિ પરંતુ સમાજનો એક સાંસ્કૃતિક પતન છે. તેમનું કહેવું છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ આ સમસ્યા ની જડ છે તે માને છે કે આ સમસ્યાનું સમાધાન કાનૂની કિતાબોમાં નહિ પરંતુ સંસ્કારની પાઠશાળામાં છે.એક સારા કલાકાર પણ છે ડોક્ટર મોદી.ડોક્ટર મોદી એક સારા વ્યક્તિ, એક સારા ડોક્ટર હોવાની સાથે સાથે એક સારા કલાકાર પણ છે. ડોક્ટર મોદી અત્યાર સુધીમાં ક્રાઈમ પેટ્રોલ, તારક મહેતા, CID તેમજ 72 ધારાવાહિક અને 9 ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

Advertisement