જાણો 12/12/2019 નું સચોટ રાશિફળ, આજનો દિવસ કેવો રહેશે અને તમને કેવા ધન લાભ થવાના છે

0
462

જ્યોતિષના જાણકારોનું એવું કહેવું છે કે આજથી એવી થોડી રાશિઓ છે જેમને સાથ આપશે, અને એમને દરેક કામમાં સફળતા મળશે, આ રાશિઓના લોકોના ઘરમાં ખુશીઓ બની રહેશે. જો સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિ ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એના જ કારણે વ્યક્તિ ના જીવનમાં રાશિઓનું ખૂબ મહત્વ છે.

મેષ રાશિ.

સ્ફૂર્તિલી તાજગીપૂર્ણ સવારથી દિવસની શરૂઆત થશે. ઘરમાં મિત્રો અને સગા-સંબંધોના આગમનથી ઘરનું વાતાવરણ ખુશ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ તમને ખુશ કરી દેશે. આજે આર્થિક લાભ મળવાની સંભાવના છે. પ્રવાસની તૈયારી રાખવી. નવા કાર્યની શરૂઆત કરી શકશો. ઉત્તમ ભોજન કરવાનો લાભ મળશે.

વૃષભ રાશિ.

આજે કોઈ પણ પ્રકારની કામગીરી વિચાર કર્યા વગર કરવી નહીં. કોઈની સાથે અણબનાવ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ખરાબ તબિયતને કારણે તમારું મન ઉદાસ રહેશે. પરિવારમાં સ્નેહિજનો મતભેદ ઊભો કરી શકે છે. પરિશ્રમનું યોગ્ય પરિણામ ન મળવાને કારણે નિરાશાનો અનુભવ થશે.

મિથુન રાશિ.

સામાજિક, આર્થિક તથા પારિવારિક ક્ષેત્રમાં લાભ થવાના સંકેત છે. સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રો તરફથી લાભ થશે અને તેમની પાછળ ખર્ચ કરશો. સુંદર જગ્યા પર પર્યટનનું આયોજન કરી શકશો. જીવનસાથીની શોધ માટે આજે અનુકૂળ દિવસ છે. પત્ની તથા પુત્ર સાથે વધુ સંવાદિતા રહેવાથી દાંપત્યજીવનમાં મધુરતાનો અનુભવ રહેશે.

કર્ક રાશિ.

નોકરી વ્યવસાયના ક્ષેત્રમાં ઉચ્ચ પદાધિકારીઓના પ્રોત્સાહનથી તમારો ઉત્સાહ બમણો રહેશે. વેતન વૃદ્ધિ તથા પ્રમોશનના સમાચાર મળી શકે છે. માતા તથા પરિવારના અન્ય સભ્યો સાથે સમય પસાર કરી શકશો. માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાથી ખુશ રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે. સરકારી કાર્યોમાં અનુકૂળતા રહેશે.

સિંહ રાશિ.

આળસ, થાક અને કંટાળો કાર્યની ગતિને ઘટાડે છે. પેટ સંબંધી ફરિયાદ તમને અસ્વસ્થતાનો અનુભવ કરાવશે. નોકરી વ્યવસાયમાં મુશ્કેલીઓ ઉત્પન કરી શકે છે. ઉચ્ચ પદાધિકારીઓ આજે દૂર રહેવામાં તમારો લાભ છે. ગુસ્સાને કંટ્રોલમાં રાખવો. ધાર્મિક કાર્યો અથવા યાત્રા-પ્રવાસથી ભક્તિભાવ પ્રગટ થશે. મનની અશાંતિ દૂર થશે.

કન્યા રાશિ.

મન અને સંયમને આજના દિવસનો મંત્ર બનાવો કેમ કે સ્વભાવની ઉગ્રતા કોઈની સાથે મનભેદ કરાવે તેવી શક્યતા છે. શત્રુઓથી સાવધાન રહેવું. આજના દિવસે નવા કાર્યની શરૂઆત ન કરવી. ખર્ચ વધુ રહેશે. ગૂઢ વિદ્યાઓ અને રહસ્યમય બાબતોમાં રસ રહેશે.

તુલા રાશિ.

દૈનિક કાર્યોમાં દબાણથી હળવા થવા માટે તમે પાર્ટી, સિનેમા, નાટક કે પર્યટનનું આયોજન કરશો અને મિત્રોને આમંત્રિત કરશો. નવા વસ્ત્રાલંકાર ખરીદી કરી શકશો. સાર્વજનિક માન-સમ્માનના અધિકારી બનશો. જીનવસાથીના ઉષ્માપૂર્ણ સાનિધ્યનો ખૂબ આનંદ ઉઠાવશો.

વૃશ્ચિક રાશિ.

આજના દિવસે કેટલીક આકસ્મિક ઘટનાઓ બનશે. પૂર્વનિર્ધારિત મુલાકાત રદ્દ થવાથી હતાશ અને ક્રોધની ભાવના ઉત્પન થશે. તમારા હાથમાં આવેલી તકનો તમે ઉપયોગ નહીં કરી શકો. પરિવારના સભ્યો સાથે મતભેદ થશે. વિરોધી પ્રતિસ્પર્ધિઓથી ખાસ ધ્યાન રાખો. આવક કરતા ખર્ચની માત્રા વધારે રહેશે. નવા કાર્યનો આજે પ્રારંભ ન કરવો.

ધન રાશિ.

સંતાનોના સ્વાસ્થ્ય અને અભ્યાસ અંગે ચિંતા રહેશે. પેટ સંબંધી બીમારીઓ મુશ્કેલી લાવશે. કાર્યની સફળતા તમારી અંદર હતાશા લાવશે. ગુસ્સાને કંટ્રોલમાં રાખો. સાહિત્ય, લેખન તથા કળા પ્રતિ રસ રહેશે. પ્રિયજન સાથે મુલાકાત રોમાંચક બનશે. વાદ-વિવાદ તથા ચર્ચામાં ન ઉતરવું.

મકર રાશિ.

તાજગી અને સ્ફૂર્તિના અભાવ જોવા થશે. મનમાં ચિંતાની ભાવના રહેશે. પરિવારના સભ્યો સાથે અણબનાવ અને સમયથી ભોજન અને શાંત નિદ્રા નહીં મળે. સ્ત્રી વર્ગથી નુકસાન થશે અથવા તેની સાથે કોઈ કારણે તકરાર થશે. ઘન ખર્ચ અને અપયશથી સંભાળો.

કુંભ રાશિ.

આજે તમારું મન ચિંતા મુક્ત હોવાથી રાહત અનુભવશે. તથા તમારા ઉત્સાહમાં વધારો થશે. વૃદ્ધો અને મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો છો. સ્નેહ મિલન કે પ્રવાસના માધ્યમથી મિત્રો અને સ્વજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. પ્રિય વ્યક્તિઓ સાથે અને દાંપત્ય જીવનમાં ઘનિષ્ઠતાનો અનુભવ થશે.

મીન રાશિ.

આજે સંપત્તિ સંબંધિત કાર્યો અને ગૃહસ્થ જીવનના પ્રશ્નોનું સમાધાન મળશે, વ્યવસાય કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. પ્રતિસ્પર્ધીની હાર થશે અને ભાઈઓનો વ્યવહાર સહયોગ આપશે. ધનહાનિનો યોગ છે અને વાણી પર નિયંત્રણ રાખજો, આસપાસના લોકો સાથે ઝઘડો થઈ શકે છે. માનસિક પરેશાનીનો યોગ છે. નસીબ સાથ આપશે.