જો તમારું સંતાન વધુ પડતોજ મોબાઈલ ફોન નો ઉપયોગ કરે છે, તો અત્યારે જ કરીલો આ ઉપાય ફટાફટ જાણીલો આ ઉપાય વિશે……..

0
354

અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે જુના સમયનું કઈ રહ્યું નથી. એવામાં મોબાઈલ એ એક એવી વસ્તુ છે જે લગભગ દરેકના હાથમાં હોઈ છે અને અત્યારે ખાસ બાળકોના હાથમાં વધુ જોવા મળે છે. જોકે સચ્ચાઈ એ છે કે વિશ્વ ના કોઈપણ દેશ નુ આવનાર ભાવિ તેની યુવા પેઢી પર આધારિત હોય છે. જો આવનાર યુવા પેઢી બુધ્ધિશાળી અને સ્વસ્થ હશે તો દેશ નો વિકાસ શક્ય છે અને વિશ્વ નો દરેક દેશ એવી ઈચ્છા ધરાવતો હોય છે કે ત્યા ના નાગરીકો દેશ ના નિર્માણ મા વધુ ને વધુ ફાળો આપે અને આ વસ્તુ ત્યારે જ શક્ય બને જ્યારે આજ ની યુવા પેઢી ટેક્નોલોજી ના સંપર્ક મા રહે.

ટેક્નોલોજી અને નવા સંશોધનો મા સ્માર્ટફોન્સ એ એક એવુ સંશોધન છે કે જેની મોહમાયા થી હાલ કોઈપણ બચી શકતુ નથી. હાલ , નાના બાળકો થી માંડી ને વયોવૃધ્ધ ઉંમર ધરાવતા વ્યક્તિઓ ના દિવસ નો પ્રારંભ આ સ્માર્ટફોન થી થાય છે અને દિવસ નો અંત પણ સ્માર્ટફોન થી જ થાય છે. આ એક અત્યંત દુઃખદ ઘટના છે કે માણસ આખા દિવસ મા સૌથી વધુ સમય પોતાના ફોન સાથે વ્યતીત કરે છે અને પોતાના અંગત સ્વજનો થી દૂર થતો જાય છે.

ઇન્ટરનેટ અને મોબાઇલની ઉપલબ્ધતા બાળકોને આઉટડોર રમતોથી દૂર કરી રહી છે, તેમને આ રીતે સ્પોર્ટી અને સક્રિય બનાવોઇન્ટરનેટ અને મોબાઈલના કારણે બાળકો કલાકો સુધી એક જગ્યાએ બેસી રહે છે, જેના કારણે તેમનો શારીરિક અને માનસિક વિકાસ થતો નથી. તેમની ટેવ બદલવી જરૂરી છે.દોડ-કૂદ કરતા બાળકોની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. દિવસભર, બાળકો કમ્પ્યુટર અને ફોન્સ પર રમતો રમવાને કારણે આઉટડોર રમતોથી અંતર વધારી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમના શારીરિક વિકાસ પર ખૂબ અસર થઈ રહી છે. જો માતાપિતાએ શરૂઆતમાં બાળકો પર ધ્યાન ન આપ્યું, તો તેઓ સુસ્ત અને આળસુ બની શકે છે.

હાલ, વર્તમાન સમય મા મોટાભાગ ના બાળકો ક્ષણભર પણ ફોન વગર વ્યતીત કરી શકતા નથી અને ફોન ના વધુ પડતા ઉપયોગ ને લીધે પોતાનુ જીવન બરબાદ કરે છે. આમ , આ ફોન ના ઉપયોગ નો બાળકો પર ઘણો ખરાબ પ્રભાવ પડે છે અને આપણુ જીવન નષ્ટ કરી નાખે છે. આપણા સંતાનો પણ આ મોબાઈલ એડિક્શન ના લીધે પોતાનુ આવનાર ભાવિ તથા દેશ નુ આવનાર ભાવિ જોખમ મા મૂકે તે પૂર્વે આપણે આ ઘટના ની સાર-સંભાળ લઈ ને તેના નિરાકરણ માટે ના યોગ્ય પગલા લઈશુ.

આ સમસ્યા ના નિરાકરણ માટે ની અમુક હેલ્પફૂલ ટીપ્સ નીચે મુજબ છે. મિત્રો જ્યારે પણ આપણે આપણા સંતાનો ને ફોન આપીએ છીએ અને તેને ફોન ઓપરેટ કરતુ જોઈએ છીએ ત્યારે આપણ ને એક એવી ખુશી ની લાગણી અનુભવાતી હોય છે કે મારુ બાળક કેટલુ સ્માર્ટ છે. પરંતુ, જ્યારે આ મોબાઈલ ની અતિશ્યોક્તિ ના લીધે તેના મા ખરાબ અસરો પડવા માંડે છે. જેની સીધી અસર તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય પર પણ પડે છે.જેથી , આવુ ના બને તેની ખાસ કાળજી રાખવી અને અમુક-અમુક સમયગાળા ના અંતરે તેમનુ ધ્યાન ફોન પર થી ભટકાવી ને અન્ય પ્રવૃતિઓ મા કેન્દ્રિત કરવુ. પરોઢ ના સમય ની સાપેક્ષે રાત્રિ ના સમયગાળા દરમિયાન સ્માર્ટફોન મા થી નીકળતુ પ્રકાશ નુ રેડિએશન આપણી આંખો પર નકારાત્મક અસર કરે છે એટલે બને તયા સુધી બાળકો ને રાત્રિ ના સમયગાળા દરમિયાન મોબાઈલ થી દૂર રાખવા.

જ્યારે પણ બાળકો ફોન થી કનેક્ટ થાય છે એટલે તેને ઘડીભર પણ ફોન નો ઉપયોગ કર્યા વગર ચાલતુ નથી. આવા સમયે તેમના પર ક્રોધ કરવા ની જગ્યાએ તેમની સાથે વાત-ચીત કરી અથવા અન્ય પ્રવૃતિઓ મા તેમની સાથે મેળવી લઈ ને તેમનુ મન પરોવી ને તેમને મોબાઈલ થી દૂર રાખવા. આપણા સંતાનો ને ક્યારેય પણ ખોટા વાયદાઓ ના આપવા કે જો તુ તારુ હોમવર્ક ઝડપ થી પૂરુ કરી નાખ તો તમે ફોન ચલાવવા મળશે.કારણ કે , આવા કિસ્સાઓ મા બાળકો ફોન મેળવવા ની લાલસા મા ગમે તેમ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી નાખે છે અને જો ત્યારબાદ તેમને ફોન ના મળે તો તેમના મન મા નકારાત્મક લાગણીઓ ઉદ્દભવે છે તથા તે પોતાના માતા-પિતા પર વિશ્વાસ ગુમાવી બેસે છે. માટે આવુ કયારેય પણ ના કરવુ. માતા-પિતાએ ક્યારેય પણ મોબાઈલ ફોન નો યુઝ કરી ને બાળકો ને ના મારવા. કારણ કે , આવુ કરવા થી બાળકો ના મન મા નકારાત્મક લાગણીઓ જન્મે છે.

હંમેશા માતા-પિતાએ પોતાના બીઝી શેડ્યુઅલ મા થી થોડો સમય કાઢી ને બાળકો સાથે વાતચીત કરવી જોઈએ તથા તેમને શુ કરવા મા ઈન્ટ્રસ્ટ છે ? તેના વિશે વધુ માહિતી મેળવવી જોઈએ. એક યોગ્ય ઉંમર સુધી બાળક ને ફોન ના ઉપયોગ થી દૂર રાખવુ અને જ્યારે પણ તેને ફોન આપો ત્યારે તેમા પેરેન્ટલ કન્ટ્રોલ્સ સેટ કરી ને આપવા કે જેથી તે કોઈ ખરાબ માર્ગે ના ચડે અને જ્યારે પણ તમારુ બાળક ફોન મા ઈન્ટરનેટ નો યુઝ કરી રહ્યો હોય ત્યારે તેમની બ્રાઉઝીંગ હિસ્ટ્રી ખાસ ચેક કરવી.

ચેસ, સાપ સીડી કે પછી અન્ય કોઈ બોર્ડ ગેમ એ બાળકોને બીઝી રાખી શકે છે પરંતુ અમુક સમય બાદ તેનથી તે બોર પણ થઇ જાય છે એ આપણે બધાએ જોયું છે. તો બોર્ડ ગેમ્સની જગ્યાએ પત્તાં ન રમી શકાય? ડમ્બ શેરાર્ડ્ઝ પણ રમી શકાય. અથવાતો ફેક્ટસ એન્ડ ફિક્શન પર પણ હાથ અજમાવી જોવાય. તો ઘણીવાર આપણું કુટુંબ શું છે અને આપણા નજીકના સગાંઓ શું પ્રવૃત્તિ કરે છે, એમના નામ શું છે અને એમની સાથે આપણો શો સંબંધ છે એ પ્રકારની કોઈ ક્વિઝ પણ રમી શકાય.બાળકો હ્રદય થી અત્યંત મૃદુ અને નરમ સ્વભાવ ના હોય છે. જો તમે તેને ક્રોધ કરી ને મોબાઈલ થી દૂર રહેવા કહો તો તેમના મા નકારાત્મક ભાવના જન્મે છે. પરંતુ , તેની જગ્યાએ તમે મોબાઈલ ના વધુ પડતા ઉપયોગ થી થતા ગેરફાયદા વિશે તેને સમજાવશો તો તે અવશ્ય સમજી જશે.

પીકનીક આજે પણ એટલીજ લોકપ્રિય છે જેટલી ગઈ સદીમાં. પરંતુ એ બાબત સુનિશ્ચિત કરો કે તમારી એક દિવસની ખાસ પીકનીક હોય જેમાં માત્ર તમે અને તમારું કુટુંબ જ હોય અને પીકનીકનું સ્થળ ઘરથી ખાસ દૂર ન હોય. આમ થવાથી આવવા જવાનો સમય બચશે અને વધુ સમય પીકનીક સ્પોટ પર વિતાવી શકાશે. અહીં પણ વિવિધ એક્ટીવીટીઝ કરો, તમામ કુટુંબીજનો ભેગા મળીને ટેન્ટ બાંધો અને જો રાત્રી બાદ ઘરે જવું શક્ય હોય તો બોન ફાયરનો પણ આનંદ માણો.

આ સિવાય માતા પિતા ને તેમને બહારની રમતો માટે પણ પ્રોત્સાહન આપવું જોઈએ.માતાપિતાએ શું કરવું જોઈએ  તમારા બાળકોને દરરોજ બહાર જવા માટે પ્રોત્સાહિત કરો. જ્યારે પણ તેમનું રૂટિન લિસ્ટ બનાવો, તો તેમાં રમતનો સમય પણ ઉમેરો.જો તમારું બાળક શરમાળ પ્રકૃતિનું છે, તો પછી તેને અન્ય બાળકો સાથે તમે પોતે મળાવો. તેનાથી તેની ખચકાટ માત્ર કાઢી નાખવાની સાથે જ તે થોડા દિવસો પછી સાથે રમવાનું પણ શરૂ કરશે.જો બાળકોને કોઈ રમતની પ્રવૃત્તિમાં વધુ રસ હોય તો કોચિંગ મેળવવા દોડાદોડ કે ઉતાવળ ન કરો. ઘણીવાર માતાપિતા આવી ભૂલ કરે છે. શરૂઆતમાં તેમને તેમના શોખ અનુસાર રમવા દો, જેથી તેઓને ખુશીનો અનુભવ અને આનંદ થાય. જ્યારે તેઓ થોડા હોંશિયાર બને ત્યારે તેમના માટે તાલીમ સુવિધાઓ પ્રદાન કરો.ધ્યાનમાં રાખો કે બાળકનું મન અભ્યાસથી દૂર ન થાય. તેના રૂટિનને એવી રીતે બનાવો કે તે બંને વચ્ચે સંતુલન જાળવી શકે.

ઘણી વાર બાળકો રમત હાર્યા પછી હતાશ થઈ જાય છે અને પછી તે રમત ફરીથી રમતા નથી. તેમનું મનોબળ તૂટી જાય છે. આવી સ્થિતિમાં, માતાપિતાની ફરજ છે કે તેઓ તેમના બાળકને જીતનો તફાવત સમજાવે. તેમને શીખવાની પ્રેરણા પણ આપો.તમારા ઘરને એક શાળા બનાવો,જો કે બાળકોને શાળામાં ઘણી પ્રવૃત્તિઓ આપવામાં આવે છે, પરંતુ તેમના વ્યક્તિત્વનો વિકાસ ઘરે જ થાય છે. જો 2 થી 3 વર્ષનાં બાળકોને પેરેંટ પાર્કમાં લઈ જવામાં આવે છે, તો બહાર જવું અને રમવું એ તેમની રોજિંદામાં વધારો કરશે અને તેઓ શાળામાં રમત પ્રવૃત્તિઓનો ભાગ પણ બનશે. આ શરૂઆતથી જ ટીમની ભાવનાનો વિકાસ કરશે.

બાળકો સાથે પોતે પણ ફિટ રહો,નાનું કુટુંબ સુખી પરિવારને અનુસરે તેવા ઘરોમાં જો બાળકને રમતગમત કરવાની તક આપવામાં નહીં આવે, તો તે હતાશાનો શિકાર બની શકે છે. આવી સ્થિતિમાં, તેમની સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરો. આ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તે જાતે બાળક સાથે રમવા માટે જવું. આ કરવાનું ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી, પરંતુ તમને બાળકોના મિત્રોને જાણવાની તક પણ મળશે. જો તમારું બાળક મોટું છે, તો તેની સાથે ક્રિકેટ અને બેડમિંટન રમો. આ ભાવનાત્મક રીતે તમારા સંબંધોને પણ મજબૂત બનાવશે.આઉટડોર રમતોના ફાયદા. હતાશામાં રાહત,ટીમ ભાવના ઉત્પન્ન થશે.સ્વાસ્થ્ય સારું રહેશે.પરાજય સ્વીકારતા આવડશેજીજક અદૃશ્ય થઈ જશે. આત્મવિશ્વાસ વધશે.સ્કૂલમાં બધાથી મોખરે હશે. રમતગમતની પ્રવૃત્તિમાં રસ વધશે..