જો તમે પણ આ વસ્તુ વાસી ખાવ છો તો થઈ જાઓ સાવધાન થઈ શકે છે શરીરને ગંભીર નુકશાન

0
289

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મોટાભાગના લોકો રાતે બચેલા ભોજનને ગરમ કરી બીજા દિવસે ખાય છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે, વાસી ભોજન ખાવાના કારણે તમે બીમાર પડી શકો છો. અમે તમારી સમક્ષ એ વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છે જેને વાસી ખાવી તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

Advertisement

ઈંડા– ડૉક્ટર કાંથા શેલકેએ જણાવ્યું કે,‘ઈંડામાં સૌથી વધુ સાલ્મોનેલા હોય છે. જે એક પ્રકારનું બેક્ટેરિયા હોય છે જે કાચા કે હાફ ફ્રાઈડ ઈંડામાં જોવા મળે છે. જેના કારણે તાવ, પેટની સમસ્યા અને ઝાડા સહિતની સમસ્યાઓ થઈ શકે છે. મોટાભાગે લોકો ઈંડા ગેસ સ્લો કરીને પકવતા હોય છે, જેને કારણે આ બેક્ટેરિયા સંપૂર્ણ નાશ પામતા નથી અને વાસી થવા પર બમણા થઈ જાય છે.’

બટાકા– ડૉક્ટર શેલકેએ જણાવ્યું કે,‘બટાકાને પકાવ્યા બાદ લાંબા સમય સુધી ઠંડા થવા છોડી દેવામાં આવે તો તેમાં ક્લોસ્ટ્રીડિયમ બોટુલિનમ નામનું બેક્ટેરિયા જોવા મળે છે. આ બેક્ટેરિયાના કારણે બોટુલિઝમ બીમારીઓ થઈ શકે છે. જેના કારણે ઝાંખુ દેખાવવું, મોઢા પર સોજો અને શ્વાંસ લેવામાં સમસ્યાઓ થઈ શકે છે. આ બીમારી મોટાભાગે બાળકોને વધુ થાય છે. બટાકાને ક્યારેય માઈક્રોવેવમાં ફરી ગરમ કરવા જોઈએ નહીં.’

પાલક– પાલકમાં ભરપૂર પ્રમાણમાં નાઈટ્રેટ હોય છે. જે વધુ પકવવા પર કાર્સિનોજેનિક નાઈટ્રોમાઈન્સમાં પરિણમે છે. તેથી વાસી પાલકને ગરમ કરી ખાવાથી બચવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સના મતે, કાચી કે થોડી પકવીને જ પાલક ખાવી જોઈએ. નાઈટ્રેટવાળા કોઈપણ ફૂડ્સ વધુ પકવીને ખાવા જોઈએ નહીં. ભાત– વધેલા ભાતને રુમ ટેમ્પરેચર પર ઘણા સમય સુધી રાખવા પર બેસિલસ સેરેસ બેક્ટેરિયા જોવા મળે છે. તેને વારંવાર ગરમ કરી ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ રહે છે. તેથી જ બનાવવામાં આવે ત્યારે જ અમુક સમયમાં ખાઈ લેવું.

ચિકન– ઈંડાની જેમ કાચા ચિકનમાં પણ સાલ્મોનેલા બેક્ટિરિયા હોય છે. ઘણા સમય સુધી ચિકનને રાખી મુકવા પર આ બેક્ટેરિયા વધવા લાગે છે. તેનાથી બચવા હાઈ હીટ પર બરાબર રીતે પકાવી લો. માઈક્રોવેવ માત્ર ચિકનને ગરમ કરી શકે છે, તે તેને સારી રીતે પકવી શકે નહીં. જેથી બેક્ટેરિયાનો નાશ થઈ શકતો નથી.

કોલ્ડ પ્રેસ્ડ ઑયલ ફૂડ– ફ્લેક્સ સીડ ઓઈલ, ઓલિવ ઓઈલ, કેનોલા ઓઈલ અને અન્ય સીડ ઓઈલમાં ઓમેગા-3 ફેટ અને અન્ય અનસેચુરેટેડ ફેટ મળી આવે છે. આ શરીર માટે ઘણું લાભદાયી છે પરંતુ તેનાથી બનેલ ભોજન વાસી કરીને ખાવું અને વારંવાર તેને ગરમ કરવું નુકસાનકારક છે.

ઓઈલી ફૂડ– ઓઈલી ફૂ઼ડ્સને વારંવારગરમ કરવા પર તેમા હાનિકારક કેમિકલ્સ બનવા લાગે છે. જો તમે તેને આરોગવા જ માગો છો તો ગરમ કરીને જ ખાવું અને વધુ પડતું ગરમ ના કરવું.સી-ફૂડ– ખરાબ સી-ફૂડ ખાવાના કારણે ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી જાય છે. હેલ્થ એક્સપર્ટ્સે કહ્યું કે, સી-ફૂડને વધુ તાપમાન પર વારંવાર ગરમ કરવા પર તેમાં બેક્ટેરિયા જોવા મળી શકે છે, જેના કારણે ગંભીર બીમારીઓ થઈ શકે છે. સી-ફૂડને 2 કલાકથી વધુ ફ્રિઝની બહાર રાખવું જોઈએ નહીં.

પાણી આપણા શરીરની પહેલી જરૂરીયાત છે અને ખોરાક એ આપણા શરીરની બીજી જરૂરિયાત છે. પરંતુ જો આ ખોરાક જ આપણા શરીરમાં ઝેરનું કામ કરે તો ? તેથી આપણા શરીરને ખુબ જ નુકસાન થઈ શકે છે. આમ જોવા જઈએ તો વાસી ખોરાક ખાવાથી આપણા શરીરને એનક પ્રકારે નુકસાન થાય છે .

દરેક લોકો વધેલ ખોરાકને ફ્રિજમાં સ્ટોર કરીને રાખે છે અને ત્યારબાદ આ ખોરાકને ગરમ કરીને લોકો ખાય છે. પરંતુ આમ કરવાથી તમારા શરીર માટે હાનિકારક સાબિત થાય છે. આયુર્વેદ અનુસાર અમુક એવા ખોરાક છે. કે જેને ફરીથી ગરમ કરીને ખાવાથી શરીરમાં ઝેર સમાન કાર્ય કરે છે. તો મિત્રો આજે અમે તમને આ જ ખોરાક વિશે જણાવીશું કે જે ફરી ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થાય છે.

બીટ એ સામાન્ય રીતે દરેક મોસમમાં જોવા મળે છે. બીટ શરીરમાં લોહીની માત્રાને પૂરી પાડે છે. બીટને આમ તો સલાડના રૂપમાં ખાવામાં આવે છે. પરંતુ અમુક લોકો બીટનું શાક બનાવતા હોય છે. બીટમાં નાઈટ્રાઇડ ની માત્રાનું વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી નાઈટ્રાઇડ ની માત્રા વધુ હોવાથી બીટના શાકને ગરમ કરવા કરતાં ઠંડુ ખાવું વધુ હિતાવહ માનવામાં આવે છે. આમ બીટના શાકને ફરી ગરમ કરવાથી તે તેના ગુણધર્મો ગુમાવે શકે છે. એટલા માટે બીટના શાકને બીજી વાર ગરમ કરીને ક્યારેય ન ખાવાની સલાહ આપવામાં આવે છે .

બટેટાનું શાક બનાવી વધારે સમય માટે રાખી મુકવામાં આવે તો તેમાં રહેલા પોષકતત્વ રહેતા નથી. બટેટાનું શાક ઠંડુ થવાથી બોટ્યુલિઝમ નામના બેક્ટેરિયા પેદા કરે છે. આ બેક્ટેરિયા આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે. અને જ્યારે આ બટેટાના શાકને ફરી ગરમ કરવામાં આવે છે. ત્યારે પણ આ બેક્ટેરિયાનો નાસ થતો નથી. આ બેક્ટેરિયા નો શરીરમાં પ્રવેશ થવાને કારણે તે સ્વાસ્થ્ય પર ખુબજ ખરાબ અસર પાડે છે.અમુક લોકો ખાવાની વસ્તુને તેલમાં ડીપ ફ્રાય કર્યા બાદ વધેલા તેલને બીજા શાક માટે ઉપયોગ કરે છે. એકવાર તેલનો ઉપયોગ થઈ ગયા બાદ ફરીથી એ જ તેલનો ઉપયોગ કરવામાં આવે તો ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કરે છે. કે જે સમય જતા શરીરમાં કેન્સર અને અલ્જાએમાં જેવી બીમારી ઉત્પન કરી શકે છે.

ઈંડા એ પ્રોટીન માટે ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. સામાન્ય રીતે અમુક લોકો બાફેલા ઈંડાને ફરી ગરમ કરીને ખાય છે. ઈંડાને ફરી ગરમ કરીને ખાવાથી તેમાં રહેલા પ્રોટીનની માત્રા ઘટી જાય છે. અને સાથે જ પાચન પ્રક્રિયામાં નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે છે. જેથી તમને જઠર જન્ય રોગ થવાની શક્યતા વધારે પ્રમાણ માં રહે છે.

પાલક.પાલક ને ક્યારેય પણ પાછુ ગરમ કરીને ના ખાવું જોઈએ તે આરોગ્ય માટે ઘણું નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેના થી કેન્સર જેવી ભયાનક બીમારી થવા ની શક્યતાઓ વધી જાય છે. તેમાં પર્યાપ્ત માત્રા મા મળી આવતા નાઈટ્રેટ પાછા ગરમ કરતા બીજા ઝેરી તત્વો મા ફેરવાઈ જાય છે કે જેનાથી કેન્સર થવાની શક્યતાઓ વધે છે.

મશરૂમ.મશરૂમ મા વધુ માત્રા મા પ્રોટીન જોવા મળે છે. તેથી તાજા મશરૂમ ખાવાની ટેવ હંમેશા ફાયદાકારક રહે છે. મશરૂમ ને પાછું ગરમ કરી ને ખાવાથી તેમાં રહેલ પ્રોટીન ના તત્વો મા ફેરબદલ થવાના કારણે તે આરોગ્ય માટે ઝેર સમાન બની જાય છે.ચીકન.ચીકન મા પૂરતા પ્રમાણ મા પ્રોટીન અને ચરબી બન્ને વધુ મળી આવે છે પરંતુ ચીકન ને ક્યારેય પણ પાછું ગરમ કરીને ન ખાવું જોઈએ. આવું કરવાથી તેમાં રહેલ પ્રોટીન નો નાશ થાય છે અને તે આપણા પાચન મા અવરોધ ઉભા કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થાય છે.

Advertisement