જો તમને પણ મળે આવા સંકેતો તો ખોલી નાખજો ઘર ની તિજોરી, આવા સંકેતો નો મતલબ એ છે કે તમે બનવાના છો કરોડપતિ…

0
285

દરેક વ્યક્તિને સપના આવતાં જ હોય છે. આમ તો સપનામાં અજીબ ઘટનાઓ જ બનતી હોય છે તેથી મોટા ભાગે સવારે સપના યાદ નથી રહેતાં. મોટાભાગે લોકો તેના પર ધ્યાન પણ નથી દેતાં પરંતુ આ સપના ભવિષ્યમાં બનનારી ઘટનાઓ તરફ સંકેત કરે છે. આજે એવા જ કેટલાક સ્વપ્ન સંકેત વિશે જાણકારી તમને મળશે. આ સપના ભવિષ્યમાં થતાં ધનલાભ અને ધનહાનિ તરફ સંકેત કરે છે.જ્યારે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હોય છે તો તેનો સંકેત આપણને કોઈને કોઈ માધ્યમથી મળે છે.શાસ્ત્રો મુજબ એવા સંકતો હોય છે, જેનું હોવું આપણા માટે બહુજ શુભ હોય છે. તો ચાલો જાણીએ ક્યાં પ્રકારનાં સંકેતો મળવાથી ધનની પ્રાપ્તિ અથવા સૌભાગ્યનું સુચક માનવામાં આવે છે.

જ્યારે આ અંગો ફડકવા લાગે.તમારા શરીરનાં અમુક અંગો જો ફડકવા લાગે છે તો તે શુભ સંકેત હોય છે. કહેવાય છેકે, જો તમારી આઈબ્રો અથવા તો તમારા હાથનો મધ્યભાગ ફડકે છે તો સમજોકે, આગામી સમયમાં ધનની પ્રાપ્તિ થવાની છે. વાસ્તવમાં શરીરનાં આ અંગોનું ફડકવાથી ધન મળવાના સંકેતો માનવામાં આવે છે. જો તમારી સાથે આવું થાય તો સમજવુંકે, તમારી ઉપર મા લક્ષ્મીની કૃપા વરસવાની છે.

જ્યારે પોપટ ઉડીને તમારા ઘરે આવે ત્યારે.જો તમારા ઘરે પોપટ ઉડીને આવે તો સમજવુંકે, ભાગ્ય ચમકવાનું છે. વાસ્તવમાં ઘરમાં પોપટનું આવવું બહુ જ સારો સંકેત હોય છે. તેના સિવાય પોપટનું બોલવું અથવા તો પાંખો ફફડાવવું બહુજ શુભ ઘડી આવવાની નિશાની હોય છે. એવી ઘટનાને સૌભાગ્ય સાથે જોડીને જોવામાં આવે છે.

ધનની દેવી લક્ષ્મી છે. તેમનું વાહન ઘુવડ છે. એવી માન્યતા છે કે દિવાળીના દિવસે જે લોકો ઘુવડને જોવે છે તેમને આખા વર્ષ ધન પ્રાપ્તિનો લાભ મળે છે. પરંતુ, દિવાળીના દિવસ સિવાય પણ અન્ય દિવસે ઘુવડને જોવો એ ધન પ્રાપ્તિનો સંકેત છે. પણ, અન્ય દિવસોમાં ખુલી આખે ઘુવડને જોવાથી કઈ લાભ થતો નથી.જે વ્યક્તિ પોતાના સ્વપ્નમાં ઘુવડ જોવે છે તેને ભગવતી લક્ષમીની કૃપા પ્રાપ્ત થાઈ છે.

કાળી કિડી મોઢામાં ચોખા લઈને જતી દેખાય.ઘરે કે ઘરની આસપાસ કીડીઓનું દેખાવું સામાન્ય વાત છે. પરંતુ જો તમને કાળી કીડી મોઢામાં ચોખા લઈને જતી દેખાય તો તે બહુજ શુભ સંકેત છે. તેને અર્થ એ થયો કે, તમારી ઉપર જલ્દીથી મા લક્ષ્મીની કૃપા વરસવાની છે. તમારી પાસે ધનનો વરસાદ થવાનો છે.

જો તમારા માથા ઉપર ગરોળી પડે.ઘણા લોકો છે જેઓ ગરોળીથી ડરતા હોય છે. પરંતુ જો ગરોળી તમારા માથા ઉપર પડે તો તેનાંથી ડરવાની જરૂર નથી. પરંતુ તમારા માટે તે બહુજ શુભ સંકેત છે. વાસ્તવમાં માથા ઉપર ગરોળીનું પડવું ધન મેળવવાનો સંકેત હોય છે. ભાગ્યશાળી લોકોનાં માથા ઉપર ગરોળી પડે છે.

ઘરની સામે આવીને ગાય બોલે.હિંદુ ધર્મમાં ગાયને પુજનીય માનવામાં આવે છે. એટલા માટે તમારા દ્વાર ઉપર ગાયનું આવવું શુભ હોય છે, પરંતુ કહેવાય છેકે, જો ગાય તમારા ઘરની સામે આવીને ભાંભરવા લાગે છે તો સમજવું કે, આગામી સમયનાં ધન પ્રાપ્તિ થવાનાં આસાર છે. દેવી મા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ તમારી ઉપર થવાની છે.

પોતાને ઉપરની બાજુ ચઢતા જોવો.ઘન પ્રાપ્તિ માટે તમારે પ્રગતિ કરવી જરૂરી છે અને પ્રગતિ હોય તો જ ધન પ્રાપ્તિ થાય છે. આપણા સપના પણ આપણને કઈક આવો જ ઈશારો કરે છે.વિજ્ઞાન અનુસાર વ્યક્તિ સપનામાં પોતાને ઉપરની બાજુ ચઢતા એટલે કે પ્રગતિ કરતા જેવે છે તો એ સંકેત છે કે વ્યક્તિની ખુબ જલ્દીથી પ્રગતિ થશે અને તેને ધન પ્રાપ્તિનો લાભ મળશે.

વૃદ્ધ વ્યક્તિ અથવા ભગવાન દેખાવવા.સપનામાં ભગવાનને જોવા એ તો ખુબજ સારું સ્વપ્ન મનાય છે. આ સપનું જે લોકોને આવે છે તેને થોડા દિવસોમાં જ સફળતા પ્રાપ્ત થાય છે. આ સપનું એ વ્યકત કરે છે કે વ્યક્તિનો કિસ્મતનો દરવાજો ખુલી ગયો છે.ભગવાનનું સપનું જોવા સમાન જ છે કોઈ સાધુ અથવા વૃદ્ધ વ્યક્તિને જોવા. આ એક શુભ ફળદાયી છે. આ સપનું તમને એ જણાવે છે કે તમને મોટું માન-સમ્માન મળવાનું છે.

અર્થી દેખાય એ ફળદાયી છે.શકુનશાસ્ત્ર માં જણાવવામાં આવ્યું છે કે માર્ગમાં અર્થી દેખાય તો તમારી યાત્રા લાભદાયી બને છે.શકુનશાસ્ત્રની જેમ સ્વપ્નશાસ્ત્ર પણ કહે છે કે સપનામાં અર્થી દેખાય તો તેને ખુબ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિને આ સપનું દેખાય છે તેને કોઈ મોટો લાભ પ્રાપ્ત થાય છે.

શૃંગાર કરતી સ્ત્રી દેખાય.સપનામાં શૃંગાર કરતી સ્ત્રી દેખાય તો તે ખુબ શુભ માનવામાં આવે છે. આનાથી કુવારા વ્યક્તિને લગ્ન થવાનો સંકેત મળે છે. વિવાહિત વ્યક્તિને પણ સ્ત્રી સુખની પ્રાપ્તિ થાય છે.જો સપનામાં કોઈ પુરુષ એ જોવે કે બે સ્ત્રીઓ સાથે શૃંગાર કરે છે તો એ ધન પ્રાપ્તિનો સંકેત છે. પરંતુ, જો સ્ત્રી આ સપનું જોવે તો તેની સાથે કઈક ખરાબ થવાનો સંકેત દર્શાવે છે.આવી રીતે કોઈ પુરુષ બે પુરુષને શૃંગાર કરતા જોવે તો એ શુભ સ્વપ્ન ન ગણાય.

રસોઈ બનાવતા જોવું એ ગણાય શુભ.જો તમને ખાવાનું બનાવવું પસંદ ન હોય તો પણ એજ ઈચ્છા રાખો કે તમે સપનામાં જાતે રસોઈ બનાવતા હોય.સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં વ્યક્તિ પોતાના હાથેથી આગ લગાવીને ભોજન બનાવતો હોય તો એ સપનું શુભ માનવમાં આવે છે.આ સપનાનો સંકેત એ છે તમને નોકરી કે રોજગારમાં ઉન્નતિ પ્રાપ્ત થવાની છે. આ ઉપરાંત ધન લાભ થવાની પણ સંભાવના છે.

સપનામાં દાડમ ખાવું.તમને દાડમ ખાવાનું પસંદ છે, જો હા તો તમે ખુલ્લી આંખોએ દાડમ ખાઓ.જો તમને દાડમ પસંદ નથી તો પણ તમારે એ પ્રાર્થના કરવી જોઈએ કે તમે ખુલ્લી આંખોએ દાડમ ન ખાઓ પણ, સપનામાં પોતાને દાડમ ખાતા જરૂર દેખાવ.આનું એ કારણ છે કે લાલ- લાલ દાણાઓ વાળા પાકેલા મીઠા દાડમ ખાતા પોતાને સપનામાં જોતા ધનની પ્રાપ્તિ થાય છે.

સપનામાં જો ગરદનમાં મોચ આવી જાય તો તેને અર્થ લાભ હોય છે. જો પાકેલ સંતરા જોવા મળે તો તેને ઝડપથી જ અતુલ્ય ધનસંપત્તિ પ્રાપ્ત થાય છે.ખેતરમાં પાકેલા ઘઉં જુએ છે તો તે વ્યક્તિને ઝડપથી ધનવાન બની જાય છે.
સપનામાં ઊંટ દેખાતા હોય તેને અપાર ધન લાભ થાય તેવા યોગ બની શકે છે.સપનામાં મૂત્ર, વીર્ય, વિષ્ઠા અને વમનનું સેવન કરે છે તેને ચોક્કસપણે મહાધની થઈ જાય છે.જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાની પ્રેમીકા સાથે વિચ્છેદ કરી લે છે તેને પણ વિરાસતમાં ધન પ્રાપ્ત થાય છે.