જો તમને પણ સપનામાં દેખાઈ આ વસ્તુઓ તો સમજવુ કે ખુલવાના છે, તમારા નસીબના દરવાજા,અને બનશો તમે ધનવાન….

0
204

આપણને લોકોને જે સપના આવે છે તે સપના સાથે કોઈને કોઈ રહસ્ય જરૂર જોડાયેલા હોય છે. ઘણા સપના આપણા જીવનમાં આવનારી ખુશીઓમાં સંકેત આપે છે તો અમુક સપના જીવનમાં આવનારા દુઃખો તરફ ઈશારો કરે છે. આવી રીતે ઘણા સપના જીવનમાં ધન લાભ થવાના સંકેત આપે છે.સપના તો દરેક જણ જોતા હોય છે.

આ જીવનનો ખૂબ જ સામાન્ય ભાગ છે. આપણે ઉંઘમાં સપના જોઈએ છે અને જાગ્યા બાદ તેના પર વધુ ધ્યાન નથી આપતા. પરંતુ સ્વપ્નશાસ્ત્રની માનીએ તો વ્યક્તિ દ્વારા જોવામાં આવેલા સપનાનુ ખૂબ મહત્વ છે. આપણને ઘણી વાર સપના પણ જીવનમાં થતી સારી કે ખરાબ ઘટનાઓ વિશે સંકેત આપી જાય છે. અમુક સપના એવા પણ છે જે ભવિષ્યમાં તમારી ચમકતી કિસ્મતની તરફ ઈશારો કરે છે. આ લેખના માધ્યમથી જાણવાની કોશિશ કરીએ કે એવા કયા સપના છે જે આપણા માટે ગુડલક લઈને આવે છે.

નાચતો મોર.જો સપનામાં નૃત્ય કરતો મોર દેખાઈ જાય તો એનો અર્થ છે કે તમારા કરિયરમાં એક સારો ગ્રોથ આવશે. એટલુ જ નહિ, ઘરમાં કોઈ ખુશખબરી પણ મળી શકે છે. વળી, જો સપનામાં મોર અને ઢેલની જોડી સાથે જોવા મળી જાય તો પરિણીત જોડી માટે આ શુભ ફળ આપવાના સંકેત આપે છે.

સફેદ સાપ.આમ તો સાપનુ નામ સાંભળીને મનમાં ભય ઉત્પન્ન થાય છે પરંતુ જો તમે પોતાના સપનામાં સફેદ સાપને પગમાં કરડતા જુઓ તો આ ઘણુ શુભ હોય છે. આનો અર્થ એ કે આવનારા સમયમાં તમને એક મોટી સફળતા મળવાની છે. આ સપના આર્થિક સ્થિતિમાં સુધારો આવવાના પણ સંકેત આપે છે. જો તમે કોઈ પાસેથી ઉધાર લીધુ હોય તો તમને આનાથી જલ્દી છૂટકારો મળી જશે.

કોઈ પહાડ પર ચડવુ.જો તમે સપનામાં ખુદને કોઈ પહાડ વગેરે જેવી ઉંચી જગ્યાએ ચડતા જુઓ તો આ તમારા માટે બહુ સારા સંકેત છે. આ સપના એ વાત તરફ ઈશારો કરે છે કે તમે નોકરી અથવા બિઝનેસમાં પ્રગતિ મળવાની છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાની સરખામણીમાં વધુ મજબૂત થશે.

કેરી.કેરી ખાતા સપનાને જોવુ બહુ જ મંગળ ઘડી તરફ ઈશારો કરે છે. આનો અર્થ છે કે સંબંધિત વ્યક્તિને સંતાન સુખ મળવાનુ છે અથવા તેને લગતી કોઈ ખુશખબરી મળી શકે છે. આર્થિક સ્થિતિ માટે પણ આ સપનુ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

હાથી પર બિરાજેલા શનિદેવ.જો તમારા સપનામાં શનિદેવ હાથી પર બેસીને દર્શન આપતા દેખાય તો તમારા માટે સૌભાગ્યની વાત છે. આ તમારી આર્થિક સ્થિતિની મજબૂતીના સંકેત આપે છે. તમારુ નસીબ ચમકવાનુ છે અને તમને પૈસાની કોઈ મુશ્કેલી નહિ થય. તમારી આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે. જો કોઈ વ્યક્તિ પનોતીના ગાળામાં હોય તો આ સપનાનો અર્થ છે કે તે હવે શનિદેવના પ્રકોપથી મુક્ત છે.

જો કોઈ વ્યક્તિને સપનામાં લક્ષ્મીમાં દેખાય છે, તો વ્યક્તિનું નસીબ ખુલી જાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે.સપનામાં જો તમને સોના કે ચાંદીના સિક્કા દેખાય છે તો સમજો કે તમને ક્યાંકથી ધન મળવાનું છે.સપનામાં વારંવાર દૂધ દેખાવું પણ શુભ માનવામાં આવે છે અને દૂધ દેખાવાના સંકેત પૈસા સાથે જોડાયેલો હોય છે. એવું માનવામાં આવે છે કે સપનામાં દૂધ દેખાવાથી ધન લાભ થાય છે અને જીવનમાં શાંતિ આવે છે.

સપનામાં ફૂલ દેખાય છે તો સમજી લો કે તમારી ઉપર લક્ષ્મીમાંની કૃપા જળવાઈ રહેશે અને તમને ધન લાભ થવાના છે.જો સપનામાં તમને નારીયેલ દેખાય છે તો તમને જમીન સાથે જોડાયેલા લાભ થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.સપનામાં મોટું ઝાડ દેખાવું પણ ઉત્તમ માનવામાં આવે છે અને ઝાડ દેખાવાનો અર્થ જીવનમાં પ્રગતી સાથે જોડાયેલો છે.સપનામાં કાચબો દેખાવો લક્ષ્મીમાંનું પ્રતિક માનવામાં આવે છે અને કાચબો દેખાવાથી ધનમાં વૃદ્ધી થાય છે.

મહેલ અને પલંગ કોઈ માણસને સપનામાં દેખાય છે તો તે પણ શુભ સંકેત તરફ ઈશારો કરે છે અને તે દેખાવાનો અર્થ વેપારમાં લાભ થવા સાથે જોડાયેલો હોય છે.ઊંઘમાં અનાજ દેખાવું પણ શુભ માનવામાં આવે છે અને અનાજ દેખાવાનો અર્થ પણ ધન લાભ થાય છે.કોઈને ઘરનો દરવાજો દેખાવો, તિજોરી દેખાવી, મંદિર દેખાવું અને પૈસા દેખાવા પણ ધન લાભ સાથે જોડાયેલા હોય છે. અને જે લોકોને પશુ સપનામાં દેખાય છે તે લોકોને ધનનો લાભ થાય છે.ખેતરોમાં પાક દેખાવાથી પાક સારો થાય છે અને પૈસામાં વૃદ્ધી થાય છે.