જો તવા પર ઢોસા ચોટતાં હોય અથવા જાડા ઉખડતાં હોય તો પછી આ રીતે ઉખાડો હોટેલ જેવા ઢોસા.

0
74

ઢોશાનું નામ તમે સાંભળ્યું જ હશે.જે કેટલાક લોકો ના પ્રિય પણ હોય છે.જેને તમે જોયા પણ હશે અને કદાચ ખાધા પણ હશે.મિત્રો ઢોસા નું નામ પડતાજ મો માં પાણી આવી જાઈ છે.ઢોસા નાના મોટા સૌને ભાવતા હોય છે.પરંતુ ઘરે હોટલ જેવા ઢોસા બનતા નથી.ઘરે ઢોસા બનાવતી વખતે મહિલાઓને એક મુશ્કેલી ખાસ પડે છે.જેના કારણે મહિલાઓને ઘરે ઢોશા બનાવવામાં તકલીફ પડે છે.તેના કારણે તેઓ ખુબજ કંટાળી જાય છે.અને તે છે ઢોસા તવામાં ચોંટી જાય છે.જેના કારણે ઘરે ઢોસા બનાવાનો કંટાળો આવે છે. આજે અહી અમે તમને કેવી રીતે ઢોસાને તવા પર ચોટતા અટકાવા તે જણાવીશું. ઢોસા બનાવતા પહેલા અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવામા આવે તો ઢોસા તવા પર ક્યારેય ચોટતા નથી અને બહાર ની હોટલની જેવા મસ્ત બને છે.જેમાં ખાસ કાળજી રાખવાની બાબત એ છે કે ઢોસાની લોઢી ખાસ કરીને અલગ રાખવી હિતાવહ છે તેમાં રોટલી ના બનાવવી જોઇએ.

રોટલી અને ઢોશાની લોઢી અલગ રાખવી જોઈએ ઢોસા બનાવવા માટે નોનસ્ટિક લોઢિ વાપરવી. તેમાં ક્યારે પણ રોટલી ના કરવી જોઈએ. સૌ પ્રથમ લોઢી ને સારી રિતે સાફ કરવી.નોનસ્ટિક હોય તો પણ બરાબર સાફ અવસ્ય કરવી .લોઢી પર થોડું પણ તેલ ચોટેલું ન હોવું જોઈએ.તેલ ચોંટેલું હોવાથી પણ ઢોશા અવશ્ય ચોટશે.જેથી લોઢી બરાબર સાફ કરવી જરૂરી છે.

લોઢીને તેલ લગાવીને સાફ કરવી.લોઢી પર તેલ લગાવી ધીમી તાપે ગરમ કરવી. અને જ્યારે થોડો ધુમોડો નીકળે એટલે ગેસ બંધ કરી કપડાથી તેને બરાબર લૂછી નાખવી. હવે ધ્યાન રાખો કે એક પેપર ઢોશો બની ગયા પછી ફરીથી તેને તેલ નાંખીને ટિશ્યૂ પેપરથી સાફ કરી લેવી.તાવેથા પર લોટ નાખીને પણ સાફ કરી શકાઈ છે.

પેપર ઉથલાવવા માટે તાવેથાને થોડી વાર પાણીમાં ડુબાડી રાખો અને પછી તેનો ઉપયોગ કરવો. જો તો પણ ઢોસા ચોંટતા હોય તો થોડો લોટ વડે સારી રીતે ઘસીને સાફ કરો.આ રીત અપનાવાથી તવા પર ઢોસા ચોટતા નથી.આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાથી ઢોશા ક્યારેય લોઢી પર ચોટશે નઈ અને તમને બનાવવામાં મજા આવશે અને ઘર પરિવારના સભ્યો ને પણ હોટલ કે લારીના જેવા ઢોશાનો સ્વાદ આવશે અને તેઓ કહેશે કે હોટલ જેવો જ સ્વાદ છે.