કેહવાય છે ભગવાન રામ એ આ જગ્યાએ ભ્રહ્મહત્યાનું પાપ ધોયું હતું, જાણો અત્યારે ક્યાં આવેલી છે જગ્યા.

0
83

અમે તમને એક સરોવર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં સ્નાન કર્યા પછી તમારા બધા પાપો દૂર થઈ જાય છે અને સ્વચ્છ મનથી તમે આગળ જીવન જીવવા માટે આગળ વધી શકો છો. અમે આ નથી કહી રહ્યા, આ સરોવર અને અહીંની લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલી વાર્તાઓ એનું પ્રતીક છે કે આ સરોવરમાં સ્નાન કરીને લોકોના પાપોનો નાશ થાય છે.

આ સરોવર સાથે સંકળાયેલી દંતકથાની પુષ્ટિ કરવા માટે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી લગભગ 150 કિમી દૂર બનેલા હત્યાહરણ તીર્થ સરોવર પહોંચ્યા હરદોઈ જિલ્લાના સંદિલા તહસિલમાં પવિત્ર નૈમિષારણા પરિક્રમા ક્ષેત્રમાં સ્થિત છે જ્યારે અમે આ સરોવરના દર્શન કરવા પોહચ્યાં ત્યારે આ સરોવર સાથે સંકળાયેલા લોકોની માન્યતા જોયા પછી અમે એકવાર વિશ્વાસ થયો કે હોઈ કે ના હોઈ આ સરોવરમાં સ્નાન કર્યા પછી પાપોથી મુક્તિ મળી શકે છે કારણ કે સરોવરમાં સ્નાન કરનારાઓની ભારે ભીડ હતી.

જ્યારે અમે આ સરોવરને લગતી વાર્તાઓ જાણવા પ્રયત્ન કર્યો ત્યારે વાત નીકળીને બહાર આવી. સરોવરની પાસે ફુલહારનું કામ કરનારા 80 વર્ષીય જગન્નાથ પાસે આ સરોવરની વાત જાણવાની ઈચ્છા દર્શાવી તો જગન્નાથે કહ્યું કે તે પૌરાણિક કથાઓ વિશેની સત્યતાની પુષ્ટિ તો નથી કરતા પરંતુ તે શું કહેવા જઈ રહ્યાછે તેના વિશે તેમને તેમના પિતા પાસેથી સાંભળ્યું હતું.

તેમણે કહ્યું કે જ્યારે હું આ સરોવર પર ફૂલો વેચવા માટે મારા પિતા સાથે આવતો હતો ત્યારે મેં એક દિવસ મારા પિતાને પૂછ્યું કે અહીંયા પર આટલા બધા લોકો શું કરવા આવે છે ત્યારે તેમણે મને કહ્યું હતું કે હજારો વર્ષો પહેલાં જ્યારે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો ત્યારે તેમને પર બ્રહ્મહત્યાનો દોષ લાગ્યો હતો.આ પાપને નષ્ટ કરવા ભગવાન રામ આ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા હતા.

શિવ પુરાણમાં આ સરોવરના નિર્માણનું વર્ણન છે કે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીની સાથે એકાંતની શોધમાં નીકળ્યા હતા અને નૈમિષાર્ય પ્રદેશમાં જતા હતા ત્યારે એક જંગલમાં પહોંચ્યા હતા.ત્યાં નયનરમ્ય વન મળતાં તેમણે તપસ્યા કરવાનું શરૂ કર્યું.માતા પાર્વતીને તપસ્યા કરતી વખતે તરસ લાગી.જંગલમાં પાણી ન મળવા પર ત્યારે તેમણે દેવતાઓને પાણી માટે કહ્યું ત્યારે સૂર્યદેવે કમંડલ પાણી આપ્યું.દેવી પાર્વતીએ પાણી પીધા પછી બાકીનું પાણી જમીન પર છોડી દીધું.તેમના પર ભવ્ય પવિત્ર જળથી ત્યાં એક કુંડનું નિર્માણ થયું અને ત્યાંથી જતા સમયે ભગવાન શંકરે તે સ્થાનનું નામ પ્રભાસ્કર ક્ષેત્ર રાખ્યું હતું.

આ વાર્તા સુતયુગની છે.કાળ પસાર થતો ગયો અને દ્વાપરમાં, બ્રહ્મા દ્વારા તેમની પુત્રી પર કુદ્રષ્ટિ નાખવા પર પાપ લાગ્યું.તેમને આવીને આ તીર્થમાં સ્નાન કર્યું પછી તે પાપથી મુક્ત થયા.જગન્નાથે કહ્યું કે ત્યારથી એવી માન્યતા છે કે જે કોઈ પણ આ સ્થળે આવે છે અને સ્નાન કરે છે તે પાપથી મુક્ત થાય છે.હત્યા મુક્ત થશે.અહીં એકવાર રામનું નામ લેવાથી હજાર નામોનો લાભ મળશે.ત્યારથી લોકો આ પવિત્ર તીર્થ સ્થળે આવીને અને હત્યા ગૌહત્યા અને અન્ય પાપોથી મુક્ત મેળવી રહ્યાં છે.