કપડાં ,ફર્નિચર,કે વાસણ ઉપર લાગેલા જિદ્દી કાળા ડાઘા ને આ સરળ રીતે કાઢો બહાર,જાણી લો આ સરળ રીત…

કપડાં, ફર્નિચર, ટાઇલ્સ અને વાસણ ઉપર લાગેલા કાટના ડાઘાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ નુસખા. કાટના કાળા ઘાટા નિશાન જો કોઈ પણ વસ્તુ ઉપર લાગી જાય છે, તો તેની આખી સુંદરતાને બગાડી નાખે છે. તેને સાફ કરવું પણ સહેલું કામ નથી. ખાસ કરીને કપડા, ફર્નીચર, ટાઈલ્સ અને વાસણ ઉપર લાગેલા જીદ્દી કાટના નિશાન કાઢવા માટે સામાન્ય ધોવાથી કામ નથી ચાલતું. તેના માટે તમારે થોડા વિશેષ ઉપાય અપનાવવા પડે છે. સારી વાત એ છે કે આ ઉપાય સરળ છે અને તેને અપનાવવામાં તમારે પૈસા પણ નહી ખર્ચ કરવા પડે. તો આવો અમે તમને સરળતાથી કાટના ડાઘા દુર કરવા માટે થોડા ઘરગથ્થુ ઉપાય જણાવીએ છીએ.

Advertisement

કપડા ઉપર લાગેલા કાટના નિશાન : ક્યારે ક્યારે કપડા ઉપર પણ કાટના નિશાન લાગી જાય છે. તેને સામાન્ય ધોવાથી કપડા માંથી નથી દુર થઇ શકતા. તેના માટે તમારે કપડાને ડ્રાઈ ક્લીન કરવા માટે મોકલવા પડે છે. પરંતુ થોડા ઘરગથ્થુ ઉપાય છે, જે અપનાવીને તમે કપડા માંથી કાટના નિશાન દુર કરી શકો છો અને તમારા પૈસા બચી શકે છે.ઉત્તમ પદ્ધતિ છે કે કપડા ઉપર જ્યાં કાટના નિશાન પડી ગયા છે, તેની ઉપર બેકિંગ સોડા અને પાણીમાં ઓગળીને લગાવીને 2 કલાક માટે રહેવા દેવામાં આવે અને પછી તેને હળવા હાથથી ઘસીને ધોઈ લેવામાં આવે. જો આવું 3-4 વખત કરવામાં આવે છે, તો નિશાન દુર થઇ જાય છે.તેની સાથે જ તમે લીંબુ અને સિરકાનો ઉપયોગ કરીને પણ કપડા માંથી જીદ્દી નિશાન દુર કરવા માટે કરી શકો છો.

ટૂથપેસ્ટથી તમે કપડાંં પર લાગેલા દાગને દૂર કરી શકો છો. જો તમારા કપડાંં પર કોઈ રંગનો દાગ બેસી ગયો છે તો તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. તેમજ આ ઉપાય દરેક પ્રકારના દાગ તથા રંગને દૂર કરવા માટેનો સરળ ઉપાય છે.તેના માટે કોઈ પણ જેલ વગરનું ટૂથપેસ્ટ લો અને તેને કપડાંં પર તે જગ્યાએ લગાવો જ્યાં રંગનો દાગ લાગેલો છે. ત્યાર બાદ તેને સૂકાવા દો અને સૂકાયા પછી તેને ડીટરજન્ટ વડે કપડાંંને સાફ કરી લો અને પછી જોવો દાગ દૂર થઇ ગયો હશે.નેલ પોલીશ રીમૂવરથી પણ કપડાંં પર લાગેલ રંગ તથા દાગથી છૂટકારો મેળવી શકાય છે. આ ઉપાય પેનની સાહીના દાગને દૂર કરવા માટે વધારે અસરકારક સાબિત થાય છે. તેના માટે રૂમાં થોડું નેલપોલીશ રીમૂવર નાખો અને દાગ હોય તે જગ્યાએ ઘસો. હવે તે કપડાંંને સર્ફ અને પાણીની મદદથી સાફ કરી લો.પછી દાગ જતો રહેશે.

મિત્રો ખાવામાં વપરાતા દહીંથી પણ તમે દાગ દૂર કરી શકો છો પછી તે દાગ પાનના હોય કે પછી હોળીના કલરના. સામાન્ય રીતે તેને દૂર કરવા જ આ પ્રયોગનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે કપડાંંને ખાવાના દહીંમાં બોળી દો. ત્યાર બાદ થોડી વાર પછી દાગની જગ્યાએ કપડાંંને હળવા હાથે ઘસો અને જુઓ કે દાગ આછો થયો ક નહિ અને જો આછો થઇ ગયો હોય તો કપડાંંને પાણીથી સાફ કરી લો. આ પ્રયોગને બે વખત કરવાથી દાગ દૂર થઇ જશે.

વાસણ ઉપર લાગેલા કાટના નિશાન : ઘણી વખત ઘણો સમય ઉપયોગ ન કરવાના કારણે જુના વાસણ ઉપર પણ કાટના નિશાન લાગી જાય છે. તેવા વાસણોને સામાન્ય રીતે ધોવાથી તે નિશાન નથી જતા. તેવામાં તમે થોડા સરળ એવા ઘરેલું નુસખા અપનાવીને કાટના જીદ્દી નિશાનોને દુર કરી શકો છો.લીંબુના રસમાં મીઠું નાખીને તે કપડા ઉપર લગાવીને કાટના ડાઘ ઉપર ઘસો. 5 મિનીટ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. કાટના નિશાન દુર થઇ જશે. તમે લીંબુમાં મીઠાને બદલે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી પણ વાસણ ઉપર લાગેલા કાટના ડાઘ દુર થઇ જશે.બટેટામાં પણ એક અલગ પ્રકારનું એસીડ હોય છે, જે કાટના નિશાન દુર કરવાની ક્ષમતા ધરાવે છે. તેના માટે તમારે બટેટાને બે ભાગમાં કાપી લેવા જોઈએ અને કાટના નિશાન ઉપર તેને ઘસવું જોઈએ.

ફર્નીચર ઉપર લાગ્યા કાટના નિશાન : આજકાલ લોખંડ માંથી બનેલા ડીઝાઈન વાળા ફર્નીચરનો ટ્રેડ ચાલી રહ્યો છે. તે જોવામાં ઘણા સુદંર લાગે છે, પરંતુ તેની યોગ્ય જાળવણી ન રાખવામાં આવે, તો તે ઘણા જલ્દી ખરાબ પણ થઇ જાય છે. ખાસ કરીને તેમાં કાટના નિશાન લાગી જાય છે, જે ફર્નીચરના લુકને ખરાબ કરવા સાથે સાથે તેની વાપરવાનું આયુષ્ય પણ ઓછું કરી દે છે. તેવામાં લોખંડના ફર્નીચરમાં કાટ લાગે તો તેને સિરકાથી દુર કરી શકાય છે. આવો અમે તમને જણાવીએ કેવી રીતે?

ફર્નીચરના જે ભાગ ઉપર કાટ લાગી ગયો છે, ત્યાં સિરકા લગાવો અને 24 કલાક માટે તેને લગાવેલા રહેવા દો. 24 કલાક પછી જે સ્થાન ઉપર સિરકા લગાવ્યા છે, તેને હળવા હાથથી ઘસો અને ભીના કપડાથી લુછી દો. ધ્યાન રાખો તમારે લોખંડના ફર્નીચર ઉપર સીધું પાણી ન નાખવું, તેનાથી વધુ કાટ લાગવાનું જોખમ રહે છે.

ટાઈલ્સ અને માર્બલ ઉપર લાગેલા કાટના નિશાન : ઘણી વખત ફર્શ ઉપર લાગેલી ટાઈલ્સ અને માર્બલ ઉપર પણ કાટના નિશાન લાગી જાય છે. ખાસ કરીને રસોડા અને બાથરૂમના ફર્શ ઉપર લોખંડની કોઈ વસ્તુ રાખવામાં આવે છે તો તે સ્થાન ઉપર થોડા ઘણા કાટના નિશાન લાગી જ જાય છે. તેને પણ સરળતાથી દુર કરી શકાય છે. તેના માટે તમે ખાવાના તેલની મદદ લેવી જોઈએ. આવો અમે તમને એક સરળ રીત જણાવીએ.બે મોટી ચમચી ખાવાનું તેલ લો અને તેને કાટ લાગેલા સ્થાન ઉપર નાખી દો.10 મિનીટ પછી કોટનના કપડાથી કાટ લાગેલા સ્થાનને ઘસો.હવે તરત ધોવાને બદલે તેને એમ જ 5 મિનીટ માટે રહેવા દો અને પછી પાણીથી સાફ કરી લો. કાટના નિશાન સાફ થઇ જશે.તેલ કે ગ્રેવીના ડાઘા દિવાલ પર લાગ્યા છે તો તમે એક મુલાયમ કપડામાં બોડી લોશન લગાવીને દિવાલ પર રગડો. આછા ડાઘા તરત જ સાફ થઇ જશે. જો ડાઘ મજબૂત હશે તો તે આછા થશે.

Advertisement