કર્કમાં શુક્રનો ગોચર જાણો કોણ બનશે માલામાલ અને કોણ થશે બેહાલ

0
421

જ્યોતિષ મુજબ નવ ગ્રહોમાં છઠ્ઠો શુક્ર, જેને વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવ્યો છે, આ દરમિયાન શુક્ર અને રાહુનો મંગળ અને કેતુ સાથે દૃષ્ટિ સંબંધ પણ બનશે એટલે કે આ ચારેય ગ્રહો એકબીજાની આમને સામને દેખાશે. ગ્રહોના આ સંયોગની તમારી રાશિ પર શી અસર પડે છે, તે જોઈએ.

મેષ.

શુક્રનો ગોચર તમારી રાશિથી ચોથા ભાવમાં હશે. આ ગોચરથી તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. આવામાં તમારે ઘરેલુ ખર્ચા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમારા પાર્ટનરને આ ફેરફારથી કરિયરમાં લાભ થઈ શકે છે.

વૃષભ.

આ રાશિના જાતકોની કુંડળીના ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર હશે. તમારી લવ લાઇફ માટે આ ફેરફાર સારો સાબિત થનારો છે. મિત્રો સાથે સારો સમય પસાર કરવાનો યોગ છે. ભૌતિક સુવિધાઓમાં વધારો થશે.

મિથુન.

આ રાશિના જાતકોની કુંડળીના દ્વિતીય ભાવમાં શુક્રનું ગોચર થવા જઈ રહ્યું છે. આ ગોચર તમારા ગૃહસ્થ જીવન માટે સારું છે. જમીન મિલકતના મામલે વાત બની શકે છે. જોકે જીવનસાથીનું સ્વાસ્થ્ય નબળું પડવાની આશંકા છે.

કર્ક.

શુક્ર ગ્રહ તમારી રાશિમાં ગોચર કરશે. આવું થવાથી તમારી ઉપર શુક્ર ગ્રહની વિશેષ કૃપા રહેશે. ભૌતિક સુખ સુવિધાઓમાં લાભ થશે. હવામાં પ્રેમનો ખુમાર રહેશે. લગ્ન જીવનમાં ખુશી રહેશે.

સિંહ.

શુક્ર તમારી રાશિથી 12મા ભાગમાં ગોચર કરશે. જ્યોતિષની ગણતરી બતાવી રહી છે કે, આર્થિક રીતે તમારા માટે આ ગોચર વધુ સારો નથી. આ કારણે ખર્ચામાં પણ વધારો થઈ શકે છે. સ્વાસ્થ્યની વિશેષ દેખભાળની સાથે ખર્ચ પર નિયંત્રણ રાખવું.

કન્યા.

શુક્રનો ગોચર તમારી રાશિમાંથી 11મા ભાવમાં રહેશે. આ સંયોગ તમારી આર્થિક અને સામાજિક સ્થિતિ માટે સારો છે. તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને આ સાથે પરિસ્થિતિઓ તમને અનુકૂળ રહેશે. વેપારી વર્ગથી મોટો ફાયદો થઈ શકે છે.

તુલા.

શુક્ર તમારી રાશિથી 10મા ભાગમાં ગોચર કરશે. તમારા માટે પરિસ્થિતિઓ હાલ સારી નથી. કાર્યક્ષેત્રમાં વિવાદ થઈ શકે છે અને પ્રેમપ્રસંગમાં ખટાશ આવી શકે છે. જોકે મહિનાના અંતમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

વૃશ્ચિક.

શુક્ર તમારી રાશિમાંથી નવમાં ભાગમાં ગોચર કરશે. આ દરમિયાન તમારા જીવનમાં કોઈ વિશેષ પરિવર્તન નહિ થાય. બધું જ સામાન્ય રહેશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.

ધન.

શુક્ર ગ્રહ તમારી રાશિના આઠમા ભાગમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમે કોઈ ગુપ્ત રોગથી પરેશાન થઈ શકો છો. વાહન ચલાવવામાં વિશેષ સાવધાનીની આવશ્યકતા છે. આધ્યાત્મ તરફ તમે આગળ વધશો.

મકર.

આ રાશિના જાતકો માટે શુક્રનો ગોચર સાતમા ભાગમાં રહેશે. આવું થવાથી તમારી લવલાઇફ ખુશનુમા રહેશે. કાર્યક્ષેત્રમાં પણ અનુકૂળ માહોલ રહેશે. આ રાશિના જાતકોને આ દરમિયાન પ્રમોશન મળી શકે છે.

કુંભ.

આ રાશિના લોકોની કુંડળીના છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર રહેશે. આવું થયા બાદ તમારા માટે સ્થિતિઓ થોડી પ્રતિકૂળ થઈ જશે. તમારે કોઈ પણ વસ્તુ માટે વધુ મહેનત કરવી પડશે. ખર્ચમાં પણ વધારો થઈ શકે છે.

મીન.

શુક્રનું ગોચર તમારી રાશિથી પાંચમા ભાવમાં રહેશે. આમ થવાથી તમારી કમાણીનાં સાધનોમાં વધારો થશે. પરિણીત લોકોના જીવનમાં ખુશીઓ આવશે. કોઈ ફાયદાની મોટી ડીલ થઈ શકે છે.