કરોડો નો માલિક છે સાઉથ નો આ સુપર સ્ટાર,ફરે છે મોંઘી મોંઘી ગાડીઓમાં,કરી ચુક્યો છે ત્રણ ત્રણ લગ્ન……

દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા પવન કલ્યાણ તેનો જન્મદિવસ 2 સપ્ટેમ્બરના રોજ ઉજવે છે. તેમણે ઘણી મોટી તેલુગુ ભાષાની ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ પર એક ખાસ છાપ છોડી દીધી છે.પવન કલ્યાણ એક પ્રખ્યાત કલાકાર તેમ જ નિર્માતા-દિગ્દર્શક, સ્ટંટ કો-ઓર્ડીનેટર, ગાયક, નૃત્ય નિર્દેશનકાર અને રાજકારણી છે.તેમના જન્મદિવસ પર તેને લગતી કેટલીક વિશેષ બાબતો જણાવે છે.

Advertisement

પવન કલ્યાણનો જન્મ 2 સપ્ટેમ્બર 1971 ના રોજ આંધ્રપ્રદેશમાં થયો હતો.તે સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીનો નાનો ભાઈ છે.પવન કલ્યાણે પોતાની ફિલ્મ સફરની શરૂઆત વર્ષ 1996 માં ફિલ્મ ‘અક્કડ અમ્માય લક્કડ’ થી કરી હતી.આ પછી તેણે એક કરતા વધારે ફિલ્મોમાં અભિનય કર્યો.પવન કલ્યાણને વર્ષ 1998 માં ફિલ્મ ‘થોલી પ્રેમા’ માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે.

આ ઉપરાંત પવન કલ્યાણને ઘણા વધુ એવોર્ડ પણ એનાયત થયા છે.પવન કલ્યાણનાં લગ્ન ત્રણ વખત થયાં છે. તેમની પ્રથમ પત્ની નંદિની હતી, જેની સાથે તેમણે 1997 માં લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંનેએ 2008 માં અલગ થઈ ગયા.આ પછી પવન કલ્યાણે વર્ષ 2009 માં રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા.તેમના લગ્ન કુલ ત્રણ વર્ષ ચાલ્યા અને 2012 માં તેમના છૂટાછેડા થઈ ગયા.આ પછી પવન કલ્યાને 2013 માં અન્ના લેજનેવા સાથે લગ્ન કર્યા.પવન કલ્યાણને અભિનય કરતાં 24 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

આ સમય દરમિયાન તેણે મુખ્ય અભિનેતા તરીકે 25 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.ફિલ્મો ઉપરાંત પવન કલ્યાણ ઘણા ટીવી કમર્શિયલનો ચહેરો પણ રહી ચૂક્યો છે.તે પેપ્સીની જાહેરાત કરનારો દક્ષિણ સિનેમાનો પહેલો અભિનેતા છે.એક તેજસ્વી અભિનેતા હોવા ઉપરાંત, તે એક પ્રખ્યાત રાજકારણી પણ છે.પવન કલ્યાણ 2008 થી રાજકારણમાં સક્રિય છે.

સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર પવન કલ્યાને ત્રણ વાર લગ્ન કર્યા છે. એમને 1997માં પહેલા લગ્ન નંદિની સાથે કર્યા હતાં પરંતુ લગ્નના થોડા સમયમાં જ પવન તે સમયની ઉભરતી મોડલ રેણુ દેસાઈ સાથે રહેવા ચાલ્યો ગયો હતો અને 2001માં બંન્નેના લગ્ન જીવનનો અંત આવી ગયો હતો. ત્યાર બાદ પવન અને રેણુએ 2009માં લગ્ન કરી લીધા હતા.

આ દરમિયાન તેઓ અકિરા નામના દીકરા અને આધ્યા નામની દીકરીના પેરેન્ટ્સ બન્યા. અલબત્ત, આ લગ્નજીવન પણ લાંબું ટક્યું નહીં. 2011માં બન્નેના લગ્ન જીવનમાં કડવાશ આવી ગઈ અને 2012માં ડિવોર્સ પણ લઈ લીધા હતા.ત્યાર બાદ તેનું નામ તેની ફિલ્મ ‘તીન માર 2011 ની કો-એક્ટ્રેસ અને રશિયન મોડલ અન્ના લેઝ્ઝનેવા સાથે જોડવામાં આવ્યું.

વર્ષ 2013માં પવનની નિકટના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેણે અન્ના સાથે લગ્ન કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે, અન્નાને પહેલા બોયફ્રેન્ડ દ્વારા એક દીકરી થઈ હતી, અને હાલ પવન તેને પોતાની જ દીકરી માનીને સાથે રાખે છે. મે મહિનામાં એવી ચર્ચા હતી કે અન્ના પ્રેગ્નન્ટ છે પરંતુ પવન કલ્યાણે ક્યારેય આ વાતને સ્વીકારી કે નકારી નહોતી.

તેમણે લાંબા સમય સુધી તેમના ભાઈ ચિરંજીવીની પ્રજા રાજ્યમ પાર્ટી માટે કામ કર્યું. આ પછી પવન કલ્યાણે પોતાનો પક્ષ બનાવ્યો.પવન કલ્યાણના રાજકીય પક્ષનું નામ જનસેના પાર્ટી રાખવામાં આવ્યું છે. તેમણે 2014 માં આ પાર્ટીની રચના કરી હતી અને હજી પણ સક્રિય છે.

પવન કલ્યાણને ખેતીનો ઘણો શોખ છે. નવરાશનો સમય મળતા તે પોતાના ફાર્મ પર ખેતી કરતો જોવા મળે છે, પવનને સાઉથની ફિલ્મ્સના અમિતાભ તરીકે ઓળખવામાં આવે છે.પવન કલ્યાણ સુપરસ્ટાર એક્ટર ચિરંજીવીના નાના ભાઈ છે. પવનની પ્રથમ ફિલ્મ ‘અક્કડ અમ્માઈ લક્કડ’ 1996માં આવી હતી. 1998માં પવનની ફિલ્મ ‘ઠોલી પ્રેમા’ને નેશનલ એવોર્ડ મળ્યો હતો.પવનનું એક્ટિંગ કરિયર 22 વર્ષથી વધારે સમયનું રહ્યું હોવાછતાં તેમણે માત્ર 23 ફિલ્મ્સ જ કરી છે. પવન કલ્યાણ રાજકરણમાં વ્યસ્ત હોવાછતાં તેમનો ક્રેઝ ફેન્સમાં ઘટ્યો નથી. પવન માર્ચ 2014માં જન સેના પાર્ટી બનાવી રાજકરણમાં પ્રવેશ્યા હતા.

પવન કલ્યાણનો મોટો ભાઈ જાણીતો સાઉથ એક્ટર ચિરંજીવી છે. પવન કલ્યાણ કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. જણાવી દઈએ કે પવન કલ્યાણ પાસે 300 કરોડ થી વધારે નેટ વર્થ છે.તે એક ફિલ્મના 30 કરોડ રૂપિયા લે છે. પવન કલ્યાણના ઘરની કિંમત 40 કરોડ રૂપિયા છે.

Advertisement