ક્યારેય આવા ઘરમાં નથી આવતી માં લક્ષ્મીજી,જોઈલો ક્યાંક તમારું ઘર….

0
270

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતાઓની વાત કરવામાં આવે તો માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી ઘરે ઘરે જઈને પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે એટલા માટે જ પહેલા ઘરની સાફ સફાઇ પણ કરવામાં આવે છે અને ઘણા લોકો ઘરમાં કલર કામ પણ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં સાફ-સફાઈ નથી હોતી તેમજ તૂટેલી-ફૂટેલી ચીજ વસ્તુઓ મળી રહેતી હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ ક્યારે પણ થતો નથી.

Advertisement

એવું પણ કહેવાય છે કે જે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ન હોય અથવા પછી લક્ષ્મી માતાજી તમને છોડીને ચાલી જાય છે ત્યાં માત્ર આર્થિક સમસ્યા જ નહીં પરંતુ એ ઘરમાં આર્થિક સમસ્યા સહિત બીજી અનેક મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને આવા સંજોગોમાં એ પરિવાર પણ કંઇ પણ થઇ શકે છે. દિવાળીનું પર્વ ની શરૂઆત ની વાત કરીએ તો તેની શરૂઆત ધનતેરસથી શરૂ થાય છે અને આ દિવસ પહેલા એવું માનવામાં આવે છે કે ઘરમાં રહેલા બિન ઉપયોગી અથવા નકામા સામાન તેમજ કોઈ તૂટેલો ફૂટેલો સામાન.

ચીજવસ્તુઓ હોય તો તેઓને ઘરે થી સાફ સફાઈ કરતી વખતે ફેંકી દેવી જોઈએ. જેના કારણે ઘરને સ્વચ્છ તેમજ સાફ રાખી શકાય. આ સિવાય દિવાળીએ સાફ સફાઈ કરતી વખતે આટલી વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈએ.સાફસફાઇ કરતી વખતે સૌથી પહેલા તૂટેલા વાસણો વગેરે ને બહાર કરી નાખવા જોઈએ. આ વાસણો ઘરમાં જગ્યા તો રોકે જ છે સાથે સાથે આ વાસણમાં ખાવાથી ગરીબી વધે છે અને વાસ્તુદોષ પણ લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા વાસણ થી આર્થિક નુકસાન તો થાય છે સાથે સાથે ગરીબી પણ વધે છે.

આ વાત વિશે લગભગ તમે લોકો અજાણ્યા નહીં હોય કારણ કે ઘણા લોકો આ વાત બખૂબી જાણતા હોય છે કે ઘરમાં જો કોઈપણ કાચ કે અરીસો તૂટેલો હોય તો તેને તરત જ બદલાવી નાખો જોઈએ કારણકે તુટેલો કાચ અથવા રહીશું દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. સાથે તૂટેલા કાચ ને રાહુનું પ્રતીક પણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં પણ તૂટેલા કાચ અરીસાને ઘરમાં રાખવું તે અશુભ જણાવ્યું છે.આ સિવાય વધારે પડતાં પરિવારના સભ્યો ની તસ્વીર લગાવવામાં આવેલી હોય છે. જો આપણા ઘરમાં રાખેલી તસવીરો પડી પડી તૂટી ગઈ હોય તો તેઓને તાત્કાલિક તેઓના કાચને બદલી નાખવો જોઇએ, આવું ન કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થઈ શકતો નથી અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ભાવ પણ ખતમ થઇ જાય છે.

આ સિવાય જો આપણા ઘરમાં તૂટેલો ફર્નિચર હોય તો આ ઠીક કરાવી લેવું જોઈએ અથવા બદલી નાખવું જોઈએ. કારણકે તૂટેલું ફર્નિચર પરિવારના સભ્યો ના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. સાથોસાથ તૂટેલા દરવાજાઓ ને પણ સરખા કરાવી લેવા જોઈએ. એવી પણ માન્યતા છે કે તૂટેલા દરવાજામાંથી ત્યારે લક્ષ્મી માતાજી પ્રવેશ કરતા નથી.એવું પણ માનવામાં આવે છે કે રાડો ઘડિયાળ માંથી દરેક સભ્યો ની સફળતા નક્કી થાય છે એટલા માટે જો ઘરમાં બંધ પડેલી અથવા ઊભી રહેલી ઘડિયાળ રાખવામાં આવી હોય તો ઘરની તેમજ ઘરના સભ્યોની ઉન્નતિ અટકાઈ જાય છે.

એટલે સાફ સફાઈ દરમિયાન બંધ પડેલી ઘડિયાળ ને તરત ચાલુ કરાવી જોઈએ અથવા તેને હટાવી નાખવી જોઈએ આવું ન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ખતમ થઇ જાય છે અને નકારાત્મકતા જળવાઈ રહે છે. તેમજ મંદિરમાં ખંડિત તસવીરો અથવા મૂર્તિઓને પણ ન રાખવી જોઈએ. આવી મૂર્તિઓ કે તસ્વીર અને પીપળાના વૃક્ષની છાંય પછી નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ.આ સિવાય જો ઘરમાં કોઈ ઈલેક્ટ્રીક સામાન હોય તો ખરાબ પડ્યો હોય તો સાફસફાઇ વખતે આવા સામાન્ય પણ બહાર ફેંકી દેવો જોઈએ અથવા પછી રીપેર કરાવી નાખવો જોઈએ કારણ કે ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન એ શનિદોષ ની સાથે સાથે વાસ્તુદોષ પણ દોરી લાવે છે.

જે ઘરમાં સતત ખટરાગ થયા કરતો હોય પતિ-પત્ની એક બીજાનું અપમાન કર્યા કરતા હોય ત્યાં માતા લક્ષ્મી નથી ટકતા. અને આવા ઘરને છોડીને માતા લક્ષ્મી દૂર ચાલ્યા જાય છે. કેટલાક લોકોની આદત હોય છે કે તે દરેક નાની મોટી વાતોમાં ખોટુ બોલ્યા જ કરે છે. આવા લોકોથી પણ લક્ષ્મીજી નારાજ રહે છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં મહેમાન ભગવાન સમાન હોય છે. જે ઘરોમાં મહેમાનનું સ્વાગત સરખી રીતે કરવામાં નથી આવતુ આ ઘરમાં લક્ષ્મી ક્યારેય ટકતી જ નથી.

જે ઘરમાં ભોજનને પડતું મુકવામાં આવે છે ત્યાં લક્ષ્મી દેવીની સાથે સાથે અન્નપૂર્ણા દેવી પણ નારાજ થાય છે. અનાજનું અપમાન માતા લક્ષ્મીનું અપમાન પણ કરે છે.જે ઘરમાં માતા પિતાનું અપમાન થાય છે ઘરના વડિલોનો અનાદર થાય છે માતા લક્ષ્મી તાત્કાલીક આ જગ્યા છોડીને ચાલ્યા જાય છે. આ ઘરમાં સમસ્યા કાયમી રહી જાય છે.પરંતુ અમુક એવા કાર્યો હોય છે જે કરવાથી તમારી તમારા પર લક્ષ્મી દેવી નારાજ થઈ શકે છે.તો મિત્રો તમે જો આ કામ કરશો તો દેવી મા તમારાથી નારાજ થઈ જશે.તો ચાલો જાણીએ કે કયા છે આ કામ.

વાળ ઓળતી વખતે.વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં કહેવાયું છે કે રાતના સમયે વાળમાં કાંસકો ન ફેરવવો જોઈએ. આ સિવાય વાળને ઓળવા માટે તૂટેલા કાંસકાનો ઉપયોગ પણ યોગ્ય નથી. વિષ્ણુ પુરાણમાં એવું પણ કહેવાયું છે કે વાળમાં હાથ ફેરવવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.ગંદા કપડાં.જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે અને પોતાના ઘરમાં ગંદકી રાખે છે તેના ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતી નથી. તેથી આપણું ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ.

પુરાણોમાં જણાવાયું છે કે દિવસના સમયે સ્ત્રી અને પુરુષોએ સંયમ રાખવું જોઈએ. તેમજ સેક્સ કરવાથી દૂર રહેવું જોઈએ. દિવસે સેક્સ કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને સાંજનો સમય અશુભ કાળ માનવામાં આવે છે. તેનાથી ધન સંબંધિત પરેશાની થાય છે. જો સવારે સેક્સ કરવાથી ગર્ભધારણ થાય તો આવી સંતાન કુળની મર્યાદા માટે નુકસાનકારક સાબિત થાય છે. રાવણ તેનો ઉદાહરણ છે.ક્રોધ.જે વ્યક્તિ હંમેશા ઘરમાં અથવા તેના પોતાના પર ગુસ્સે કરે છે અને ઝઘડો કરે છે, તે વ્યક્તિથી અને તેના ઘરથી સંપત્તિની દેવી લક્ષ્મી હંમેશા દૂર રહે છે. એમ કહેવામાં આવે છે કે, ક્રોધ કરવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે.

દીવો.જે લોકો પોતાના ઘરોના મંદિરમાં સવાર-સાંજ દીવો અને આરતી કરતા નથી. તેના ઘરમાં દેવી લક્ષ્મી આવતી નથી છે. તેથી દરરોજ સવારે અને સાંજે દીવો કરવો જોઈએ.અપમાન.જે લોકો ગુરુ, ઋષિ, સાધુ, વડીલો અને શાસ્ત્રનું અપમાન કરે છે. તેના ઘરે ધનની દેવી લક્ષ્મી ક્યારેય નિવાસ કરતી નથી. તેથી આપણાથી મોટા વ્યક્તિઓનો આદર કરવો જોઈએ.

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવું.શાસ્ત્રોમાં, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત સમયે સૂવું નિષિદ્ધ માનવામાં આવે છે. આ સમયે, સૂવાથી માતા લક્ષ્મી સૂવાથી ક્રોધિત થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી.પૂજામાં પ્રગટાવેલા દિવાનો રાખો ધ્યાન.જે ઘરોમાં ફૂંક મારીને દિવા ઓલવવામાં આવે છે તેવા ઘરોમાં ધનની દેવી લક્ષ્મી માતા કદી વાસ નથી કરતા.સૂતા સમયે રાખો ધ્યાનરાત્રે જો તમે પગ ધોયા વગર જ સૂઈ જતા હોવ તો જાણી લો આવું કરવું એ અપશુકન મનાય છે. પુરાણોમાં કહેવાયું છે કે આવુ કરવાથી લક્ષ્મી દેવી નારાજ થાય છે અને ઘરમાં બરકત થતી નથી.

એઠાં વાસણો.ઘણા લોકો ભૂલ કરે છે કે રાત્રે વાસણ વૉશ બેસિનમાં જ રહેવા દે છે. ધોતા નથી. જ્યારે પુરાણોમાં આ વાત જણાવવામાં આવી છે કે આવું ન કરવું જોઈએ. આવું કરવાથી લક્ષ્મી દેવી રિસાઈ જાય છે.આટલું ન કરો.જો તમને પણ નખ ચાવવાની આદત હોય તો જાણી લો તે અશુભ છે. આવી આદતથી તમારું શરીર સતત એઠું થતું રહે છે જેનાથી લક્ષ્મી દેવી નારાજ થઈ જાય છે.ન કરો અપમાન.શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે ઘરોમાં ઘરડા માણસોને સન્માન નથી મળતું ત્યા લક્ષ્મીનો વાસ નથી થતો. તેનો કારણ એ છે કે ઘરડા વ્યક્તિઓને ગુરુ-સ્વરુપ માનવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.

પત્ની સાતે ન કરો આવું.ગૃહલક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓનો અપમાન દેવી લક્ષ્મીને પસંદ નથી હોતો. જે ઘરોમાં મહિલાઓનો અપમાન થાય છે તેમની સાથે માર-ઝૂડ કરવામાં આવે છે તેવા ઘરોમાં લક્ષ્મીજી ક્યારેય નથી રહેતા.સાંજે ન કરો સફાઈ.જો તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદ ઘરમાં સાફ-સફાઈ કરો છો તો એવું ન કરશો. કારણકે આ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. આવા ઘરોમાં માતા લક્ષ્મી રહેવાનું પસંદ કરતા નથી.

Advertisement