ખિસ્સું રાખજો ટાઈટ પોલીસ ને મળ્યો છે આદેશ,હવે તમારા ખિસ્સા માંથી 1,000 રૂપિયા ખંચેરવાની તૈયારીમાં છે સરકાર….

મળતી માહિતી મુજબ જનતા ખીશું હવે વધારે ખાલી થવા જઈ રહ્યું છે પેટ્રોલ ડીઝલ માં ભાવ વધારા સાથે આજે બીજો પણ કાયદો અમલ માં આવી રહ્યો છે.જો તમે હવે ગાડી કે બાયક પર પ્રેસ કે રાજકીય લોકો સાથે જોડાયેલો રોપ નહીં ચાલે.શહેરના રસ્તાઓ પરથી પસાર થતાં વાહનોને પોલીસ અટકાવીને કાર્યવાહી કરે ત્યારે પોલીસ, લાઈનબોય, સરકારી કર્મચારી, રાજકારણી કે પછી પ્રેસ સાથે જોડાયેલા હોવાનો રોફ હવે નહીં ચાલે.ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસે હવે પોલીસથી કડક કાર્યવાહી શરૂ કરી છે.સોમવારે એક જ દિવસમાં 50 વધુ પોલીસ કર્મચારીને દંડ ફટકારાયો હતો. અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર હવે વાહનોમાં મન પડે તેવા ચિત્રો, ચિહ્નો નહીં ચાલે.

Advertisement

ખૂદ પોલીસ કર્મચારીઓ ડાર્ક ગ્લાસ લગાવેલી કારમાં આગળ પોલીસના પાટિયાં લગાવીને મન પડે તેમ ફરતાં રહે છે.ટ્રાફિક પોલીસે કમિશનર કચેરી, હેડ કવાર્ટર અને ડીસીપી કચેરીઓની બહાર સવારે 10થી 12 તેમજ સાંજે 4થી 6-30 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસની ટીમ ઉભી રાખી દેવામાં આવી હતી.હેડ કવાર્ટરમાં રહેતા પોલીસ કર્મચારીઓ જ્યારે હેલ્મેટ પહેર્યા વગર બહાર નીકળ્યાં તેવાં સમયે 1000 રૂપિયાનો મેમો ફાડ્યો હતો. પ્રજાજનોનો 500 રૂપિયા મેમો થતો હોય છે. પણ, જે પોલીસ કર્મચારીઓએ નિયમભંગ કર્યા તેમને મેમો આપીને 1000 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો.એક જ દિવસમાં શહેર પોલીસના 50થી વધુ કર્મચારીઓ પાસેથી હેલમેટ નહીં પહેરવા સહિતના નિયમોના ભંગ બદલ દંડ વસુલાત કરવામાં આવી છે.

ખરેખર, નિયમ પાલન કરતાં હોય અને આજે જ ઝપટમાં ચડી ગયા હોય તેવા કર્મચારીઓએ રજૂઆત કરી હતી પણ તેમની રજૂઆત નહીં સાંભળીને દંડ વસુલાયો હતો.ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આવનારાં દિવસોમાં સમગ્ર શહેરમાં વાહનો ઉપર જી.ઓ.જી.ગવર્નમેન્ટ ઓફ ગોડ, એન્ટીકરપ્શન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ, પોલીસ કે પછી કોઈપણ પ્રકારની કમિટીઓના નામ અથવા તો સંસ્થાના હોદ્દેદાર કે પ્રેસના સ્ટીકર લગાવીને નીકળતાં વાહનચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement