ખોડિયાર માતા નાં આ ધામમાં આજે પણ પાણી ની અંદર ડૂબેલું છે સોનાનું મંદિર,જાણો આ ચમત્કારિક જગ્યા વિશે……

0
299

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ખોડિયાર માતાનું પ્રખ્યાત મંદિર ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલું છે. આ ગામ વાંકાનેરથી આશરે 17 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. તે ઢોળાવો છોડીને મંદિર તરફ જવાય છે. ત્યાં જૂનું સ્મારક છે તેમાં ચાર મૂર્તિઓ છે. આ પ્રતિમાઓ આવડ, તોગળ, ખોડલ અને ભીંજબાઈ માં ની છે. તેમાં શ્રી ખોડિયાર માતાની મૂર્તિ ઉપર સોના-ચાંદીના સત્તર છે તેમજ માતાજીને ચૂંદડી ચડાવેલી છે.

Advertisement

આ મંદિરની બાજુમાં જ એક નવું મંદિર બન્યું છે. તેમાં ખોડીયાર માતાજીની આરસની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં એક પીળુંડીનું વૃક્ષ આવેલું છે. ત્યાં નીચે ખોડીયાર માતાજીની બહેન એવા જોગડ, તોગડ અને સોસાઈ છે. આ મંદિરની સામે એક નદીમાં ધરો આવેલો છે જે માટેલ ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીના ધરામાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. આખું માટેલ ગામ આ પાણી પીવે છે. આ પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે.

આ ધરાની થોડા આગળ એક નાનો ધરો આવેલો છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાનું જૂનું સોનાનું મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહે 999 કોસ મંડાવ્યા હતા. કોસ એટલે કે પાણી ખેંચવાનું સાધન. ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેતા તેમાં રહેલા મંદિરની ઉપરની ટોચ સોનાની જોવા મળી હતી. કહેવાય છે કે ત્યારે ખોડીયાર માતાજીએ ભાણિજ્યાને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલા 999 કોચને તાણી ધરો ફરીથી પાણીથી ભરી દીધેલ. આમ માતાજીએ સત દેખાડીને પરચો પુર્યો હતો. આ વાતનો ઉલ્લેખ ખોડીયાર માતાજીના ગળધરેથી માજી નીસરીયા ગરબામાં જોવા મળે છે.

અહીં મંદિરની પાસે અનેક દુકાનો આવેલી છે. તે દુકાનો અહીંના લોકોની આજીવિકાનું સાધન બની રહી છે. અહીં માટેલ તીર્થધામ ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જે માટેલ ખોડીયાર માતાજીના દર્શને આવતા યાત્રિકોને સારી સગવડતા પૂરી પાડે છે. અહીં તેઓએ મોટી ધર્મશાળાઓ બનાવેલી છે. તેથી અહીં રાત્રિ રોકાણ માટે ખૂબ જ સુંદર સગવડ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ મંદિરે વર્ષ દરમિયાન લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ઘણા લોકો દૂર-દૂરથી માતાજીની પગપાળા માનતા ચડાવવા પણ આવે છે.

અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. તેમજ આ મંદિર અન્નક્ષેત્રે પણ કાર્યરત છે. જેમાં દરેક માણસોને વિનામૂલ્યે ત્રણ ટાઇમ જમવાનું આપવામાં આવે છે. જેમાં લાપસી, શાક, રોટલી, દાળ, ભાત પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. અહીં તમે એસટી બસ તેમજ પ્રાઇવેટ વાહનો દ્વારા આવી શકો છો. તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે. અહીં આવતા શ્રધ્ધાળુઓના દુઃખોને માં દૂર કરે છે.

તમને જણાવી દઇએ કે મા ખોડિયાર પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે. લોકવાયકા અનુસાર મા ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું. તેમની અન્ય છ બહેનાનાં નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઇ, હોલાઇ અને સોસાઇ હતાં. જ્યારે તેમના માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું મૂળ ભાવનગરના વલ્લભીપુર પાસે રોહિશાળા ગામના ચારણ એવા ખોડલમાતાજીના પિતાને પહેલા કોઈ સંતાન ના હોઈ લોકો વાંઝિયાનું મહેણું મારતા હતા.

આ જ કારણે વલ્લભીપુરના રાજા શિલાદિત્ય સાથેની તેમની મિત્રતા તૂટી ગઈ. આ ઘટનાથી ખૂબ લાગી આવતાં મામળિયા શિવ આરાધના માટે નીકળી પડ્યા મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને વરદાન આપ્યું કે પાતળલોકના નાગદેવતાની સાત પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે દંતકથા અનુસાર મહાસુદ આઠમના દિવસ દેવળ બાએ ઘરમાં આઠ પારણાં મૂક્યાં જે સાત પુત્રીઓ અને એક પુત્રથી ભરાઈ ગયાં હતા દંતકથા અનુસાર સાત બહેનાના એકના એક ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો. કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઊગે એ પહેલાં પાતળરાજા પાસેથી અમૃતકુંભ લઈને આવો તો જીવ બચી શકે. આવડ માતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા.

મિત્રો સવારે સૂર્ય ઊગવાની થોડીક જ વાર હતી જાનબાઈ ન આવતાં આવડ માતાથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાંક ખોડાઈ તો નથી ગયા ને. એટલું બોલ્યા ત્યાં જાનબાઈ આવ્યા ને તેમનો પગ ખોડાઈ ગયો. અને એ રીતે જાનબાઈનું નામ પડ્યું ખોડિયાર. મગરની સવારી કરીને આવેલા ખોડિયાર માતાએ અમૃતકુંભથી ભાઈને સજીવન કર્યો હતો સૌનાં દુ:ખ હરતી અને સૌનું સાંભળતી ખોડિયાર માતાજીને અનેક જ્ઞાતિના લોકો પૂજે છે. લોકો અહીં ચાલીને આવવાની માનતા પણ રાખે છે.

અહીં ચૈત્રી અને આસો નવરાત્રિ ઉપરાંત અષાઢી બીજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મિત્રો વરખડીના ઝાડ નીચે આવેલું માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણ છે. અહીં એક ત્રિશૂલ દર વર્ષે એક ઈંચ જેટલું વધતું હોવાની પણ માન્યતા છે. આ ઉપરાંત માટેલ ગામમાં મંદિરમાં પ્રવેશ થતાં પહેલા માટેલ ધરો આવે છે. ભક્તો દર્શન બાદ ધરાનું પાણી માથે ચડાવવાનું પણ નથી ભૂલતા. માટેલિયા ધરામાં ભરઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. લોકવાયકા મુજબ ધરામાં મોતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે.

મિત્રો તમને જણાવી દઈએ કે કહેવા મુજબ ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર માઇભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે. જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે. મિત્રો માટેલમાં ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. થોડોક ઢોળાવ ચડીને મંદિરે જવાય છે. મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે. જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના-ચાંદીના છત્ર ઝૂમે છે. બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ભક્તો ચાંદલો અને ચૂંદડી અર્પણ કરે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ ગામમાં પ્રખ્યાત ખોડીયાર મંદિર આવેલું છે. વાંકાનેર શહેરથી આશરે 17 કિમી દૂર છે.માતાજી મંદિર ઉચ્ચ ખડક પર આવેલું છે. અહીં જૂની ચાર દેવીઓ ની મૂર્તિઓ છે. મંદિર ના કાંઠે શાંત નદી આવેલી છે જે માટેલિયા તરીકે ઓળખાય છે. માતાજીના પ્રસાદની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે, તમે તીર્થ ધામ સુધી એસટી અને ખાનગી વાહનો દ્વારા ગુજરાતના દરેક જગ્યાએ પહોંચી શકો છો. વાંકાનેર ત્યાં સુધી ટ્રેન આવે છે. રહેવા અને જમવાની ગોઠવણો માટે આ એક સુંદર સ્થળ છે. માતાજીનું માતેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે.

આ ગામ વાંકાનેર થી આશરે ૧૭ કિ.મી.એ આવેલું છે. અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે. અહીં જે જુનું સ્થાનક છે, તેમાં ચાર મુર્તિઓ છે. આ પ્રતિમાઓ આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં શ્રી ખોડિયાર માતાજીની મુર્તિ ઉપર સોના-ચાંદીનાં છત્ર સતર ઝુમે છે. તેમ જ માતાજીને ચુંદડી ચડાવેલ હોય છે. આ મંદીરની બાજુમાં જ નવું મંદિર બનેલું છે. તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે. તેની નીચે ખોડિયાર માતાજીનાં બહેન એવા જોગડ, તોગડ અને સાંસાઈનાં પાળીયા ઉભા છે.આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ઘુનો આવેલો છે. જે માટેલીયા ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીનાં ધરામાં ઉનાળામાં પણ પાણી ખુટતું નથી. આખુ માતેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલ પણ આ ધરાનાં પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. આ ધરાની થોડો આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે.

તેને માટલીયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જુનું સોનાનું મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહે નવસો નવાણુ કોસ પાણી ખેંચવાનું સાધન ધરે મંડાવ્યા હતાં. ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેવાતાં, ધરામાં રહેલ મંદિરની ઉપરનું સોનાનું શિખર જોવા મળ્યું હતું. કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીએ ભાણેજિયાને પાણીનો હોંકરો ને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલ નવસો નવાણુ કોસને તાણીને ફરીથી ધરો પાણીથી ભરી દીધો હતો.

Advertisement