ખુદ ભગવાન ગણેશજી એ પસંદ કરી હતી આ જગ્યા, આજે છે ત્યાં ભવ્ય મંદિર, તસવીરોમાં કરો દર્શન……

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે ફરી એકવાર આપણી મુલાકાત થઈ જવા રહી છે આજે આપણે આ લેખમા વાત કરીશુ ગણપતિના એક એવા મંદિર વિશે જેના વિશે કહેવાય છે કે આ મંદિરમા સ્થપાવાની ઇચ્છા પોતે ગણપતિ ભગવાને કરી હતી મિત્રો આપણે જે મંદિર વિશે વાત કરી રહ્યા છે તે મંદિર ગુજરાતના અરણેજ નજીક આવેલુ ગણેશપુરાનુ મંદિર છે મિત્રો અહી ભગવાન ગણેશની ઇચ્છાથી બિરાજમાન થયા હતા તો આવો જાણીને આ મંદિર વિશે અમુક રસપ્રદ વાતો.

Advertisement

મિત્રો ભગવાન ગણેશને દેવોમા સૌ પ્રથમ પૂજવામાં આવે છે અને ભગવાન ગણેશની પૂજા કરવાથી આપણા બધાજ સંકટો દુર થાય છે અને કદાચ એટલા માટે જ તેમને વિઘ્નહર્તા કહેવામા આવે છે જો જોવા જઈએ તો ભારતમા ભગવાન ગણપતિના અનેક મંદિરો આવેલા છે પરંતુ આજે આપણે વાત કરીશુ ગણપત પુરાના ભગવાન ગણેશના આ ચમત્કારી મંદીર વિશે.

મિત્રો આપણા ભારત દેશમા ઘણા બધા ગણપતિના મંદિરો આવેલા છે જે મિત્રો તેમની ભવ્યતા અને સુંદરતા માટે ખુબજ જાણીતા છે પર્સનતુ મિત્રો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે કોઈ મંદિર ની નહી પરંતુ ભગવાન ગણપતિની મુર્તિ વિશે છે મિત્રો આ મુર્તિ વિશે એવુ એક એવુ રહસ્ય માનવામા આવે છે કે અહિ ભગવાન ગણેશે પોતાના આ મંદીરની જગ્યા સ્વયં પોતેજ પસંદ કરી હતી અને ત્યારથી અહિ ભગવાન ગણેશ નુ ભવ્ય મંદિર આવેલુ છે.

મિત્રો ગુજરાતના અરણેજ નજીક ગણેશપુરામાં આવેલુ આ સિદ્ધિ વિનાયક ગણપિદાદાના મંદિરનું લોકોમાં અનોખુ ધાર્મિક મહત્વ છે અને અહિ ગામેગામથી લોકો અહીં દર્શન કરવા આવતા રહ્યા છે અને શ્રદ્ધાળુ ભક્તોથી આ મંદિર હમેશા ભરાયેલું રહે છે અને કહેવાય છે કે વિક્રમ સંવત ૯૩૩ની અષાઢ વદ ચોથ અને રવિવારના દિવસે હાથેલ ગામમાં એક વૃક્ષ નજીક ઝાડી ઝાંખરામાં જમીન ખોદતી વખતે આ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ મળી આવી હતી જે સોનાનાં આભૂષણોથી સજ્જ હતી જેમા કાનમાં કુંડળ, માથે મુકુટ, પગમાં ઝાંઝર અને કેડે કંદોરો પહેરેલો હતો.

અને આ જોઇમે ત્યાંનાં રહેવાસીઓ વચ્ચે મૂર્તિને કોઠ, રોજકા કે વંકુઠા ગામે લઈ જવી જોઇએ તે વાતને લઈને બોલાચાલી થવા લાગી. આ જોતાં જ ત્યાં રહેલાં એક મોટી ઉંમરના વડીલે કહયુ કે મૂર્તિને એક વિના બળદવાળા ગાડાંમાં મૂકી દેવી જોઈએ અને આ ગાડું જ્યાં ચાલીને જાય ત્યાંજ મૂર્તિની સ્થાપના કરવી પ્રભુની જ્યાં ઈચ્છા હશે ગાડું ત્યાંજ ચાલીને રોકાઈ જશે.

અને ત્યાં રહેલા સર્વ લોકોમાં આ વાત ગળે ઉતરી ગઈ અને આમજ કરવું તેવો નિર્ણય લેવાયો જેવી મૂર્તિને ગાડામાં મુકે કે તરત ગાડું ચાલવા લાગ્યું અને હાલના ગણેશપુરા જઈને રોકાયું અને તે સમયે ત્યાં પહેલે થી જ માં શક્તિની સ્થાપના થયેલી હતી પરંતુ ત્યાં પહોંચતા સાથેજ ગાડામાંથી મૂર્તિ ગબડી પડી અને નક્કી કરવામાં આવ્યું કે મૂર્તિને ત્યાંજ સ્થાપિત કરવામાં આવે અને તે સ્થળ ત્યારબાદ ગણેશપુરા નામે પ્રચલિત થયું મિત્રો કહેવાય છે.

ગણેશપૂરામાં આ સિદ્ધિ વિનાયક દેવતા નું દર મહિનાની વદ ચોથે દર્શન કરવાથી કૃપા પ્રાપ્તિ થાય છે ખાસ કરીને મંગળવારે આવતી અંગારકી સંકષ્ટચતુર્થીએ તો ગામેગામ થી લોકોનો મેળો ભરાય છે બાપ્પા ની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે અહીં લોકો આવે છે તેમજ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે દૂર દૂરથી લોકો દર્શન લાભાર્થે ભેગા થાય છે અને ચોથના દિવસે વહેલી સવારે મંદિરના પ્રાંગણમાં શંખ ફુંકાય છે.

અને બાપ્પાની આરતી ઉતારવામાં આવે છે અને તે રાત્રે ચંદ્રોદય બાદ સંધ્યા આરતી કરવાનો એક અલગ મહિમા છે મિત્રો અહી આરતીનો લ્હાવો રોજ સવારમાં ૫-૩૦ વાગ્યે તેમજ સંધ્યા સમયે સાંજે ૭-૩૦ વાગ્યે મેળવી શકાય છે.બાપ્પાનાં દર્શન અર્થે મંદિર સવારે ૫-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધી ખુલ્લું રાખવામાં આવે છે તેમજ મિત્રો અમદાવાદથી લગભગ 62 કિમી દૂર ધોળકા તહસીલનું એક નાનકડું ગામ જેનું નામ કોથ છે.

અને તે સ્વયંભુ ગણપતિદાદાની હાજરીને કારણે આજે ભારતમાં પ્રખ્યાત થઈ ગયું છે. કોઠા ગામમાં ગણપતિનું મંદિર આવેલુ છે અને તેથી તે ગણેશ પુરા અને ગણપતિ પુરા તરીકે ઓળખાય છે અબે અહીં મંદિરમાં ગણપતિદાદા ની 6 ફૂટ ઉચી સ્વ-ઘોષિત પ્રતિમા લાગેલી છે અને આ પ્રતિમાની વિશેષતા એ છે કે ભગવાન ગણેશની સુંંડ ડાબી બાજુએ છે અને તે એક એકદંત મૂર્તિ છે તેમજ આ પ્રતિમા પૂર્વ મુખથી, મંદિરના દ્વારથી જ દેખાય છે.

તેમજ આ મંદિરના પ્રવેશદ્વાર કલાત્મક અને આકર્ષક લાલ પત્થરો થી બનેલા છે અને ભગવાન ગણપતિના આ મંદિર નુ સુહાસન સોનાનુ બનેલુ છે તેમજ મિત્રો જો તમે અહિ જવા માંગો છો તો અહીંથી નજીકનું એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ છે જે લગભગ 67 કિમી દૂર છે અને ત્યાંથી તમે ટેક્સી અને બસો દ્વારા અહીં પહોંચશો તેમજ અહિનુ નજીકનું રેલ્વે સ્ટેશન અરણેજ રેલ્વે સ્ટેશન અહીંથી લગભગ 6 કિ.મીની દૂર છે અને જો તમે બસ દ્વારા પોહચવા માંગો છો તો અમદાવાદથી ઘણી સરકારી બસો અને ટેક્સીઓ મળી શકે છે અને સંકષ્ટિ ચતુર્થી પર ઘણી બસો ભગવાન ગણેશના આ મંદિરે જવા ગોઠવાલી હોયછે.

Advertisement