કિન્નર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો મળી ગઈ તો સમજો લક્ષ્મીજી સાક્ષાત તમારા પર મહેરબાન છે

0
921

હજારો વર્ષોથી કિન્નર અથવા હિજડા લોકોએ સમાજમાં એક પ્રભાવશાળી સ્થાન કબજે કર્યું છે. સમાજમાં તેમનાં ઘણા અધિકારો હોવા છતાં પણ તેઓ આપણા સમુદાયોમાં સ્વીકાર્ય નથી. આથી સમાજ દ્વારા સ્વીકારવામાં ન આવે તે માટે, તેઓએ તેમની પોતાની અલગ જીવનશૈલી બનાવી છે અને સમાજમાં પોતાને માટે એક જગ્યા ઉભી કરી છે.

જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી આ દુનિ.માં સ્ત્રી-પુરુષ ઉપરાંત કિન્નર સમાજનો ત્રીજો વર્ગ છે. આ વર્ગનો ઉલ્લેખ અનેક પૌરાણિક કથાઓમાં પણ કરવામાં આવ્યો છે. કિન્નર ઘણાં રહસ્યમય રીતે રહે છે જે સૌકોઇ જાણતા નથી.પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કિન્નરો પાસે એક એવું રહસ્યો હોય છે જે રાતોરાત તમને માલામાલ બનાવી શકે છે સાથે તમારા ભાગ્યના દ્વાર ખોલી શકે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કિન્નરોની દુઆઓનું વિશેષ મહત્વ છે. કિન્નરોનો સંબંધ બુધ ગ્રહ સાથે છે. શાસ્ત્રો અનુસાર બુધ ગૃહને નપુંસક માનવામાં આવે છે તેથી તેમાં કિન્નરોનો વાસ હોય છે. આપણા જીવનમાં બુધ ગૃહનો સંબંધ વેપાર, બુદ્ધી, ત્વચા અને ધન સાથે હોય છે તેથી બુધ ગૃહને અનુકૂળ બનાવવા માટે તમારે આ ઉપાય જરૂર કરવા જોઇએ.

ઉપાય. જો બુધવારેના દિવસે કિન્નર દેખાય તો તેને ખોલી હાથ નહી પરંતુ યથાશક્તિ દાન આપીને વિદાય આપો. જો કિન્નર ખુશ થઇને તમને થોડા રૂપિયા પરત આપે તો તેને એક લીલા કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો. કિન્નરને ધન આપો. જો તે તમારા પર પ્રસન્ન થઈને જાતે તમને સિક્કો કે રૂપિયો આપે તો તેને ના ન પાડશો. તેને તમારા ઉજ્જવળ ભાગ્યના સંકેત સમજો અને તેને લઈને તમારા ગલ્લા, કેશ બોક્સ કે ધન સ્થાન પર મુકી દો. કિન્નરે આપેલા આ પૈસાથી તમારી કિસ્મત ચમકી ઉઠશે અને તમે રાતોરાત માલામાલ થઇ જશે. સાથે જ બુધવારે કિન્નરોને લીલા રંગના વસ્ત્રો દાનમાં આપવા પણ શુભ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દાન કરવાથી બુધ ગૃગનો શુભ પ્રભાવ વધે છે. આપણી આસપાસ ઘણીવાર આપણને શુભ પ્રસંગોમાં કિન્નરો જોવા મળે છે. આપણાં સમાજમાં કિન્નરો થી અંતર રાખવામા આવે છે. આથી તેઓ શુભ પ્રસંગો અને વાર તહેવારે આશિષ આપીને દાન લઈને પોતાનું જીવન વ્યતીત કરે છે. તેઓને સમાજમાં સ્થાન મળતું ના હોવાથી તેઓને પોતાનું ગુજરાન આ રીતે ચલાવવું પડે છે. કિન્નરમાં સ્ત્રી અને પુરુષ બંનેના ગુનો રહેલા હોય છે. એવું પણ માનવમાં આવે છે કે કિન્નરની બદદુઆ ક્યારેય પણ લેવી ના જોઈએ એ સાચી પડી શકે છે. તેઓના આશીર્વાદ તમારું જીવન સુખમય પણ બનાવી શકે છે. આથી જ લોકો શુભ પ્રસંગોએ કિન્નરને દાન આપી રાજી કરે છે.

એવું પણ માનવમાં આવે છે કે કિન્નરોને કરવામાં આવેલું દાન અક્ષય પુણ્ય ગણવામાં આવે છે. મતલબ કે આ પુણ્ય જીવનભર તમારી સાથે રહે છે અને તેનું ફળ પણ જીવનભર તમારો સાથે આપે છે. તેમની દુઆઓ વ્યતિને દરેક વિપતિમાંથી બચાવે છે. જો તમે પણ તમારા ઘર-પરિવારને સમસ્યાઓ માંથી મુક્ત કરવા માંગતા હોય તો કિન્નરને કોઈ દિવસ ખાલી હાથે ન જવા દેવા જોઈએ. તેમણે મીઠો આવકાર આપો, જો તમારાથી એ રાજી થઈ ગયા તો અને તમને દુઆ આપી દીધી તો તમે તમારા ધરેલા કામ પર પડી શકશો.

જો કિન્નર તમને ખુશ થઈને ભેટરૂપે સિક્કો આપે તો સમજી લો કે તમારી કિસ્મત ચમકી જશે. જો કિન્નર તમારી ખુશ હોય તો તમે તેમની પાસેથી સિક્કો માંગી પણ શકો છો અને જો તે પ્રેમથી એ સિક્કો આપી દે તો સમજી લો કે તમારા પર લક્ષ્મીજીની કૃપા વરસવા લાગશે. તમારા ઘરમાં ક્યારેય ધનની કમી થશે નહીં. તમારા ઘરમાં હંમેશા માટે સુખ, સમૃધ્ધિ અને શાંતિ જળવાઈ રહેશે. કિન્નર દ્વારા આપવામાં આવેલા આ સિક્કાને લાલ કલરના કપડામાં વીંટીને પર્સમાં અથવા તો ઘર કે ઓફિસની તિજોરીમાં રાખી દેવું. જો તિજોરીના હોય તો જે જગ્યા પર ઘરેણાં અને પૈસા રાખતા હોય એ જગ્યા પર આ વસ્તુને રાખી દેવી. આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ પૈસાની અછત નથી થાય.