કિસ કિંગ ઈમરાન હાશ્મીની બહેન છે ખુબજ હોટ, બોલ્ડનેશ જોઈ ભલભલી હિરોઈનોને ભૂલી જશો.

0
69

બોલીવુડ એટલે રોજ ને રોજ ને કંઈક નવું જાણવા મળે તેવી વસ્તુ તમે પણ જોયું હશે કે બોલીવુડમાં અવારનવાર સ્ટાર્સ ચર્ચામાં આવતા રહે છે. જેમાં તેમના વિશે કઈક વાત હોય તો તેમના પરિવાર વિશે.જોકે ફેન્સ પણ તેમના વિશે જાણવા આતુર રહેતા હોઈ છે.બોલિવૂડમાં ભટ્ટ પરિવારનું હંમેશા નામ રહ્યું છે. ભટ્ટ પરિવારમાં ઘણા અભિનેતા, નિર્દેશક અને પ્રોડ્યુસર્સ છે. ઈમરાન હાશ્મી ભટ્ટ પરિવારના પ્રોડ્યુસર્સની પહેલી પસંદ છે. વિક્રમ ભટ્ટના નિર્દેશનમાં વર્ષ ૨૦૦૩માં “ફૂટપાથ” ફિલ્મથી ઇમરાન હાશ્મીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઈમરાન હાશ્મીની એન્ટ્રી ખૂબ જ શાનદાર રહી અને તે પોતાની ખાસ ઇમેજ માટે જાણીતા થયા. પોતાની એક્ટિંગના દમ પર ઇમરાને ઘણી હિટ ફિલ્મો આપી અને આજે તેમની ગણતરી બોલીવૂડના ટોપ અભિનેતાઓમાં થાય છે. ડાયરેક્ટર્સને પણ તેમની સાથે કામ કરવું ખૂબ જ સારું લાગે છે.

અભિનેતા ઇમરાન હાશ્મી ફિલ્મોમાં પોતાના બોલ્ડ અંદાજ માટે ખુબ જ પ્રખ્યાત છે અને તેથી જ તો ઇમરાન હાશ્મીને બોલીવુડના સીરીયલ કિસર પણ કહેવામાં આવ્યા છે.એટલા માટે મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભટ્ટ પરિવારના પ્રોડ્યુસરની પહેલી પસંદ ઇમરાન હાશ્મી છે. ઈમરાને બોલીવુડને ઘણી હીટ ફિલ્મો આપેલી છે. પરંતુ મિત્રો એક વાત તો માનવી પડે કે ઇમરાનની ફિલ્મ હીટ રહે કે ન રહે પરંતુ તેની ફિલ્મના ગીતો હંમેશા હીટ અને પ્રભાવશાળી રહે છે. તેમના ગીતો લોકોના જહેનમાં ખુબ જ સરળતાથી આવી જતા હોય છે અને લાખો લોકો તેમના ગીત ના દીવાના છે..

ઇમરાને પોતાનાં દમદાર અભિનય કૌશલ્યથી ઘણી સુપર હીટ ફિલ્મો પણ આપેલી છે અને લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. તમને જણાવી દઈએ કે આજે ઈમરાનની ગણતરી બોલીવુડના ટોચના અભિનેતાઓમાં કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પણ ઇમરાન સાથે કામ કરવું ખુબ પસંદ હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે ઈમરાન હાશ્મીની બહેન પણ બોલિવૂડમાં કામ કરે છે અને તે સંપૂર્ણ રીતે સત્ય હકીકત છે કે ઈમરાન હાશ્મીની બહેન ઘણા વર્ષોથી બોલિવૂડમાં કામ કરી રહી છે અને તે એક જાણીતી એક્ટ્રેસ પણ છે. તે એટલી સુંદર છે કે તમે પણ તેમને પસંદ કરતા હશો અને તેમની ફિલ્મો જરૂર જોતા હશો. તો ચાલો આજે અમે તમને ઈમરાન હાશ્મીની બહેન સાથે મુલાકાત કરાવીએ જે બિલકુલ તેમની જેમ જ બોલ્ડ અને બિંદાસ છે. હકીકતમાં ઈમરાન હાશ્મીની બહેનનું નામ આલિયા ભટ્ટ છે. આલિયા ભટ્ટ ઈમરાન હાશ્મીની કઝીન સિસ્ટર છે.

હકીકતમાં ઈમરાન હાશ્મીની દાદીની બહેનનું નામ શિરીન મોહમ્મદ અલી હતું. શિરીન મોહમ્મદ અલી મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની માં હતી. આ સંબંધને લઇને ઈમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ ભાઇ-બહેન છે. મહત્વપૂર્ણ છે કે એકવાર કોઈ ફિલ્મ મેકર્સ ઈમરાન હાશ્મીની પાસે આલિયા ભટ્ટની સાથે કામ કરવાનું પ્રપોઝલ લઈને ગયા હતા. ઇમરાને તે ફિલ્મ મેકર્સને મનાઈ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે ઈમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ કઝિન ભાઇ-બહેન છે. આલિયા ભટ્ટ પ્રસિદ્ધ બૉલીવુડ નિર્દેશક મહેશ ભટ્ટની દીકરી છે.

આલિયા ભટ્ટ અને ઈમરાન હાશ્મી ક્યારેય પણ એકસાથે એક ફિલ્મમાં જોવા મળ્યા છે ? આ એક સવાલ છે જેનો જવાબ હંમેશા ના જ રહેશે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઈમરાન હાશ્મી પોતે કહી ચૂક્યા છે કે તે અને આલિયા એકસાથે કોઈ ફિલ્મમાં કામ કરે તે શક્ય નથી. કારણકે ભાઈ અને બહેનની વચ્ચે રોમેન્ટિક સીન જોવામાં બધાને ખૂબ જ વિચિત્ર લાગશે.

પોતાના સંબંધોને લઈને ઇમરાને જણાવ્યું કે આલિયા તેમની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” ના જોવાના કારણે મારાથી ઘણા દિવસો સુધી નારાજ રહી હતી. આલિયાએ મારી સાથે ત્યાં સુધી વાત ના કરી જ્યાં સુધી મેં તેમની ફિલ્મ જોઈ નહી. એટલે કે હવે એ વાત તો નક્કી જ છે કે બંને ક્યારેય પણ કોઈ ફિલ્મમાં એક સાથે જોવા નહી મળે.

બોલીવુડ હિરોઈન આલિયા ભટ્ટ ફિલ્મોને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે અને હાલમાં જ તેની ફિલ્મ ગલી બોયને ભારત તરફથી ઓસ્કારમાં પણ મોકલવામાં આવી હતી, તે વાત અલગ છે કે તે ફિલ્મ રેસ માંથી બહાર થઇ ગઈ પરંતુ છતાં પણ તે સૌની ફેવરીટ ફિલ્મ બની ગઈ છે. વર્ષ ૨૦૧૯માં આંકડાની વાત કરીએ તો આલિયા ભટ્ટ સૌથી વધુ કમાણી કરનારી હિરોઈન બની ગઈ છે. ફોર્બ્સ મુજબ ટોપ સેલીબ્રેટીઝમાં આલિયા ભટ્ટનું નામ ૮માં સ્થાન ઉપર છે પરંતુ માત્ર હિરોઈનની વાત કરીએ તો તેનું નામ ટોપ ઉપર છે.

ફોર્બ્સ મુજબ, આલિયા ભટ્ટે વર્ષ ૨૦૧૯માં ૫૯.૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને વર્ષ ૨૦૧૮માં તે આ લીસ્ટમાં ૧૨માં સ્થાન ઉપર હતી જેમાં તેમણે ૫૮.૮૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્ષ ૨૦૧૯માં આલિયાની બે ફિલ્મો રીલીઝ થઇ જેમાં રણવીર સિંહ સાથે ગલી બોય અને વરુણ ધવન સાથે કલંક હતી. ગલી બોયને બોક્સ ઓફીસ ઉપર સારા રીવ્યુ મળ્યા તો કલંકને ખાસ ઉપલબ્ધી ન મળી. હિરોઈન આલિયાની અભિનય સાથે સાથે લેન, ફ્રૂટી, ઉબર ઇટ્સ અને ફ્લીપકાર્ટ જેવી મોટી કંપનીઓ માંથી પણ આવક થાય છે.

અને બીજી હિરોઈનની વાત કરીએ તો આલિયા પછી દીપિકા પાદુકોણ ૧૦માં સ્થાન ઉપર આવે છે. ૧૪માં સ્થાન ઉપર પ્રિયંકા ચોપડા. ૨૩માં સ્થાન ઉપર કેટરીના કેફ અને ૨૮માં સ્થાન ઉપર શ્રદ્ધા કપૂરનું નામ નોંધાયેલું છે. આલિયા ભટ્ટની આવનારી ફિલ્મો બ્રહ્માસ્ત્ર અને ગંગુબાઈ છે અને બંને જ ફિલ્મો લગભગ પૂરી થવાની છે. આલિયાએ ત્રણ વર્ષથી ફોર્બ્સ લીસ્ટમાં સ્થાન જાળવ્યું છે તે ૨૦૧૭માં તે ૨૧માં સ્થાન ઉપર હતી.

વર્ષ ૨૦૧૨માં કરણ જોહરે ત્રણ કલાકારો સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ યરથી લોન્ચ કરવામાં આવી હતી. આલિયા ભટ્ટની કારકિર્દી ત્યારપછી જોરદાર ચાલી. આલિયાએ આ ફિલ્મ પછી હમ્પટી શર્માની દુલ્હનિયા, કપૂર એંડ સંસ, બદ્રીનાથ કી દુલ્હનિયા, ડીયર જિંદગી, રાજી, કલંક, ગલી બોય જેવી કમાલની ફિલ્મોમાં કામ કર્યું છે. આલિયા ભટ્ટને આ દરમિયાન ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે અને ત્યારપછી તે દરેકની ફેવરીટ હિરોઈન બની ગઈ. તેની પાસે સંજય લીલા ભણશાલીની એક બીજી ફિલ્મ છે જેનું ટાઈટલ હજુ સુધી નક્કી નથી થયું.

હાલ બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક સમયથી પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. જો કે આ વિશે હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ક્યાંકને ક્યાંક ઘણા લોકો આ વાતથી ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પાસે હાલના સમયમાં પ્રોજેક્ટની કોઈ ખામી નથી. આ બંને સ્ટાર્સ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ સાથે નજર આવી રહ્યા છે, પરંતુ બંને લોકો પોતાના સેપ્રેટ પ્રોજેક્ટ પણ કરી રહ્યા છે.