કોઈ આલીશાન મહેલથી ઓછું નથી સાનિયા મિર્ઝા નો આ બંગલો, જુઓ અંદરની આ મનમોહક તસવીરો….

0
244

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતની ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝા આ દિવસોમાં પોતાના પુત્ર સાથે સમય વિતાવી રહી છે. સાનિયાના પુત્ર ઇજાન મિર્ઝા મલિકના જન્મ પછી હવે તે ખૂબ ફીટ થઈ ગઈ છે. સાનિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સાનિયા તેની રમતગમતની સાથે જીવનશૈલી માટે પણ હેડલાઇન્સમાં રહે છે.ઘણી વાર તેમની ઘરની પાર્ટીના ફોટા બહાર આવે છે, ઘણી વખત તેઓ ઘર ખરીદવા માટે હેડલાઇન્સમાં રહે છે. જણાવી દઈએ કે સાનિયાનું દુબઈ અને હૈદરાબાદમાં એક ઘર છે અને ઘણી વખત તેના ઘરના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. સાનિયાના ઘરની કિંમત કરોડો રૂપિયા છે.

Advertisement

સાનિયા પાસે ઘણા જોડી મોંઘા કપડાં, ઘણા જૂતા અને સ્ટાઇલિશ બ્રાન્ડેડ ડ્રેસનો સંગ્રહ છે. સાનિયાએ તેના બેડરૂમને બીઓ કાર્લમાં સજાવટ કરી છે જે ખૂબ જ સુંદર છે. સાનિયાના ઘરે એક મોટો શેલ્ફ બનાવવામાં આવ્યો છે, જેમાં તેની જીતેલી બધી ટ્રોફી રાખવામાં આવી છે. સાનિયા મિર્ઝાએ 2010 માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.લગ્ન પછી, સાનિયા મોટાભાગે દુબઇમાં રહે છે. પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવાને કારણે સાનિયાને ઘણી વાર ટ્રોલ કરવામાં પણ આવી હતી.સાનિયા ટેનિસની સાથે સાથે આઉટિંગ અથવા પાર્ટી કરવી પણ પસંદ કરે છે. બીજી બાજુ, સાનિયા તેની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી રહે છે.

સાનિયા ઘણીવાર પોતાના દીકરાની ક્યૂટ તસવીરો પણ શેર કરતી રહે છે. ફરી એકવાર સાનિયાએ પોતાના દીકરા સાથે ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી છે. આ તસવીરમાં સાનિયા તેના પુત્ર સાથે પલંગ પર બેસી જોવા મળી રહી છે. ઇઝાન તેની માતા સાથે એકદમ ખુશ દેખાય છે.પુત્રના જન્મ પછી આપેલા ઇન્ટરવ્યુમાં સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે તે પુત્રની કારકીર્દિની પસંદગી નહીં કરે. ફક્ત તેના પુત્રને તેની કારકિર્દી પસંદ કરવાનો અધિકાર હશે. તે ડૉક્ટર હોય કે ક્રિકેટર અથવા કંઈક પણ. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે ઇઝાનના જન્મ પહેલાં કહ્યું હતું કે તેઓ તેમના બાળકનું અટક મિર્ઝા મલિક રાખશે.

સાનિયા મિર્ઝા વુમન્સ ડબલ્સ કેટેગરીમાં વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર હતી. સાનિયાને સૌથી સફળ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી તરીકે પણ ગણવામાં આવે છે.સાનિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેના પિતા બિલ્ડર છે અને માતાનો પ્રિન્ટિંગ બિઝનેસ છે.સાનિયાનું કુટુંબ હૈદરાબાદમાં શિફ્ટ થયુ હતુ તે પછી સાનિયાની નાની બહેન આનમનું બાળપણ પણ હૈદરાબાદમાં જ વિત્યુ હતું.સાનિયા મિર્ઝા પૂર્વ બારતીય ક્રિકેટર ગુલામ અહમદ અને પાકિસ્તાની ક્રિકેટર આસિફ ઈકબાલની રિલેટિવ છે.હૈદરાબાદની નાસરમાં ભણતી વખતે તેને ટેનિસ પ્લેયર બનવાના સ્વપ્નમાં મદદ મળી હતી, એમ સાનિયાએ કહ્યું હતું.છ વર્ષની ઉંમરથી જ સાનિયા મિર્ઝા ટેનિસ રમતી હતી.

સાનિયાને ટેનિસનું કોચિંગ પહેલા તેના પિતાએ અને પછી રોજર એન્ડરસને કર્યું હતું.સાનિયા મિર્ઝા ગ્રેન્ડ સ્લેમ ડબલ્સમાં છ વખત જીતી છે.સાનિયાએ ઑસ્ટ્રેલિયા ઓપન, વિમ્બલડન અને યુએસ ઓપનમાં વુમન્સ ડબલ્સમાં પણ વિજેતા બની છે.સાનિયા મિર્ઝા ઑસ્ટ્રેલિયા ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં પણ વિજેતા બની છે.ઑક્ટોબર 2005માં સાનિયાનું નામ મેગેઝીનમાં ’બારતના 50 હિરોઝ’માં આવ્યુ હતું.

વર્ષ 2010માં એક અગ્રણી અખબારે ભારતને ગર્વ અપાવનારી 33 મહિલાઓમાં સાનિયા મિર્ઝાનો ઉલ્લેખ કર્યો હતો.વર્ષ 2016માં વિશ્વમાં ટોચના 100 પ્રભાવશાળી લોકોમાં સાનિયા મિર્ઝાનો પણ સમાવેશ હતો. સાનિયા મિર્ઝાએ 10 વર્ષ પહેલા પાકિસ્તાની ક્રિકેટર શોહેબ મલિક સાથે લગ્ન કર્યા હતા. પહેલા હૈદરાબાદમાં પરંપરાગત હૈદરાબાદી મુસ્લિમ રીતે અને પછી પાકિસ્તાની પરંપરાના હિસાબે લગ્ન કર્યા હતા.

એપ્રિલ 2018માં સાનિયાએ જાહેરાત કરી કે તે પ્રેગ્નેન્ટ છે. ઑક્બર 2018માં તેણે પુત્રને જન્મ આપ્યો જેનું નામ ઈઝાન મિર્ઝા મલિક પાડ્યુ છે.પ્રેગ્નેન્સી વખતે સાનિયાએ આ ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. સોશ્યલ મીડિયામાં તે પોતાના ગ્લેમરસ ફોટોઝ અપલોડ કરતી હોય છે.સાનિયા મિર્ઝા અને તેની નાની બહેન આનમ. સાનિયા મિર્ઝાએ સોશ્યલ મીડિયામાં તેનો નાનપણનો ફોટો શૅર કર્યો હતો, જેમાં તેની નાની બહેન પણ દેખાય છે.

સાનિયા મિર્ઝા બૉલીવુડ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન બંને ક્લોઝ ફ્રેન્ડ્સ છે.સાનિયા મિર્ઝાએ નેહા ધુપિયા સાથેનો આ ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. બંને એક ટોક શોમાં સાથે જોવા મળ્યા હતા.સાનિયા મિર્ઝાએ માર્ટિના હિંગીસ સાથેનો આ ફોટો શૅર કર્યો હતો. આ બંનેએ ઘણી વુમન્સ ડબલ્સ ખિતાબો મેળવ્યા છે, જેમાં વિમ્બલડનનો પણ સમાવેશ છે.

સાનિયા મિર્ઝા સોશ્યલ મીડિયામાં જે ફોટોઝ અપલોડ કરે છે તે ફૅન્સને ખૂબ જ ગમે છે. મોટા ભાગે સાનિયા ઈન્સ્ટાગ્રામમાં ફોટોઝ અપલોડ કરતી હોય છે.કોફી વિથ કરણના શૂટિંગ પહેલા બેકસ્ટેજનો આ ફોટો સાનિયા મિર્ઝાએ શૅર કર્યો હતો.એક ઈવેન્ટ પહેલા સાનિયા મિર્ઝાએ બ્લુ ડ્રેસમાં આ સુંદર ફોટો શૅર કર્યો હતો.ન્યુ યોર્ક સ્થિત સાનિયાએ તેનો આ ‘ગેંગ્સ્ટા’ લુક શૅર કરતા કૅપ્શન આપી, સ્વૅગ બિકોઝ ઈટ્સ ન્યુયોર્ક ટાઈમ. સાનિયા મિર્ઝાને મોનોક્રોમ ફોટોઝ ખૂબ જ ગમે છે અને તે બ્લેક એન્ડ વાઈટ ફોટોઝ સમયાંતરે શૅર કરતી રહેતી હોય છે.

એક ફોટોશૂટમાં સાનિયા મિર્ઝાએ ઈથનિક લુક ફૅન્સને દર્શાવ્યો હતો.સાનિયા મિર્ઝા એક સ્પોર્ટ્સ પ્લેયર તરીકે પોતાની અને કુટુંબના સ્વાસ્થ્યની ખૂબ જ કાળજી લે છે..સાનિયા મિર્ઝા ઈન્ડિયન ટ્રેડિશનલ તેમ જ વેસ્ટર્ન સ્ટાઈલ બંનેમાં પોતાનો સ્ટાઈલ સ્ટેટમેન્ટ સાબિત કરે છે.

Advertisement