કૌન બનેગા કરોડ પતિમાં આ લોકોનું ચમકી ગયું કિસ્મત,ભણેલ ના હોવા છતાં પણ બન્યા કરોડ પતિ,જાણો વિગતે

0
187

સોની ટીવી પર પ્રસારિત થયેલ કૌન બનેગા કરોડપતિ આ શો ના પરિચયથી બધા વાકેફ છે તેની ખ્યાતિ એટલી છે કે આ શો છેલ્લા 11 સીઝનથી કમાલ કરતો આવી રહ્યો છે અને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે તેનું મુખ્ય કારણ શોના હોસ્ટ અમિતાભ બચ્ચન અને કરોડો રૂપિયાની ઇનામ રકમ છે તો આજે અમે તમને કેટલાક એવા 15 ભાગ્યશાળી વિજેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમનું નસીબ અચાનક બદલાઇ ગયું અને આજે તેઓ કરોડોમાં રમી રહ્યા છે.

1.સનોજ રાજ.

સનોજ જેહાનાબાદના હુલાસગંજ બ્લોકના ઢોંગરા ગામના રહેવાસી છે તેમના પિતા એક ખેડૂત છે પિતાએ તેમને ભણાવવા ખૂબ જ મહેનત કરી હતી ગામની સરકારી શાળા સારી નહોતી તેથી તેમણે તેને ખાનગી શાળામાં ભણાવ્યા સનોજે બી.એ.નો અભ્યાસ કર્યો છે આ દરમિયાન તેમનો કેમ્પસ પ્લેસમેન્ટ થયો મનોજનું આઇ.એ.એસ. બનવાનું સપનું છે અને જેની તે તૈયારી પણ કરી રહ્યો છે એક કરોડ રૂપિયા જીતનાર સનોજનું કહેવું છે કે તેણે ક્યારેય મહાનગર જોયું નથી.

2.બબીતા તાડે.

સીઝન 11ના એક બીજા 11 કરોડ વિજેતા મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેનારી બબીતા તાડેને અમિતાભ બચ્ચને પૂછ્યું કે તમે આ પૈસાનું શુ કરશો ત્યારબાદ બબીતાએ જણાવ્યું કે તે તેના પૈતૃક ગામમાં શિવનું મંદિર બનાવવા માંગે છે તમને જણાવીએ કે બબીતા એક સરકારી શાળામાં મધ્યાહ્ન ભોજન બનાવે છે બાળકો તેમને ખિચડી કાકુ નામે બોલાવે છે કયો હતો એક કરોડનો પ્રશ્ન સવાલ મોગલ શાસક બહાદુર શાહ ઝફરના કયા દરબાર કવિએ દાસ્તાન એ ગદર લખી હતી જેમાં તેમણે 1857 ના વિદ્રોહ ને તેમના અંગત અનુભવો વિશે લખ્યું હતું A મીર તક મીર B મોહમ્મદ ઇબ્રાહિમ જોક B મોહમ્મદ ઇબ્રાહિમ જોક C ઝહીર દહલવી ફિરદૌસી Dઅબૂ અલ કાસીમ સાચો જવાબ ઝહીર દેહલવી

3.બિનિતા જૈન.

કેબીસી 10 ની વિજેતા બિનીતા જૈન આસામના ગુવાહાટીની રહેનારી છે જેણે આ શો માં 1 કરોડ રૂપિયા જીત્યા હતા 7 કરોડના જેકપોટ સવાલનો સાચો જવાબ જાણતા હોવા છતાં બિનિતાએ રિસ્ક ના લેતા પ્રશ્ન છોડવાનો નિર્ણય કર્યો.

4.અનામિકા મજુમદાર.

કેબીસી સિઝન 9 ની જમશેદપુરની અનમિકા આ સિઝનની ની પ્રથમ કરોડપતિ બની હતી અનામિકાએ કેબીસી 9 માં એક કરોડ રૂપિયા જીત્યા હતા તમને જણાવીએ કે તે 7 કરોડનો જેકપોટ સવાલ પર આવીને અટકી ગઈ હતી પરંતુ શો ને છોડ્યા પછી જે જવાબ આપ્યો તે સાચો નીકળ્યો આ જીતેલી મોટી રકમથી બે બાળકોની માતા અનામિકા ફેઇથ ઇન ઇન્ડિયન નામની એનજીઓ ચલાવી રહી છે.

5.અચીન નરુલા અને સાર્થક નરુલા.

અચીન નરુલા અને સાર્થક નરુલા, આ બંને ભાઈઓ કેબીસી પર નસીબ અજમાવવા આવ્યા હતા અને ભાગ્યે તેમને પૂરો સાથ આપ્યો હતો બંનેએ આ શોમાંથી 7 કરોડની રકમ જીતી લીધી હતી જેના દ્વારા તેઓને તેમની માતાના કેન્સરની સારવાર કરાવી હતી આજે આ બંને આ જીતેલી રકમનું રોકાણ કરીને બિઝનેસ ચલાવી રહ્યા છે.

6.મેઘા પાટીલ.

આ આઠમી સિઝનમાં મેઘા પાટિલ 1 કરોડ રૂપિયા મેળવીને સિઝનના બીજી કરોડપતિ બની હતી.

7.તાઝ મોહમ્મદ રંગરેઝ.

કેબીસી ના સિઝન 7માં રાજસ્થાનના રહેવાસી જે એક શિક્ષક તાઝ મોહમ્મદ રંગરેઝ એ 5 કરોડ રૂપિયાના પ્રશ્ન પર આવીને ગેમને ક્વિટ કરી દીધી હતી જો કે તેમને 1 કરોડ રૂપિયાની રકમ જીતી હતી આ રકમથી તેને તેની દીકરીના આંખની સારવાર કરાવી ગામમાં બે અનાથ છોકરીઓના લગ્ન કરાવ્યા અને એક ઘર પણ ખરીદ્યું.

8.ફિરોઝ ફાતેમાં.

તાજ મોહમ્મદ રંગરેઝ સાથે ફિરોઝ ફાતિમાએ પણ બાઝી મારી અને જ એક કરોડ રૂપિયા જીતીને તેની સાથે ઘરે લઈ ગઇ.

9.સુનમીત કૌર.

સુનમીતની કહાનીએ અમિતાભને ખૂબ પ્રભાવિત કર્યા હતા પોતાના પગ પર ઉભા રહેવાનો પ્રયત્ન અને સાસરીમાંથી સપોર્ટ ન મળવના અભાવથી પણ આત્મવિશ્વાસ સાથે કૌર એ જીત પ્રાપ્ત કરી તેમને વાસ્તવિક જીવનમાં ઘણાં લોકોને તેમની પ્રેરણા આપી હતી.

10.મનોજ કુમાર રૈના.

આ સિઝન 6 માં પણ સુનમીત ની જેમ મનોજ એ પણ પોતાના જ્ઞાનના દમ પર બાઝી મારી અને જીત મેળવી.

11.સુશીલ કુમાર.

બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતીહારીના રહેનારા સુશીલ અત્યાર સુધીની તમામ સીઝનના સૌથી ચર્ચિત વિજેતા રહ્યા સુશીલ મનરેગા માં 6 હજારના પગાર પર નોકરી કરતા હતા ઇનામની રકમથી સુશીલને તેના પૂર્વજોના મકાનની મરામત કરાવી અને ભાઈઓનો ધંધો શરૂ કર્યો અને સુશીલ હાલમાં સંગીતની તાલીમ લઈ રહ્યો છે અને ઉર્દૂ પણ શીખી રહ્યો છે.

12.અનિલ કુમાર સિન્હા.

આ પાંચમા સિઝનમાં અનિલ કુમાર સિન્હા પણ કરોડપતિ બન્યા અને ખૂબ સારું નામ કમાવ્યું.

13.રાહત તસ્લિમ.

મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલ રાહત તસ્લીમ કેબીસી સીઝન 4 માં 1 કરોડની રકમ જીતવામાં સફળ થતા કરોડપતિ બની હતી હાલમાં રાહત ગવર્મેન્ટનું કામ કરી રહી છે.

14.રવિ મોહન સૈની.

2001 માં શરૂ કરાયેલ કેબીસી જુનિયરને પણ અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યાં હતાં તે સમયે રવિ મોહન સૈનીએ બાઝી મારી હતી જ્યારે તે ફક્ત 14 વર્ષનો હતો અને આગળ જતાં તે આઈપીએસ ઑફિસર પણ બન્યો.

15.હર્ષવર્ધન નવાથે.

વર્ષ 2000માં શરૂ થયેલ કૌન બનેગા કરોડપતિના પેહલા સિઝનમાં હર્ષવર્ધન નવાથે એ બાઝી મારી હતી તે એક મધ્યમ વર્ગના પરિવારનો હતો અને તે દરમિયાન હર્ષવર્ધન સિવિલ સર્વિસિસની તૈયારી કરી રહ્યો હતો આજે હર્ષવર્ધન પરિણીત છે અને તેના બે બાળકો છે તેમણે તેમની સિવિલ સર્વિસીસ તૈયારી છોડી યુ.કે. યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. કર્યું અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરી રહ્યાં છે.