લગ્નનજીવનમાં ખાસ ધ્યાન રાખો આ વાતનું આપોઆપ વધી જશે બન્ને વચ્ચે પ્રેમ.

0
3119

વૈવાહિક જીવનમાં પતિ પત્ની વાસ્તુની આ વાતોનું રાખશે ધ્યાન તો મજબૂત થશે સંબંધો.વાસ્તુ વિજ્ઞાનને કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને ભકે, તેના લગ્નના ઘણા વર્ષો વીતી ગયા હોય કે નવા નવા લગ્ન થયા હોય વૈવાહિક જીવનમાં પ્રેમ અને પરસ્પર સુમેળ જાળવવા માટે તેમણે બેડરૂમમાં કેટલીક વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવું જ જોઇએ.ઘરમાં હાજર ઘણી વસ્તુઓ તમારા પ્રેમમાં અવરોધ બની જાય છે તેથી વાસ્તુ વિજ્ઞાન કહે છે કે ટેલિવિઝન કમ્પ્યુટર લેપટોપ જેવા વિદ્યુત ઉપકરણોને બેડરૂમમાં ન રાખશો તેઓ સંબંધોને બગાડવાનું કામ કરે છે. બેડને દરવાજાની સામે ન રાખો પરંતુ તેને એવી રીતે રાખો કે તમે દરવાજાની બહાર જોઈ શકો પતિ અને પત્નીના બેડ પર બે ગાદલાનો ઉપયોગ ન કરવો જોઈએ બે ભાગોમાં વહેંચાએલ પલંગ સંબંધોમાં અંતર વધારવાનું કામ કરે છે.

 

ફાટેલી અને જૂની બેડશીટનો ઉપયોગ ન કરો તેમજ દર અઠવાડિયે તેને સાફ કરો અને તેનો ઉપયોગ કરો.ઘણા લોકો તેમના બેડરૂમમાં ભગવાનના ફોટા અથવા મૂર્તિની સજાવટ કરે છે ઘણા લોકો તો બેડરૂમમાં તેમના પૂર્વજોની તસવીરો પણ લગાવે છે. વાસ્તુ વિજ્ઞાનના મુજબ બેડરૂમમાં આવી તસવીરો અને મૂર્તિઓ પરિણીત જીવનના પ્રેમ માટે અવરોધ બની જાય છે અને સંબંધોમાં અંતર વધવાનું શરૂ થાય છે. પતિ પત્નીએ ઘરમાં પોતાનો પલંગ ઉત્તર અથવા ઉત્તર પૂર્વ તરફ રાખવો જોઈએ એનાથી પ્રેમમા એકબીજાને સહયોગ અને સંતુષ્ટિ થાય છે જો આ કરવાનું શક્ય નથી તો પછી તમે તમારા પલંગને દક્ષિણ-પશ્ચિમમાં પણ રાખી શકો છો.