લગ્ન કરવાં માટે ઇન્ડિયા આવી ફોરેનર પછી થયું કંઈક એવું કે…

0
1630

સામાન્ય રીતે લોકો ફેસબુક પર પ્રેમને ગંભીરતાથી લેતા નથી પરંતુ આ ઘટના તમને સોશિયલ નેટવર્ક પર પ્રેમને ગંભીરતાથી લેવા દબાણ કરશે તેઓ પ્રથમ ફેસબુક પર મળ્યા હતા મિત્રતા થઈ અને પછી પ્રેમ મોહબ્બતનું પાગલપન કંઈક એવું ચઢ્યું કે સાત સમુન્દ્ર પારથી પોતાના પ્રેમીને મળવા આવી અને પછી લગ્ન કરી લીધાં ગુજરાતમાં અમદાવાદની આ સાચી ઘટના છે.

41વર્ષની અમેરિકન નાગરિક એમિલી અને ગુજરાતના 21 વર્ષિય હિતેશ પહેલીવાર ફેસબુક પર મળ્યાં હતાં બંને વચ્ચે વાતચીત થઈ મિત્રતા વધતી ગઈ અને પછી પ્રેમમાં પડ્યા.

પ્રેમમાં હિતેશની તૂટેલી ફુટેલી અંગ્રેજી ક્યારેય પ્રેમમાં નડી નહિ વાત આગળ વધતાં એમિલી અમદાવાદ આવી ગઈ તે હિતેશ અને તેના પરિવારને મળી હિતેશ માટે પરિવારને સમજાવવો મુશ્કેલ હતો પરંતુ બાદમાં તે સંમત થઈ ગયો અને આ બંનેના લગ્ન ચોટીલા મંદિરમાં કરવામાં આવ્યા.

એમિલી અમેરિકન શહેર મોન્ટાનામાં રહે છે અને ત્યાં હેલ્થ કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે હિતેશ માત્ર 12 મા અભ્યાસ કર્યો છે અને બેરોજગાર છે તે પરિવાર સાથે પૂર્વ અમદાવાદ વિસ્તારમાં રહે છે.

તમામ સુખ સુવિધાઓ છોડી ભારત આવી એમિલીને કેહવું છે કે હિતેશ પાસે પૈસા નથી પરંતુ ખુશીઓ પૈસાથી નથી ખરીદી શકાતી તે કહે છે કે મારા પતિ મને ખુબ પ્રેમ કરે છે આ જ વાત અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

હિતેશનું કેહવું છે કે એમિલીનો સ્વભાવ તેને ખૂબ ગમે છે તેને કહ્યું કે તેની પાસે પાસપોર્ટ નથી આ વાત એમિલીનો જણાવી ત્યારે એ જાતે તેની પાસે આવી ગઈ.