લાલચમાં આવી ને યુવકે કેનેડાની યુવતી સાથે કર્યા લગ્ન પરંતુ, લગ્નની રાતેજ થયું એવું કે જાણી ને તમે પણ ચોંકી જશો

0
2473

અવારનવાર ગુજરાત માં એવા કિસ્સાઓ બનતા હોય છે જે દરવખતે ગુજરાત ની પ્રજા ને કંઈક અલગજ પાઠ ભણાવી જાય છે.હાલમાંજ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બહાર જવાના રવાડે યુવકે યુવતી સાથે લગ્ન કર્યું.અને પરિણામ એવું આવ્યું કે જાણી ને તમે પણ ચોંકી જશો.

ગાંધીનગરના માણસા પાસે આજે એક યુવાને ઝેર પી આપઘાતનાં કરેલાં પ્રયાસ બાદ સુરતની ઓપરેટ થતાં એક રાજ્યવ્યાપી કબૂતરબાજીનાં રેકેટનો પર્દાફાશ થયો છે.આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ શક્સ મારફતે તેનાં નવ જેટલાં વિદેશ જવા ઈચ્છતાં સગા વ્હાલાઓના 2.25 કરોડ રૂપિયા સલવાતા તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.

જે યુવાનોનાં પૈસા સલવાયા છે તેઓને કેનેડા લઈ જવાની લાલચ આપવામાં આવી હતી.અને સુરતના શખ્સે કેનેડાથી છોકરીઓ લાવીને અમદાવાદમાં તેઓની સાથે લગ્ન પણ કરાવ્યા હતા.સુરતના જે શખ્સનું નામ ખૂલી રહ્યું છે તે અસરફ અલી હોવાનું જાણવા મળ્યું છે.જો કે, હજુ સુધી તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી.પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ શખ્સની કબૂતરબાજીના નેટવર્કમાં અમદાવાદ, કલોક, મહેસાણા પંથકનાં વિજેશ જવા ઈચ્છતા યુવાનો ફસાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

આ તમામ યુવાનો રિતેષ પટેલના સગા સંબંધીઓ છે.રિતેષે આજે માણસા પાસેના ધોલાકૂવા ખાતે ઉંદર મારવાની ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની પ્રાથમિક પુછપરછમાં પૈસા લઈને વિદેશ મોકલવાનું રેકેટ બહાર આવ્યું હતું.કેનેડા મોકલવા માટે સુરતના અસગરઅલીએ કેનેડાની યુવતીઓ સાથે લગ્ન કરાવવાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં તેને કેનેડા સ્થિત મામાની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.

આ મામા દ્વારા જ કેનેડાથી એક વર્ષ પૂર્વે નવ જેટલી યુવતીઓ લાવવામાં આવી હતી અને વિદેશ જવા ઈચ્છતાં યુવાનો સાથે તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા.આ લગ્ન પણ અમદાવાદમાં થયા હોવાનું ચર્ચાઈ છે.જે લગ્નના કાયદેસરનાં મેરેજ સર્ટિફિકેટ પણ કઢાવવામાં આવ્યા છે.આ પેટે દરેક મુરતિયા પાસેથી 25 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાનું પણ કહેવાય છે.યુવતીઓ કેનેડા જઈને મેરેજ સર્ટિફિકેટના આધારે ફાઈલ મોકલશે તેવી હૈયાધારણા પણ પવામાં આવી હતી.

પણ કેનેડા ગયા બાદ યુવતીઓ તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં સગા વહાલાઓએ રિતેષ ઉપર પૈસાનું દબાણ કર્યું હતું.એટલું જ નહીં, પણ રિતેષે કેનેડા જવા માટે અમદાવાદમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં પણ 45 લાખ રૂપિયા આપ્યા હતા.આમ અંતે કંટાળીને રિતેષે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પોલીસે રિતેશનું નિવેદન નોંધ્યું છે.આ કિસ્સો દરેક માટે દર્શાવે છે કે લોભ સારો નથી હાલમાં કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરી શકાય તેમ નથી.