લો બોલો…PM મોદીએ શરૂ કરાવેલ મહેસાણા-ગાંધીનગર ટ્રેનમાં કોઈ બેસવા તૈયાર નથી, જાણો શું છે કારણ

ગરીબ રથ તરીકે ઓળખાતી ટ્રેનનું ભાડું એસટી બસથી પણ વધુ હોવાથી ગુજરાતના આ વિસ્તારમાં લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. રંગે ચંગે ટ્રેન તો શરૂ કરાઇ પણ ભાડું ખૂબ વધારે રાખતા ટ્રેનમાં બેસનાર જ કોઈ નથી. ગાંધીનગર વરેઠા વચ્ચે શરૂ કરાયેલી ટ્રેનમાં કોઈ બેસનાર જ નહીં. છેલ્લા અઠવાડિયામાં મહેસાણા વરેઠા વચ્ચે માત્ર 22 અને મહેસાણા ગાંધીનગર વચ્ચે માત્ર 26 ટીકીટ વેચાઈ હતી. ગત 16 જુલાઈના રોજ આ ટ્રેનનો રંગે ચંગે પ્રારંભ કરાયો હતો. મહેસાણાના સાસંદ શારદાબેન પટેલે ટ્રેનનો સમય બદલવા કેન્દ્રિય રેલ મંત્રીને પત્ર લખ્યો છે.

Advertisement

એક મોટા કાર્યક્રમમાં પીએમ મોદીએ દિલ્હીથી આ ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો જોકે જોરશોરથી શરૂ કરવામાં આવેલ આ ટ્રેનને માંડ માંડ પેસેન્જર પણ મળી નથી રહ્યા.ગાંધીનગર અને વરેઠાની વચ્ચે જ્યારે મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી ત્યારે મહેસાણાનાં 12 સ્ટેશનો પર તે ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રનાં રેલવે મંત્રી પોતે આગેવાની કરી રહ્યા હતા. નોંધનીય છે કે એક મોટા કાર્યક્રમમાં પીએમ મોદીએ દિલ્હીથી આ ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો. ટ્રેનની શરૂઆત બાદ ભાજપ નેતાઓ તથા ધારાસભ્યોએ આ ટ્રેન સેવાનાં ખૂબ વખાણ પણ કર્યા હતા.

જોકે જોરશોરથી શરૂ કરવામાં આવેલ આ ટ્રેનને માંડ માંડ પેસેન્જર પણ મળી નથી રહ્યા. છેલ્લા 12 દિવસમાં આ ટ્રેનમાં માત્ર 112 ટિકિટ જ વેચાઈ છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો મહેસાણા-વરેઠા વચ્ચે માત્ર 22 ટિકિટ વેચાઇ છે જ્યારે મહેસાણા-ગાંધીનગરની માત્ર 26 ટિકિટ વેચાઇ.લોકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા નથી તેનું મુખ્ય કારણ ટ્રેનની ટિકિટના ભાવ છે. ટ્રેનમાં મહેસાણા વિસનગર વચ્ચે 30 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે જ્યારે જ્યારે ST બસમાં 18 રૂપિયામાં મુસાફરી થાય છે.

આ સિવાય ટ્રેનનો સમય પણ પેસેન્જરો માટે અનુકૂળ આવતો નથી. દરરોજ અપડાઉન કરનારા પેસેન્જરો માટે આ ટ્રેનો ઉપયોગી થઈ રહી નથી. જોકે આ બાબતે હવે મહેસાણા સાંસદ શારદાબેને રેલવે મંત્રીને પત્ર લખ્યો છે અને સમય બદલવા માંગ કરી છે.બીજી તરફ ટ્રેનમાં ભાડું વધારે હોવાથી કોઈ મુસાફર ટ્રેનમાં બેસવા તૈયાર નહીં. ટ્રેનમાં મહેસાણા વિસનગર વચ્ચે 30 રૂપિયા ભાડું છે. જ્યારે એસટી બસમાં 18 રૂપિયામાં મુસાફરી થાય છે. વિસનગરથી વડનગરના માત્ર 11 કિમિના ટ્રેનમાં 30 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે. જ્યારે બસમાં વડનગર વિસનગર વચ્ચે 14 રૂપિયામાં મુસાફરી થાય છે.

Advertisement