મા ખોડિયારનો પરચો,સિંધનો સુમરો જાહલ પર નજર બગાડી લગ્ન કરવા કહે છે,જાણો આગળ શું થાય છે…

0
364

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ મા ખોડિયારનો પરચો વિશે કે જ્યારે સિંધનો સુમરો જાહલ પર નજર બગાડી લગ્ન કરવા કહે છે,જાણો આગળ શું થાય છે તો આવો જાણીએ આ લેખમા.મિત્રો વાત છે જુનાગઢના ના ધણી વાત છે.

Advertisement

જુનાગઢ ના ધણી રા’નવઘણ અને એની જીભ ની માનેલી બેન એવી દેવાયત આહિર ની દીકરી જાહલ ની જુનાગઢ નો રાજ પલટો થયો, રા’ નુ રાજ ગયું અને સોલંકી નું રાજ આવ્યું, જૂનાગઢના રાજવી રા’ ડિયાસે પોતાનું માથુ ચારણને આપી દીધું,રાણી સોમલ દે એ મરતા પહેલા બાળ રા’ નવઘણને આહીર સેનાપતી દેવાયત બોદરને સોંપ્યો.દેવાયતને નવઘણની જ ઉંમરનાં બે સંતાન હતા – દીકરો ઉગો અને દીકરી જાહલ. દેવાયત બોદરે રા’ નવઘણને બચાવવા માટે પોતે કંઇ પણ કરી છૂટવાની અને જૂનાગઢની ગાદી તેને સોંપવાની પ્રતિજ્ઞા લીધી હતી.

અને થયું એમજ, સોલંકી રાજા ને ખબર પડી કે જુનાગઢ નો ધણી નવઘણ દેવાયત આહીર ને ત્યાં ઉછરી રહ્યો છે તો તરત જ સૈનિકોને ને આદેશ આપ્યો, દેવાયત એ નવઘણ ની બદલે પોતાના સગા દીકરા ઉગા નુ બલીદાન આપ્યુ અને રા’ નો વંશ રાખી દીધો. સમય જતા રા’નવઘણ જુવાન થાય છે અને દેવાયત સાથે જુનાગઢ પર ચડાઈ કરી જુનાગઢ જીતી લે છે અને જુનાગઢ નો રાજા થાય છે અને રાજ સંભાળે છે, થોડા દીવસો પછી બેન જાહલ ના લગ્ન માં આવે છે અને કહે છેબેન, બોલ, ગામ, પરગણું, કે’તો જૂનાગઢની ગાદી, અને કે’ તો માથું જે માગે તે હું તારા કાપડામાં આપું.

તો પણ તમારા આહીર નો ઉપકાર ચૂકવાય એમ નથી પણ દેવાયતની દીકરી જાહલ ગામ-ગરાસની ભૂખી ન હતી. એણે એટલું જ કહ્યું:”જરૂર પડશે ત્યારે કાપડું માગીશ મારા ભાઈ. થોડા દીવસો પછી દેવાયત અને એમના પત્ની બન્ને નુ અવસાન થાય છે, જાહલ માં/બાપ/ભાઈ વિનાની એકલી થઈ જાય છે, એક દીવસ સીંધ નો બાદશાહ હમીર સુમરો જાહલ નુ રૂપ જોઈ એને સીંધ માં ઉપાડી જાય છે, જાહલ પોતાના ધણી સાંસતિયાને કાગળ લખી આપી જીભના માનેલ ભાઇ નવઘણ પાસે કાપડાની છેલ્લી માગણી કરવા મોકલ્યો.

છેવટે એમ લખ્યું કે જેટલા મહિનાની અવધિ કરી છે તે પછી એક જ દિવસ પણ જો મોડો આવીશ તો તો ઝૂંપડીમાં મારી લાશ પડી હશે, માટે કાપડું લાવીશ નહિ, પણ સ્મશાનની સેજની ચૂંદડી લાવજે તેદી’ ગામ ગરાસ મેં નો’તો લીધો
તારો ભીડ પડ્યાનો મેં કોલ લીધો મારા માંડવા હેઠળ બોલ દીધો.હું દેવાયત તણી, વીરા જાહલને, માથે દુ:ખ તણા દરિયા ફરિયા,સુનજે, નવ સોરઠના નરપતિ! મારી જીભના માનેલ મામેરિયા.

કાગળ વાંચી જૂનાણાનો ધણી રા’નવઘણ રોઇ પડ્યો. બચપણ યાદ આવ્યું એને. જેના ભાગનું દૂધ પીને ઉછરેલો એ બહેનનું કરજ પોકારી ઊઠ્યું. બાપ જેવો આહિર દેવાયત બોદડ આંખ સામે દેખાયો. અને રા’ એ પોતાની સેના લઇ ક્ષત્રીયવટ સાથે કાપડાનુ વચન પૂરું કરવા, બેન જાહલને બચાવવા સિંધ તરફ પ્રયાણ કર્યું, પણ અવધી પુરી થાય એ પહેલા સિંધ પહોચવુ સહેલું ન હતું, રસ્તામાં ઘુઘવતો મહાસાગર આડો હતો,પણ જે ધર્મ નાં માર્ગે ચાલ્યાં હોય, બહેનની રક્ષાકાજે ચાલ્યાં હોય એની મદદત જગદમ્બા કરે.

રસ્તામાં ૧૦ વર્ષના બાળ ચારણઆઈ વરૂડી દર્શન આપે છે.રા’નવઘણ જાણી ગયા હતાં કે આ તો સાક્ષાત માતાજી છે.તે કહે છે કે, માતાજી, મારે બહેનની વારે જવું છે. આડો દરિયો છે. મને આપ સહાય કરો. ત્યારે માતાજીએ કહ્યું, નવઘણ, તારા ભાલા ઉપર માં ખોડીયાર કાલી દેવચકલી નું રૂપ લઇને બેસસે, પછી તારો ઘોડો દરિયામાં નાખજે. સમુદ્ર મારગ દેશે અને બન્યું પણ એમ જ. કહેવાય છે કે મા વરૂડીએ માત્ર એક કુલડીમાં નવઘણના આખા કટક-સૈન્યને અહીં જમાડયું હતું. ત્યાર બાદ હમીર સુમરા ને મારી રા’ સિંધ પર ફતેહ કરે છે, અને વ્હાલસોઇ બહેન જાહલને છોડાવી જૂનાગઢ લઇ આવે છે.

ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

ભાવનગર જિલ્લાના બોટાદતાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો.

તે સમયે ભાવનગરજિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે.

અને તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે.અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં ‘મિત્રતા હવે પૂરી થાય છે’ તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.

આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં.

સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.

આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.

ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.

આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી.આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે.જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં હતા.

Advertisement