માત્ર કપીલ શર્મા અને અમિતાભ બચ્ચન જ નહીં પરંતુ આ સ્ટાર્સ પણ ચૂકવે છે અધધ ટેક્સ,જુઓ બીજું કોણ કોણ છે.

0
104

ફાઈનેન્સશિયલ વર્ષ પૂરું થતા વારો આવે છે ટેક્સ આપવા માટેનો અને આપડી કમાણીનો થોડો ભાગ સરકારને ટેક્સના નામે આપવો પડે છે દેશને આગળ વધારવા માટે અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે ટેક્સ ભરવું ખૂબ જરૂરી છે જો આપણે સમયસર ટેક્સ નથી આપતા તો તેનાથી દેશને અને આપણને નુકશાન થાય છે જ્યારે ટેક્સની વાત આવી છે ત્યારે અમે તમને બૉલીવુડની એ હસ્તીઓ વિશે જણાવીએ જે સૌથી વધારે ટેક્સ આપે છે આ લિસ્ટમાં કપિલ શર્માથી લઈને અમિતાભ બચ્ચન પણ શામેલ છે ચાલો જાણીએ કે કયા કલાકાર સૌથી વધારે ટેક્સ આપે છે અને આ વર્ષે કોણે સોથું વધુ ટેક્સ આપ્યો છે.

1.અમિતાભ બચ્ચન.

લાઈવહિન્દુસ્તાન રિપોર્ટના અનુસાર અમિતાભ બચ્ચને આ વર્ષે 70 કરોડનો ટેક્સ ભર્યો છે આમ કરીને તેમણે બોલિવૂડના બધા માસ્ટરને પાછળ છોડી દીધા છે તમને જણાવી દઇએ કે ખેડુતોની મદદથી લઈને તેઓએ પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારને પણ મદદ કરી હતી આને કારણે તેણે આ વર્ષે ટેક્સ તરીકે સરકારને 70 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવી દીધી છે તમને જણાવીએ કે આ વર્ષે તેમની ફિલ્મ બદલા એ પણ ખૂબ સરસ કમાણી કરી હતી.

2.સલમાન ખાન.

સલમાન ખાન ને કોણ નથી જાણતું બૉલીવુડના ત્રણ ખાન માંથી તે સૌથી વધારે ચર્ચામાં રહે છે લોકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે પણ તે પૈસા કમાવામાં વ્યસ્ત છે જી હા તેમણે ગયા વર્ષે 500 કરોડ રૂપિયા ફિલ્મી બિઝનેસથી કમાયા હતા અને તેમને ટેક્સમાં 32 થી 44 કરોડ રૂપિયા સુધી આપ્યા છે.

3.અક્ષય કુમાર.

તે દર વર્ષે 2 કે 3 ફિલ્મો રિલીઝ કરી દે છે જો કે તેમની ટોટલ ફિલ્મ જેટલું કમાય છે તેટલું સુપરસ્ટાર ખાન ની એક ફિલ્મ કમાણી કરી લે છે તો પણ આ વર્ષે તેમને ટેક્સમાં 29 કરોડ રૂપિયા આપ્યા હતા તમને જણાવીએ કે ગયા વર્ષે તેમને 30 કરોડ રૂપિયા ટેક્સ આપ્યો હતો.તે સૌથી વધારે ટેક્સ આપનારના લિસ્ટમાં ઉપર જ આવે છે.

4.હૃતિક રોશન.

હૃતિક રોશનએ બોલિવૂડમાં સારી ઓળખ બનાવેલી છે અને દર વર્ષે પોતાની એક સારી ફિલ્મ લાવે છે આ વર્ષે તેણે લગભગ 25 કરોડનો ટેક્સ ભર્યો છે આ ગયા વર્ષ કરતા વધુ છે ગયા વર્ષે રિતિકે માત્ર 14 કરોડનો ટેક્સ ભર્યો હતો.

5.કપિલ શર્મા.

કોમેડી સ્ટાર કપિલ એ ગરીબીમાંથી ઉઠીને પોતાની એક સારી એવી ઓડખ બોલિવૂડ અને કોમેડીમ બનાવી છે એક સમય હતો જ્યારે તે સ્ટેશનરીની દુકાન પર કામ કરતો હતો અને આજે સમય એટલો બદલાઈ ગયો છે કે ભારતના સૌથી વધારે ટેક્સ ભરનારા કલાકારોમાં તેમનું નામ શામેલ થઈ ગયું છે તેણે આ વર્ષે 23.9 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે જ્યારે ગયા વર્ષે તેમણે 7 કરોડનો ટેક્સ ભર્યો હતો.

6.રણબીર કપૂર.

ગયા વર્ષ કરતા રણબીર કપૂરે આ વર્ષે ઘણો ઓછો ટેક્સ ભર્યો છે આ વર્ષે તેની ફિલ્મોએ ખૂબ કમાણી કરી છે અને તેના બીજા બિઝનેસ પણ કદાચ ખૂબ ઓછા ચાલ્યા હતા તેથી તેણે આ વર્ષે 16 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે જ્યારે ગયા વર્ષે 22 કરોડનો ટેક્સ ભરવામાં આવ્યો હતો.

7.આમિર ખાન.

બૉલીવુડના ત્રીજા ખાન કહેવાતા આમિર ખાન પણ આ વર્ષે સૌથી વધારે ટેક્સ ભરનારા કલાકારોમાં શામેલ છે તેમને આ વર્ષે 14 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો જ્યારે ગયા વર્ષે તેમને 9 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો.

8.કરણ જોહર.

ફિલ્મ મેકર કરણ જોહરે આ વર્ષે વધારે ટેક્સ ભર્યો છે આ કારણ છે કે તેમનું નામ આ સૂચિમાં શામેલ કરવામાં આવ્યું છે આ વર્ષે તેમણે 12 કરોડનો ટેક્સ ભર્યો છે જ્યારે ગયા વર્ષે તેમણે 2 કરોડ રૂપિયાનો ટેક્સ આપ્યો હતો.

9.દીપિકા પાદુકોણ.

બોલિવૂડ અભિનેત્રીઓની વાત કરીએ તો સૌથી વધારે ટેક્સ આપનારી અભિનેત્રીઓમાં દીપિકાનું નામ આવે છે તેણે આ વર્ષે 10 કરોડ રૂપિયાનો ટેક્સ આપ્યો છે તેણે ગયા વર્ષે 9 કરોડનો ટેક્સ આપ્યો હતો તે સૌથી ધનિક અભિનેત્રીઓમાંની એક પણ છે.

10.આલિયા ભટ્ટ.

ભટ્ટ પરિવારની સૌથી ક્યૂટ છોકરી અને બોલીવુડની સૌથી ગમતી અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ વખતે સૌથી વધુ ટેક્સ ચૂકવનારાઓની યાદીમાં શામેલ છે તેણે આ વર્ષે 4 કરોડથી વધુનો ટેક્સ આપ્યો છે જ્યારે ગયા વર્ષે 2 કરોડનો જ ટેક્સ આપ્યો હતો.

11.કરીના કપૂર ખાન.

કરીનાની બોલીવુડની ટોપ અભિનેત્રીઓમા ગણતરી થાય છે આ વર્ષે તેમણે 3 કરોડનો ટેક્સ ભર્યો છે જ્યારે ગયા વર્ષે તેમણે 7 કરોડનો ટેક્સ ભર્યો હતો આ વર્ષે તેણે ખૂબ જ ઓછો ટેક્સ આપ્યો છે કારણ કે આ વર્ષે તે કોઈ પણ ફિલ્મમાં દેખાઇ નથી.

12.એશ્વર્યા રાય બચ્ચન.

તેમના સસરાની જેમ એશ્વર્યા પણ આ સૂચિમાં શામેલ છે તેમને પણ આ વર્ષે 3 કરોડનો ટેક્સ આપ્યો છે એશ્વર્યાએ બોલીવુડમાં ઘણું નામ કમાવ્યું છે અને ઘણી કમાણી પણ કરી રહી છે આ સાથે તેમન ઘણા બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ પણ છે તેણે તેની કમાણીનો થોડો ભાગ ટેક્સ તરીકે આપ્યો છે.

13.સૈફ અલી ખાન.

સૈફ અલી ખાન બોલિવૂડમાં તો ખૂબ ઓછા જોવા મળે છે પરંતુ તે પોતાના બીઝનેસથી ઘણી સારી કમાણી કરી રહ્યાં છે તેણે આ વર્ષે 3 કરોડનો ટેક્સ આપ્યો છે તેની પત્ની કરીના કપૂર ખાને પણ આ વર્ષે 3 કરોડનો ટેક્સ ભર્યો છે.

14.કૈટરીના કૈફ.

બોલીવુડની ખૂબ ચર્ચામાં રહેલી અભિનેત્રી કેટરિના કૈફ પણ આ સૂચિમાં છે તેણે આ વર્ષે 2 કરોડ રૂપિયાનો ટેક્સ આપ્યો છે તેમની અડધાથી વધારે કમાણી વિજ્ઞાપન દ્વારા થાય છે અને તે અનેક મોટી કંપનીઓના વિજ્ઞાપનમાં કામ કરે છે તેની વિજ્ઞાપન કંપનીઓ દ્વારા ખૂબ કમાણી થઈ રહી છે.

15.શાહરુખ ખાન.

શાહરૂખ ખાન પણ બોલિવૂડના ટૉપના ટેક્સ ભરનારાઓની યાદીમાં સામેલ છે જોકે ઇન્કમટેક્સ વિભાગે શાહરુખ પાસે બેનામી સંપત્તિની પણ વાત કરી છે ગયા વર્ષે તેણે 10 કરોડનો ટેક્સ ભર્યો હતો આ વર્ષે ઇન્કમટેક્સ વિભાગે તેમના પર આરોપ મૂક્યા છે તેથી તે હજી કોર્ટના આદેશોની રાહ જોઇ રહ્યા છે.