મધ્યપ્રદેશમાં દલિત યુવતી સાથે બળાત્કાર બાદ, પોલીસ ફરિયાદ ન લેતા યુવતીએ કરી આત્મહત્યા, રાજ્ય બદલાયું પણ સરકાર તો….

આજના જમાનામાં ગેંગરેપના કિસ્સા ઘણા આવી રહ્યા છે. હવે આ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે. પણ આ કિસ્સો મધ્યપ્રદેશ રાજ્યનો છે એક નરસિંહપુરના ચીચલી ગામમાં ગેંગરેપ પીડિત મહિલાએ આપઘાત કરી લીધો છે. પીડિતાના પતિનો આરોપ છે કે તેઓ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતા પરંતુ ફરિયાદ લેવામાં આવી ન હતી. આ કેસ મીડિયામાં આવતા વાત ભોપાલ સુધી પહોંચી હતી.

Advertisement

મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં દલિત મહિલા સાથે 3 લોકોએ ગેંગરેપ કર્યો છે. પીડિતા અને તેના પરિવારજનો ન્યાયની આશાએ પોલીસ પાસે ગયા હતા. જોકે પોલીસે 4 દિવસ સુધી કોઈ ફરિયાદ દાખલ કરી નહોતી. અંતે પોલીસના વલણથી કંટાળીને પીડિતાએ આત્મહત્યા કરી લીધી હતી. સીએમએ કહ્યુ , રાજ્યમાં બળાત્કારીઓને બક્ષવામાં નહીં આવે.

મિત્રો આ કેસને ધ્યાનમાં લેતા રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કડક પગલાં ભરવાના આદેશ કર્યા હતા. સીએમની નારાજગી અને કડક પગલાં લેવાના આદેશ બાદ બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી અને તેમની વિરુદ્ધ કલમ 376 ડી અને 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સીએમએ કહ્યુ કે, રાજ્યમાં બળાત્કારીઓને બક્ષવામાં નહીં આવે.

મહિલા સાથે ગેંગરેપ બાદ પોલીસે ન લીધી ફરિયાદ.મિત્રો ફરિયાદ ન લેતી પોલીસને પરિવારજનોએ મેડિકલ તપાસ કરવા પણ કહ્યું હતુ. અંતે મેડિકલ ટેસ્ટ પણ જાતે કરાવ્યો અને પીડિતા મેડિકલ રિપોર્ટ સાથે પહોંચી તો પોલીસે પરિવારને બેસાડી રાખ્યો. પોલીસ એ હદે નીચે ગઈ કે પીડિતાને અપશબ્દો બોલીને પરિવારને છોડવા માટે પૈસા માગ્યા હતા. અંતે નિરાશ પીડિતાએ 2 ઓક્ટોબરે ફાંસી લગાવી આપઘાત કરી લીધો

મિત્રો મઘ્યપ્રદેશ નરસિંહપુરના ચીચલી ગામમાં દલિત મહિલા સાથે ગેંગરેપ બાદ તેની ફરિયાદ ન લેવાના કેસમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સીએમના આદેશ બાદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મિશ્રીલાલ કે જેમણે એફઆઈઆર નોંધી ન હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ આરોપી અરવિંદ, મોતીલાલ અને અનિલ રાયની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ સાથે જ તાત્કાલિક અસરથી એડિશનલ એસપી, એસડીઓપીને હટાવી દેવામાં આવ્યા છે. આ જ રીતે ખરગોનના એસપી પાસેથી આ અંગે સ્પષ્ટતા પણ માંગવામાં આવી છે. જોકે એસપી હાલમાં રજા પર છે. સીએમ શિવરાજસિંહે રાજયમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિની સમીક્ષા માટે એક મહત્ત્વની બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ ગૃહ વિભાગને આદેશ આપ્યો કે રાજયમાં કોઈ પણ પ્રકારના માફિયા, લોકો સાથે છેતરપિંડી કરનારી ચિટફંડ કંપનીઓ વિરૂદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવે.

કોઈને પણ છોડવામાં નહીં આવે. બદમાશોના મનમાં ડર હોવો જોઈએ. ગુનેગારો વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવે. સાથે જ મુખ્યમંત્રીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ગુનેગારો વિરુદ્ઘ કરવામાં આવી રહેલી કાર્યવાહીની જાણકારી પણ મેળવી હતી.

તેમણે જણાવ્યું કે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિ અને શાંતિ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિપક્ષે સવાલો ઉઠાવ્યા રાજયમાં કથડેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને બળાત્કારની ઘટનાઓ અંગે પીસીસી ચીફ કમલનાથે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કમલનાથે ટ્વીટ કરીને લખ્યું કે, ભાજપ શાસિત રાજયોમાં બેટી બઢાવો, બેટી બચાઓના નારાની શું આ વાસ્તવિકતા છે.

ઉત્તર પ્રદેશની સાથે સાથે મધ્ય પ્રદેશમાં પણ બહેન દીકરીઓ સાથે અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓ સતત બની રહી છે. ખરગોન, સતના, જબલપુર અને હવે નરસિંહપુરના ચિચલી પોલીસ સ્ટેશન હેઠળના ગામમાં દલિત મહિલા સાથે ગેંગરેપની ઘટના બાદ પીડિતાની વાત સાંભળવામાં આવી નથી. ઉલટાનું પીડિતાના પરિવારને જ પ્રતાડિત કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. મજબૂરીને કારણે પીડિતાએ પોતાનો જીવ આપી દીધો છે.

આ કાયદો અને વ્યવસ્થાની કેવી સ્થિતિ છે. દોષિતો સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. જવાબદાર વ્યકિતઓ આ ઘટના પર મૌન કેમ છે. વિપક્ષમાં રહેતા આવી ઘટનાઓ પર ધરણા દેનારા આજે કયાં ગાયબ થઈ ગયા છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Advertisement