મધ્યપ્રદેશના સ્પેશ્યલ ડીજી પુરુષોત્તમ શર્માનો પત્નીને ઢોર માર મારતો વીડિયો વાયરલ થતા કરવામાં આવ્યા સસ્પેન્ડ, જોવો Vidio….

0
893

બે ત્રણ દિવસ થી સોસીયલ મીડિયા માં આ એક વીડિયો ને લઈને ખૂબ બબાલ ચાલી રહી છે.જણાવી દઈએ કે આ વિડિયો મધ્યપ્રદેશના સ્પેશ્યલ ડીજી પુરુષોત્તમ શર્માનો છે. વીડિયો તેમની પત્નીએ તેમની ગર્લફ્રેન્ડના ફ્લેટ પર બનાવ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આઈપીએસ પુરુષોત્તમ શર્મા ભડકયા હતા અને તેમણે પત્નીને ઘરે જઇ મારી હતી. વીડિયો સામે આવ્યા પછી તેમણે સ્પષ્ટતા કરી કે હું જ્યાં પણ જાઉું છું ત્યાં તે મારી પીછો કરતી હતી. માર મારવાનો વીડિયો સામે આવ્યા બાદ શિવરાજે સરકારે વિશેષ ડીજી પુરુષોત્તમ શર્માને પદ પરથી હટાવી દીધા છે.

આ વીડિયો સામે આવ્યા બાદ પુરુષોત્તમ શર્માએ તેમની પત્નીને ઘરમાં જ બેરહેમીથી મારી હતી. વીડિયોના આધારે પુરૂષોત્તમ શર્માના આઈઆરએસ દીકરાએ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને ફરિયાદ કરી હતી. તો ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું પણ આ આખા મામલા પર નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે મને કોઈ લેખિત ફરિયાદ મળી નથી. મેં મીડિયામાં સમાચારો જોયા છે. જો મારી પાસે લેખિત ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. તો કાર્યવાહી કરવામાં આવ્યા પછી સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે જેમણે કાયદો હાથમાં લીધો છે તેમને છોડવામાં આવશે નહીં.

મહિલા પંચનું પણ આ મામલે ધ્યાન ગયું.કેન્દ્રીય અને રાજ્ય મહિલા પંચે ડી.જી. પુરુષોત્તમ શર્માના વીડિયોની નોંધ લીધી. રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે ડીજી પુરુષોત્તમ શર્માને સસ્પેન્ડ કરીને જેલમાં મોકલી દેવા જોઈએ. હું આ વિશે સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને લખીશ. તો રાજ્ય મહિલા પંચે કહ્યું છે કે મને હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ અમે આપમેળે તેના પર કાર્યવાહી કરીશું.

પુરૂષોત્તમ શર્માનું નિવેદન.આ વીડિયો સામે આવ્યા બાદ વરિષ્ઠ આઈપીએસ અધિકારીની કરૂણતા જોવા મળી રહી છે. પુરુષોત્તમ શર્માએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી. આ મારો પારિવારિક મામલો છે. તે મારાથી નારાજ છે, તેથી મારી સાથે શું કામ રહે છે. મારા પૈસાનો ઉપયોગ કરે છે અને વિદેશ પ્રવાસ કરે છે. મારા પરિવારના ઝઘડાને હું ઉકેલી લઇશ. સેલ્ફ ડિફેન્સમાં ઘરની અંદર માત્ર ઝપાઝપી થઇ છે. પત્ની અને દીકરો જ બતાવી શકશે કે તેમણે વીડિયો કેમ વાયરલ કર્યો છે. પત્નીએ ઘરમાં તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવી રાખ્યા છ. તેઓ હંમેશા મારો પીછો કરતી રહે છે.

ઘરમાં હાજર કર્મચારીએ વચ્ચે પડીને બચાવવાની કોશીશ.સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં પોલીસ કક્ષાના ડાયરેક્ટર જનરલ આઈપીએસ અધિકારી પુરુષોત્તમ શર્મા તેની પત્નીને માર મારતા હોય છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ અધિકારીએ તેમની પત્નીને જમીન પર પછાડીને તેની બેરહેમીથી ધોલાઈ કરી હતી. આ સમય દરમિયાન ઘરમાં હાજર કર્મચારીએ વચ્ચે પડીને બચાવવાની કોશીશ પણ કરી રહ્યા છે.

ડીજી શર્માએ કહ્યુ કે, મારી પત્ની મારા પૈસા શા માટે વાપરે છે? મારા પૈસાથી વિદેશ યાત્રા કેમ કરે છે? આ મારા પરિવારનો મામલો છે. આને હું જ સુલટાવી લઈશ. હું મારી પત્ની સાથે સતત સંપર્કમાં છું. હું સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યો છું કે આ મામલો સુલટી જાય. આ આત્મરક્ષણ માટે નાનો ઝઘડો છે. મેં કોઈ મારપીટ નથી કરી. ફક્ત ધક્કા-મુક્કી થઈ હતી બીજું કંઈ નહી.

રંગેહાથ મહિલાના ઘરેથી પત્નીને પકડયો.જો કે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં ડીજી પુરુષોત્તમ શર્મા તેમની ગર્લફ્રેન્ડના ઘરે બેઠા હતા. ત્યારબાદ તેમની પત્ની ત્યાં પહોંચી જાય છે. ડીજી પુરુષોત્તમ શર્મા તેમની પત્ની ત્યાં પહોંચતાં જ ઉભા થઇને જતા રહે છે. ત્યાં તેઓ ગુસ્સે થઈને કહે છે કોઇને મળવું શું ગુનો છે. જો મેં તેની સાથે કંઇ કર્યું હોય તો તે મારી પર રેપનો કેસ કરે. પુરૂષોત્તમ શર્માના ત્યાંથી નીકળ્યા બાદ તેમની પત્ની એ મહિલાની પૂછપરચ્છ કરે છે.

બીજી મહિલા સાથે અફેર.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોથી એક વાત સ્પષ્ટ થઈ છે કે આ વિવાદનું કારણ એ છે કે પોલીસ અધિકારીની બીજી મહિલા સાથે અફેર છે. પતિ-પત્ની ઘણાં સમયથી આ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. હની ટ્રેપ કેસમાં પુરુષોત્તમ શર્માનું નામ પણ સામે આવી ચૂક્યું છે.

બેડરૂમ માં મનમાની.પુરુષોત્તમ શર્માની પત્નીને શંકા હતી કે તેનો પતિ આ મહિલાની સાથે ઘરમાં કંઇક ખોટું કરી રહ્યા હતા. કારણ કે બંનેએ મોડેથી દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ તેઓ મહિલાને કહે છે કે તુ તારો બેડરૂમ દેખાડ. મહિલા બેડરૂમ સુધી લઇ જાય છે. પછી તેને પૂછપરચ્છ કરે છે કે તું તેમની સાથે હૈદ્રાબાદ ગઇ હતી. મહિલા તમામ વસ્તુઓની ના પાડે છે. તો ડીજી પુરૂષોત્તમ શર્માની પત્ની વીડિયો બનાવતી રહે છે.

ઘરમાં ઢોર માર માર્યો.રંગેહાથ પકડાઇ જતા ડીજી પુરૂષોત્તમ શર્માના ઘરે રવિવારના રોજ પત્ની સાથે ઝઘડો થયો. ત્યારબાદ પુરૂષોત્તમ શર્માએ પત્નીને નિર્દયતાથી ઢોર મારો માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોના આધાર પર હવે કાર્યવાહીની માંગણી ઉઠી રહી છે. એવામાં હવે બધાની નજર સરકાર પર ટકેલી છે કે ડીજી પુરૂષોત્તમ શર્મા પર શું કાર્યવાહી થાય છે.

આ મામલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે પુરુષોત્તમ શર્માને કાર્યમુક્ત કરી દેવામાં આવ્યા છે. જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ જો કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે અને કાયદાને પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે તો વ્યક્તિ કોઈ પણ હોય, તેના વિરુદ્ધ કાર્યવાહી થશે.