મહિલાને ઘરમાં એકલી જોઈ લલચાયું મન,એકાંત નો લાભ લઇ મહિલા પર હવસખોર એવો તૂટી પડ્યો કે…

0
133

આજકાલ કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સુરતના કામરેજના નનસાડ ગામે સુંદરવન સોસાયટીમાં રહેતા શખ્સે સુરત ખાતે રહેતા મજૂરી કરતા દંપતીને ઘરની સાફસફાઇ માટે બોલાવ્યા હતા. ત્યારબાદ તેણે મહિલાના પતિને જમવાનું લેવાના બહાને કામરેજ મોકલી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ હવસખોર મહિલાના પતિને સતત ફરી પોતાની હવસ સંતોષવા માટે ધાક-ધમકી આપતા આખરે મહિલાએ કામરેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ બોટાદની ૨૧ વર્ષીય મહિલા પોતાના પતિ અને દીકરા સાથે સુરતમાં રહે છે. તેનો પતિ છૂટક મજૂરીકામ કરે છે.છેલ્લા ચારેક મહિનાથી તેનો પતિ કામરેજના નનસાડ ગામે સુંદરવન સોસાયટીના ઘર નં. ૩૪૬માં ભાડે રહેતા દુર્ગેશ મનસુખભાઇ પાડલિયાની ઓફિસ સુરત સીમાડા જંક્શન બી.આર.ટી.એસ. રોડ પાસે આવેલા પૂજન પ્લાઝા દુકાન નં. ૧૨૬માં પરચૂરણ કામ કરે છે. જોકે દુર્ગેશભાઇએ મહિલાના પતિને નનસાડ ગામે ઘરની સાફ-સફાઇ માટે બોલાવ્યા હતા.

મળતી માહિતી મુજબ બીજે દિવસે ઘરના રૃમો ધોવાના કહી દુર્ગેશએ કહ્યું કે તારી પત્નીને પણ સાથે લેતો આવજે.આથી પતિ-પત્નીને કામ માટે નનસાડ ગામે આવ્યા હતા. ઘરની સાફ-સફાઇ કરતાં કરતાં બપોરે અઢી વાગ્યે દુર્ગેશએે મહિલાના પતિને કામરેજ ચાર રસ્તાથી જમવાનું અને પાન-માવો લઇ આવ કહી તેને મોકલ્યો હતો.તે દરમિયાન મહિલા ઘરમાં એકલી હોવાનો લાભ લઇ દુર્ગેશએે તેણી સાથે જબરદસ્તીથી શરીર સંબંધ બાંધ્યો હતો. તેની પર બળાત્કાર ગુજાર્યા બાદ ચપ્પુ બતાવી ધમકી આપી કે કોઇને વાતની જાણ કરશે તો તને તેમજ તારા દીકરાને જાનથી મારી નાંખીશ.આથી મહિલા ખૂબ જ ગભરાઇ જતા તે દિવસે તેના પતિને વાત ન કરી. પરંતુ બીજે દિવસે બનાવની જાણ પતિને કરતા બદનામીના ડરે પતિ-પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.પરંતુ મહિલાના પતિને દુર્ગેશ એ ત્રણ દિવસથી ફોન કરી શરીર સંબંધ બાંધવા અને ધાકધમકી આપતા આખરે મહિલાએ દુર્ગેશ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશને બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકસીની રહેવાસી 33 વર્ષની આદિવાસી મહિલાની છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ પ્રમાણે તેણી તેના પતિ અને ચાર બાળકો જેમાં બે દિકરીઓ અને બે દીકરા છે. આ મહિલા સાથે તેનો ભાઇ પણ રહે છે. જેના લગ્ન થયેલ નથી. આ મહિલા છેલ્લા 10-12 વર્ષથી ગુજરાતમાં રહે છે. તહેવાર કે કોઇક પ્રસંગે વતનમાં જાય છે. આજથી આઠ- દસ દિવસ પહેલા તેણી તેના પતિ અને બે દિકરા મધ્યપ્રદેશ તેમના વતન ગયા હતા.તે પછી તેણીનો પતિ અને બંને પુત્રો બે દિવસમાં રોકાઇ અને પાછા ગુજરાતમાં આવી ગયા હતા. તે વખતે આ મહિલા વતનમાં જ રોકાયેલી હતી.સાંજે પાંચ વાગ્યે કુકશી થી પોરબંદર આવતી એક લકઝરી બસમાં પોરબંદર જવા તેણી બેઠી હતી. આ બસમાં બીજા પણ ઘણા પેસેન્જર બેઠેલા હતા. ત્યાંથી લકઝરી બસ અલીરાજપુર થઇ છોટાઉદેપુર આવતા રાત્રીના સાડા નવેક વાગ્યે પેસેન્જરોને જમવા માટે છોટાઉદેપુર પાસે બોડેલી રોડ પર એક ઢાબા ઉપર આ લકઝરી બસ ઉભી રાખી હતી.

ત્યારે બધા પેસેન્જર જમવા માટે નીચે ઉતરી ગયા હતા. આ વખતે આ મહિલા પણ નીચે ઉભી હતી ત્યારે આ લકઝરી બસના વધારાના ડ્રાયવર નાનાભાઇ તથા ક્લિનર કપિલભાઇ હતા. તેમને આ મહિલાએ કહેલ કે, લકઝરી બસમાં સુવા માટે સોફો નથી, માટે અલગથી સુવાની સીટની વ્યવસ્થા કરી આપવાનુ કહી બંને જણ તેણીને લકઝરી બસની છત ઉપર લઇ ગયા હતા. ત્યાં છત પર સુવા માટે જગ્યા બતાવી હતી. તો તેણીએ તે જગ્યાએ સુવાની ના પાડી હતી.તો ડ્રાયવર નાનાભાઇએ મહિલાને ધમકી આપી હતી કે, ચૂપચાપ સુઇ જા નહીંતર અહીંથી નીચે ફેંકીને મારી નાંખીશ, જેથી તેણી ગભરાઇ ગયેલ અને બંનેએ એક પછી એક બસની છત પર બળાત્કાર ગુજાર્યો હતો.આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ પોરબંદર ખાતે રહેતા તેના ભત્રીજાને છોટાઉદેપુરથી જ ઘટના બાદ ફોન કર્યો હતો.

લકઝરી બસ જયારે પોરબંદર પહોંચી ત્યારે મહિલાના ભત્રીજાએ ત્યાંની પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ડ્રાયવર- ક્લિનર અને લકઝરી બસનો કબજો લઇ લીધો હતો. છોટાઉદેપુર પોલીસ મથકની હદમાં આ બનાવ બન્યો હોય પોરબંદરના રાણાવાવ પોલીસ મથકેથી જાણ કરાતા છોટાઉદેપુર પોલીસે બંને આરોપીઓ અને લકઝરી બસનો કબજો મેળવવા પોરબંદરની વાટ પકડી હતી.