મહિલાઓ માટે રામબાણ ઔષધી છે આ 1 વસ્તુ,શરદી-ખાંસી,તાવ મટાડવાથી લઈ લોહીની કમી પણ કરશે દૂર….

આપણા ઘરના રસોડામાં ઘણા એવા મસાલા છે જે ઘણી માત્રા સુધી આપણી બીમારી દૂર કરે છે.આપણું રસોડું એક દવાખાનું જ છે જેમાં દરેક પ્રકારની ઔષધિઓ હોઈ છે.આજે આપણે એવા જ એક મસાલા વિશે વાત કરીશું.દરેકના ઘરમાં કસૂરી મેથીનો ઉપયોગ થતો હોય છે. મેથીની ભાજીને સૂકવીને કસૂરી મેથી તૈયાર કરવામાં આવે છે. તેમાં આયર્ન, મેંગ્નીઝ, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી6 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ કોઈ જડીબૂટીથી કમ નથી. આયુર્વેદમાં પણ કસૂરી મેથીને ઔષધી સમાન માનવામાં આવે છે. મહિલાઓ માટે કસૂરી મેથીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કસૂરી મેથી મહિલાઓની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કસૂરી મેથી મહિલાઓની કઈ-કઈ સમસ્યાઓમાં લાભકારી છે.

Advertisement

ઈન્ફેક્શનથી બચાવ.મોસમમાં થતાં ફેરફારથી ઘણી મહિલાઓને ઈન્ફેક્શનને કારણે ફ્લૂ, શરદી, ખાંસી, તાવ, શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ થતી હોય છે. જેનાથી બચવા માટે ડાયટમાં મેથીનો પ્રયોગ કરવો જોઈએ. આ એલર્જી, ગેસ અને હાર્ટ સંબંધી સમસ્યાઓથી પણ બચાવે છે.

લોહીની ઉણપ.ભરાતમાં દર 5માંથી 3 મહિલા એનિમિયા એટલે લોહીની ઉણપનો શિકાર છે. જેથી કસૂરી મેથીમાં આયર્ન સારી માત્રામાં હોવાથી તેને ભોજનમાં સામેલ કરવાથી તે લોહીમાં હિમોગ્લોબિન વધારે છે.હોર્મોનલ ફેરફારમાં.મહિલાઓના શરીરમાં દરેક ઉંમરના તબક્કામાં ઘણાં હોર્મોનલ ચેન્જિસ થતાં હોય છે. માસિક ધર્મથી લઈને મેનોપોઝ સુધી હોર્મોન્સ ચેન્જ થવાને કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓ પણ થાય છે. જેને દૂર કરવા માટે કેસૂરી મેથીનું સેવન લાભકારી સિદ્ધ થાય છે.

શુગર કંટ્રોલ કરે છે.ઉંમર વધવાની સાથે અને આજકાલની ખોટી ખાનપાનની આદતોને કારણે મહિલાઓમાં પણ ડાયાબિટીસનો ખતરો ખૂબ જ વધી ગયો છે. જેને કંટ્રોલ કરવા માટે કસૂરી મેથીને ડાયટમાં સામેલ કરવું જોઈએ. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને ટાઈપ-2 ડાયાબિટીસમાં ફાયદો કરે છે.બ્રેસ્ટ મિલ્ક વધારે છે.ડિલીવરી પછી જે મહિલાઓમાં બ્રેસ્ટ મિલ્ક ઓછું બને છે તેમના માટે કસૂરી મેથી દવાનું કામ કરે છે. રેગ્યુલર ડાયટમાં કસૂરી મેથીનું સેવન કરવાથી બ્રેસ્ટ મિલ્કમાં વધારો થાય છે.

ગર્ભાવસ્થા બાદ થતા ફાયદા.ગર્ભાવસ્થા પછી કસૂરી મેથીનું સેવન ખુબ જ ફાયદાકારક હોય છે. એવી મહિલાઓ કે જે સ્તનપાન કરાવતી હોય તેવી મહિલાઓ કસૂરી મેથી નું સેવન અવશ્ય કરવું જોઈએ. કેમકે, તેનું સેવન કરવાના કારણે સ્તન નુ દુધ વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.પેટ અને લીવરની સમસ્યા દૂર કરે.પેટ અને લીવરની સમસ્યાઓનો ઉકેલ પણ કસૂરી મેથીની પાસે છે. ગેસ, ડાયરિયા અને બીજી સમસ્યાઓનો સમાધાન તમે તેના સેવનથી સરળતાથી મેળવી શકો છો.

પાચન.મેથીદાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એંટીઓક્સીડેંટ્સ મળી શકે છે. તે શરીરનો કચરો બહાર કાઢે છે જેના લીધે પાચન બરોબર રહે છે.ખીલ રાખે દુર.કસૂરી મેથી ને ખાવાથી ચહેરા પર ખીલ નથી થતા. કસૂરી મેથી માં ઘણા પ્રકારના વિટામીન મળે છે અને આ શરીર ના તે બેક્ટેરિયા ને નષ્ટ કરવાનું કાર્ય કરે છે, જેમના કારણે ખીલ ની સમસ્યા થાય છે.

વાળ ને બનાવે મજબુત.વાળ માટે પણ કસૂરી મેથી ને લાભદાયક માનવામાં આવે છે અને તેને ખાવાથી વાળ ને મજબુતી મળે છે. કસૂરી મેથી ની અંદર આયર્ન અને કાર્બોહાઈડ્રેટ હોય છે જે વાળ ને મજબુતી આપવાનું કામ કરે છે. કસૂરી મેથી ના પાણી થી વાળ ને ધોવાથી માથા ની ત્વચા પર થવા વાળી ખંજવાળ અને ડેન્ડ્રફ થી પણ આરામ મળી જાય છે.

તંદુરસ્ત હૃદય.મેથીદાણામાં પોટૈશિયમ વધુ પ્રમાણમાં મળી આવે છે. તે શરીરમાં સોડિયમના લેવલનું કંટ્રોલ કરે છે, જેનાથી આ શરીર માં સોડિયમના લેવલનું કંટ્રોલ કરે છે, જેનાથી લોહીનું પરિબ્રહ્મણ ખુબજ સારી રીતે થાય છે અને હૃદય તંદુરસ્ત રહે છે.એસીડીટી .મેથીદાણા ખાવાથી શરીર માં એસિડનું પ્રમાણ જળવાઈ રહે છે. તેનાથી એસિડીટી નીતકલીફ દૂર થાય છે.

વજન ઘટાડે.મેથીદાણામાં ફાઈબર વધુ પ્રમાણમાં મળી આવે છે. તેને નિયમિત ભોજન માં ઉપયોગ કરવાથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.શરદી – ખાંસી.મેથીદાણામાં રહેલ એન્ટીબૈકટીરિયલ પ્રોટીન વાયરલ બીમારીથી બચાવે છે.કેન્સર.મેથીદાણામાં રહેલા ફાઈબર શરીરમાંથી કચરો બહાર કાઢે છે. તેનાથી કોલોન કેન્સરનો ડર દૂર થાય છે.

તંદુરસ્ત ચામડી.મેથીદાણા માં એંન્ટીઓક્સીડેંટ્સ ભરપૂર માત્રામાં મળી રહે છે. તે ચામડીને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી થાય છે.મેથીનો એક ચમચી ભુકો પાણીમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર કે સાંધાનો દુ:ખાવો, મંદ જ્વર, અરુચી, મંદાગ્ની, પેટનો વાયુ, ડાયાબીટીસ અને કબજીયાત મટે છે.રોજ સવાર-સાંજ મેથી દાણા ગળવાથી સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓથી બચી શકાય છે

સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનું પાવડર અને સુંઠનું પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં રાહત મળે છે.મેથીને ઘી માં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે.

કમરનો જુનો દુ:ખાવો કે વાયુના જુના રોગોમાં સમાન ભાગે મેથી અને ગોળની સોપારી જેવડી લાડવી બનાવી સવાર-સાંજ દોઢથી બે મહીના ખાવાથી લાભ થાય છે.ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.

Advertisement