મહિલાઓના શરીરમાં થી ગર્ભશાય કાઢી નાખવાથી તેમના શરીરમાં આવે છે આ બદલાવ, જાણો…

0
472

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં મહિલાઓના શરીરને લઈને કેટલી ખાસ વાત કરવા જઈ રહ્યા છે કે ગર્ભશાય ની કોથળી કાઢી નાખ્યા પછી તેમના શરીરમાં શુ બદલાવ આવે છે જે અમે તમને આ લેખન માધ્યમથી જણાવીશું.છેલ્લાં એક-બે દાયકામાં સિઝેરીયન અને હીસ્ટેરોક્ટોમી (ગર્ભાશય દૂર કરવાનાં) ઓપરેશનો ખૂબ જ સામાન્ય બની ગયા છે. પ્રસૂતિ દરમિયાન જરૃર લાગે તો જ શસ્ત્રક્રિયા કરવી એ સિધ્ધાંત હવે ધ્યાનમાં લેવાતો નથી. વ્યવસાયી ડોક્ટરો સિઝેરીયન ઓપરેશનો કરીને ટંકશાળ પાડી રહ્યા છે.

૩૫ કે ૪૦ વર્ષની વયે ગર્ભાશયને લગતી સાવ સામાન્ય ફરિયાદ લઈને જતી સ્ત્રી દરદીઓને પણ ગર્ભાશય કઢાવી નાંખવાની સલાહ અપાય છે. ગર્ભાશય કઢાવી નાખતી મહિલાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી હોવા છતાં ડોક્ટરો આ ઓપરેશનોની આડઅસરથી દર્દીઓને વાકેફ કરતા નથી. આને કારણે આ પ્રકારના ઓપરેશનો અંગે જાતજાતની ગેરસમજો અને ભ્રમણા પ્રસરે છે.મિત્રો મહારાષ્ટ્રનું એક જિલ્લો ખૂબ જ ફેમસ થઈ ગયો છે, તેનું કારણ એ છે કે અહીં ચાર હજારથી પણ વધારે મહિલાઓએ પોતાની ગર્ભાશયની કોથળી કઢાવી નાખી હતી.

25 થી 30 વર્ષની નાની ઉંમરમાં જ દેશ ની ત્રણ ટકા મહિલાઓ પોતાના ગર્ભાશયની કોથળી કઢાવી નાખે છે. મહારાષ્ટ્રમાં આંકડો 36 ટકાને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પણ આ બાબતમાં કડક પગલાં લીધા હતા. તો ચાલો જાણીએ યુટ્રસ એટલેકે (ગર્ભની કોથળી) કઢાવી નાખવાથી શરીર પર શું અસર થાય છે.આ એક સામાન્ય સર્જરી નથી આચરીને એક મેજર સર્જરી માનવામાં આવે છે જે ખાસ હાલતમાં જ કઢાવવામાં આવે છે.ડોક્ટરના કહેવા પ્રમાણે એ નક્કી થાય છે કે ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી કે પછી દવા લઈને તેને સારી કરવી.ઘણી વખત આ ઘાટ ખૂબ જ ઝડપથી ફેલાઈ જતી હોવાથી તે કેન્સરનું કારણ પણ બની શકે છે.એ સમયે ગર્ભાશય દૂર કરવું એ જ એક ઉત્તમ ઉપાય રહે છે. ગર્ભાશયની અંદર જ પ્રેગ્નન્સી દરમિયાન બાળકનો વિકાસ થતો હોય છે. પરંતુ અમુક સમયે કોઇ કારણોસર ગર્ભાશયને કઢાવી નાખવામાં આવે છે. તો ચાલો જાણીએ શું છે તેની પાછળના કારણો.નજીકના ભવિષ્યમાં સંતતિ નિયમન, પ્રસૂતિ અને માસિક અટકાવ ભૂતકાળની વાતો બની જશે એવી અનેક ગેરસમજો સમાજમાં ફેલાય છે. ગર્ભાશય કઢાવી નાંખો એટલે બધી જંજાળમાંથી મુક્તિ મળી જાય એવી માન્યતા સમાજમાં બહુ ઝડપથી ફેલાઈ રહી છે.

ગર્ભાશય કાઢી નાખવાની શસ્ત્રક્રિયા પછી સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. અને તેને દર મહિને આવતું રજોદર્શન બંધ થઈ જાય છે. જો કે ગર્ભાશય દૂર કરતી વખતે બંને ઓવરી (અંડાશયો) જો કાઢી નાખવામાં ન આવી હોય તો કુદરતી વય સુધી મેનોપોઝ અટકાવી શકાય છે. આમ માસિક અટકાવ બંધ થઈ જાય તો પણ અંડાશયો દ્વારા શરીરને અત્યંત જરૃરી એવાં એસ્ટ્રોજન હોર્મનનો સ્રાવ ચાલુ રહે છે.ગર્ભાશયમાં થતા કેન્સક કે બીજા જીવલેણ રોગોને બાદ કરતાં નજીવાં કારણોસર ગર્ભાશય કાઢી નાખવાનું હિતાવહ નથી છતાં દેશમાં આવાં ઓપરેશનનો જે ઝડપે વધી રહ્યાં છે તે ખરેખર ચિંતાજનક છે. કંટાળાજનક માસિક બંધ કરાવવા અથવા સારવાર દ્વારા મટી શકે એવી તકલીફો માટે પણ જ્યારે આ આ ઓપરેશનો કરવામા આવે છે ત્યારે આખી બાબત ચિંતાનું કારણ બને છે.યોનિમાર્ગમાં ચેપ લાગવાના કિસ્સા બહુ સામાન્ય ગણાય છે.હવે આવી સ્થિતિમાં આડેધડ ઓપરેશનો કરાય તે કોઈ પણ રીતે વાજબી ન ગણાય. ગર્ભાશય સ્ત્રીના શરીરનું મહત્ત્વનું અંગ છે. તેનું કાર્ય માત્ર ગર્ભ ધારણ કરવા પૂરતું જ મર્યાદિત નથી. ગર્ભાશય શરીર માટે જરૃરી એવાં હોર્મોનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. આસપાસના અવયવોને આધાર પૂરો પાડે છે અને મહિલાઓ માટે જાતીય સુખ માણવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આવા અવયવને વિના કારણે દૂર કરવાના કારણે બીજી આડઅસરો ઊભી થાય છે.

આમ માત્ર પ્રસૂતિ અટકાવવા.

યોનિમાર્ગમાં દુ:ખાવો રહે તો, મેનોપોઝની વય ધરાવતી સ્ત્રીને હોર્મોન- એસ્ટ્રોજનની સારવારના વિકલ્પરૃપે, માત્ર સફેદ પાણી પડવાને કારણે, દુ:ખાવા સહિતના માસિકને બંધ કરવા, અથળા કોષોમાં સાધારણ હદે ફેરફાર થવા જેવાં કારણોસર ગર્ભાશયને દૂર કરવાનું ઓપરેશન કોઈપણ દ્રષ્ટિએ હિતાવહ કે વાજબી નથી.

ફાઈબ્રાઇડ.

આ પ્રકારના દર્દીની અંદર ગર્ભાશયની આજુબાજુ ગાંઠો થવા લાગે છે. જેને પિરિયડ દરમિયાન લોહીનો સ્ત્રાવ થાય છે. અને દુખાવો પણ ખૂબ જ થાય છે. આ પ્રકારની સમસ્યામાં વારંવાર ટોઇલેટ જવું પડતું હોય છે. જો તેનું કદ વધી જાય તો ઓપરેશન કરાવવુ એ જ એકમાત્ર રસ્તો રહે છે.

એન્ડોમેટ્રિઓસીસ.

જ્યારે ગર્ભાશયની આજુબાજુની લાઇનિંગ વધારે પ્રમાણમાં ફેલાઈ જવાથી તે ઓવરી, ફેલોપિયન ટ્યુબ અને અને બીજા અંગો પર અસર પડે છે. આ પરિસ્થિતિને આપણે એન્ડોમેટ્રિઓસીસ કહીએ છીએ. આ પ્રકારના રોગ વાળા દર્દી ની રોબોટિક હિસ્ટરેક્ટોમી કરવામાં આવે છે. તથા તેની ગર્ભાશય દૂર કરવામાં આવે છે.કેન્સર યુટ્રસ, સર્વિક્સ, ઓવરી અને કેન્સર થવા પર અને ગાંઠો થવા પર જે આગળ જતા ગાંઠો પર કેન્સર થાય છે.

યુટેરાઈન બ્લીડીંગ.

તમે જોયું હશે કે અમુક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખૂબ જ બ્લીડિંગ થતું હોય છે. આ બિલ્ડિંગ દવાઓથી પણ નિયંત્રણમાં આવતું નથી. જેથી કરીને શરીરની અંદર એનિમિયાનો ભય ઊભો થાય છે. હાઈ પરિસ્થિતિની અંદર એકમાત્ર રસ્તો હિસ્ટરેક્ટોમી છે અને આ એક સૌથી છેલ્લો વિકલ્પ છે.

હિસ્ટરેક્ટોમી પછી પ્રેગનેન્સી નામુમકીન.

દરેક ડોક્ટરના કહેવા પ્રમાણે હિસ્ટરેક્ટોમી એ એક આખરી વિકલ્પ હોય છે. ડોક્ટર આ પ્રકારની સર્જરી કરવાનું ત્યારે જ કહેતા હોય છે કે જ્યારે દવાથી તેનું નિયંત્રણ કરી શકાતું નથી. ભારત દેશની અંદર ગરમીવાળા વિસ્તારમાં હિસ્ટરેક્ટોમી જેવી મેજર સર્જરી માટે તપાસ અને કાઉન્સેલિંગ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી.

આ રીતે થાય છે હિસ્ટરેક્ટોમી.

આ પ્રકારના ઓપરેશન ની અંદર જનરલ એન્થીશિયા ની જરૂર હોય છે. એટલે કે બેહોશ કરવા માટેની પ્રક્રિયા. લોકલ એન્થીશિયા ની અંદર માત્ર એ ભાગ જબ એવું થાય છે કે જેની અંદર સર્જરી કરવાની હોય. હિસ્ટરેક્ટોમી એબડોમીનલ, વજાઇન અને લેપ્રોસ્કોપીક ૩ પ્રકારની હોય છે. પહેલી બે પ્રક્રિયામાં ક્રમશ: પેટ અને વજાઇનમાં ચીરા પડે છે, તેમજ ત્રીજી પ્રક્રિયામાં લેપ્રોસ્કોપ એટલે કે કેમેરા ની મદદ થી સર્જરી થાય છે.

યુટ્રસ રીમુવલની આડ અસર.

ટૂંકા સમયના ઓપરેશન વાળા ભાગની અંદર દુખાવો, બળતરા, સોજો તથા પગમાં ખાલી ચડવી જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે. હિસ્ટરેક્ટોમી કરાવવાના કારણે સ્ત્રીઓ ની અંદર મેનોપોઝ ઓછી ઉંમરમાં જ આવી જાય છે. એટલે કે નાની ઉંમરમાં જ પિરિયડ બંધ થઇ જતા હોય છે. અમુક મહિલાઓ અને તેની અસર લાંબા સમયે થાય છે. આ પ્રક્રિયા બાદ કોઈપણ મહિલા માં બની શકતી નથી.ઘણા તબીબી નિષ્ણાતોનો એવો અભિપ્રાય છે કે સ્ત્રી દરદીના જીવન માટે ગર્ભાશયનું હોવું જોખમરૃપ બને એવા સંજોગોમાં જ આવું ઓપરેશન હાથ ધરવું જોઈએ. જે તકલીફો અન્ય સારવાર દ્વારા દૂર થઈ શકે તેમ ન જ હોય તેવા સંજોગોમાં જ ઓપરેશન થવું જોઈએ. આ ઓપરેશન માનવામાં આવે છે તેટલું સહજ નથી.

ઘણી વખત આ ઓપરેશન દરમિયાન દરદીનું મૃત્યુ પણ નિપજી શકે છે અથવા મૂત્રાશયને નુકસાન પહોંચે છે. આવા સંજોગોમાં દરીદને કાયમી ધોરણે ડાયાલીસીસનો આશરો લેવો પડે છે. વધુ પડતું લોહી વહી જવાને કારણે લોહી ચઢાવવું પડે ત્યારે તેમાં હેપિટાઈટીસ- બી જેવા ઝેરી કમળા કે એઈડ્ઝનો ચેપ લાગવાનો ભય રહે છે. ઓપરેશન દરમિયાન ગર્ભાશયની અંદરની દિવાલોમાં પડી જતા કાપા કે બંધાઈ જતી ગાંઠોને રુઝ ન આવે તો બાળવાં પડે છે.આમ જ્યારે ગર્ભાશય, યોનિમાર્ગ અંડાશય (ઓવરીઝ) અથવા ફેલોપીન ટયુબનું કેન્સર થયું હોય એવા કેસમાં ઓપરેશન જરૃરી છે.ઓવરીઝ કે ફેલોપીન ટયુબને ચેપ લાગ્યો હોય ત્યારે ગર્ભાશય સીધું સંકળાયેલું નહીં હોવા છતાં માત્ર નજીક હોવાને કારણે તેને કાઢી નાંખવું જરૃરી બની જાય છે. કેટલીક વખત આંતરડાંના કેન્સર અથવા ગર્ભાશયની દિવાલોમાં ચેપ લાગવાને કારણે તેમાં પાક થવાના કિસ્સામાં પણ ગર્ભાશયને કાઢી નાખવું પડે છે.

પ્રસૂતિ બાદ રક્તસ્રાવ બંધ ન થતો હોય અથવા ગર્ભાશય ફાટી ગયું હોય અથવા તેમાં ગાંઠો થઈ હોય તો પણ તેને કાઢવું પડે છે. સામાન્ય રીતે ગર્ભાશય દૂર કરવાની ભલામણ ડોક્ટર કરે ત્યારે તેમાં જીવન મરણનો સવાલ હોતો નથી. આવા સંજોગોમાં શસ્ત્રક્રિયાના વિકલ્પો અંગે વિચારવું જરૃરી છે.વધુ પડતા માસિકની ફરિયાદ વખતે ક્યુરેટીંગ કરાવવાથી કે નાના પ્રમાણણાં હોર્મોન અંગેની સારવાર લેવાથી મોટી શસ્ત્રક્રિયાથી બચી શકાય છે.માનસિક વિકાસ ઓછો ધરાવતી યુવતીઓ માટે આ ઓપરેશનની ભલામણ કરવામાં આવે છે.અમુક સ્ત્રીઓને ગર્ભાશયની દિવાલો નબળી પડી જવાને કારણે ગર્ભાશય નીચું આવી જવાની તકલીફ ઊભી થાય છે. આવી તકલીફ સામાન્ય રીતે વધુ પડતી પ્રસુતિ આવવાને કારણે થાય છે. અમુક કિસ્સામાં તો ગર્ભાશય છેક યોનિમાર્ગના દ્વાર સુધી નીચે આવી જાય છે. આવા કિસ્સામાં ઘણી સ્ત્રીઓને પેશાબની તકલીફ ઊભી થાય છે અને સતત ભાર લાગે છે.

આ સમસ્યા દૂર કરવા ચોક્કસ પ્રકારની કસરત દ્વારા ગર્ભાશયના સ્નાયુઓને મજબૂત બનાવવા પ્રયત્ન કરી શકાય છે. ગર્ભાશયને ફરી પાછું મૂળ સ્થાને ગોઠવવા રીંગ પહેરી શકાય છે. જોકે આ રીંગ જાતીય સમાગમ વખતે તકલીફ પહોંચાડે છે. કોઈક વખત રીંગને કારણે દુર્ગંધ મારતું પાણી પડે છે.અમુક સ્ત્રીઓને ગર્ભાશયમાં ગાંઠો થાય છે. મોટાભાગની ગાંઠો કેન્સરયુક્ત હોતી નથી. આનાં કોઈ ચિહ્નો પણ હોતાં નથી. મોટાભાગનાં કિસ્સામાં સામાન્ય પરીક્ષણ દરમિયાન તેની જાણ થાય છે.જ્યાં સુધી આવી ગાંઠો આંતરડાં કે મૂત્રાશયના અંગો માટે અવરોધ ઊભો ન કરે, દુ:ખાવો ન કરે અથવા તો વધુ પડતા રક્તસ્રાવનું કારણ ન બને કે અસાધારણ ઝડપે વધે નહિ ત્યાં સુધી તેને માટે કશું કરવાની જરૃર રહેતી નથી. આ ગાંઠો જો કેન્સરયુક્ત ન હોય અને મહિલાની વય મેનોપોઝની નજીક હોય તો ગાંઠો આપોઆપ સૂકાઈ જતી હોય છે.હોર્મોનની સારવાર દ્વારા તેને સુકવી શકાય છે. એકલી ગાંઠ દૂર કરવાનું (માયોમેક્ટોઝી)નું ઓપરેશન પણ કરી શકાય છે. આમાં ગર્ભાશય કે ઓવરીઝ કાઢવાં પડતાં નથી. જોકે આ ઓપરેશન પછી ૫૦ ટકા કેસમાં ગાંઠ ફરી થવાની પૂરેપૂરી શક્યતા રહે છે.