માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા શુક્રવારે કરો આ ઉપાય,ઘર માં થશે ધન નો વરસાદ,એક વાર જ વાર કરી લો આ ઉપાય….

0
228

આપણે જાણીએ છીએ કે આજકાલની જીંદગી ભાગદોડવાળી બની ગઈ છે… સૌ કોઈ જીવનને વધુ સારી રીતે ગુજારવા કે ભવિષ્યની ચિંતાને લઈને પૈસા કમાવવા પાછળ દોડી રહ્યા છે..  તો આજે તમને બતાવી રહ્યા છે આ જ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો વિશે.. જેથી તેને અજમાવીને તમે જે પૈસા કમાવી રહ્યા છો તેમા બરકત રહેશે અને તમારી બચત પણ થશે.

જો કોઈ વ્યક્તિને તેના જીવનમાં પૈસાની કમીને દૂર કરવી હોય તો આ માટે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.દેવી લક્ષ્મીના આશીર્વાદ સફળ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને લગ્ન જીવન ખુશીથી ભરેલું રહે છે.શાસ્ત્રોમાં શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત માનવામાં આવ્યો છે. ધન મેળવવા માટે લોકોએ દરેક વિધીને અપનાવે છે. ધન મેળવવાની લાલચ રાખે છે. દરેક વ્યક્તિ ધન અને સંપત્તિ મામલે ખુદને બીજા કરતા આગળ જોવા માંગે છે.

ભક્તો માતા લક્ષ્મીને ઘણા સરળ ઉપાયોઓના મદદથી પ્રસન્ન કરીનેને તેમનું જીવન સુખી કરી શકે છે.તેમજ આ પગલાઓની મદદથી તેમને આર્થિક સમસ્યાઓથી પણ મુક્તિ મળશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.જો શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો તે ખુશ થાય છે અને તેમના આશીર્વાદ મળે છે.ધન લાભ માટે શુક્રવારના દિવસે કરવામાં આવનારો આ શાસ્ત્રીય ઉપાય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ શાસ્ત્રીય વિધિ ધન લાભ માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે. આ શાસ્ત્રીય વિધિમાં એટલી ક્ષમતા છે કે ધન પ્રાપ્તિ સાથે નકામા ખર્ચાથી પણ બચાવે છે.

શુક્રવારના દિવસે સૌ પહેલા તમારે સવારે ઉઠીને સ્નાન કરવાનુ છે. ત્યારબાદ ઘરના  પૂજા સ્થળ પર શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવી લો. પછી માતા લક્ષ્મીનો  મંત્ર ૐ શ્રીં શ્રીય નમ: નો 108 વાર  જાપ કરવાનો છે. મંત્ર જાપ પછી માતા લક્ષ્મીને ખીર અને સાકરનો ભોગ લગાવો. પછી સાત વર્ષથી ઓછી આયુની કન્યાને ખીર અને મિશ્રીનુ ભોજન કરાવો. આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારી માટે ધન પ્રાપ્તિના દરવાજા ખોલી નાખે છે. આ કામ તમારે ત્યા સુધી કરવુ જોઈએ જ્યા સુધી તમારી આર્થિક સ્થિતિ મજબૂત ન થઈ જાય. આ ઉપરાંત લક્ષ્મી બીજ મંત્ર “ૐ શ્રી મહાલક્ષ્મ્યૈ ચ વિધ્મહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત”   આ મંત્રનો રોજ જાપ કરો.

એવું માનવામાં આવે છે કે પૈસાના ફાયદા માટે શુક્રવારે કમળનું ફૂલ વ્યવસાય સ્થળ અથવા ઘરની તિજોરીમાં રાખવું જોઈએ. એક મહિના પછી જૂનું ફૂલ હટાવીને બીજુ કમળનું ફૂલ રાખવું જોઈએ.ધનની દેવી,માં લક્ષ્મી આ ઉપાયથી પ્રસન્ન થાય છે.લક્ષ્મી માતા ને મોગરો અતિપ્રિય હોય છે જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ને મોગરા નું અતર અથવા તો લાલ જાસૂદ અને ગુલાબ અર્પિત કરો તો માતા લક્ષ્મી ની કૃપા તમને ફળશે. આ ઉપરાંત જો તમે કેવડો અથવા તો કેવડા નું અતર માતા લક્ષ્મી ને અર્પિત કરો તો ઘર માં સુખ-શાંતિભર્યો માહોલ બન્યો રહે છે તથા તમને માનસિક શાંતિ પ્રદાન થાય છે.

ધાર્મિક માન્યતા અનુસાર મા લક્ષ્મીને પુષ્પો અર્પણ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે.માતા લક્ષ્મીની કૃપા બની રહે તે માટે તેમને ગુલાબી કમળના ફૂલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે સતત 3 શુક્રવાર સુધી આ ઉપાય કરવો પડશે.  શુક્રવારે સવારે તમે સ્નાન કરીને લાલ કે સફેદ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ તમારા હાથમાં ચાંદીની અંગૂઠીની વીંટી પહેરીને કોઈ બ્રાહ્મણને દાન કરો. આ શાસ્ત્રીય ઉપાય માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સારો માનવામાં આવ્યો છે.

ભક્તોએ ઇચ્છા મુજબ માતા લક્ષ્મીને સાત્વિક ભોજન આપવું જોઈએ અને તેમાં હલવો, ખીર વગેરે મીઠી વાનગીઓનો સમાવેશ કરવો જોઈએ,જેનાથી શ્રદ્ધાળુઓને તેમના આશીર્વાદ મળે.બીજો એક ઉપાય કરવા માટે એક પૂજા નો દોરો લેવો. આ દોરા ને શ્રીફળ ની ઉપર લપેટી દેવો. હવે પછી આ શ્રીફળ ને એક પાણીથી ભરેલ તાંબા ના લોટ ની ઉપર રાખવું. આ શ્રીફળ ની આસપાસ કેરીના પાંચ પત્તા પણ મુકવા. આ રીતે એક કળશ બની જશે. આ કળશને માતા લક્ષ્મી ની પ્રતિમા ની નજીક રાખી દેવો.પરતું એને જમીન પર રાખવાના બદલે ઘઉંના દાણા ની ઉપર મુકવું. એ પછી લક્ષ્મીજી ની પૂજા કરવી.

જયારે માતા ની પાસે રાખેલ દીવો જાતે જ ઓલવાય જાય તો એ પછી આ શ્રીફળ ને પ્રસાદ ને રૂપમાં ગ્રહણ કરી લેવો. ત્યાં ઘઉં ને પીસી ને રોટલી બનાવી અને ગાય ને ખવડાવવી. આ ઉપાયથી તમારા ઘર અને પરિવાર ની ઉપર ક્યારેય પણ કોઈ દુર્ભાગ્ય નહિ આવે. અને તમારી કિસ્મત પણ ચમકશે.જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ની પ્રતિમા ને ચંદન લગાવી તથા તેમને સોળે શણગાર થી સજાવીને ત્યાર બાદ તેમનું પૂજન-અર્ચન કરો તો તમારું વૈવાહિક જીવન સુખમયી બની રહે છે તથા જિવનસાથી સાથે ના સંબંધો ગાઢ અને મધુર બને છે.

જો તમે શુક્રવાર ના શુભ દિવસે ગરમ રોટલી અને ગોળ નું ગાય ને સેવન કરાવડાવવો તો લક્ષ્મી માતા ની કૃપા થી તમારું અને તમારા પરિવાર નું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.