માત્ર 15 દિવસ રાત્રે પલાળીને સવાર માં કરો આ વસ્તુ નું સેવન, લીવર સહિત આ મોટી મોટી જીવલેણ બીમારીઓથી મળી જશે છુટકારો….

0
137

આજકાલ ઘણા લોકો પોતાની વ્યસ્ત જિંદગીથી પરેશાન અને થાક ઘટાડવા માટે નશો કરે છે. જો તમારી આસપાસ પણ કોઈ ડ્રગ વ્યસની છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. ભલે ગમે તેટલો નશો હોય, આજે અમે તમને એક એવી નુસખા વિશે જણાવીશું જે તમને દરેક વ્યસનથી બચાવે છે. સુકી દ્રાક્સ એ એક ખાટુ-મીઠુ ડ્રાયફ્રુટ છે, જે દ્રાક્ષને સુકવીને તૈયાર કરવામાં આવે છે. આમાં પણ દ્રાક્ષના તમામ ગુણો સમાયેલા હોય છે. દુઘના લગભગ તમામ તત્વો કિશમિશમાં હોય છે.

આમ તો કિશમિશ મા ઘણા અસરકારક પોષક તત્વો રહેલા છે. એક રીતે જોવા જઈએ તો કિશમિશ સ્વાદ અને તંદુરસ્તિ થી ભરપૂર હોય છે, રોજ કિશમિશ ખાવા થી ઘણા પ્રકાર ના સ્વાસ્થ્ય ને લગતા ફાયદા થાય છે. આ ડ્રાયફ્રુટ મા ઊર્જા વધારે માત્રા મા જોવા મળે છે. આર્યુવેદ ના શાસ્ત્રો મા પણ કિશમિશ ને પલાળી ને તેનુ પાણી પીવા થી થતા લાભો બતાવ્યા છે.કિસમિસ એટલે સૂકી દ્રાક્ષ રુક્ષ અને નિસ્તેજ શરીરને દ્રાક્ષ તેના સ્નિગ્ધગુણથી મૃદુ-કોમળ કરવાની ક્ષમતા ઘરાવે છે. હિન્દીમાં દ્રાક્ષને મુનક્કા કે અંગુર કહે છે. દ્રાક્ષમાંનાં વિશિષ્ટ તત્વોદ્રાક્ષમાં ટાર્ટરિક એસિડ, સાઇટ્રિકએસિડ, સોડિયમ અને પોટેશિયમ ક્લોરાઈડ, પોટેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ રહેલાં છે.

કિસમિસ આખા શરીરની બળતરા, તમામ પ્રકારના તાવ, શરીરના વિવિધ માર્ગોમાંથી રક્તનું વહેવું. (રક્તપિત્ત), ક્ષય, મહાત્વય (વધારે પડતું મદ્યપાન કરવાથી થતું એક દર્દ), ઉધરસ, અવાજની વિકૃતિ કે અવાજનું તરડાઈ જવું, કબજિયાત વગેરે દર્દોને મટાડે છે. કિસમિસ શરીરની માંસપેશીઓને પુષ્ટ કરનાર છે. અને કામશકિત વધારનાર છે. ખીલ કે શરીરના બીજા ભાગોમાં થતી ફોલ્લીઓમાં બાફ- બફારાને વગેરે ને કારણે થતાં દર્દોમાં તથા અમ્લપિત્ત (એસિડિટી)માં પણ ફાયદાકારક છે.

પલાળેલી કિસમિસના પાણીની અંદર ભરપૂર માત્રામાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબર અને અન્ય વિટામીન્સ હોય છે. તેનું સેવન કરવાના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે. અને સાથે સાથે તેની અંદર કુદરતી રીતે શુગર રહેલી હોય છે. જેનું સેવન કરવાથી શરીરની સુગર લેવલમાં પણ નિયંત્રણ રહે છે. સામાન્ય રીતે દ્રાક્ષ પીળી અને કાળા રંગની આવતી હોય છે. સવાર સવારમાં દ્રાક્ષના સેવન કરવા માટે કાળા રંગની દ્રાક્ષ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

ખૂબ ઉલટીઓ થતી હોય, ત્યારે પેટમાં કંઈ ટકતું નથી. આવે વખતે કિસમિસ નું જ્યુસ કે પાણી ચમચી જેટલું પીવું અને નાભિની આસપાસ તલના તેલનું માલિશ કરવું. જેથી વાયુદોષની ઉગ્રતા ઘટતાં ઉલટી અને ઝાડા ધીમે ધીમે બંધ થાય છે. ખૂબ ઝાડા થતા હોય ત્યારે કિસમિસ સાથે ધાણાજીરૂનો પાવડર પાણી સાથે મેળવી, પલાળી, મસળીને ગાળી લીધા પછી ચમચી જેટલું પીવું તેનાથી ઝાડા બંધ થાય છે.મોં કડવું થઈ જવું, સૂકાઈ જવું અને વાયુ અને પિત્ત દોષોથી થતા રોગોમાં કિસમિસ ઉપયોગી છે.

કિસમિસમાં જોવા મળતા ફાઈબર ગૈસ્ટ્રોઈન્ટેસ્ટિનલ માર્ગથી વિષાક્ત અને અપશિષ્ટ પદાર્થોને બહાર કાઢવમાં મદદ કરે છે. કિસમિસમાં વિટામિન એ, એ-કૈરોટીનૉઈડ અને એ-બીટા કૈરોટીન રહેલુ હોય છે. જે આંખોને ફ્રી રૈડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે. તેમા એંટી ઑક્સીડેંટ ગુણ પણ જોવા મળે છે. કિસમિસ ખાવાથી મોતિયાબિંદ વય વધવાને કારણે આંખોમાં થનારી નબળાઈ, મસલ્સ ડૈમેજ વગેરે થતા નથી.

કિસમિસ ની અંદર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેનું પલાળેલું પાણી પીવામાં આવે તો તેના કારણે લીવરની અંદર રહેલી બધી જ ખરાબ અને ઝેરી તત્વો સાફ થઈ જાય છે. જેથી કરીને લીવર યોગ્ય રીતે કાર્ય કરે છે. જે સ્ત્રીઓને વધારે પડતું માસિક આવતું હોય, (લોહીવા) કે વારંવાર ગર્ભસ્ત્રાવ થતો હોય કે શરીરની તજા ગરમીના કારણે ગર્ભ ના રહેતો હોય એમણે બે કાળી દ્રાક્ષ, વરિયાળી, સાકરને સવારે પલાળીને બનાવેલું શરબત સાંજે પીવું અને સાંજનું પલાળેલું સવારે પીવું.

વજન વધારવામાં પણ કિસમિસ ખૂબ લાભકારી છે. કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જોવા મળે છે. જે એનર્જી આપવ સાથે વજન વધારવામાં પણ મદદગાર કરે છે. કિસમિસમાં ખૂબ પ્રમાણમાં આયરન હોય છે. જે એનીમિયા સામે લડવાની શક્તિ ધરાવે છે. લોહી બનાવવા માટે વિટામીન બી કોમપ્લેક્સની જરૂર પડે છે. અને કિસમિસ આ કમી પૂરી કરે છે. તેમા રહેલ કૉપર પણ લોહીમાં લાલ રક્ત કોશિકાને બનાવવામાં મદદ કરે છે.

કિસમિસ માં રહેલ ફિનૉલિક પાયથોન્યૂટ્રિયંટ જે જર્મીસાઈડલ એંટી બૉયટિક અને એંટી ઑક્સીડેંટ તત્વોને કારણે ઓળખાય છે. તે વાયરલ અને બૈક્ટીરિયલ ઈંફેક્શનથી લડીને તાવને જલ્દી ઠીક કરી નાખે છે. કિસમિસનુ સેવન કરવાથી હાજમો ઠીક રહે છે. અને પાચન તંત્ર પણ સારું કાર્ય કરે છે. કિસમિસ લૈક્સટિવના રૂપમાં કાર્ય કરે છે.આ પેટમાં જઈને પાણીને શોષી લે છે. જેના ફળસ્વરૂપ કબજિયાતથી રાહત મળે છે.

જો કિસમિસના પાણીનું સેવન કરવામાં આવે તો તેના કારણે મોંમાંથી આવતી વાસને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. સાથે સાથે તેની અંદર રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ કેન્સરથી બચવા માં પણ મદદરૂપ સાબિત થાય છે. તેની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જેનું સેવન કરવાના કારણે શરીરમાં કુદરતી રીતે હિમોગ્લોબિનની માત્રામાં વધારો થાય છે. બીપી જે તમને એનિમિયા જેવી સમસ્યાથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

બીજ વગરની કાળીદ્રાક્ષ એક ભાગ, અને હરડેનું ચૂર્ણ બે ભાગ લઈને બંનેને બંનેને બરાબર લસોટીને એક-એક તોલાની મોટી ગોળીઓ વાળવી. સવારે અડધી વાડકી ઠંડા પાણીમાં એક ગોળી નાખીને ઓગાળવી. દસ-પંદર મિનિટ પછી પી જવું. હૃદયરોગ, લોહીવિકાર, મેલેરિયા (વિષમ જ્વર), પાંડુરોગ(એનિમિયા), ઉલટી, ચામડીના વિકારો, ઉધરસ, કમળો, અરુચિ, પેટમાં વાયુનો ભરાવો વગેરે દર્દીમાં ઉપયોગી કહેલી છે.

સુકી દ્રાક્ષ વ્યસની લોકોના આ વ્યસનને દૂર કરવામાં મદદ કરે છે. સુકી દ્રાક્ષમાં કાળા મરી, નાની એલચી અને તજ મિક્સ કરો. તેને સારી રીતે પીસી લો અને તેમાંથી પાવડર બનાવો. જો તમે આ ગોળીને ચૂસતા રહેશો તો પછી તમારૂ નશો કરવાની પ્રવુતિ અને ગુટખા, પાન મસાલા, તમાકુ જેવી ચીજો છોડવામાં પણ આરામ મળશે. આ ગોળીઓ ચૂસવાથી. નશાના કારણે શરીરની નબળાઇઓ પણ દૂર થાય છે. સુકી દ્રાક્ષ ખાવાથી પાચન પ્રક્રિયા પણ સારી રહે છે.

કબજિયાતની તકલીફ દૂર.સુકી દ્રાક્ષ નું સેવન ઘણા પ્રકારના રોગ સામે રાહત આપે છે. કિશમિશ પાણીમાં ફૂલીને નેચરલ લેક્સેટિવનું કામ કરે છે. રોજ સવારે ભૂખ્યા પેટે તેનું પાણી પીવાથી પેટની સારી સફાઈ થઇ જાય છે.નબળાઇ દૂર થાય છેસુકી દ્રાક્ષ થી કમજોરી દુર થાય છે. કિશમિશના પાણીમાં એમીનો એસિડ્સ હોય છે જે શક્તિ આપે છે. થાક અને નબળાઈ દૂર કરવામાં મદદરૂપ છે. એટલા માટે થાક દુર કરવા માટે કિશમિશ નું સેવન કરવું જોઈએ.

કિસમિસ ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડે છે .વજન વધારવામાં પણ મદદરૂપ છે.ફાઈબરની વિપુલ માત્ર ધરાવતું કબજિયાત નો રામબાણ ઈલાજ છે. રાત્રે પાણીમાં પલાળીને સવારે કિસમિસ ચાવવામાં આવે તેમજ તે પાણી પીવામાં આવે તો આંતરડા અને પેટ સાફ રહે છે.તણાવગ્રસ્ત જીવન તેમજ આહાર અંતર્ગત કુટેવો ને કારણે કબજીયાત અને ગેસની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.આહારમાં વધેલું જંકફૂડનું પ્રમાણ પણ શરીરમાં બિનજરૂરી કેમિકલ અને ટોક્સિક પેદા કરે છે.

કિસમિસ શરીરને ફ્રી રેડિકલ્સ થી પણ બચાવે છે. કેન્સરના કોષોને પાંગરવા ફ્રી રેડિકલ્સ નો ફાળો રહ્યો છે.કિસમિસ શરીરને ફ્રી રેડિકલ્સ થી બચાવતી હોવાથી તે એક રીતે કેન્સરના કોષો થી પણ શરીરની રક્ષા કરે છે એમ કહી શકાય.કિસમિસમા રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.જેમની દ્રષ્ટિ હોય તેમણે પણ કિસ નો ઉપયોગ કરવો જોઈએ. કિસમિસ શરીરની નબળાઈ પણ દૂર કરે છે. કિસમિસમાં રહેલું બીટા કેરોટીન અને કેરોટીનોઈડ આંખોની માંસપેશીઓને મજબૂત બનાવે છે.

કિસમિસમાંથી કુદરતી રીતે મળતું ગ્લુકોઝ શરીરમાં ઉર્જા વધારે છે. બાળકોને નિયમિત કિસમિસ ખવડાવવાથી તેમનું મગજ વિશેષ તેજ અને સક્રિય બને છે.કિસમિસ લોહીમાં હિમોગ્લોબીન પણ વધારે છે. પાંડુરોગ ના દર્દી માટે કિસમિસ રાહતરૂપ વરદાન છે.કિસમિસમા રહેલા વિટામીન્સ અને મીનરલ્સ વાળ તેમજ ત્વચાના સૌન્દર્યમાં વધારો કરે છે.
તેમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ શરીરના ઝેરી તત્વોને પેશાબ વાટે બહાર ફેંકી કિડની પણ સ્વસ્થ રાખે છે.