માત્ર 2 મિનિટ નિકાળી આ કહાની જરૂર વાંચજો,નાનપણ માં નું અવસાન થતાં એક પિતાએ બાળકીને ઉછેરી મોટી કરી પરંતુ સાસરીમાં થયું એવું કે આંખમાંથી આંસુ નીકળી ગયાં……

0
1903

દરેક પરિવારમાં દીકરાને પરણાવી વહુ ઘરે લાવવાની સૌથી વધુ ખુશી એક માતાને જ હોય છે, પરંતુ નવી વહુ આવ્યા પછી દીકરાને વહુને સોંપવાનો હોય છે જે ભાગ્યે જ બનતું હોય છે. નવી વહુ પણ પોતાનો પરિવાર છોડી તમારા પરિવારમાં આવી છે. એક સાસુથી વધારે આ વાત બીજું કોઈ ના સમજી શકે. તે પણ એક વાર પોતાનું પિયર છોડીને સાસરે આવી હતી. તેના મનમાં ઘણી મૂંઝવણ, સવાલ, ડર અને સપનાં હતાં. તો તે જ પરિસ્થિતિમાં આજે તેની વહુ હોય તો તેના માટે સમજવું ખૂબ જ સરળ છે, પરંતુ શું ખરેખર આવું થાય છે? તકલીફની શરૂઆત જ ત્યાંથી થાય છે.

પછી દીકરાના વર્તનમાં આવતો સહજ અને સ્વાભાવિક બદલાવ પણ મોટો લાગે છે. તે તેની પત્ની તરફની થોડી ફરજ બજાવે ત્યારે માતાને દીકરો દૂર થતો જણાય છે, પરંતુ હકીકતમાં દીકરા માટે બંને સ્ત્રી ખાસ જ હોય છે. એક સ્ત્રી જેણે તેને જન્મ આપ્યો છે અને બીજી સ્ત્રી જેણે જીવનભર સાથે રહેવા માટે જન્મ લીધો છે. તો તેના માટે બંનેનું મહત્ત્વ હોય જ, પરંતુ જ્યારે દીકરા સામે આ સવાલ આવે કે ખાસ કોણ? ત્યારે દીકરા માટે જવાબ આપવો ધર્મસંકટ બની જાય છે.

પરંતુ સમય-સાથે બધું બદલાય જાય છે. આવું આપણે સાંભળીએ છીએ. પરંતુ આજના સમયમાં પણ લોકોની માનસિક્તા નથી દબલાતી, આવી જ કહાની આ છે. જેમાં દીકરી વીનું સાસરે ગઈ અને એક દીવસ એવું થયું કે, તે બોલી ઉઠી કે, માં આજે તું હોત તો મારી સાથે આવું ન થયું હોત.

રમેશભાઈ અને સવિતા બેનના પ્રેમ લગ્ન થયા હતા. બંને વચ્ચે પ્રેમ એટલો હતો કે, તેમની ચર્ચા દરેકના મુખમાં રહેતી. તેવામાં તેમના ઘરમાં લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થયો. જેનું નામ વનીતા રાખ્યું. પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ વનીતાના આગમનની ખુશી જાજો સમય ન રહીં. કારણ કે, તેના જન્મના 10 જ દિવસમાં સવિતા બેનનું હાર્ટ અટેકના કારણે મૃત્યું થયું. પરિવારમાં માતમ છવાઈ ગયો. લોકો સવિતા બેનના મૃત્યુ પાછળ વનીતાને કોષિ રહ્યા હતા. પરંતુ પિતા માટે હવે દીકરી જ સહારો હતી. કારણ કે, તે સવિતાબેન વીના બીજા કોઈ જોડે લગ્ન કરવા નહોતા માગતા.

તેમના મક્કમ મન અને ઈરાદાઓ વચ્ચે સમાજનું કાંઈ ન ચાલ્યું દીકરી પણ ધીમે-ધીમે મોટી થવા લાગી, 10 પુરુ કર્યું 12મું પુરુ કર્યું. કોલેજ સુધીનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. દીકરી ભણવામાં હોંશિયાર હતી એટલે રમેશભાઈએ તેને ક્યારેય ઘરનું કામ કરવા નહોતું દીધું. પરંતુ કહેવાય છેને કે, ક્યારેક ભાગ્યમાં દુખ લખાયેલું હોય તો આપણી લાખ કોશિશ છતાં તે આવીને રહે છે.

વનીતા મોટી થઈ એટલે તેના લગ્નની વાત આવી. રમેશભાઈએ સારું ઘર જોઈ તેનાં હોંશેહોંશે લગ્ન કરાવ્યા. થાડા સમય સુધી વનીતાનો સંસાર સારી રીતે ચાલ્યો. પિતાને ત્યાં કોઈ કામ કર્યું નહોતું તેવામાં તેને રસોઈમાં તકલીફ પડતી. છતાં વનીતા તમામ કામ શિખવાની કોશિશ કરતી. પરંતુ જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ સાસરી પક્ષની લાલચ વધી. વનીતા એકની-એક દીકરી હોવાથી રમેશભાઈ પાસેથી પૈસા અને સંપત્તિ પડાવવાના ઈરાદાઓ શરૂ થયા.

વનીતાના પતિ રાકેશ અને તેની સાસુ કળબેને તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું. પતિ ત્રાસ આપવાની સાથે-સાથે માર મારતો. તો સાસું વારંવાર જમવાનું બહાનું કાઢ તેને મેણા મારતી. રોજ કોઈને કોઈ રીતે મેણા મારતા કહે તારી માએ તને આ નથી સિખવાડ્યું, માના ઘરેથી કાંઈ સિખીને નથી આવી. એક દીવસ તો એવો આવ્યો કે, સાસુએ ગરમ દાળમાં ભૂલ કાંઢતા દાળનું તપેલું વનીતાના હાથ પર ફેંક્યું.. અને તે દાજી ગઈ, તે નોધાર પાણીએ રોવા લાગી. તેની પીડિ તેનું દર્દ સમજવા વાળું ત્યાં કોઈ ન હતું. ત્યારે દીકરીના મુખ્યમાં માં… શબ્દ યાદ આવ્યો.. તે બોલી ઉઠી કે,માં..આજે તું હોત.. તો હું આ દુખ સહન ન કરતી હોત. તું હોત તો આજે મારી સાસુએ મને જમવાનું લઈને ટોણા માર્યા ન હોત. તું હોત તો આજે હું અહીં ન હોત..

દીકરી એટલી દુખી હતી છતાં તેણે ક્યારેય પોતાના પિતાને નહોતું કીધું. પરંતુ કહેવાય છેને કે, દિવાલોને પણ કાન હોય છે. વનીતા પર થતા આ અત્યાચારની અને તેની સાથે બનેલી આ ઘટનાની વાત અંતે પાડોશી મારફતે વનીતાના પિતા સુધી પહોંચી. દીકરી પર આ પ્રકારનો અત્યાચાર થાય છે તે સાંભળતા જ તે ભાંગી પડ્યા. પરંતુ પોતાની પત્નીની આત્માનો અવાજ તેમને સંભળાયો અને તે મક્કમતા સાથે દીકરીના સાસરે પહોંચી ગયા. દીકરીને સાસરીયાની જેલમાંથી છોડાવી તો ખરી જ.. પરંતુ તે હેવાન સાસરીયાઓને જેલની હવા પણ ખવડાવી. અને દીકરીને હંમેશ માટે પોતાની સાથે પરત ઘરે લઈ આવ્યા.

આ કહાની પરથી બોધ એટલો મળે છે કે, ભલે પિતા માતાની તમામ ખોટ પુરી પાડવાની કોશિશ કરે. પરંતુ મા તે મા જ હોય છે. તેની ઉણપ ક્યારેય કોઈ પુરી કરી શક્યું નથી. અને કરી પણ નહીં શકે એક સાસુ માતા ના બની શકે? શું વહુ દીકરી બની ના શકે? ચોક્કસ બની શકે. બોલવાથી માતા કે દીકરી નથી બનાતું. તેના માટે બંનેએ સ્વીકારવું જરૂરી થઈ જાય છે. દીકરીની નાની-મોટી ભૂલોને છુપાવતી માતા શું વહુ માટે આવું કરી શકે? જો કરી શકે તો ચોક્કસ માતા દીકરીનો સંબંધનો ઉછેર થાય. ખરા અર્થમાં જેમ દીકરીને શીખવાડતી માતા સાસરિયાંની રીતભાત, રહેણી-કરણી, વ્યવહાર તો સાસુએ માતા બનીને જ વહુને શીખવવાના હોય છે જે તેને તેમની વહુને દીકરી બનવામાં મદદરૂપ થાય. સાસુ શબ્દ જ બદનામ છે. જ્યારે કોઈ દીકરી સાસરેથી પહેલી વાર પિયર જાય ત્યારે દરેકનો એક જ સવાલ હોય છે તારાં સાસુ કેવાં છે?

સાસુ ખરા અર્થમાં દીકરો સુખી જીવન જીવે એવું ઇચ્છતી હોય તો તેના દીકરાના લગ્ન પછી સૌ પ્રથ તેણે પોતાના વિચાર, વ્યવહાર અને લાગણીઓ પર નિયંત્રણ લાવવું જરૂરી થઇ જાય છે. લગ્ન કરી આવનાર વહુ માટે સાસરિયાના દરેક સંબંધ નવા હોય છે. જ્યારે પૂરા પરિવાર માટે વહુ એક પાત્ર નવું હોય છે. સ્વાભાવિક છે. એક વ્યક્તિ બધાને સમજે તેમાં થોડો સમય તો લાગે જ, પણ આપણે બધા મળીને પણ એક વ્યક્તિ (વહુ)ને ના સમજી શકીએ..? બદલાવાનું નથી, પરંતુ તેને આપણા ઘરમાં સમાવવાની છે.

શરૂઆતમાં બધાને થોડી તકલીફ પડે, પરંતુ તેને પારખવા કરતાં સમજવા તરફનું વલણ અથવ સમજાવી અને શીખવવા તરફનું વલણ અપનાવીએ તો ચોક્કસ દીકરાના લગ્નજીવનની સાચા અર્થમાં શુભ શરૂઆત થાય. જ્યારે પોતાની દીકરી સાસરે જાય ત્યારે જે ચિંતા થાય છે તેનું કારણ પણ આ જ છે કે, આપણે સાસુ બનીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે હું પણ કોઈની દીકરી વહુ અને દીકરીની માતા છું. સમાજમાં જ્યારે આ દૃષ્ટિકોણ આવશે ત્યારે ચોક્કસપણે દરેક દીકરી, વહુ અને માતા નિખાલસપણે નવા સંબંધોને જીવી શકશે. વહુને પિયર અથવા માતાની યાદ પણ નહીં આવે.

તેની સાસુ જ માતાની જગા લેશે. દીકરાની પસંદ-નાપસંદ, ગમવું-ના ગમવું જેવી નાની બાબત અંગે સાસુ વહુ સાથે બેસીને નિખાલસ વાતો કરી શકશે જેથી દીકરા અને વહુ વચ્ચેના પ્રેમાળ સંબંધ વધુ ઝડપથી ગાઢ બની શકે અને તે પછી દીકરાની જવાબદારી વહુને સોંપી, તે જવાબદારીમાંથી મુક્ત થઇ શકે અને વળી ખાસ ધ્યાન રાખવા જેવી વાત કે પછી દીકરામાં કોઈ બદલાવ આવે તો વહુ કે દીકરાને સંભળાવવાનું અથવા તે અંગે ટીકા-ટિપ્પણ ના કરવી જેનાથી ઘરનું વાતાવરણ બગડે અને સાસુની પોતાની પ્રતિષ્ઠા પણ. પ્રભાવ એવો રાખવો જોઈએ કે વહુની નજરમાં માન જળવાઈ રહે, નહીં કે નફરત.

વહુ જ્યારે સાસરિયામાં આવે અને સાસુ કોઈ રીતભાત, વ્યવહાર તેમજ ઘરની વાત કહે તો તે સમયે દીકરી બની શીખવી તેમજ સ્વીકારવી એ વહુની ફરજ બને છે. જો તેમાં તેનો અહમ આવે કે મને આમ કેમ કીધું? તો પછી તે સંબંધમાં તિરાડ પડવાની શરૂઆત થાય. તે વહુ જ્યારે પોતાની માતાનો ઠપકો, માતાની શીખ સમજતી હોય તો સાસુને માતાનું સ્થાન ત્યારે જ આપી શકે જ્યારે તેમની દરેક વાતને પ્રેમપૂર્વક, ભાવપૂર્વક સમજી અને શીખે. દરેક વહુ માટે સાસુ માત્ર માતા નહીં, પરંતુ તેના દાંપત્યજીવન, સામાજિક જીવક અને માનસિક જીવનને સુખમય બનાવતી ચાવી છે. પતિને ખુશ કરવાની દરેક રીત સાસુ પાસેથી સરળતાથી મળી શકે. સામાજિક દૃષ્ટિએ સાસુ કદાચ થોડું બોલશે, પરંતુ પોતાની વહુની સમાજ સામે ઢાલ બનીને ઊભી રહેશે. કોઈને બોલવા નહીં દે. જ્યારે વહુ માનસિક રીતે નબળી પડે ત્યારે જો સાસુ-વહુના પ્રેમાળ સંબંધ હોય તો કદાચ પતિને ખબર પડે કે ના પડે, પરંતુ વહુની માનસિક વ્યથા એક સાસુ ખૂબ જ સારી રીતે સમજી શકશે.

સમય ખૂબ જ ઝડપથી બદલાઇ રહ્યો છે. મોબાઈલ ફોન વાપરવાથી સ્માર્ટ નથી બની જવાતું. મોબાઈલ ફોનમાં દરેક એપ્લિકેશન સમયસર અપડેટ કરવી પડે છે. સંબંધ અને વિચારનું પણ એવું જ છે. નવીનતાને જાણો, સમજો અને અમુક અંશે સ્વીકારી બદલાવ ચોક્કસ લાવો. નવી પેઢી તો મિત્રભાવને મહત્ત્વ આપે છે. મિત્ર બનીને રહેશો તો કદાચ તમે તમારા વહુ તરીકે જોયેલા અધૂરા સપનાં જે તમે વહુ હતાં ત્યારે કરવા માગતા હતા, પરંતુ ના કરી શક્યા તે કદાચ તમારી વહુ તમને કરાવશે. આ માત્ર વાત જ નથી, પરંતુ નજરે જોયેલી સચ્ચાઈ છે. સાસુને મોર્ડન બનાવતી, નવીનતા સાથે જોડતી અને નવી ઉડાન ભરાવતી વહુને જોઈ છે. જરૂર છે ફક્ત એકબીજાની સમજની, ખરાબ કોઈ નથી. સાસુ અને વહુ બંનેનો ફાળો પરિવારનો આધાર સ્તંભ છે જ. જે મજબૂત હોવા જોઈએ નહીં તો પરિવારને વિખરાઈ જતાં વાર લાગતી નથી!