માત્ર એક જ અઠવાડિયામાં વાળ નો ગ્રોથ થઈ જશે બમણો, બસ ખાલી કરો આ ઉપાય…

0
670

વાળ ખરવા બહુ સામાન્ય બાબત છે, પણ જરૂર કરતા વધુ વાળ ખરવા લાગે તો સમજી જજો કે તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઇ રહ્યાં છો, વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે વાળની યોગ્ય દેખરેખ કરવી જરૂરીછે. શું તમે જાણો છો કે દરરોજ 100 વાળ ખરવા સામાન્ય વાત છે પણ જો આનાથી વધારે વાળ ખરવા લાગે તો તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે અને આવામાં જરૂરી છે તમારા વાળને યોગ્ય પોષણ આપવાની. વાળ ખરતા રોકવા માટે ઘરેલું નુસખા અપનાવી શકાય છે. આમ પણ પ્રાકૃતિક ઉપચાર જ ઉત્તમ ઉપચાર હોય છે અને આવામાં સૌથી સારી વાત એ છે કે આની કોઇ આડઅસરો પણ નથી હોતી.

વાળ એ તો સ્ત્રીની સુંદરતા છે. વાળ એ ચહેરાની સુંદરતાનો મહત્વનો ભાગ છે. આમ તો વાળનું ખરવું એ સામાન્ય પ્રક્રિયા છે.પરંતુ કોઈક વાર આ સામાન્ય વાત ખૂબ જ મોટી મુશ્કેલી બનીને રહી જાય છે.આજે ઘણી સ્ત્રીઓની સૌથી મોટી મુશ્કેલી વાળ ખરવા એ જ છે. કારણ કે વાળની વૃદ્ધિ અને ક્ષયના ચક્રમાં એક તબક્કો વાળ ખરવાનો પણ હોય છે.ઘણા લોકોના વાળ ખરવા લાગે છે, તો અમુક લોકોને ખોડાની સમસ્યા હોય છે.અમુક લોકોને ઘણા ઉપાયો કરવા છતાં પણ ખોડો વાળમાંથી થતો નથી તેમજ શિયાળામાં તો ખૂબ જ વધુ પ્રમાણમાં થઈ જતો હોય છે.આજે અમે તમને એક આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું, જેનાથી વાળની સમસ્યા દૂર થઈ જશે.

પ્રદુષણ, અસંતુલિત આહાર અને રસાયણયુક્ત તેલનો વઘારે પડતો ઉપયોગ કરવાવા કારણથી આજકાલ વાળ ખરવા તમેજ સફેદ થવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. એવામાં આયુર્વેદીક ઉપચારની મદદથી આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે. આજે અમે તમને એવા નુસ્ખા અંગે જણાવીશું જેનાથી તમારા વાળની દરેક સમસ્યાથી રાહત મળી શકે છે અને તેનાથી ખૂબ લાભ પણ થઇ શકે છે. તો આવો જોઇએ કયા-કયા એવા નુસ્ખા છે જેથી વાળ લાંબા અને ભરાવદાર થશે.વાળ ખરતા રોકવા માટે સૌ-પ્રથમ તો સ્વસ્થ જીવનશૈલી અપનાવો. વધારે માત્રામાં પાણી પી અને અન્ય પોષણક્ષમ પ્રવાહી પદાર્થોનું સેવન વધુ કરીને પણ તમે ખરતા વાળ અટકાવી શકો છો. શું તમે જાણો છો કે ત્વચા, વાળ, લોહી વગેરેને સ્વસ્થ રાખવા માટે અને દરેક કાર્ય સારી રીતે કરવા માટે પાણીની જરૂર પડે છે.

ડોક્ટર અજય રાણાજીના જણાવ્યા મુજબ ‘ચોખાનું પાણી અને ડુંગળી વાળના આરોગ્યની રીતે ઘણું ફાયદાકારક રહે છે. તે વાળના ગ્રોથને વધારવામાં મદદ કરે છે. તેનાથી વાળમાં થતા સુકાપણાને પણ ઓછું કરવામાં મદદ મળે છે. ચોખાનું પાણી અને ડુંગળીને વાટીને વાળમાં લગાવવાથી વાળ તુટવાનું ઓછું થઇ જાય છે અને તે હેયર લાઈનને ફરીથી ગ્રો કરવામાં પણ મદદ કરે છે.ચોખાના પાણીમાં ઘણા પ્રકારના વિટામીન અને મિનરલ્સ જેવા કે અમીનો એસીડ, વિટામીન-બી, વિટામીન-ઈ અને એંટી ઓક્સીડેંટસ હોય છે, જે બે મોઢા વાળા વાળને સારા કરવામાં મદદ કરે છે અને વાળને મજબુત બનાવે છે. ચોખાનું પાણી અને ડુંગળીને મિક્ષ કરીને તે પાણીથી મસાજ કરવાથી પણ વાળ ખરવાથી અટકાવવામાં મદદ મળે છે.’

બનાવવા અને લગાવવાની રીત.તેના માટે ચોખાના પાણીમાં ડુંગળી વાટીને મિસ્ક કરી લો.આ પેસ્ટને વાળમાં લગાવો અને સુકું થવા માટે રાખી દો.પછી વાળને ઠંડા પાણીથી ધોઈ લો.તમે આનો ઉપયોગ બીજી રીતે પણ કરી શકો છો.તેના માટે તમારા સ્કેલ્પ ઉપર તેને સ્પ્રે કરો અને ધીમે ધીમે માલીશ કરો.પછી 30 મિનીટ માટે એક કેપથી વાળને કવર કરો.પછી વાળને ધોઈ લો.

વાળ માટે ડુંગળીના ફાયદા ડુંગળીનો રસ પોષક તત્વોનો ભંડાર છે અને તે સલ્ફરથી ભરપુર હોય છે. વાળનું તૂટવું, પાતળાપણું ઓછું કરવામાં સલ્ફર મદદ કરે છે અને વાળના રોમને પુનર્જીવનમાં પણ મહત્વનું છે. ડુંગળીનો રસ સ્ક્લેપને લોહીના ફ્લોને ઉત્તેજિત કરે છે અને તેના પોષક તત્વો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ડુંગળીના રસમાં વિટામીન એ, સી, ઈ, ફોલિક એસીડ અને બાયોટીન પણ હોય છે. ડુંગળીના પોતાના એંટીબેક્ટેરીયલ ગુણોને કારણે સુકાપણા સામે લડવા માટે પણ ઓળખવામાં આવે છે, આ રીતે તે સ્ક્લેપને હેલ્દી રાખે છે. એ વાત બધા જાણે છે કે હેલ્દી સ્કેલ્પ વાળના ગ્રોથને સારો બનાવે છે.

વાળ માટે ચોખાના પાણીના ફાયદા ચોખાનું પાણી પોષક તત્વોનો એક બીજો ભંડાર છે. મહિલાઓ તેના વાળ લાંબા કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ચોખાનું પાણી વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. જે આધુનિક વિજ્ઞાન દ્વારા પણ સિદ્ધ થયું છે. જર્નલ ઓફ કોસ્મેટિક કેમિસ્ટસે એક અધ્યયનમાં સંશોધન કર્યું છે કે ચોખાનું પાણી પડ છે ઘર્ષણને ઓછું કરે છે અને વાળના ગ્રોથમાં સુધારો કરે છે અને વાળને ઓળવાનું સરળ બનાવે છે. તે વાંકડીયા વાળ વાળી મહિલાઓ માટે ઘણું ફાયદાકારક હોય છે.

ચોખાના પાણીમાં ઈનોસીટોલ અને કાર્બોહાઈડ્રેટ પણ હોય છે, જે ક્ષતિગ્રસ્ત વાળને સુધારે છે અને સતત વાળને રક્ષણ પૂરું પાડે છે. તે ઉપરાંત ચોખાના પાણીમાં અમીનો એસીડ હોય છે, જે વાળને શાઈની, મૂળને મજબુત કરવા અને વાળના મૂળ શાઈની બનાવે છે. તે ઉપરાંત ચોખાના પાણીમાં તમામ જરૂરી અમીનો એસીડ સાથે એંટીઓક્સીડેંટ પણ હોય છે. તેમાં વિટામીન ઈ, વિટામીન કે, વિટામીન બી-6, થીયામીન (બી-1), રાઈબોફ્લેવિન, ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ, સેલેનિયમ, નીયાસીન, પોટેશીયમ, મેગનિઝ અને ઝીંક સામેલ છે.

ભૃંગરાજ.ભૃંગરાજને કિંગ ઓફ હેર કહેવામાં આવે છે. જેમા વાળને ખરવાથી રોકવા અને સફેદ થવાથી બચાવવાના અદ્દભૂત ગુણ રહેલા છે. ભૃંગરાજનું તેલ અને તેની પેસ્ટનો ઉપયોગ વાળની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે કરવામાં આવે છે. તે સિવાય સૂકા ભૃંગરાદમાં થોડૂંક પાણી ઉમેરી તેને માથાની ત્વચા પર લગાવવાથી વાળને ઘણી મજબૂતી મળે છે.આંબળા.ખરતા વાળને રોકવા માટે આંબળા ખૂબ ફાયદાકારક છે. વાળની દરેક સમસ્યા માટે સૌથી વધારે પ્રભાવી ઉપાય આર્યુર્વેદમાં આંબળા છે. આંબળા વાળમાં મજબૂતાઇની સાથે-સાથે ચમક લાવવામાં તેમજ સફેદ વાળથી છૂટકારો મેળવવા માટે પણ મદદરૂપ છે.નિયમિત આંબળાનો જ્યૂસ પીવાથી કે આંબળાનું તેલ લગાવવાથી વાળ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.

આ ઘરેલું નુસખા બનાવવા માટે મેથી અને આંબળાનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને આયુર્વેદિક ઔષધિઓ છે, જે વાળની ​​બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.આ એક પ્રકારનું પાણી છે, આંબળા અને મેથીના પાણીથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળશે. પરંતુ આ માટે તમારે આંબળાનો પાવડર અથવા તાજા આમળા નહીં, પરંતુ સૂકા આમળાનો ઉપયોગ કરવો પડશે.મેથી તમને તમારા ઘરના રસોડામાં સહેલાઇથી મળી જશે.તે સિવાય તમે આંબળા અને મહેંદીનો હેર પેકનો પણ ઉપયોગ કરી શકકો છો. જે માટે આંબળા અને મહેંદી પાઉડરને દહીની સાથે મિક્સ કરી પેસ્ટ બનાવી વાળમાં લગાવો અને બે કલાક બાદ વાળ ધોઇ લો. આમ કરવાથી વાળની સમસ્યામાંથી રાહત મળશે.

આંબળા આપણા વાળ માટે સુપરફૂડની જેમ કામ કરે છે. તેમાં પુષ્કળ પોષક તત્વો શામેલ છે, જેનાથી તે વાળની ​​એક શક્તિશાળી પ્રાકૃતિક હેર ફોલ કંટ્રોલ રેમેડી બનાવે છે.તેમાં રહેલા વિટામિન, ખનિજો, એમિનો એસિડ્સ અને ફાયટોન્યુટ્રિએન્ટ્સ સ્કેલ્પ ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધારીને વાળના મૂળને મજબૂત બનાવે છે. આનાથી વાળના ખરવાની સમસ્યામાં ઘટાડો થાય છે.

લીમડો.એક મુઠ્ઠી કડવા લીમડાના પાનને પાણીમાં ઉકાળી ઠંડુ કરી લો. હવે તેને ગાળી તેમાથી લીમડાના પાન અલગ કરી લો. સ્નાન કરતા સમયે આખરે આ પાણીથી વાળ ધોઇ લો. અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ પાણીથી વાળ ધોવાથી સારુ પરિણામ મળે છે. તેમજ ખરતા વાળની સમસ્યા દૂર થાય છે.દહીં લગાવો : વાળને પોષણ આપવા માટે દહીંનો ઉપયોગ પણ ઉત્તમ માર્ગ છે. આ માટે વાળ ધોતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું. તમે ઇચ્છો તો તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. દહીંને વાળમાં સારી રીતે લગાવી સૂકાવા દો. આનાથી વાળમાં ચમક આવશે અને તેમાં જીવ જળવાઇ રહેશે.

ઈંડામાંથી મળશે ભરપુર પોષણ : ઈંડા ખાવાથી જ તમારા સ્વાસ્થ્યને લાભ મળે છે એ જ રીતે ઈંડુ વાળને પણ પોષણ આપે છે. વાળ ધોવાના એક કલાક પહેલા તમે ઈંડાને વાળમાં લગાવો. તમે ઇચ્છો તો ઈંડામાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો કે ઉપર જણાવ્યું તે પ્રમાણે મહેંદી ઉમેરી શકો છો.માલિશ જરૂરી છે : વાળમાં જીવ ફૂંકવા માટે તેમાં તેલની માલિશ કરવી પણ જરૂરી છે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર એક કલાક સુધી વાળની સારી રીતે માલિશ કરો અને સ્કાલ્પ પર હલકા હાથે તેલ લગાવો જેથી વાળના મૂળ સુધી તેલ પહોંચી શકે.

આ સિવાય તમારે તમારા આહારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ખાવા-પીવાની ઉણપથી પણ તમારા વાળ ખરી શકે છે. તણાવથી દૂર રહો અને ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન પણ ન કરો. વિટામિનન ડી ભરપુર માત્રામાં લો.વાળ ખરતા રોકવા માટે આદુના રસમાં 1 લીંબૂનો રસ મિક્સ કરીને વાળના જડમૂળથી માથા સુધી લગાવો. આવું કરવાથી વાળનું ખરવું તો ઓછું થશે સાથે જ એમાં ખોડાની સમસ્યાનું નિરાકરણ આવશે. પરંતુ એને લગાવતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે એમાં એવા ગુણ હોય છે જેના કારણે માથામાં ડ્રાયનેસની સમસ્યા થઇ શકે છે. એટલે એને લગાવતા પહેલા વાળને બરોબર રીતે ઘોવો. જલ્દી અસર જોવા માટે આ નુસ્ખાને સપ્તાહમાં બે વખત અજમાવો, તમારા ડાઇટમાં પણ આદુને સામેલ કરો. આવું કરવાથી પણ વાળને પોષણ પ્રાપ્ત થશે અને તે કાળા, લાંબા અને ગાઢ બનશે.