મોઠા માંથી આવતી વાસને માત્ર પાંચ જ મિનિટમાં કરો દૂર આ એકજ ઉપાય ની મદદથી, અત્યારે જ જાણીલો આ ઉપાય વિશે….

0
33

મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે આ ઘરેલું ઉપાય અનુસરો,મોઢાની ગંધ કેટલીકવાર શરમ પેદા કરી શકે છે. આ સિવાય જો તેની યોગ્ય સમયસર સારવાર ન કરવામાં આવે તો તેના ઘણાં ગંભીર પરિણામો આવી શકે છે. તો અહીં તમને દુર્ગંધ દૂર કરવા માટેના કેટલાક ખાસ ઘરેલુ ઉપાયો વિશે જણાવવામાં આવી રહ્યું છે.ઘણી વાર, ઘણા લોકો સાથે વાત કરતી વખતે, તેઓએ તેમના મોંમાંથી આવતી દુર્ગંધનો સામનો કરવો જ જોઇએ. પેટ શુદ્ધ ન હોવાના કારણે તે મૌખિક સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના રોગોને કારણે પણ થાય છે. મોઢાની ગંધ કેટલીકવાર શરમ પેદા કરી શકે છે. તેથી, આ સમસ્યાને યોગ્ય સમયે સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે છે, તો તે તમને ઘણી પ્રકારની તબીબી સ્થિતિઓ માટે પણ મુશ્કેલીમાં મુકી શકે છે. આજે, અહીં તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવવામાં આવશે જે મોંની દુર્ગંધ દૂર કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે.મોંમાંથી નીકળતી ગંધને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય આપેલ છે. જો કે, આ સમસ્યા લાંબા સમય સુધી રહે છે, તો તમારે ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ.

મીઠાના પાણીથી વીંછળવું

મોંમાંથી દુર્ગંધ દૂર કરવા માટે તમે પ્રથમ સહાય તરીકે મીઠાના પાણીથી કોગળા કરી શકો છો. મીઠામાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો મોઢામાં દુર્ગંધ માટે જવાબદાર બેક્ટેરિયાને અસરકારક રીતે કાઢવામાં કામ કરે છે અને મૌખિક સ્વાસ્થ્ય જાળવવામાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે. તેથી જ્યારે પણ તમને ખરાબ મોઢાની સમસ્યા થાય છે, ત્યારે તમે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો.

શેકેલા લવિંગ ખાઓ

મોઢામાંથી દુર્ગંધ દૂર કરવા માટે તમે શેકેલા લવિંગનો ઉપયોગ બીજી પ્રાથમિક સારવાર તરીકે કરી શકો છો. આ માટે, લવિંગને ચાવવું અને ખાવા માટે ઉપયોગ કરવો પડશે. વૈજ્ઞાનિક અધ્યયન મુજબ લવિંગનું સેવન કરવાથી મૌખિક સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળે છે.

લીંબુનું પાણી પીવું

મોંમાંથી દુર્ગંધ દૂર કરવા માટે લીંબુનું પાણી પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ માટે, એક ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ મિક્સ કરો અને ત્યારબાદ દરરોજ જાગ્યા પછી આ પાણીનો ઉપયોગ કરો. નોંધ લો કે બ્રશ કરતા પહેલા આ પાણીનો વપરાશ કરવો પડશે.ઘણાં લોકો મોઢાની દુર્ગંધથી હેરાન થતા હોય છે. તેમના મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવતી રહેતી હોય છે, જેના કારણે તેઓ ઘણી સમસ્યાઓ અને પરિસ્થિતિનો સામનો કરતા હોય છે. મોઢામાંથી આવતી આ દુર્ગંધની સારવારનો એલોપેથીમાં પણ ઉકેલ નથી. તેની સારવાર કરવાને બદલે હંમેશાં લોકો તેને છુપાવવાનો પ્રયત્ન કરે છે પણ તેની સારવાર કરતા નથી. આ કારણથી જ આજે તેની સારવારના ઘરેલુ આયુર્વેદિક ઔષધિ અને તેના ઉપાયો વિશે જણાવીશું, તેના ઉપાયથી મોની દુર્ગંધની સમસ્યાથી રાહત મળશે તેમજ હંમેશાં માટે છુટકારો પણ મળી શકે છે.હકીકતમાં મોની દુર્ગંધનું વાસ્તવિક કારણ પેટ અને છાતીમાં થતી ગરબડ છે. આ ઉપરાંત કંઈ ખાધા પછી પાણીથી બરાબર મોઢું સાફ કરવામાં ન આવે તો પણ મોની દુર્ગંધની સમસ્યા થાય છે. મોઢાની સફાઇ ન કરતાં દાંતમાં ખાવાનું ભરાયેલું રહે છે અને તેને કારણે તે સડી જાય છે અને મોઢામાંથી દુર્ગંધ આવે છે. આ રોગથી બચવા માટે દાંતને નિયમિતરૂપથી સાફ કરવા જરૂરી છે.
મોઢાની દુર્ગંધના ઘરેલુ ઉપચાર

ઇલાયચી

પાંચ ઇલાયચી અને સૂકી દ્રાક્ષ લો. દ્રાક્ષ અને ઇલાયચીના દાણા મિક્સ કરો. હવે તેને ધીરેધીરે અડધો-પોણો કલાક સુધી ચાવતા રહો. તેના રસથી પેઢામાં દુર્ગંધ ઉત્પન્ન કરતાં કિટાણુઓ નાશ પામે છે તેમજ મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે.

લીંબુ

લીંબુનું શરબત બનાવીને પીવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે.દાડમમોઢામાંથી દુર્ગંધ આવતા દાડમના છોતરાને સૂકવીને તેનો પાઉડર બનાવીને સવાર-સાંજ પાણી સાથે લેવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે. આ સાથે તેના છોતરાને પાણીમાં ઉકાળીને તે પાણીથી કોગળા કરવાથી પણ મોની દુર્ગંધ દૂર થાય છે.

લીલી હળદર

એક ગ્લાસ પાણીમાં લગભગ અડધી ચમચી લીલી હળદરનો રસ ભેળવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે.શું તમે આખો દિવસ માઉથ ફ્રેશનર લઈને ફરો છો, કારણ કે તમને ડર છે કે કોઈ વ્યક્તિને તમારા મોઢામાંથી વાસ આવે નહીં?શું તમને ડુંગળી-લસણ ખૂબ ભાવતાં હોવા છતાં તમે બહાર જાઓ ત્યારે એ ખાવાનું ટાળો છો, કારણ કે એનાથી મોઢું ગંધાય છે?શું તમે જાત-જાતનાં માઉથ ફ્રેશનર અને જાહેર ખબરોમાં આવતી ટૂથપેસ્ટ જેનાથી મોઢામાં સદા તાજગી રહે એનાથી આકર્ષાયા કરો છો અને ખરીદ્યા કરો છોમોઢામાંથી વાસ આવવી એ કોઈ પણ વ્યક્તિ માટે એક શરમજનક પરિસ્થિતિ છે. કોઈ પણ પ્રકારની દુર્ગંધ એ ખરાબ હાઇજીનની નિશાની માનવામાં આવે છે. મોઢામાંથી આવતી વાસ એ એક સામાજિક શિસ્તની વિરુદ્ધ માનવામાં આવે છે. આ પ્રૉબ્લેમ ધરાવનાર વ્યક્તિથી લોકો હંમેશાં દૂર ભાગતા હોય છે. મોટા ભાગના લોકો એની પાછળ અસ્વચ્છતાને કારણભૂત માને છે. આમ જેના મોઢામાંથી વાસ આવતી હોય તેને લોકો નાપસંદ એટલે કરતા હોય છે કેમ કે તે સ્વચ્છ વ્યક્તિ નથી, પરંતુ ઘણા લોકો એવા છે જે દરરોજ બે વાર બ્રશ કરે છે અને જમ્યા પછી કોગળા પણ કરે છે .

છતાં તેમના મોઢાંમાંથી વાસ આવે છે. સવારે જ્યારે ઊઠીએ ત્યારે તો લગભગ દરેક વ્યક્તિના મોઢામાંથી વાસ આવતી હોય છે, કારણ કે આખી રાત મોઢામાં લાળ જમા થાય છે અને એને કારણે વાસ આવે છે, પરંતુ દિવસ દરમ્યાન મોઢામાંથી આવતી વાસ એ ચિંતાનું કારણ હોય શકે છે. ભાગ્યે જ લોકોને ખબર હોય છે કે મોઢામાંથી આવતી વાસ એ બીમારીની નિશાની પણ હોય શકે છે.

કારણ જાણવું જરૂરી

મોઢામાંથી આવતી વાસ એટલે કે બૅડ બ્રેથથી બચવા પહેલાં તો એ જાણવું ખૂબ જરૂરી છે કે વ્યક્તિને પોતાને આવો પ્રૉબ્લેમ છે, કારણ કે મોટા ભાગના લોકોને પોતાને ખબર નથી પડતી કે મારા મોઢામાંથી વાસ આવે છે, જે માટે ઘરના લોકો મદદરૂપ થઈ શકે છે. મોઢામાંથી આવતી વાસ એ ભલે કૉમન પ્રૉબ્લેમ લાગે, પરંતુ એ ટાળવાલાયક પ્રૉબ્લેમ નથી, કારણ કે દાંતના, શ્વાસના, પેટના બીજા મોટા રોગોનું એક મહત્વનું લક્ષણ છે. એથી પહેલાં વાસ પાછળના કારણને જાણી એને દૂર કરવી ખૂબ જરૂરી છે.આમ પણ દર ૬ મહિને એક વખત ડેન્ટલ ચેક-અપ કરાવવું ખૂબ જરૂરી છે. જો વાસનો પ્રૉબ્લેમ અવગણવામાં આવે તો ભવિષ્યમાં દાંતનો સડો, દાંતનું ઘસાય જવું કે દાંત ખવાઈ જવા કે પેઢાંની તકલીફ થઈ શકે છે. માટે વહેલાસર એનું નિદાન કરી ઇલાજ કરવો જરૂરી છે.

ઓરલ હાઇજીન

મોટા ભાગના ડેન્ટિસ્ટ જેના પર સૌથી વધુ ભાર આપે છે એ છે ઓરલ હાઇજીન. મોઢું જેમાં દાંત,પેઢાં, જીભ, તાળવું બધાનો સમાવેશ થાય છે એ મોઢાની સંપૂર્ણ સફાઈ ખૂબ જરૂરી છે. જ્યારે આ ઓરલ હાઇજીન બરાબર નથી હોતું ત્યારે મોઢામાંથી વાસ આવે છે એ સમજાવતાં ડેન્ટલ સજ્ર્યન અને ઑર્થોડૉન્ટિસ્ટ ડો. રાજેશ કામદાર કહે છે,જ્યારે આપણે કંઈ પણ ખાઈએ છીએ અને એ દાંત વચ્ચે ફસાઈ જાય કે જીભ પર ચોંટેલું રહી જાય અને બરાબર સાફ ન થાય અને લાંબો સમય સુધી ત્યાં જ રહી જાય તો એ ખોરાક કોહવાઈ જાય છે, જેને કારણે એની અંદર બૅક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે બૅક્ટેરિયા અમુક પ્રકારના દુર્ગંધવાળા ગૅસ ઉત્પન્ન કરે છે અને એમાંથી નીકળતા ગૅસને કારણે મોઢામાંથી વાસ આવે છે. દાંત પર રહેલા બૅક્ટેરિયા પેઢાંના રોગ માટે જવાબદાર છે. આ ઉપરાંત એને કારણે દાંત ખવાતા જાય છે. દાંતના કોઈ પણ પ્રૉબ્લેમનું એક મોટું લક્ષણ મોઢામાંથી આવતી વાસ છે.’

ઉપાય : જો વાસનું કારણ ઓરલ હાઇજીન હોય તો દરરોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતાં પહેલાં બ્રશ કરવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો વાસ દૂર કરવા માટે માઉથવૉશનો પ્રયોગ કરતા હોય છે, પરંતુ ફક્ત માઉથવોશ મોંને સાફ કરે છે દાંત વચ્ચે ફસાયેલા ખોરાકને નહીં, જે વાસ માટે જવાબદાર બને છે. માટે માઉથવૉશ કરતાં પણ વધુ જરૂરી બ્રશિંગ છે.

ડ્રાય માઉથ

મોઢામાંના બૅક્ટેરિયા ફક્ત ખોરાક રહી જવાથી જ જન્મે છે એવું નથી. વાસ માટે જવાબદાર બીજા મહત્વના કારણની વાત કરતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘ઘણી વખત કોઈ વ્યક્તિ પ્રવાહી ઓછું પીતી હોય. ખાસ કરીને પાણી ઓછું પિવાતું હોય તો મોઢું સૂકું થઈ જતું હોય છે. આ ઉપરાંત ઘણા લોકોને મોઢામાં લાળ ઓછી બનતી હોય છે. મોઢામાં સતત લાળ ઝરતી હોય ત્યારે મોઢું આપોઆપ ભીનું રહે છે, પરંતુ લાળ ઓછી ઝરે તો જે મોઢું સુકાય એ મેડિકલ કન્ડિશનને ડ્રાય માઉથ કહે છે. સૂકા મોઢામાં પણ બૅક્ટેરિયા ખૂબ જલદીથી ઉત્પન્ન થાય છે અને એ બૅક્ટેરિયાને કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે.’

ઉપાય : જો વાસનું કારણ ડ્રાય માઉથ હોય તો દિવસ દરમ્યાન તમે બરાબર ૩ લીટર પાણી પીઓ છો કે નહીં એની કાળજી રાખવી જરૂરી છે. રાત્રે સૂતી વખતે પણ વ્યવસ્થિત પાણી પીને સૂઓ એટલે આખી રાતમાં મોઢું વધારે ડ્રાય નહીં થાય. આ ઉપરાંત જો લાળનો પ્રૉબ્લેમ હોય તો ડૉક્ટરની મદદ લો. આજકાલ એવી દવાઓ મળે છે જેને કારણે લાળનું ઉત્પાદન વધારી શકાય.

શ્વાસની તકલીફ

આ ઉપરાંત બીજું મહત્વનું કારણ જણાવતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘જે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે શ્વસનને લગતા કોઈ પણ પ્રૉબ્લેમ જેમ કે શરદીથી લઈને અસ્થમા સુધી કોઈ પણ પ્રકારની તકલીફ